Kone bhulun ne kone samaru re - 154 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 154

Featured Books
Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 154

મુલાકાત ત્યારે પુરી થઇ ત્યારે સુરભીની આંખમા ચંદ્રકાંત એક ગીતની ઝલક જોઇ રહ્યા હતા.."જાઓ સૈંયા છુડાકે બૈંયા...કસમ તુમ્હારી મેં રોપડુગીં..."ચંદ્રકાંતની જાણેકે વિજોગણ બની ગઇ હતીસામાન્ય સભ્યતા પ્રમાણે થોડું અંતર રાખીને જમાનામાં કન્યા સહેજ અંતર રાખીને ચાલતી જ્યારેઅંહીયા સાવ ઉલ્ટુ થયુ હતું કે સુરભી શક્ય તેટલું નજીક ચાલીને રૂમની બહાર નીકળી ત્યારે તેનીચકોર માં સમજી ગઇ કે છોકરો નક્કી ગમી ગયો છે . માં દિકરી અંદરના રુમમા પાણીના ગ્લાસલાવવાનો બહાને ગયા ત્યારે સુરભીની ચાલમાં નર્તન હતુંને ચંદ્રકાંત, કુવરજીભાઇ સુરભીના પપ્પાજોઇ રહ્યા હતાપાણીના ગ્લાસની તાસક જગુભાઇ પાંસે આવી ત્યારે સુરભી જગુભાઇને નમન કરીજયાબેન પાંસે પહોંચી ત્યારે મહામહિમ જયાબેન એક સેકંડમાં સમજી ગયા કે છોકરીની મારાચંદ્રકાંત માટે હા છે છેલ્લે ચંદ્રકાંતની સામે પાણીનો ગ્લાસ ધરતા જાણે જન્મની તરસ પી રહી હોયતેમ ચંદ્રકાંતને પી રહી હતી ..સહુ જુદા પડ્યા ત્યારે છેક બહાર સુધી સુરભી મમ્મી પપ્પા આવ્યા ..

અંહીયાથી આમ ડાબી બાજુ વળશો એટલે ઝેડ બ્રીજથી સીધ્ધા માટુંગા વેસ્ટર્ન પહોંચીજવાય .. સુરભી પપ્પાની નજીક જઇ કાનમાં સંભળાય તેમ બોલી ચંદ્રકાંત આપંણી માટુંગાનીકપોળ બોર્ડિંગ મા હતા તેને અંહીની રજેરજની ખબર છે .પછી ફરીથી જૈ શ્રીકૃષ્ણકરી સહુ છુટ્ટા પડ્યા .

કુંવરજીભાઇ ત્યાંજ રોકાયા .ચંદ્રકાંત ફેમીલી ધીરેથી ચાલતા રસ્તાનાં લક્ષ્મી નારાયણ મંદીરથી લેફટલાવાને બદલે ચંદ્રકાંતે બન્નેને રાઇટ તરફ વાળ્યા.બહાર નિકળીને બાજુની ગલ્લીનાં શંકરાચાર્ય મંદિરસામે જયાબાને સસ્તા પણ તાજા ગરમ ગરમ જગુભાઇને જયાબેનને ઇડલી વડા ઢોંસા ખવડાવીને ખુશકરી દીધા...હવે જગુભાઇની નાનપણથી એક આદત હતી કે ક્યાંય પૈસા કાઢવાના આવે એટલે બંડીઝબ્બાના જુદા જુદા ખીસ્સામા હાથ નાખે પણ જેમાં પૈસા હોય તેમા હાથ કેમેય નાખે..."ભાઇ આવુકેમ કરોછો ..?”નાનપણથી અમને રટાવી દીધેલું કે

"કોથળીકા મુહ સંકડા ક્યા કરે નર બંકડા..?"એટલે જયાબા પણ ઘરેથી નિકળે ત્યારે મોટાભાગે સોબસો પોતાની પાંસે રાખે અને જગુભાઇને તાવે...જગુભાઇ પૈસા કાઢે છે કે નહી જૂએ.. ચંદ્રકાંતમાંપણ આદત આવુ આવુ ઘણી વાર થઇ પણ ચંદ્રકાંતની પત્ની ચારહાથે લોકોને "આપો આપો.."નીઇચ્છાવાળી મળી એટલે સમયે સાચા ખિસ્સામા હાથ નાખી પૈસા આપી દે છે...હા આજે પણ દેખાડાકરવા કોઇ સંજોગોમા પૈસા છુટતા નથી ખામી જગુભાઇએ કુટી કુટીને રગ રગમાં ભરી દીધી છે...

"ભાઇ અમે બે પૈસા કમાઇને તમને આપી દઇએ છીએ એટલે પછી તમારી પાંસેજ માગવા પડે એટલેમુંબઇ આવીને ખીસ્સાકાતરુથી બચવા તમે ચંદ્રકાંતને પૈસા આપી દો છો ,એટલે આમ તો તમારા પૈસા હું આપીશ બાકી મુસાભાઇના વા ને પાણી..."

અન્નાને પચાસ રુપીયા આપીને ટ્રેનમા બેસી ઘરે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઇ હતી...હવે ઘરે ગોળમેજીપરિષદ ચાલુ થઇ...

"ચંદ્રકાંત તને છોકરી કેવી લાગી.."જયા બા..

"તમને બન્નેને છોકરી કેવી લાગી ?આપણા ઘરમાં સમાશે ?અત્યારેતો બધા હા બા હા મમ્મી કરે પછીકેમ ચાલશે ?તે તમને પુછુ છું.."ચંદ્રકાંતે સામો ગુગલી ફેક્યો..."ભાઇ તમને માણસો છોકરી કેમલાગ્યા..?"

જયાબા બોલ્યા "આમતો કહ્યાગરી લાગે છે નહિતર તારા જેવા દુર્વાસાની સામે કોઇ ટકે નઇ.. થોડીકભીનેવાન છે પણ નમણી છે . પૈસો બહુ લાગે છે . એનીમાંએ તો હીરાની ચુંક લવીંગડા ને બંગડીનુંપહેરી હતી ઘર કેવડું મોટું છે ગાડી છે બે અવેડા મોટા ફ્લેટ છે ને વળી છોકરી છોકરો બે છે .. છોકરો હજી નાનો છે .. ગાંધીનો ધંધો બહુ સારો હશેઆમ માણસ તરીકે સારા લાગે છે . ચંદ્રકાંત તને તો કાયમનું પડખું થઇ જાય એમ મને લાગે છે બાકી તારા ભાઈને તું પછે છે તો પુછી લેબસ.

જગુભાઇ "મને માણસો સારા સંસ્કારી લાગ્યા હો.." બાકી આમ તો આપણા ગામના અને જાણીતા છે એટલે ખાનદાની પુછવા જેવી નથી .

ચંદ્રકાંતે હવે બાજી પોતાનાં હાથમાં લીધીહવે મને કેવી લાગી તે તમને કહુ છુ ...મને એક બે વસ્તુ છોકરી સુરભીની નથી સમજાણી પણ મેં માર્ક કરી છે કે છોકરીનુ ગળુ મને અજીબ લાગ્યુ..બેખભાથોડા ઉંચા લાગ્યા...છોકરીને બે ત્રણવાર હસાવી તો હસતા હસતા લાલઘુમ થઇ ગઇ..

એની મમ્મી દોડતી આવી પીઠ પસવારી પાણી આપ્યું ને શાંત કરી , બધુ મેં નજરે નોંધી લીધુ છેબાકી જો લોકોને આપણી પરિસ્થિતિની ખુલીને વાત કર્યા પછી જો તેમની ઇચ્છા વધે તો આગળવિચારીશુ બાકી ઘર સાચવશે મને સાચવશે પણ મારા ટેસ્ટની નથી.."

જયાબાને ટેસ્ટની વાત ખુંચી..."અંહીયા આપણી પાંસે શું છે તે કોઇ હા પાડે..?નથી તારા બાપા પાંસેપૈસા નથી બાપદાદાનો ધંધો...નથી કુટુંબીઓનો ટેકો...બરોબર વિચાર કરી લેજે..તને ટેકોજીંદગીભરનો થઇ જાય .." જયાબેન ફુંગરાયા.

"બા.."ચંદ્રકાંતનો અવાજ પણ સહેજ ઉંચો થઇ ગયો.." ટેકો ટેકો મગજમા તમને ફરે છે મનેખબરને પણ ટેકાની કિંમત હંમેશા પૈસાવાળા લોકો વસુલે કેમ ભુલી જાવ છો..?તમારે મને વેંચીનાખવો છે..? બા મારુ કહ્યું માનીને આગળ વધશો તો હું એક વાર તમારા બધા ખાતર હા તો પાડીદઇશ પણ આપણા કુટુંબમા ટેકા ટેકાની વાતના પરિણામો આવશે ત્યારે તમને સમજાશે.. અનેત્યારે બહુ મોડું થઇ જશે લખી રાખજો”.

જગુભાઇ પણ વિચારતા થઇ ગયા "આપણે કેવા ખાનદાન કેવા સંસ્કારી છીએ કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ થઇ ગયા.. આપણે તો હવે પાયરી ઉતરતા થઇ ગયા.."

જયાબા ધુંધવાયા ચંદ્રકાંત સામે ફુત્કાર કરી ને સુઇ ગયા...

ચંદ્રકાંત બંધ આંખોમા ચાર રસ્તે અથડાતા રહ્યા...મૈ ઇધર જાઉં યા ઉધર જાઉં...બડી મુશ્કીલમેં હુંઅબ કિધર જાઉં..?