Kone bhulun ne kone samaru re - 148 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 148

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 148

બેસ્ટની જીપમા મહામહિમ ચંદ્રકાંતને બેસાડી કૌલાબા બેસ્ટ હાઉસ લઇ જવામા આવ્યા.લીફટમેનેઅટલા બધા સાહેબોની સાથે આવેલા વી આઇ પી ચંદ્રકાંતને સલામ ઠોકી .જનરલ મેનેજરની વિશાળકેબિન બહાર કોઇ પારસી બાનુ સક્રેટરી પાસે રીસેપ્શનમા ચંદ્રકાંતને બેસાડવામાં આવ્યા...પારસીબાનું નાલ્હા પટલા ફાલતુ લાગ્યા માટીડાને તીરછી આંખે ચશ્મા ચડાવીને જોઇ રહીહતી..ખોડાયજી શું માટીડાની આંખમાં ચમક છે !હું ટો આવરી મોટી ટગર ટગર ઠટી આંખવાલા માટીડાની બ્રાઉનીશ આંખ પરજ વારિ જાઉ..એવું મનમાં બોલી પછી ટાઇપીંગમાં ધ્યાન પરોવીનેમુફલિસ કપડાંમાં આવેલા માટીડાની ગંડ સમજાવી નહોતીઆંઇ માં બાંન્દ્રેકરબાવા અટલો મોટ્ટોમાનસ આવા મુફલીસ માટે કેમ પાંચ માનુસ મોટા મેનેજરોને જીપ સાથે દોરાવીયા ? કંઇક ટો માલૂમનઠી પડટું….. પણ કોઇ અલગ બાવો છેસેક્રેટરી બાનુ ચંદ્રકાંત જેવા મુફલીસને જોઇને મોઢુમચકોડતી ટાઇપીંગનુ કામ કરતી મનમાં બબડી રહી..

પાંચ મીનીટ પછી ચંદ્રકાંત હાઇ ડ્રામા ઉપર આવી ગયા.."એક્સક્યુઝમી મેડમ ..યોર જી એમ હેઝરીક્વેસ્ટેડ મી ટુ મીટ હીમ...નાવ વિધીન ફાઇવ મીનીટ ઇફ હી ડઝન્ટ કોલમી,આઇ વીલ લીવ ફ્રોમહીયર... કે..?"

ચંદ્રકાંતનો આવો કડક અવાજ અને મેસેજ સાંભળી પારસીબાનુ ઢીલી ઢફ થઇ ગઇ..

"આઇ એમ સોરી..આર યુ ગુજરાતી..? આઇ એમ સોરી આઇ એમ શીરીનબાનુ .

"વારુ વારુ મને બઢ્ઢા પારસીજ લડવા માટે ભટકાય છે બાનુંમારી લાઇફમા કેમ આવી તમારા જેવીસોજ્જી કેમ ની મલતી ?શાંત પ્રેમાળ કોમમાં મારા નસીબમાં આવા કીડા મલેછે વારુ?”

બાવા ટું મારા બોસને કીડો કે છે ? યુ નોટી,ડું નોટ નો કે એવન હી ઇઝ ટોપ બોસ ઓફ બેસ્ટ . ટેમની અંડરમા હજ્જારો માનસો કામ કરે છે યુ નો ?”

આઇ નો પન મેડમ હું તો એક કાફી છું ..જોવની આંઇ પેલા ટમારા સાબ મલે છે કે મને ટટરાવે છેજોઉં છું પાંચ મીનીટ રાહ જોઇને ની બોલાવ્યો ટો હું ચાલી જાઇસ..” ચંદ્રકાંતે અસ્સલ પારસીમાં વાતકરી.

"ઓહ બાવા એટલો ટપી જાવ .મોટા સાહેબ છે લો ચા પાની કોફી કંઇ લોને બાવા..."

"મેડમ જેમને મળવાનુ કામ છે પતે પછી ટમારી સાથે તો કોફી પીવેસ . યુ આર સો સ્વીટઓકે..?ટન મીનીટ ટો ગઇ છે બાનુ..

માટીડી બાવી પારસી બાનુ એક બાજુ ફુલાતી બીજી બાજુ ડરતી એકદમ ઉભી થઇ ને બબડતીગઇ.."કંઇ દબરાવેછ કંઇ દબરાવેછ ..ઓહ ખોદાયજી.."

------

મોટા કોન્ફરન્સ ટેબલને એક છેડે જનરલ મેનેજર મીં બાંદ્રેકર ચશ્માની દાંડી હલાવતા લાલચોળ થઇચંદ્રકાંત જેવા હાલીમવાલી લાગતા ઇસમને જોઇ રહ્યા...

"યસ મી બાંદ્રેકર..આઇ એમ ચંદ્રકાંત સંધવી ફ્રોમ યોસ કોર્પોરેશન.."

રસ્સી જલ ગઇ મગર બલ નહી ગયે...હજી સાહેબ સાહેબાયના મુડમાં હતા...આખરે લાખ માણસનીબસ ઇલેક્ટ્રીક કંપનીના સર્વાસર્વ હતા..."હાઉ કેન આઇ બિલિવ ધેટ યુ આર ચંદ્રકાંત...?"

ચંદ્રકાંતનુ રૌદ્ર સ્વરુપ પ્રગટ થયુ...આપ કોણ છો મને પુછવાવાળા..? યુ મીસ્ટર?”

"હું હું બાંદ્રેકર જનરલ મેનેજર વારુ.."

"સોરી હું કેમ માનુ કે આપ બાંદ્રેકર છો.. આપના ટેબલ ઉપર એક નેમપ્લેટ છે એથી સાબિત નથીથતુ કે આપ બાંદ્રેકર છો આઇ એમ સોરી મહેમાન સાથે આપ આવી રીતે કેમ વાત કરી શકો..?તમેએક કોર્પોરેશનનાં મેનેજર છો હું એક કંપનીનો માલીક છુ એટલે બોલવાની રીત મારે શીખવવીપડશે..?"ચંદ્રકાંતે પહેલી વખત બાંદ્રેકરને ચીમકી આપી .

વાંદ્રેકરને મોટી ટાલ ઉપર એસી ચેંબરમા પરસેવો આવી ગયો..ટાઇની નોટ ઢીલી કરી.."આય એમસોરી .. મી ચંડ્રકાંટ

"આપની રીફીલના સેંપલ લાવ્યા છો...?"

ચંદ્રકાંતે ટેબલ ઉપર ઇકોલેકની કાળી બેગ મુકી રિફિલના સેંપલ આપ્યા...

સાહેબે પોતાના લેટરહેડ ઉપર લીંટોડા કરીને વખાણ કર્યા.."ઇટ ઇઝ ગુડ.."

"કેન યુ સપ્લાઇ ધી સેમ ક્વોલીટી...?"

"વાઇ નોટ..?પણ અગર આપ ઓર્ડર આપો તો આપના સ્ટોર અકાંઉટ અને પરચેઝ ડીપાર્ટમેન્ટમાપંદર દિવસમા પેમેંટ આપવાની કંડીશન મારા માટે રાખવી પડશે કારણકે ચંદ્રકાંત વિલ્સન જેમ મોટીપાર્ટી નથી......

"વારુ દર મહિને ૮૫૦૦ રીફિલ સપ્લાઇ કરવી પડશે તો એટલી કેપેસીટી છે..?"

"સાહેબ દર મહિને અત્યારે પંદર હજાર રીફિલો સેલ કરુ છું.."

"થેક્સ મીં સંધવી ..પ્લીઝ બી સીટેડ ઇન રીસેપ્સીશન.."

ઇન્ટરકોમમાં "આંઇ શીરીનબાનુ આવેલ સાહેબને માટે કોફી બિસ્કીટનો બંદોબસ્ત કર અને ટું અંડરઆવ હરીઅપ.."

અરધા કલાકમાં ટાઇપ થયેલો ઓર્ડર ચંદ્રકાંતને આપવામા આવ્યો..ત્યારે પહેલીવાર આંખ મીચીનેશ્રીનાથજીબાપાને યાદ કર્યા...બે હાથ જોડ્યા..

સામે શીરીનબાઇ મીઠુ મીઠુ હસતા બોલી "બાવા ટું જબરો ટો છે આવા કડક ખડૂસ મારા સાહેબનેપરસેવો છુટી ગયો ...હેવ નાઇસ ટાઇમ.."

"સેમ ટુ યુ મેડમ.." કહી મનમાં ગણગણતા ચંદ્રકાંત બહાર નિકળ્યા "હમ હોંગે કામયાબ...એકદિન...મનમે હૈ વિશ્વાસ...પુરા હૈ વિશ્વાસ.."