Kone bhulun ne kone samaru re - 146 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 146

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 146

"આપ ઇતને બડે નેતા હૈ દાદા હમ ગરીબોકા ધ્યાન રખના.."જગુભાઇ બધવાઇ ગયા ..શું ચાલે છે કંઇ સમજાયુ..!!"ચંદ્રકાંત આમા મોરારજીભાઇ ક્યાંથી ટપકી પડ્યા ? તને તો ખબર છે આપણાજીવરાજકાકાની ગાદી એણે ખાલી કરાવી હતી એની જૈ..?મને બધા પગે લાગે છે ..કંઇ તને સમજાયછે..?"

"હમણા જેમ ચાલે છે તેમ ચાલવા દ્યો ને ?કાંદીવલી જઇને ફોડ પાડીશ ..ભાઇ બંડીના બટન બંધ કરતાહતા જોઇને ચંદ્રકાંત બોલ્યાહવે બંડીના બટન બંધ કરવાનો શું મતલબ છે..?જબ ચીડીયા ચુગગઇ ખેત...?"જગુભાઇ સાંઇઠ રુપીયાનુ રોતા હતા...

જયાબા ઉખળી પડ્યા.."તારાભાઇને દર વખતે વિરાર આવે એટલે વારી વારીને કંઉ .યાદ કરાવુંઇશારા કરુ પણ નાના છોકરાની જેમ ભુંડાભુખ દરીયાને જોઇને ચમકમાં આવી જાય..કડક થઇને કહું કેબંડીના બટન બંધ રાખજો પણ ધરાહાર બોરીવલી આવે એટલે મંડે કુદકા મારવા..સામાન ખસેડવામંડે...ને જેવી ટ્રેન ઉભી રે એટલે બંડીના બટન ખોલી નાખે ...દર વખતે બંડીનુ ખીસ્સુ કપાઇએટલેકપાઇ નક્કી."જગુભાઇ નીચી મુડી કરી હસ્યા કરે..એટલે જયાબા લાલધુમ..

" માજી દાદા હૈ ગલતી કરતે હૈ માફ કરદોના...ઇતને બડે આદમીકો ઇતના ક્યું સુનાતી હૈ ...યતોગાંધીબાપુ વાલે હૈ...ગુસ્સા થુક દો લો આપકા અશોક નગરકા વિનોદ સિલ્કમિલ ગયા ...ઔર યેઆપકા શિવઆશિષ...બમ બમ બોલે...આપ સબ ઉતર જાઓ મેં સામાન ઉતાર લુંગા..."

ચંદ્રકાંતે ધર ખોલી સામાન અંદર લીધો...તિવારી ટેક્સીવાળાને પૈસા આપીને રવાના કરતા હતા...

"બાબુજીકા પાવ છુના હૈ ઐસા મોકા બાર બાર નહી આતા...ઔર ખાલી પેટ્રોલકા પૈસા બીસ રુપીયાદીજીયે હમ તો ધન્ય હો ગયે.."જગુભાઇને પગે લાગીને તિવારી ગયા ત્યાં સુધીમાં તો જગુભાઇસજ્જડબમ થઇ ગયા..."

ચંદ્રકાંતે ગઇકાલે આવેલા સામાનને ગોઠવીને ગાદલાનો થપ્પો કર્યો હતો તેના ઉપર બેસાડીને અંદરમાટલામાંથી પાણી આપ્યુ..."ભાઇ તમે ગમ્મે તેટલુ કહેશો પણ તમે મોરારજીભાઇની ડીટ્ટો નેગેટીવછો..!!!"

"એટલે..?"

"મોરારજીભાઇ ગોરા તમે શ્યામ...બાકી નાક નકશો સેમ ટુ સેમ..એમાં ખાદીધારી બંડીવાલા...તમારા કરતા ઉંચા પણ લોકોને કોણ સમજાવે...હસી લેવાનુ.."

------

સવારે દસ વાગે ઘર ચાલુ કરવા પુરતો સામાન દુધ વિગેરે આવી ગયુ જયાબાએ ઘર ગોઠવણી ચાલુકરી...

ચંદ્રકાંત બે નાનામોટા સ્ટુલ એક સેટી બે ફોલ્ડીંગ ખુરસી એટલુ તો જોઇશે બાકીનુ રેતા રેતાગોઠવશુ...ચા ખાંડ મસાલા હું અમરેલીથી લાવી છું...બેશેતરંજી પણ લાવી છુ તું તારાભાઇ બજારમાંઆંટો મારી આવો એટલે હું અને નાનકી ધર ગોઠવી લઇએ...

જગુભાઇએ અમરેલીથી લાવેલા થેપલા ખાખરાને દુધ લઇ નહાઇને તૈયાર થઇ ગયા ત્યારે સવારનાદસ વાગ્યા હતા..

-----

જગુભાઇએ પીસીઓથી બેન તથા હાવાબાપાને સમાચાર આપી દીધા...બાપ દીકરો વરસોથીચાલવાની આદતને લીધે ચાલતા ચાલતા સ્ટેશન તરફ જવા નિકળ્યા..

"જુઓ ચીમનભાઇ કરીયાણાવાળા ... શિતલ સ્મિત સોસાયટી ... સામે રૈનબો બંગડીકારખાનુ.... દૈસાઇ કાકાજેની બધી કાંદીવલી ઇસ્ટની જમીનો હતી તેનો બંગલો પાછળપોલીડોર રેકૌર્ડની કંપની ડોક્ટર ભટ્ટનુ દવાખાનુ... નાનો બેઠાધાટનો બંગલો કોનો છે તે ખબરનહી...

"અરે રામ રામ ભૈયા ..."

"રામ રામ પંડીતજી..."

"હમ પંડીત નહી ઠાકુર હૈ ....સુભાષસીંહ ઠાકુર બંગલેમે એક બુઢી માઇ રહેતી હૈ બાકી હમ ઉનકેચોકીદાર હૈ હમરી કોને પે છોટીસી ચક્કી ઔર ગન્નેકા ઉસ હમરા હૈ...યે આપકે પિતાજી હૈ..?"

"હા ઠાકુર પિતાજી હૈ.."

જગુભાઇને વંદન કરીને ઠાકુર ઝડપથી ડંગરો લઇ આગળ નિકળી ગયા..

"ચંદ્રકાંત તેં તો બે દિવસમા બધાની ઓળખાણ કરી લીધી...સરસ..."

------

અઠવાડીયામાં બહાર ગેલેરીમા ગ્રીલ બે નાના સ્ટુલબે ફોલ્ડીગ ખુરસી સેટી લઆવી ગયા...મોટીબેનબનેવી ચક્કર મારી ગયા..અમરેલીથી ખાસ બેન બનેવી માટે શીહોરી પેંડા લાવેલા તે ખાઈનેભાણાભાઇ રાજીનાંરેડ થઇ ગયા .

મામા પેંડા મુંબઈમાં કેમનથી બનતા આપણે પછી ચોકલેટ ને કેડબરી ખાવી પડે છે આઇ ડોન્ટલાઇક ઇટ.”

બેટા અમરેલીથી ગાંઠિયા ને પેંડા લાવવા પડેલ કારણકે ઇટ ઇઝ વેરી ટેસ્ટી રાઇટ ? એટલે નાનાનેખબર હતી કે મારા લવલી ભાણાને બહુ ભાવે છે એટલે લાવવા તો પડે જને ?”

રાઇટ મામા પણ હવે તમે હાઉસ લીધું તો તમે પારલા નહી આવો ?” ભાણાભાઇ

અરે આપણી ખાનગી વાત થઇ છે ને યાદ રાખજે હોં બોલવાનું નહી. ચુપ

મામા ભાણાએ સામસામું ચુપ કરી આંખ મારી.

—————

ચંદ્રકાંતને માટે હવે ધંધા ઉપર ધ્યાન આપવાનુ હતુ એટલે વહેલી સવારે શાક રોટલીનો ડબ્બો લઇનેમુંબઇ જવા નિકળી પડતા હતા....જે આદત વરસો સુધી કાયમ રહી.

સમયે કાંદીવલી ઇસ્ટમા તો કોઇ રિક્શા હતી કોઇ ટેક્સી...સાવ સુમસામ...બે કીલોમીટરદરરોજ જવાનું આવવાનું રહેતુ...

આગળના સમયમાં ચંદ્રકાંતને સંજય શાહ આર્કીટેક મિત્ર મળ્યા અને વાત કરી ત્યાં સુધી ક્યાં ખબરહતી કે જે નાનો બંગલો ચક્રવર્તી અશોક રોડ ઉપર હતો તે નાનજી કાળીદાસનો હતો..અફાટ સંપત્તિનામાલીક હતા.કાંદીવલી ઇસ્ટથી છેક નેશનલ પાર્ક સુધીની જમીનો સાચવવા રાખેલો ચોકીદાર ઠાકુર. અબજો રુપીયાની જમીનોનાં માલિક થઇ ગયા...કંઇ રીતે ? કોઇ યુપીવાળાનેબાબુજી બસદો ભેંસ રખનીહૈ કરીને તબેલો બનાવી જગ્યાનો કબજો કરી લેવો અને અવાજ કરો તો ડંગેરોસમયબડા બલવાન હૈ...!