Kone bhulun ne kone samaru re - 144 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 144

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 144

શિવકૃપા બિલ્ડીગના વોચમેને ચાવીનો ઝુડો લઇને ગ્રાઉંડ ફ્લોરનો વિનોદ સિલ્ક મીલ સામેનો એકનંબરનો ફલેટ ખોલ્યો .બિલ્ડીગમાંથી એન્ટ્રન્સ પછી બહાર રોડ સાઇડ ગેલેરી પછી સંડાસ બાથરુમપેસેજ અને રસોડુ હવાઉજાસ ભરપુર...પછી બાજુનો પછી પાછળનો એમ ત્રણ ચાર ફ્લેટ જોયા..પણમગજમાંથી એક નંબર નહોતો હટતો ...ચંદ્રકાંત પાછા ફરતા ચક્કીવાળાને ત્યાંથી પી સી ઓથી બેનને"જગ્યા દુર છે પણ બહુ સરસ છે આપણે તો અમરેલીમાંયે ગામથી દુર વસ્યા હતાને કેમ..?સાવએકલા અટુલા.."ચંદ્રકાંત.

"બધી વિગત લઇલે હું બાપાને ફોન કરીને બધી વાત કરી લંઉછુ...કાલે સાંજે રવીવારે જમવા આવત્યારે બાકીની વાત કરીશ...

----

બપોરે એક વાગે પ્રિંસેસ સ્ટ્રીટમા કપોળ માટે જમવાની ક્લબ ચાલતી હતી ત્યાં પહોંચ્યાં ત્યારેઅમરેલીની "ચંડાળ ચૌકડી રાહ જોતી હતી...."

"આંયા પેટમા કુતરા ધોડવા મંડ્યા સે...ક્યાં ખોવાઇ ગયો હતો...?"અમરેલીની મિત્રોની ગેંગેચંદ્રકાંતનો ઊધડો લીધો મધુ પારેખ એક બાપુ છેલ્લો માસીનો દીકરો નાનોભાઇ ભરત ટીમનાંમાનવંતા લુખ્ખા સભ્યોએ ઇંકવાઇરી શરુ કરી

"યાર હવે લઠ્ઠા લઠાના દિવસો પુરા થવાનાં લાગે છે..." ચંદ્રકાંતે ધીરેથી વાત શરુ કરી

"એટલે..?"મહારાજ બે મજબુત ખાનારાને રોટલી ઉપર રોટલી મુકતા જાતા હતા દાળનાં સબડકાલેવાતા હતા શાકનુ કંમડળ ભરતાએ ખેચી લીધુ...મહારાજ લાલતો થઇ ગયા પણ લાચાર હતા આજેચારેયની જુવાની રંગ લાવી રહી હતી.."આમ ઘડીએ ઘડીયે ચમચી ચમચી શાક હું દૈવાનુ..?મફતજમીયે છીએ...?

"કદાચ રખડપટ્ટી બંધ થશે "પણ ક્યાંય ભુંગળા વગાડતા નહી.."ફરીથી ઇશારો કર્યો .

અમરેલીની ચંડાળ ચોકડી હરખજમણ કરીને ઉભી થઇ ત્યારે મહારાજ ગાભો થઇ ગયા હતામાળા વસૂલ કરે છે બાકી મારા તો હાથ રોટલયું વણી વણી ચોડવીને રહી જાય પણ ના તો પાડે નહી.”

"ચંદુ સાચુ કેજે ...તનેતો ખબર છે મારા બાપા કાળુભાઇનાં પરચાની...?એટલે અમારાં યે દસ ટકા તોહોયને.?...."મધુ ઉવાચ..."અમે તો હાવ લુખ્ખા છીંયે."જો ભરતોય મારી જેમ હાવ લુખ્ખો..વળી બાપુડી ટેંટીંયો કપોળ બનીને બારભાયામાં એક ટાઇમ જમીયે ને રાતે ક્યાંક લારીમાપુરીભાજીથી પેટ ભરીયે છીએ તારી જેમ...એટલે યાદ રાખજે અમને પહેલા ખબર આપજે..ભેરુડાને ભુલતો નહી..હાં.." મધુની ચીમકી હતી.

------

રવિવારે મોટાબેન બનેવી કાંદીવલીની જગ્યા જોઇને ચંદ્રકાંત સાથે મોટાબાપુજીને ઘરે પહોંચ્યા ત્યારેસાંજના પાંચ વાગ્યા હતા...બાપાએ મોટીબેનની પાંસેથી વિગત લીધી બનેવી સાથે વાત કરી...બે ચારફોન કરીને પાકુ કર્યુ...અમરેલી ફોન લગાડ્યો..."જગુ ચંદ્રકાંતે જગ્યા જોઇ છે એને ગમી છેમોટીબેન બનેવીને પણ ગમી છે આપણા જાણીતા કપોળનાં દિકરાના હાથમા વેચાણ ભાવ બધુ છેએટલે ઓછા થોડા કરશે એટલે તું પૈસા મોકલને કાં એક આંટો આવી જા..જયા ને અને નાનીનેઅમરેલી રાખજેને એકલો ડ્રાફટ કઢાવીને આવજે..મુકુ છું"

"ચંદ્રકાંત તારે એક હજારનુ બહાનુ આપીને જગ્યા પાકી કરવી હોય તો કર...મેં કાણકીયાની હારે વાતકરી છે ભવાનભાઇ સુચક હારે વાત કરી છે જરુર પડશે તો રસીકને કે કનુને તને શ્રીનાથવાળા જોઓળખે નહી તો આવશે .બને તો તારી મોટીબેન બનેવીને સાથે રાખજે . જો નક્કી થાય તો ખબર કરજેનહીતર તરો બાપ જગુ મારો રોજ જીવ ખાશે . “ શું થયુ ? કેટલામા થયુ ? તમે જગ્યા જોઇ કે નહી એવા પચાસ સવાલ ઉભા કરશે એટલે મારે એક સાથે પુરુ કરવાનું હોય સમજ્યો ચંદ્રકાંત ?”આમએક રીતે

પુ. હાવાબાપા તરફથી લીલી ઝંડીતો મળી ગઇ .

-------

દિવસે ચંદ્રકાંત સવારે મોટીબેન બનેવીને પગે લાગી આશિર્વાદ લઇ સવારે બન્નેને લઇને અગીયારવાગે કાંતાભુવનમા શ્રીનાથ એસ્ટેટ એજંટની ઓફિસમા પહોચ્યો ત્યારે કીરીટભાઇ મહેતા અનેમનોજભાઇ ગોરડીયા હાજર હતા...થોડી ઔપચારિક વાતો કરીને બન્ને ભાગીદાર ખુલ્લા થયા...

"જો ચંદ્રકાંત ગોરેગાંવ સ્ટેશનથી છેક ફાટક સુધી જે ગજાનન કોલોની જે છે ગજેન્દરભાઇ જોષીની છે એના જમાઇ છે રમેશભાઇ પંડ્યા...એમનુ પહેલુ મકાન છે એટલે બાંધકામ બહુ સરસકર્યુ છે.હવે બેન તમને તો ખબર હશે કે અમે સાઇકલ અને સ્કુટર ઉપર ફરીને અંહીયા પાર્લામાનાનીમોટી દલાલી કરતા હતા કાંતાનિવાસની જગ્યા ભાડેથી જોર કરીને લીધી છે .એમા રમેશભાઇની શિવકૃપાની સોલસેલીંગની વાત આવી એટલે મનોજ મારા પાર્ટનરે વળી હિંમત આપી કીરીટ આપણે શિવકૃપા મકાનની સેલીંગ ઉપાડી લઇએ...હવે દિલની વાત કરુ "કિરીટભાઇમહેતા બોલ્યા.."હાવાકાકાનો ફોન હતો અમારો સોલસેલીંગનો પહેલો સોદો છે એટલે અમારા માટેતમે ભગવાન કહેવાઓ..તમને ગમ્મેતેમ કરીને પાર ઉતારીશુ બસ ?”

બેનને મનમાં એક વિચાર ચાલતો હતોઆમ જૂઓ તો કાંદીવલી ઇસ્ટમા ઠેઠ ગામને છેડે જગ્યાછેપાછળ સાવ સૂમસામ મેદાનસ્ટેશનથી વાહનની કોઇ સગવડ નહી બસ ચલતે કદમ જવાનું . ઓછામાં ઓછું બે કીલોમીટર ચાલો ત્યારે શિવકૃપા આવેકાલ સવારે ચંદ્રને પરણાવો તો તેનીવહુનેય અટલુ દુર સાવ ગામને છેડે બિહારીને એકલું જવા આવવાનું થાય . બાપુજી ભાઈને આમતોચાલવાનો બહુ શોખ પણ હવે એમની તબિયત નાજુક એટલે મન બહુ માનતું નથીચંદુ તું શું કે છે?”

બેન આપણે વરસોથી અમરેલીમા ગામને ગોંદરે રહેતા હતા એટલે કદાચ આપણી નિયતિહશે ? બાકી મારી વહુ સુધીની ચિંતા નહી કરવાની એની મેળે ખડતલ થઇ જાય બાકી આપણેપારલામાંયે સ્ટેશનથી તમે લગભગ અટલા દુર રહો છોને ?

એટલે મને એક તો નવુ મકાન હવે ઉજાસ અને ભાઈને દાદરા ચડવા ઉતરવાની માથાકૂટ નહીબાકીઆપણા અટલા બજેટમાં ક્યાંથી જગ્યા કાંદીવલી બોરીવલીમા મળે એમ મને લાગે છે , બાકી તમે કહોતેમ.”

મોટીબેને બહુ વિચારીને છેલ્લે મન મનાવ્યું હતુંસામે મનોજભાઇ કીરીટભાઇ મોટીબેનના જવાબનીરાહ જોતા બેઠા હતા … “બેન તમે કહો એટલે હાકીરીટભાઇ,

મનોજભાઇએ ટેબલ ઉપર ફ્લોર પ્લાન મુકીને ચંદ્રકાંતને પુછ્યુ "બોલ ચંદ્રકાંત ક્યો ફ્લેટ...?બોલો ? માં એવું છે કે ગ્રાઉંડ ફલોરનાં ભાવ અને ટોપ ફ્લોરનાં ભાવ ઓછા હોય એટલે બરોબર જોઇનેકહેબાકી મોટાબેન મને હાવાકાકાએ કહ્યું છે કે છોકરાનું બજેટ નાનું છે એટલે કુલડી ભાંગીને કરડુંકરવાનું છેએટલે જો વિચારીને કહો..” કીરીટ મહેતાએ વાત પુરી કરી .

"એક નંબર..." ચંદ્રકાંતે બેનને પુછીને કહ્યું …..


(અઠવાડીયામા ચાવી મળી ગઇ....જીંદગીની કૂંચી ?)