Kone bhulun ne kone samaru re - 143 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | કોને ભૂલુંને કોને સમરુ રે - 143

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

કોને ભૂલુંને કોને સમરુ રે - 143

શનિવારે બાપુજી ઉર્ફે ભાઇનુ ઇનલેંડ આવ્યુ હતુ...

ચિ.ચંદ્રકાંત,હવે તમારી બાને એમ લાગે છે કે છોકરાને બહારના રોટલા ખાવાના બંધ કરાવવા જોઇએએટલે તને અગાઉ લખ્યુ હતુંકે આપડે રહેવા માટેનાની જગ્યા તો લેવી પડશે..તારી મોટીબેન સાથે મેંવાત કરી લીધી છે..મેં હાવાભાઇ (મોટાભાઇ)સાથે પણ વાત કરી લીધી છે ..મારી પોલીસી સામે મનેબાર હજાર મળશે બીજુ પાંચ હજારઆપણી પેઢીમાંથી ઉપાડ કરવો પડશે બાકી તારીબાની બચતનાબે હજાર મળીને કુલસત્તર હજાર જમા કર્યા છે હવે ખુટતા પૈસા તું ગમ્મેતેમ કરીને નાખીને જલ્દી જગ્યાનુકર..

મોટીબેને પણ બોરીવલીથી આગળ જવાય તેવુ પાકુ કરીને ચંદ્રકાંતને હુકમ કર્યો"તારો ધંધો થોડાદિવસ પડતો મુક નહીતો ઓછો કર અને જગ્યા માટે દોડાદોડી શરુ કર...” બેન તમને યાદ છે કેઆપણને સોરી તમને તો ક્યારે ના પાડી નથી પણ અમને ક્યારેય પૈસા માંગીએ ત્યારે કાયમબંડીના ખાલી ખીસ્સામાં હાથ નાંખી હસે પછી કહેકોથળી કાં મુંહ સંકડા ક્યા કરે નરબંકડા .?” પણમાંડ માંડ બે રુપીયા આપે તો પાછી ધમકી પણ આપે કે જે લાવે એમાં નાનીબેનને આપજે સમજ્યો ?

હા પણ ચંદુ જગ્યા માટે બાપાએ આખી કોથળી ધરી દીધી ને ? “ મોટીબેન હીટબેક કરી ..

બેન, હવે મારી દશા બાપુજી જેવી થઇ ગઇ છે કે કોથળી કાં મુહ સંકડા ક્યા કરે નર બંકડા ..? પણમારે પણ કોથળીને તળિયે કાણું કરવું પડશે ..બેં પાંચ રુપીયાની વાત નથી બે પાંચ હજારની વાત છે ..”

-----

બહુ મથામણો અને દોડાદોડી પછી પછી બોરીવલી વેસ્ટમા નાટકવાળા લેનનાં ખુણા ઉપર એક મોર્ડનહેર કટીંગ સલૂન બહાર મોહનભાઇ લીંબાચીયાની મુલાકાત થઇ.. ફુટ ઉંચા ઉપરથી તેલથીતપતપતા ઉભા ઓળીયા સફેદ શર્ટ સફેદ પેંટ આંખોમાં સહેજ આડુંઅવળું હતું પણ નજર બહુ તેજ

આમ પણ નાઇભાઇઓ કાયમ બહુ બોલવે મીઠા હોય નહીતો વાણીયાનાં પેટમાંથી વાત કોણ કઢાવીશકે..?

ચંદ્રકાંતને રાજા સુપડકન્નોની વાર્તા બરોબર યાદ હતી...

"આપણે પંદર હજાર આસપાસ રુમ રસોડાનો ફ્લેટ ક્યાં મળશે મોહનભાઇ..?"

"બાપલીયા,ચંદ્રકાતભાઇ એટલામાંતો દંહીસરમા જાવુ પડે થોડુ ખેચો તો ફ્લેટ પકડીયે...બાકી મેળનો પડે એમ કહી ચંદ્રકાંતનો હાથ પકડી લીધો...બધા કુશળ ગુજરાતી નાઇના હાથ બહુ કોમળ નજરતેજ કાતર જેવી...ચંદ્રકાંતની હથેળી પકડી મસાજ કરી નાખ્યુ..."જો મહેનત કરીશ બાકી ઠાકોરજીનીમહેરબાની બરોબર...?હાલો તમને તણ ચાર જગ્યા છે બતાવુ..."એમ કહી દુકાન દિકરાને સોંપીનેમોહનભાઇ ચંદ્રકાંતને સાઇકલ પાછળ કેરીયર ઉપર બેસાડીને મંડપેશ્વર રોડ ...ભગવતી હોસ્પીટલસામે નાનકડી ડેડએન્ડ ગલ્લીમા જગ્યા દેખાડી પછી બીજી બે ત્રણ જગ્યા પણ જોઇ...પણ મન માન્યું.પાછા આવતા બોરીવલ્લી સ્ટેશને ઉતરીને ચંદ્રકાંતે મુંબઇ સમાચાર લીધું...પહેલે પાને નાનકડીજાહેરાત હતી...કાંદીવલી ઇસ્ટમાં વિનોદ સિલ્ક મીલની સામે તૈયાર કબજામાં એક રુમ રસોડું બેસુમારતથા બે બેડરૂમની જગ્યાઓ હતી સંપર્ક -રમેશપંડ્યા બિલ્ડર. (શિવકૃપા બિલ્ડર)સોલ સેલીંગએજન્ટ શ્રીનાથ એસ્ટેટ એજંટ દશરથલાલ જોષી માર્ગ કાંતા નિવાસ..કીરીટ મહેતા મનોજગોરડીયા...ફોન નંબર...પારલા...

ચંદ્રકાંતે મોટીબેનને ફોન લગાવી વિગતો આપી..."બોલ બેન શું કરુ..?"

"એક કામ કર,કાંદીવલી ઉતરીને જગ્યા જોઇ સીધો અંહીયા આવી જા હાવાબાપા કંઇક ઓળખાણકાઢશે...જગ્યા જોઇલે આજુબાજુ ચારે બાજુ નજર મારી લેજે બરોબર..?"

"હા બેન હમણાં નિકળું છુ.."

-----

કાંદીવલી ઇસ્ટ સમયે સ્ટેશન નજીક છીતાભાઇ પટલ રોડ બે ચાર ગલ્લી પછી એક બાજુ ઉજ્જડબીજી બાજુ ચાલીઓ પછી મિલીટરીનુ થાણુ પછી ચંદ્રકાંતે હેદવકર એંન્જીયરીંગ પછી જમણી તરફવળ્યા ત્યાં ખૂણામાં એક ચક્કી એક ભૈયાજી બાંકડે બેઠા હતા..તેમનો પતરાનો મોટો શેડ હતોશેરડીનો સંચો હતો...ચંદ્રકાંતે અડધો ઉસ(મરાઠીમાં ઉસ ગુજરાતીમા શેરડીનો રસ)મંગાવી થાક ખાવાબેઠા..

"બાબુજી...યે વિનોદ સિલ્ક મીલ કીધર આયા...?"

"એબબુઆ જરા ભાઇકો દીખા દે ..."

એક ઉંચા પડછંદ છોકરાએ કહ્યુ "દેખો આગે યે સાઇડમે દેસાઇ બંગલો બાદમે પોલીડોર રેકોર્ડસાઇડમે નહી સીધા આગે ચલના તો રેનબો બેંગલ કારખાના આયેગા બાદમે વિનોદ સિલ્ક મીલઆયેગી સમજે ક્યાં?"

સમજાવનારો એટલે બીજો કોઇ નહી આજના ઠાકુર વિલેજ ઠાકુર કોંપ્લેક્સના જમીન માલીકસુભાષસિંહ ઠાકુર..!!!ઉર્ફે ઉસવાલા !!...

ચંદ્રકાંતે જગ્યા જોઇ આગળ સાવ વિરાન જમીન પાછળ પાંજરાપોળગૌશાળા દુર ડુંગરી પાંસે એસએસ મીરાંડા... ગ્રાઉંડ પ્લસ ચાર માળ શિવ આશીષ...ચંદ્રકાંત ગણગણતા હતા... હવાપાણી બહુસરસ લાગ્યા ચારે તરફ કંપાઉન્ડ વોલ વચ્ચે એન્ટ્રન્સબહાર નાના નાના બારમાંથી ફુલો ઓફિસફુલોની ક્યારી હતી .

"એક અકેલા ઇસ શહેરમે આબોદાના ઢુંઢતા હૈ આશિયાના ઢુંઢતા હૈ..." ચંદ્રકાંતને સતત ગીતગણગણવાનું હતું ….