ભાગ - ૧૦
लाल चुनरिया वाली ,कोई घर मेरे भी लाओ
मैं कुंवारा कब तक बैठूं,बैंड मेरा बजवाओ
अरे जैसे भी चलता है,चक्कर चलाओ
मेरी शादी करवाओ,मेरी शादी करवाओ.....
મેહુલ તારે હવે બંધ થવું છે.નાસ્તો કરતા કરતા રઘુ મેહુલ પર ગુસ્સો કરે છે. મમ્મી તું મેહુલને કહી દે.હવે આ ગીત બંધ કરે. સવારનો આ ગીત જ ગાયા રાખે છે.હવે,તું મેહુલ માટે છોકરી શોધવાનું ચાલુ કરી દે.એને હવે લગ્નની ઉતાવળ આવી છે.
હાસ્તો. હવે તો આવે જ હું તારાથી ૨-૩ વર્ષતો નાનો છું.તારે તો લગ્ન નથી કરવા.મારે કંઈ વાંઢા રહેવાનું.મમ્મી હવે ભાઈ ના પાડી દે.તો મારા માટે છોકરી શોધવાનું ચાલુ કરી દેજે.મેહુલ મમ્મીને કહેવા લાગ્યો .
હા. તારા લાડકાના લગ્ન કરાવી દે.મારે હજી વાર છે.રઘુ ગુસ્સામાં બોલ્યો.
બેટા હવે વાર ના ન ચાલે.તારે તો હા જ પાડવી પડશે.અને હજી તો તારા માટે છોકરી શોધવાની પણ બાકી છે.થોડી કાલ તારા લગ્ન કરાવા છે. છોકરી શોધીશું ટાઈમ લાગશે.હવે તારે નોકરી પણ સરકારી થઈ ગઇ છે.અને સેટ પણ થઈ ગયો છે.હવે રઘુ તારા લગ્નની વાત ચલાવી જ પડશે.અમારા સામે તો જો તું.
મેહુલના લગ્ન કરાવી આપ. મારે હજી વાર છે મે તમને લોકો કેટલીવાર કહ્યું.રઘુ એ ચિડાઈ ને જવાબ આપ્યો .મને સમજાય છે તમે બન્ને મળીને આ પ્લાન કર્યો છે.મને છોકરી જોવા મનાવવા માટે.i know very well. પણ મારી એવી કોઈ ઈચ્છા નથી.
ના. બેટા એવો કોઈ જ પ્લાન નથી.અને એવું ના ચાલે કે મેહુલના લગ્ન કરાવી દઈએ. સમાજમાં વાતો થવા લાગે કે મોટાભાઈ પહેલા નાનાભાઇના લગ્ન કરાવી દીધા.આજ તો તારે મને જવાબ આપવો જ પડશે.અને એ પણ હા જ કહેવી પડશે.એટલે અમે છોકરી શોધવાનું ચાલુ કરી દઈએ.
તમારે લોકોને જે કરવુ હોય તે કરો.મને છોકરી ગમશે તો જ હું હા પાડીશ. નહિતર,મને લગ્ન માટે force ના કરતા.
રઘુ ની આ વાત સાંભળી મમ્મી અને મેહુલ ખુશ થઈ ગયા. ચલો હવે ક્યાંક વાત તો ચલાવવા મળશે.અત્યાર સુધી તો ના જ પાડતો હતો.
આમ તો રઘુની લાઇફ પણ સેટ થઈ ગઇ હતી. રઘુને બાજુના ગામમાં શિક્ષકની સરકારી નોકરી મળી ગઇ હતી. રઘુનો સ્વભાવ એકદમ શાંત અને સમજણ વાળો હતો. રઘૂને વિધાર્થીઓ પણ ખૂબ માન આપતા હતા.રઘુ વિદ્યાર્થીઓ માટે ખાલી શિક્ષક ના હતો સાથે એનો મિત્ર પણ હતો.રઘુ હતો જ એવો બાળક સાથે બાળક બની જતો અને મોટા સાથે મોટો.સ્કૂલમાં વિદ્યાર્થીઓ રઘુને રઘુભાઈ કહીને બોલાવતા.
નિશાળના નાના મોટા પ્રોગ્રામ થી લઈને કોઈ પણ પ્રવાસ હોય કે કોઈ સ્પર્ધામાં જવાનું હોય બધી જવાબદારી રઘુ પર જ રહેતી.એકદમ શાંતિ અને સમજદારીથી બધું handle કરી લેતો.
પણ,રધુના મનમંદિર માંથી રૂપા ગઈ ના હતી.
આ બાજુ, રૂહ પણ જતીન સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ હતી.એ દિવસે બન્ને થાકી ગયા હતા.બન્ને એ ઘરમાં આરામ કર્યો.બીજે દિવસે સવારે જતીનના મોબાઈલમાં call આવ્યો.કોઈ મારિયાનો call છે જતીન રૂહ બોલી.
જતીન એક જ અવાજે ઊભો થઈ ગયો.અને ફોન ઉઠાવી લીધો.જતીન રૂહથી દૂર જઈને મારિયા સાથે વાત કરવા લાગ્યો.
તું ઓફિસ ક્યારે આવે છે જતીન.મારિયા એ કોલમાં જતીન ને પૂછ્યું. આજ તો આવું પડશે તારે.જતીન એ હા કહી મરિયાનો ફોન મૂક્યો.
રૂહ એ કંઈ નોટિસ ના કર્યું.એ તો ઘરના કામ કાજ માં busy થઈ ગઇ.જતીન એ call પુરો કર્યો.અને રૂહને કહ્યું.રૂહ મારે આજે ઓફિસ જવું પડશે. આપણે રાત્રે મળીએ.
જતીન તમારે આજે ઓફિસ નથી જવું.હજી તો ઓસ્ટ્રેલિયા આવ્યા છીએ. તમે મને ઓસ્ટ્રેલિયા ફેરવો અને આપણા લગ્નને પણ હજી week પણ નથી થયું. આપણા બન્ને નો આ quality time છે.આપણે સાથે spend કરવો જોઈએ અને તમારે ઓફિસ જવું છે.ના,હું તમને ઓફિસ જવાની હા નહિ પાડુ.
અરે! સ્વીટહાર્ટ એવું ન ચાલે. તું સમજ કેટલા ટાઈમથી આપણે ઇન્ડિયા હતા. મારે અહીંનું કામ પણ જોવું પડે.અહીનું ઘણું કામ pending છે.મારે ઓફિસ તો જવું જ પડશે.ડિનર આપણે સાથે કરીશું પ્રોમિસ કરું છું.હવે,તો જવા દે.જતીન રૂહને સાંજે વહેલા ઘરે આવવાનું પ્રોમિસ કરી ઓફિસ જાય છે.
કેમ છો મિત્રો?
તમે રૂહ અને રઘુની આ કહાની માણી રહ્યા છો ને?
આગળ જોઈએ રઘુની જિંદગીમાં શું થાય છે. રૂહ અને જતીન ની mrg life કેવી ચાલે છે.આ મારિયા કોણ છે. જોતા રહીએ.વાંચતા રહેજો રૂદિયાની રાણી.
આપનો પ્રતિભાવ જરૂર આપશો🙏🙏🙏🙏
યોગી