Laughter - 35 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૩૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

હાસ્ય લહરી - ૩૫

તારા વિના શ્યામ મને એકલું રે લાગે...!

 

                                                  લોકો ક્યાં તો  ધૂની છે, ક્યાં તો ઝનૂની..! ફાવે તો ફક્કડ નહિ તો અક્કડ..! એવાં બંધબેસતા પાટિયાં ફીટ કરે કે, લંકાને બદલે અવધથી વિચાર આયાત થયા હોય એમ, પેકિંગ જુદું ને માલ જુદો..!  પહેલી ચાંચ મારવાવાળાને તો દાળમાં સફેદ જ લાગે..! ને  કાળાશ એના તળિયામાં હોય. માણસની ઉજળી મસોટી નહિ જોવાની, દાનત ચાખવાની. જેથી પાછળથી પસ્તાવાનો ધોધ નહિ તૂટી પડે કે,  મહાશયનો મહા (આશય) તો જુદો જ છે..!  અમુક તો એવાં ઉંધા  સ્વસ્તિક  જેવાં કે,  સ્મોવસ્ડેતિકનો પણ મલાજો નહિ રાખે.  હોય ચિકનમાં ને ઈંડા ખાવાની વાત કરે .!’ ચલતા હૈ..! શ્યામના નામે ભીના પાપડ શેકવાનો લોક-ઉદ્યોગ ચાલે જ છે ને? ક્યાં શ્રી કૃષ્ણ અને ક્યાં શ્રી રાધાજી..! બંનેના  પ્રેમની  દિવ્યતા જ અલગ..! સરકાર બેસાડવા ગાંધીજીને ઉભા કરવા પડે એમ, પ્રેમના ખેલ વધારવા રાધા-કૃષણ વાળા  ગેરંટી કાર્ડ પણ ખર્ચી નાંખે. બુટલેગર બનના હૈ તો અચ્છી પહચાન જરૂરી હૈ.  એમ,  LOVE ની વાત આવે એટલે રાધા-કૃષણને પણ દાવમાં મુવા પડે. ..! એને કોણ સમઝાવે કે, વાંહળી વગાડતાં આવડી  જાય, એટલામાં કૃષ્ણ નહિ થવાય..!  પ્રેમની પથારી ફેરવવાની  સ્ટાઈલ જ નોખી. ક્યારેક તો ઘઈડાને સમજાવે કે, મૂળાક્ષરોમાં જેમ લ અને વ પાસ-પાસે આવે, એમ અમે ‘લવ’ માં બહુ આસપાસ છે..! તારા કપાળમાં કાંદા ફોડું, 'એકવાર લગન કર પછી ખબર પડે કે,  પાળેલા કુતરા કેવાં પોષવા પડે? રોજના આંટા મારવા લઇ જવા પડે તે અલગ..! 

                            પ્રેમ વ્યકત કરવો  અનુચિત નથી. જગતમાં  પ્રેમની  વૃદ્ધિ અને સંવર્ધન કરવાના તો શિક્ષણ અપાવા જોઈએ. પણ  પવિત્રતા વધારે તેવાં..! યાદ રાખવાનું કે, ઉકરડા આપોઆપ વધે, ને બગીચા બનાવવા પડે.  ‘તારા વિના શ્યામ મને એકલું રે લાગે’  પાછળ સ્વાર્થના સાંધણ  હોય તો એમાં પાછળથી વાંધા જ આવે.  આ લીટી જો રાધા-કૃષણના મંદિરમાં જઈને ગાય તો, ભગવાનનો રાજીપો મળે. ભગવાનને પણ એમ લાગે કે, ‘ મેરા ભી અચ્છે દિન આને લગે હૈ..!  પેલું ગીતાના વચનવાળું  પણ એને યાદ આવે. એને પણ થાય કે,  લાવ, ભારતમાં એકાદ આંટો મારતો આવું..! " બાકી,  ચીકની ચમેલીના ગીત ગાવાથી કોઈ ચિકાસ નહિ આવે. ભગવાન તો ઠીક,  ખુદ ભગાભાઈ પણ ઓટલો નહિ  ઉતરે.!પણ  લવરિયા આગળ આવાં વલવલિયાં નહિ કરાય..! રતનજી ખીજાય..! ગમે એટલું સલ્ફેટ નાંખો,  બાવળના ઝાડ ઉપર જાંબુ નહિ આવે. શાસ્ત્રમાં કહ્યું છે કે, ' સ્વારથ બિના યે ભક્તિ કાહે..?' રેલના પાણીમાં ઘસડાયેલી ઘરવખરી જેવી હાલત થઇ જાય.  સમયના  ચકરડે ચઢ્રયા પછી, વાડે ચઢ્યા પછી, કારણ વગરની રણકતી  ટેલીફોનની ઘંટડી જેવી  હાલત થઇ જાય. માટે  ‘ઇસ રૂટકી સભી લાઈન વ્યસ્ત હૈ..!’  સમજીને માથે બરફ ઘસવો સારો..! એનું કારણ છે કે, એવો વ્યસ્ત થઇ જાય કે, બીજાની વાઈફને  ‘hi’  કહેશે, પણ પોતાની વાઈફને  ‘Hello' કરવાનો પણ સમય એણે શોધવો પડે.  પ્રેમ કર્યા પછી,  ઉલાળા કામ આવતા નથી. બંદાને તો  બહુ અટકડા આવે કે, ભગવાન મારા ઘરે અવતરે તો ઘણું સારું..!  ઉબાડીયાની મૌજ સાથે માંણીએ, ને બેચાર કંસડાનું પણ કોતરકામ થાય..! પણ ભૌગોલિક કારણ વગર દરિયો ઘુઘવાતો નથી. ઝાડવે વસંત આવતી નથી.  પૃથ્વી રસાતાળ થતી નથી. બાકી  બણગા  ફૂંકવાથી  ફણગા નીકળે નહિ. એટલે  મોટી ઉમરે સીમંતનો પ્રસંગ આવ્યો હોય એમ ઉછાળા મારવા જ નહિ..! શ્યામ વિના એકલું લાગતું હોય તો ગોપીઓને લાગે,  બાકી ગોપાઓ તો ફફડતા જ હોય. ને નહિ..! ચમનીયો ઓટલે બેસીને ચેંચી કરે  એમાં, શુક્કેકરવાર નહિ વળે.  "તારા વિના શ્યામ મને એકલું રે લાગે.! દૂધ દોણામા પડે છે કે, હેઠે ઢોળાય છે, એ કોઈ જોતું જ નથી..! આવું લલકારે  તેનો પણ વાંધો નહિ, પણ રીઢા ગુન્હેગારનો કેસ  વકીલ  ગૂંચવતો હોય તેવું લાગે..! તોલાભાર ધાર્મિકતા જેનામાં ના હોય, એ જ્યારે આવું ગીત લલકારે ત્યારે, ચૂંટણી આવી હોય તેવું લાગે. લંકેશના મંદિરમાં  ભગવાન શ્રીરામની આરતી થતી હોય તેવું લાગે..! જે માણસ, ગીત ગાતાં ગાતાં ગાલના ગલોફામાં ૧૨૦-૩૦૦ નો મસાલો ' નાંખી, થૂંકાથુંક કરતો હોય, ત્યારે ‘તારા વિના શ્યામ મને એકલું રે લાગે’  કેવું લાગે યાર..?  એમ જ લાગે કે, આ ભાઈ શ્યામ ની નહિ, પણ બાજુવાળા શ્યામલાલની વાત કરે છે..! અફકોર્સ.! ભગવાનની  છબી કે, મૂર્તિ સામે,  મંજીરા લઈને લલકારે, તો બાઅદબ માની લેવાય. કે ભાઈ આસ્તિક છે.  ભાઈનામાં મેલવણ નથી. પણ આજુબાજુ બે દેશી કૂતરા રખડતાં હોય, માવા-મસાલાના પડીકાં છૂટતાં હોય ત્યાં આવા ગીતડાં નહિ ગવાય. હૈયાની વાતને કૂતરા સાથે શેર કરવામાં  માત્વર સમયની બરબાદી થાય, બાકી આબાદી નહિ આવે..! તાનસેનના જમાના ના કૂતરાં  હોય તો વાત અલગ. ગીત-સંગીતના થોડાંક માહિર પણ હોય...! પણ જેને લાકડી સિવાય ગિટાર કે તંબુરાની સૂઝ ના હોય, એમણે આવાં ગીત ગાયને શું કામ પોતાની સુઝબુઝ ને દાવ ઉપર લગાવવી જોઈએ..? શું કહો છો રતનજી..?

                         આવું થાય ત્યારે'અસલી-નકલી ' ફિલ્મ નું અસલી ગાયન યાદ આવી જાય કે, " લાખ છુપાઓ છુપ ના શકેગા, રાઝ હૈ ઇતના ગહેરા, દિલકી બાત બતા દેતા હૈ અસલી નકલી ચહેરા..!"  ચમનીયાના જીગરી દોસ્ત બાલિયો. લાલિયો. ભૂરિયો, કારીયો ને બાઠીયાનો સંપર્ક કર્યો ત્યારે, અસલી રાઝ બહાર આવ્યો. મને કહે, ‘અંકલ આ ગીતને ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી, આ તો પ્રેમના ફૂવ્વારા છોડવાની ઘેલછા છે. કહીં પે નિગાહે કહીં પે નિશાના જેવું છે..! સાલી આપણી આવી  લાઈન નહિ, એટલે ખબર કેમ પડે કે, રેશમી મોંજા નીચે તો ખરજવાએ માળો બાંધેલો છે..! એના કપાળમાં કાંદા ફોડું..!

-------------------------.- ---------------------------------------------------------------------------------------------------------------------------------------