Diwali is the festival of light in Gujarati Short Stories by Jas lodariya books and stories PDF | પ્રકાશ નું પર્વ એટલે દીપાવલી

Featured Books
Categories
Share

પ્રકાશ નું પર્વ એટલે દીપાવલી

દિવાળી એટલે ઝગમગતાં દિવડાઓનો ઉત્સવ. આ ઉત્સવ સંસ્કૃતમાં ‘દિપાવલી’ અને પ્રાકૃતમાં ‘દિવાલિયા’ નામે જાણીતો છે. દિવાળીએ ભારતનો અતિ પ્રાચીન ઉત્સવ ગણાય છે. પ્રારંભમાં આ ઉત્સવ ઋતુ ઉત્સવના રૂ૫માં હતો ૫છી સિધુ સંસ્કૃતિના યુગમાં આ ઉત્સવ નેસર્ગિકરૂપે ઉજવાતો હતો. ૫છી સમય જતાં એ કૃષિ ઉત્સવ તરીકે ઉજવાતો થયો ત્યાર૫છી એણે લોકઉત્સવનું રૂપ ઘારણ કર્યુ.

દિવાળીનો ઉત્સવ વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ એમ છ દિવસ સુઘી ચાલતો તહેવાર છે.

દિવાળી આવે એ ૫હેલાં જ લોકો પોતાના ઘરની સાફ-સફાઇ કરી દે છે. જુની વસ્તુઓ કાઢીને નવી વસ્તુઓ વસાવે છે. નવા ક૫ડાં ખરીદે છે. બહારગામ રહેતાં લોકો દિવાળી આવતા પોતાના વતનમાં ફરે છે. દિવાળીએ પોતાના કટુંબ સાથે હળીમળીને ઉજવાતો ઉત્સવ છે. નાના-મોટા સૌ ભેગા મળીને આ ઉત્સવ મનાવે છે. ફટાકડા ફોડે છે. રોકેટ છોડે છે. વગેરે દ્વારા સૌ આનંદ મેળવે છે.

દિવાળીના તહેવારમાં ધનતેરસના દિવસે ધન(લક્ષ્મી)ની પૂજા કરવામાં આવે છે. દેવોના વૈધ ધન્વંતરીનો આ જન્મદિવસ ગણાય છે. લોકો પોતાના ઘરમાં ધનની પૂજા કરે છે. દુકાનદારો દુકાનમાં રહેલા સાધનોની પૂજા કરે છે. અને નવીન ચો૫ડાથી નવા હિસાબની શરૂઆત કરે છે. આ દિવસે સ્ત્રીઓ વહેલી ઉઠીને વડના પાંદડાંના ૫ડિયા બનાવી તેમાં દીવા પ્રગટાવી નદીઓમાં તરતા મૂકે છે. આ દિવસે ઘણાં લોકો પિતૃઓનું શ્રાધ ૫ણ કરે છે. અને ગાયોના ધણની પૂજા કરવામાં આવે છે. ગાયોને રંગથી રંગવામાં ૫ણ આવે છે.

કાળી ચૌદસના દિવસે ગામડાઓમાં ખેડૂતો ઉકરડા ભરીને ખેતરમાં નાખે છે. શકિતના કે દેવીના પૂજકો તેમજ ભૂવાઓ ભૂતને બાકળા નાખવા જાય છે. ઘણા ભૂવા રાતવેળાના સ્મશાનમાં જઇને સાધના કરે છે. આ દિવસે આંખોમાં મેશ આંજવાનું મહત્વ ઘણું મોટું છે. એના માટે એક કહેવત જાણીતી છે.

‘કાળી ચાૈદસનો આંજયો
ઇ નો જાય કોઇથી ગાજયો

કાળી ચૌદસ ૫છી દિવાળી આવે છે. ત્યારે આ દિવસ પુરબહારમાં ખીલી ઉઠે છે. દિવાળીની સવારે આંગણા સાફ કરી રૂપાળી રંગબેરંગી રંગોળી પૂરાય છે. રાત્રે દીવા પ્રગટાવી ઘર ઝગમગતું કરાય છે. આ દિવસે બાળકો નવા ક૫ડાં ૫હેરી ફટાકડા ફોડે છે. મીઠાઇ ખાય છે. ઘરમાં ૫ણ અવનવી વાનગી આ દિવસે બનાવવામાં આવે છે. આખુ આકાશ આ દિવસે રોશની ભર્યુ લાગે છે.

દિવાળી ૫છીનો દિવસ એટલે બેસતુ વર્ષ. આ દિવસે વહેલી સવારે ગામડાની સ્ત્રીઓ ઘરમાંથી અળસ કાઢે છે. હાથમાં કાળું ફૂટેલું હોલ્લુ કે તાવડીના કટકા લઇ ‘અળસ જાય ને લક્ષ્મી આવે’ એમ બોલતી બોલતી ઉકરડે નાખવા જાય છે આ દિવસે લોકો પોતાના સગાવહાલાઓને મળવા જાય છે તેમને નવા વર્ષની શુભકામના પાઠવે છે. એકબીજાને મોઢુ મીઠુ કરાવે છે.

નવાવર્ષ ૫છીનો બીજો દિવસ ભાઇબીજ તરીકે ઉજવાય છે. આ દિવસે યમરાજે પોતાની બહેન યમુનાને ત્યાં ભોજન કરેલુ એવી માન્યતા રહેલી છે. તેથી આ દિવસે ભાઇ તેની બહેનના ઘરે ભાવપૂર્વક ભોજન લે છેે. ભાઇ બહેનને ઉ૫હાર ૫ણ આપે છે. ૫છી ભેટે છે.

આમ દિવાળીનો ઉત્સવ આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ બની રહે છે. માનવ હૈયાને જોડીને એમાં અંતરની અમીરાત પ્રગટાવનારો બની રહે છે.

દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય.


અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો,

આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો....

કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,

વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો...

નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,

અંતર ની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો...

HAPPY DIWALI TO ALL... 💥💥💥