The Author वात्सल्य Follow Current Read આપણો ગાંડો બાવળ.. By वात्सल्य Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books प्यार तो होना ही था - 2 डॉक्टर को आभास हुआ कोई उनकी और मिश्रा जी की बातें सुन रहा... Devil I Hate You - 24 जिसे सुन रुही ,,,,,आयुष की तरफ देखते हुए ,,,,,,,ठीक है ,,,,,... शुभम - कहीं दीप जले कहीं दिल - पार्ट 36 "शुभम - कहीं दीप जले कहीं दिल"( पार्ट -३६)ज्योति जी,जो ऐन ज... नफ़रत-ए-इश्क - 21 तपस्या विराट के यादों में खोई हुई रिमोट उठा कर म्यूजिक सिस्ट... मेरी गुड़िया सयानी हो गई ..... 'तेरी मेरी बने नहीं और तेरे बिना कटे नहीं' कुछ ऐसा ह... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share આપણો ગાંડો બાવળ.. (6) 1.1k 3.5k "આપણા ગાંડા બાવળને ગાંડો ના સમજો.."🙏🏿આપણે આ ખૂબજ ઉપયોગી બાવળને ગાંડો,હડકાયો બાવળ તરીકે ઓળખીએ છીએ.કેમકે આ બાવળની ડાળીમાં નીકળતી અતિ સુક્ષમ ધાર જો વાગી જાય તો લોહી નીકળ્યા વગર ન રહે.તેનો કાંટો વાગ્યા પછી તેનો ભાગ ન નીકળે તો વાગ્યા પરની જગ્યાએ સોજો પણ આવી શકે છે. હા એ ઝેરી નથી.પરંતુ તેની નજીક સાવચેતી રાખી ચાલવું જરૂરી છે.પાકા રોડ કે કાચા રસ્તે જઈએ ત્યારે આપણને સતત ભય સતાવે છે કે આપણા વહી્કલના ટાયર ને પંચર તો નહીં પડે ને? હા કુદરતદત્ત આ વનસ્પતિના થોડા અવગુણ બાદ કરતાં ઘણા ગુણ છે જે દરેકને ધ્યાને આવી જાય તો આ વૃક્ષ પ્રત્યે જે ઓરમાયું વર્તન થાય તે ન થાય.હા અર્ધું ગુજરાત બાવળ પર નભે છે.ખાસ કરી ગરીબ ખેડૂત કે મજૂર. આંબા વાવવાથી કેરી સિઝન પર ખાવા પામે બીજું શું? માટે બાવળ એ કાલ્પવૃક્ષ જેવું વૃક્ષ છે.તે ઉત્તમ પ્રકારનું બળતણ,લાકડું,કોલસો,ગુંદર,ક્ષાર શોષક વૃક્ષ છે.રણ અટકાવે છે,જમીન ધોવાણ અટકાવે છે.ગરમ પ્રદેશમાં ગરમ હવાની ગતિ અવરોધે છે.ઘુડખર અથવા રણના પ્રાણીઓ અને પક્ષીઓ તેના ફળ (પરડા)ખાઈ જીવન નિભાવે છે.ઉત્તમ અને ઘણાં તત્વો સભર ગુંદર મળે છે.રણમાં બીજાં કોઈ વૃક્ષ ન થાય ત્યારે માણસને આ વૃક્ષના લાકડાની ઝૂંપડી બનાવી જીવન જીવી જાણે છે.ઢોર માટે તેનું દૂધ ઉત્પાદનમાં ખૂબ મોટું પ્રદાન છે.આ વૃક્ષનું ખાતર ઉત્તમ બને છે.આ વૃક્ષની છાલ પણ અનેક રસાયણ બનાવવાના કામમાં આવે છે.તેમજ તેની છાલનું દોરડું બનાવી શકાય છે.દુષ્કાળ વખતે આ વૃક્ષે જીવ બચાવવા અને સપના (સંવંત 1956)કાળમાં માણસને જીવતદાન આપેલું છે.તેના પરિપકવ લાકડામાંથી ઘર,ઢાળિયું બનાવવા લાકડું કામ લાગે છે.ખેતી ઓજારો પણ બને છે.જંગલી કે ભેલાણ કરતા માણસ કે પશુ માટે આની વાડ મજબૂત બને છે.ટૂંક માં કહેવું હોય તો નગણ્ય લાગતું આ ક્ષુપ પ્રકારનું વૃક્ષ વગર પાણીએ અતિ ક્ષાર વાળી જમીનમાં વગર મહેનતે ઉગી નીકળે છે.વેલાવાળા શાકભાજી આ વૃક્ષ ઉપર સહેલાઈથી ચડી જાય છે.અને ફળ પણ સારું બેસે છે.દા.ત.જંગલી કંકોડી,કરેલી,દૂધી,ઘીલોડી,તુબડી જેવા વેલાવાળા શાકભાજી માટે આ ઉત્તમ ઝાડ છે.તદુપરાંત આ ઝાડ કોઈને નડતર રૂપ નથી.હા તેની યોગ્ય સાર સંભાળ લેવામાં આવે તો લીમડાનો છાંયો મીઠો લાગે તેમ આ વૃક્ષ ઘટાદાર થઇ શકે છે,અને છાંયો પણ સારો આપી શકે છે.આ વૃક્ષની થડમાં થતી અન્ય વનસ્પતિ માટે રક્ષણાત્મક ભાગ ભજવે છે.પક્ષીઓ માટે બેસવાની અને રક્ષણની જવાબદારી આ બાવળની હોય છે.બાવળ ચાર પ્રકારના છે.દેશી(જેનું દાતણ કરવાનું ગમે છે,જેને મીઠો બાવળ પણ કહેવાય છે.)પરદેશી બાવળ (આપણે ગાંડો બાવળ કહીએ છીએ),રામ બાવળ,સુબાવળ,ઈઝરાલી બાવળ એમ જંગલમાં ઉગતા ઘણા બાવળ પૈકી આ કહેવાતો "ગાંડો બાવળ"(જે આ લેખમાં ચિત્ર આપેલું છે તે જુઓ)બધીજ રીતે ઉપયોગી છે.એક વખત વાવ્યાં પછી તે આપમેળે થયા કરે છે.આવા બાવળને માટે ઘસાતું બોલવું અયોગ્ય છે.આ પૃથ્વી પર કુદરતદત્ત દરેક વનસ્પતિ કોઈને કોઈ રીતે ઉપયોગી છે,પરંતુ આપણે એને સમજવા જાણવા ક્યારેય કોશિશ નથી કરી.તેની પાલી(જીણાં પાન) શરદી માટે ઉત્તમ દવા છે.તેના ફળ પહેલાં આવતાં ફૂલને ઉકાળી માણસ પીએ તો તેનામાં લોહ તત્વની ઉણપ નહીં રહે.મુત્રાશયની તકલીફ છે,તેને માટે આ વૃક્ષનાં પાનનો ઉકાળો પીવો જોઈએ.જ્યાં બીજાં કોઈ વૃક્ષ નથી ઉછરી શકતાં ત્યાં તેની છાંયે ઓથ તરીકે વૃક્ષ ઉપયોગી છે.ઢોર ખાઈના જાય તેના માટે આ બાવળની વાડ કરી મુખ્ય કે પાક કે વૃક્ષ બચાવી શકાય છે.જેમ કહેવત છે કે "ઊંટ મૂકે ન આકડો,બકરુ મૂકે ના કાંકરો" પરંતુ આ વૃક્ષને બકરુ કે ઊંટ નથી ખાતું.એટલે અન્ય વૃક્ષની ફરતે આ વૃક્ષ રક્ષણ અને ગરીબ માટે જીવાદોરી સમાન છે.જયારે ખેતી નિષ્ફ્ળ ગઈ હોય ત્યારે ગરીબ મજૂર રણના બાવળ વાઢી કોલસો તૈયાર કરી વેચી જીવન નિર્વાહ કરી લે છે.દરેક ઠેકાણે આ બાવળનાં ફળ(પૈડીયા)ઢોરના ખાણ માટે વપરાય છે.તે ફળને બારીક પીસી તે પાવડર ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના નિવારણ માટે ઉત્તમ ઔષધ છે.આવી રીતે અનેકોનેક એક ઉપયોગી વૃક્ષને આ રીતે "બાવળીયો" શબ્દથી હલકો ના કરો. Plz....- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App