આપણે આગળ જોયું તેમ..દિક્ષા એ તેના પ્રેમ અમિત ની સાથે, પોતાની પ્યારી નાની બહેન શ્રીયા નો ઇન્ટૌ કરાવ્યો..
પછી પાછા વળતા વખતે રસ્તામાં એક્ટિવા પર , દિક્ષા.. શ્રીયા ને પોતાના પ્રેમ વિશે જણાવવા અને તેમના સંબંધ ને સહમતી આપવા માટે પરિવાર ના સભ્યો ને સમજાવવા જણાવી રહી હતી..
હવે આગળ..
પરંતુ શ્રીયા તો જાણે કે, દિક્ષા ની કોઈ પણ વાત સાંભળી જ નહોતી રહી.તેનું મન તો કંઈક બીજા જ વિચારો ના વમળ માં ફસાઈ ગયુ હતું..
એમ કરતાં કરતાં જ ઘર ક્યારે આવી ગયું,ખબર જ ન પડી...શ્રીયા અને દિક્ષા ઘર માં દાખલ થયા..પછી બધા સાથે જમી- પરવારી ને સાંજ ના સમયે શ્રીયા, લક્ષ્મી દેવી તેમજ દેવભાઈ .પાછા પોતાના ઘરે આવવા નીકળી પડ્યા...
જેથી તેઓ બીજા દિવસે જોબ પર હાજર રહી શકે..
આ બાજુ શ્રીયા કંઈજ કેમ ન બોલી , તેવા વિચારો થી પરેશાન દિક્ષા ને ઊંઘ આવતી ન હતી.
તો
બીજી બાજુ અમિત ના મન માં,એક જ નજરે શ્રીયા વસી ગઈ હતી..તેને હવે દિક્ષા સાથે નહીં પરંતુ શ્રીયા સાથે મેરેજ કરવા હતા..
આ બાજુ શ્રીયા પણ અમિત ની પસૅનાલીટી થી આકષૉઈ હતી.. પરંતુ તે પોતાની બહેન દિક્ષા નો પ્રેમ છે..તેમ વિચારીને આગળ ડગ માંડતા સહેજ અચકાઈ રહી હતી....્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્શ્રીયા ને મળ્યા પછી દિક્ષા બીજા દિવસે બ્યુટી પાર્લર ગઈ..પણ શ્રીયા ને મળ્યા પછી થી અમિત ના દિલ ઓ દિમાગ પર જાણે શ્રીયા જ છવાઈ ગઈ હતી..
તે દિક્ષા ને ઈગનોર કરવા લાગ્યો.પણ દિક્ષા એ એટલું બધું અમિત ના બદલાયેલા વતૅન પર ધ્યાન જ ન આપ્યું...તે તો બસ અમિત ને પ્રેમ જ કરતી રહી.. આંધળો પ્રેમ બસ...
થોડાક દિવસો માં દેવભાઈ ના ઘરે કંપની તરફ થી લેન્ડ લાઈન ફોન ની સુવિધા આપવામાં આવી...અંબાલાલ ભાઈ ના ઘરે લેન્ડ લાઈન ફોન નહોતો .પણ તેમના બે ઘર છોડીને હતો.. તેથી તે નંબર દેવભાઈ પાસે હતો..
તેમણે તે નંબર પર કોલ કરીને, અંબાલાલ ભાઈ ને જણાવ્યું કે, હવે આપણાં ઘરે લેન્ડ લાઈન ફોન આવી ગયો છે..તો આ નંબર તમને આપુ તે લખી લો.. હવે થી તમે ઘરે કોલ કરીને, અમારા બધા સાથે વાત કરી શકશો..
હવે દિક્ષા એ પણ તે નંબર લઈ લીધો..હવે દિક્ષા એ બીજે જ દિવસે બ્યુટી પાર્લર માં,અમિત ની ઓફીસ માં તેના ટેબલ પર ના ફોન પરથી શ્રીયા ને કોલ કરીને વાતો કરતી..
અમિત , દિક્ષા ના બહાર ગયા પછી રીડાયલ કરીને,શ્રીયા સાથે વાત કરવા લાગ્યો.. પછી તેણે શ્રીયા નો નંબર યાદ રાખી લીધો...હવે રોજ વાતો કરતા કરતા, તે શ્રીયા ને જેમ જેમ જાણતો ગયો તેમ તેમ શ્રીયા તરફ તે વધુ આકર્ષિત થતો ગયો..હવે તો આ રોજ નો ક્રમ બની ગયો..બંને વચ્ચે ઘણી વાતો થવા લાગી.. અમિત અને શ્રીયા, એમ વાતો કરતા કરતા ક્યારે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, તે તેઓ ને પણ ન ખબર પડી..
શ્રીયા પણ સમજી ન શકી કે,આ પ્રેમ છે કે, આકષૅણ માત્ર છે...
આ બાજુ જેમ અમિત,શ્રીયા ની નજીક આવતો ગયો..તેમ તેમ દિક્ષા તરફ દુર્લક્ષ સેવતો ગયો...આ વાત ની જાણ દિક્ષા ને ન થઈ...
બીજી બાજુ થોડા સમય માં પેલો યુવક કે જે દિક્ષા ને જોવા માટે આવ્યો હતો .તેમણે જણાવ્યું કે, અમને તમારી દિક્ષા નહીં પરંતુ તમારી નાના દિકરા "દેવભાઈ "ની "શ્રીયા" પસંદ છે..આ વાત જાણી હંસા બહેન તેમજ અંબાલાલ ભાઈ અંસમંજસ માં મૂકાઈ ગયા કે હવે શું કરવું??
તેમણે દેવભાઈ ને ફોન લગાવ્યો અને તેમનો મંતવ્ય શું છે તે જાણવા પુછ્યું કે, "હવે આપણે શું કરવું જોઈએ?
શું શ્રીયા માટે આ સંબંધ નો સ્વિકાર કરીએ?શું શ્રીયા ને આ યુવક કે જેનું નામ "દિપેશ" છે, તે પસંદ છે??શ્રીયા એ પણ તો તેને જોયો જ છે ને??"
દેવભાઈ એ કહ્યું ,તમે વડીલો જે યોગ્ય સમજો તે અમને મંજૂર છે..
તો હંસાબહેન એ કહ્યું કે,તો બસ ! આપણા માટે તો તેઓ દિક્ષા ને પસંદ કરે કે પછી શ્રીયા ને.. આપણા ઘર ની જ છે બંને દિકરી ઓ છે.. આપણી બંને દિકરી ઓ માંથી, જેને તેઓ પસંદ કરે તેની સાથે નો સંબંધ આપણે મંજૂર કરી લેવો જોઇએ...
દિક્ષા તો આ વાત જાણી ને ખૂબ ખુશ જ થઈ ગઈ.તેને તો જાણે "ભાવતું હતું ને વૈદે કહ્યું."તેવું લાગવા માંડ્યું...
પરંતુ જ્યારે શ્રીયા એ આ વાત જાણી, ત્યારે..
જાણીશું આગળ નાં ભાગ ૭ માં...શ્રીયા નો નિર્ણય શું હશે?
શું દિક્ષા ને તેનો પ્રેમ મળશે?
કે પછી.....???