Prem - Nafrat - 52 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૫૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૫૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૨

આરવ હસીન સપનાઓ જોઇ રહ્યો હતો એ સાકાર થઇ શક્યા નહીં એનો મનમાં રંજ હતો પણ રચના પ્રત્યેની લાગણીને કારણે એને કંઇ કહી શક્યો ન હતો. તેણે રચનાને 'શુભરાત્રિ' કહ્યું ત્યારે એના મનમાં અચાનક એક અશુભ વિચાર ચમકી ગયો. તે આંખો બંધ કરીને પડી રહ્યો. તેના મનમાં સવાલોની ઝડી લાગી ગઇ... રચના સાથે લગ્ન કરવામાં ઉતાવળ તો કરી નથી ને? માત્ર તેના સારા સ્વભાવ અને એની કામગીરીને જોઇને જ લગ્ન કરવા તૈયાર થઇ ગયો ન હતો ને? હા, રચના વિશે એણે પૂરતી માહિતી મેળવવાની દરકાર રાખી નથી. પરિવારમાં ખરેખર માત્ર એની માતા જ છે? કોઇ સગાવહાલા પણ નથી. એના ઘર- પરિવાર વિશે કોઇ પૂછપરછ કરી શક્યો નથી. તેણે લગ્નને નવા મોબાઇલ લોન્ચ કરવા જેટલું સરળ માની લીધું હતું કે શું? રચનાનું વર્તન સારું છે. તે મારી કાળજી રાખે છે, પણ મારી કંપનીને એના પર વધારે પડતી નિર્ભર બનાવી દીધી નથી ને? મારા રચના સાથે લેવામાં આવેલા નિર્ણયોથી ભાઇઓ અને પિતાને કોઇ વાંધો તો આવતો નહીં હોય ને? બંને ભાઇઓએ ઘણી વખત રચનાના વિચાર સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. ક્યાંક રચનાને સાથ આપવા જ એણે એમની અવગણના કરી નથી ને?

આરવ પોતાના જ સવાલોથી ઘેરાઇને તરફડિયાં મારવા લાગ્યો. રચના નિરાંતે ઊંઘી ગઇ હતી. તેના ચહેરા પર ગજબની શાંતિના ભાવ હતા. એ તેના પહેલી રાતના પ્રેમને પામી શક્યો ન હતો અને શરીર આમપણ તરફડી રહ્યું હતું ત્યારે વિચારોએ એ આગમાં જાણે ઘી નાખવાનું કામ કર્યું હતું. આરવને થયું કે તેના વિદેશથી આવ્યા પછીના નિર્ણયો યોગ્ય રહ્યા હશે ને? કંપનીને આગળ લઇ જવાના પ્રયત્નોમાં એ કોઇ અલગ રસ્તે જઇ રહ્યો નથી ને? હવે રચનાની કોઇ વાતને આંખ મીંચીને માની લેવાને બદલે ગહન વિચાર કરવો પડશે. એને કદાચ એમ પણ થશે કે લગ્ન પછી હું પતિ તરીકેના અધિકાર ભોગવવા લાગ્યો છું. છતાં કંપનીના અને પરિવારના હિતને પહેલાં ધ્યાનમાં રાખવાની જરૂર છે.

હવે એવું પ્રતિત થાય છે કે રચના પહેલી મુલાકાતથી જ કેટલીક વાત છુપાવતી લાગી રહી છે. તેની મા વિશે ઘણા દિવસો સુધી રહસ્ય બનાવી રાખ્યું હતું. આટલી મુલાકાતો પછી આજે માની બીમારીની વાત જાહેર કરી છે. લગ્ન જીવનની દંપતીઓ જે સુહાગરાત માટે રાહ જુએ છે એના પર ગ્રહણ લગાવી દીધું છે. 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીમાં આવીને એણે બહુ ઝડપથી પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે. એણે કેટલાક નિર્ણયો બહુ ઝડપથી લેવડાવ્યા છે. કદાચ એ કંપનીના હિતમાં હશે. બાકી પિતા એમ એની દરેક વાતને સમર્થન આપી દે એવા નથી. રચનાનું વર્તન અને વલણ જોતાં લાગે છે કે ઘરમાં તે આ રીતે જ પોતાના વિચારો રજૂ કરતી રહેશે. એમાં ઇરાદો સારો હશે પરંતુ વર્ષોથી ઘર-પરિવાર સંભાળતી ભાભીઓને આંચકો લાગી શકે છે. રચનાને આ બાબતે વાત કરવી પડશે.

આરવને વિચારોના વમળમાં અટવાઇ જવાને કારણે બહુ મોડેથી ઊંઘ આવી.

રચના સવારે ઊઠી ત્યારે આરવ ઘસઘસાટ ઊંઘતો હતો. તેને આરવ પર દયા આવી ગઇ. ગમે તેમ પણ એ પોતાનો પતિ હતો. એક ભોળો માણસ હતો. આજે એનો સાથ ના હોત તો અહીં સુધી પહોંચી શકી ના હોત. પોતાના મિશનમાં સફળતા માટે અધિકૃત રીતે એનો સાથ મેળવી શકી ન હોત. આરવનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ હું એમ લાગણીવેડામાં વહી જઉં તો ધ્યેયથી ભટકી જાઉં એમ છું. દિલને મજબૂત કરીને આગળ વધવું પડશે. પિતાને સાચી શ્રધ્ધાંજલિ આપવાની બાકી છે.

રચનાએ થોડીવાર પછી સંજનાને ફોન લગાવ્યો.

'હાય! કેવી રહી સુહાગરાત?' સંજનાએ હસીને પૂછ્યું.

'બધી રાત સરખી જ હોય ને...' રચનાએ સામે કહ્યું.

'પતિ સાથેની પહેલી રાત તો અલગ જ હોય ને! અને રાતનો નશો ઉતરી ગયો કે શું? આટલી જલદી જાગી ગઇ?' સંજનાએ એની પાસેથી વાત કઢાવવા કહ્યું.

'રાત તો જલદી પડી ગઇ હતી. બહુ થાક લાગ્યો હતો એટલે જલદી સૂઇ ગયા હતા...' રચનાએ વાત છુપાવતાં કહ્યું.

'અચ્છા તો તાજગી મેળવીને સુહાગ દિવસ મનાવવાના છે એમને?' સંજનાએ અનુમાન કરીને કહ્યું.

'અરે! વાતવાતમાં મુખ્ય વાત રહી જશે. મારે આજે બપોરે તારું કામ છે. કેટલા વાગે મળશે?' રચનાએ વાત બદલીને પૂછ્યું.

'હું તો આજે નવરી જ છું. તને સમય મળશે?' સંજનાએ નવાઇથી પૂછ્યું.

'મારે ઓછા સમયમાં ઘણા કામ પૂરા કરવાના છે.' એમ મનમાં જ બબડીને 'હા...' કહી રચનાએ ઊંઘતા આરવ પર દૂરથી જ નજર નાખીને વિચાર્યું કે એકલી બહાર જવાનું એને શું બહાનું બનાવીશ...?

ક્રમશ: