PROFESAR MISTEK in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | પ્રોફેસરની ભૂલ

Featured Books
Categories
Share

પ્રોફેસરની ભૂલ

-પ્રોફેસરની ભૂલ-
 
            રાત્રીના આઠ-સાડાઆઠ વાગ્યા હતા. મારા મિત્ર એવા અમરસિંહની નોકરીનો સમય પુરો થવા આવેલ હતો. અમરસિંહ પોલીસ ખાતામાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હતાં. તેઓ તેમની સરકારી જીપમાં બીજા ચાર-પાંચ કોન્સ્ટેબલો સાથે બાજુમાંથી નીકળી ગયાં. મારી નજર તેમની પર પડી, તેઓની નજર પણ મારી પર પડી, એકબીજાને નમષ્કાર કરી અભિવાદન કર્યું. ‘‘નિત્ય સાંજના સમયે સાંજનું વાળું પતાવી ફરવા નીકળ્યો, બજારનું કાંઇ કામ હોય તો પણ પુરું કરી પરત આવતો.”
       ‘‘શું ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છો ? અમરસિંહે પુછ્યું.
       હું ઘર તરફ જ જઇ રહ્યો હતો. વિચાર એમ હતો કે, આગળથી ઓટો કરીશ પરંતુ અમરસિંહે પુછ્યું એટલે એમનો મતલબ સમજી ગયો, તેમણે કહ્યું જીપમાં આવી જાઓ. હું આપને તમારા ઘર પાસે ઉતારીને જઇશ, આમ પણ મારે તમારા ઘરના રસ્તે થઈને જવાનું છે.
       લોભ એક એવી બાબત છે જે સારા ખોટાની વિવેક ભૂલી જાય છે. મારા મનમાં પણ લોભની જાગૃતિ થઇ. નહીં તો પોલીસ ખાતાની જીપમાં બેસવાની જરૂર જ શું. અમરસિંહે તો એક મિત્રતાના  નાતે વિવેક કર્યો હતો. ખરેખર તો મારે તેનો અસ્વીકાર કરવો જોઈતો હતો.
       કદાચ જો રોજની જેમ પગપાળા જતો તો પણ રસ્તો વીસ મિનિટથી વધારે ન હતો અને જીપમાં બેઠો તો પણ પંદર મિનિટ તો થઇ હતી, કારણ સાંજનો સમય લોકોને ઘરે પહોંચવાની ઉતાવળ એટલે ટ્રાફિક પણ વધુ હતો.
       ‘‘જવું તો ઘરે જ હતું,” મેં આનંદ પ્રગટ કર્યો.
       ‘‘ચાલો  જીપમાં બેસી જાઓ. હું પણ હવે ઘર તરફ જ જઇ રહેલ છું. મારી ફરજ પુરી થયેલ છે. તમને ઘર આગળ ઉતારીને જઇશ.” પોલીસ ખાતાની જીપમાં બેસવું આમ તો સંકોચ જેવું હતું કે પણ બેસી ગયો. કારણ પ્રોફેસર તરીકેની જવાબદારીની નોકરી હતી, જેથી મન થોડું અસમંજસ હતું. પ્રોફેસરની ફરજ કાંઇક અલગ પ્રકારની હોય છે. પુરો સમાજ જો કાંઇ અપરાધ ગુનો કરે તો કોઇ નહીં બોલે, પણ તેમાં જો પ્રોફેસર અપરાધના ચકકરમાં આવી ગયા તો પુરો સમાજ તેની સામે સાચું ખોટું જાણ્યા વગર આંગળી ચીંધવા તૈયાર, પ્રોફેસર થઇને આમ કરાય…. પ્રોફેસરનું પદ જ એવું છે કે આ સમાજ તેની પાસે વધુ  નમ્રતા-વિવેક પુર્ણની આશા રાખતો હોય છે.
            વાત પણ સાવ સાચી છે. હું પોતે પણ સહમત હતો. સમાજને બનાવવાની જવાબદારી બીજાની તો છે જ પણ, તેનો વધુ ભાર પ્રોફેસર પર વધારે છે. બીજા લોકો સત્યવાદી અને નમ્રતાને વરેલા છે કે કેમ તે પછી પરંતું પ્રોફેસરના પદ પર બિરાજમાન વ્યક્તિમાં આ બધા ગુણો હોવા જોઇએ.
            હું જીપમાં બેસી ગયો. અમરસિંહ ડ્રાઇવરની બાજુમાં બેઠાં હતાં. પાછળ બીજા કોન્સ્ટેબલો બેઠાં હતાં. મારી બાજુમાં પણ એક કોન્સ્ટેબલ બીરાજમાન હતા. જીપ જઇ રહેલ હતી.
       જેવી જીપ હજુ થોડી આગળ ગઇ હતી, મારી નજર ચારે દિશામાં પહોંચી. આજુબાજુથી બીજા અનેકોનેક અલગ અલગ વાહનો પસાર થઇ રહેલ હતાં. આજુબાજુ ફુટપાથ પર પગપાળા લોકો પણ ચાલતાં જતાં દેખાતા હતાં.
       જીપમાં આગળ પાછળ કોન્સ્ટેબલો બીજા કોન્સ્ટેબલની જેમ હાથમાં ડંડા લઇને બેઠેલ હતા, જયારે એકાદ બે પાસે લાંબી બંધૂંક પણ હતી. હું ચુપચાપ બેઠો હતો.
       એકાએક મારા મગજમાં વિચિત્ર વિચિત્ર વિચારો આવવાની શરૂઆત થઇ હતી. મારું મગજ વિચારી રહેલ હતું, જો કોઇએ મને આ જીપમાં બેસેલ જોઇ જશે અને તેમાંય બધા કોન્સ્ટેબલોની વચ્ચોવચ્ચ તો શું વિચારશે. શું જોનાર વ્યક્તિ એમ પણ વિચારી શકે ને કે આ પ્રોફેસરે વળી શું ગુનો કર્યો હશે અને પોલીસ મને એરેસ્ટ કરીને જઇ રહેલ છે. આમ પણ બધાને ખબર તો હોય કે પોલીસ ક્યારેય ઈમાનદાર લોકોને નહીં પણ ગુનેગારોને પકડતી હોય છે.
            શું ખબર કેમ પણ જયારથી જીપમાં બેઠો ત્યારથી મારો ચહેરો પણ ગમગીન ભર્યો અતિગંભીર બની ગયો હતો. હું હસી પણ નહોતો શકતો, મારો સ્વભાવ જાણે એકાએક બદલાઈ ગયો હોય તેમ સુનમુન બેસી રહ્યો હતો.
       હું કોઇ ગુનેગાર છું એવા અનેક વિચારો મનમાં  ઘર કરતાં હતા, આનાથી જાણે ગભરાઇ ગયો હતો. શરીરમાંથી જાણે ઠંડીની શીતલહેરમાં પણ પરસેવો જણાઇ આવતો હતો. મનમાં એક પ્રકારનો પસ્તાવો થઇ રહ્યો હતો જાણે જીપમાં બેસી બહુ મોટી ભૂલ કરી છે. મારો રોજનો નિયમ હતો ચાલતાં પગપાળા જવાનો હતો, કદાચ જો રીક્ષામાં જવાનું વિચારત તો પણ ઓટો રીક્ષાવાળો મીનીમમ ભાડું પંદરથી વધુ લેવાનો નહોતો અને તે રકમ પણ બહું મોટી નહોતી. એક જીપમાં બેસવાના મોહમાં ગંભીર ભૂલ કરી હોય તેમ લાગી રહેલ હતું. હવે બેસી ગયો હતો એટલે મિત્ર તરીકે અમરસિંહને એમ પણ ન કહી શકું કે મને વચ્ચે ઉતારો નહીં તો કે પણ મારા વિશે શું વિચારશે. તેમની સાથેની મિત્રતાનો નાતો જે હતો એટલે તેમણે મને ખાસ વિવેક કરી બેસાડ્યો હતો. ગમેતેમ પણ મગજમાં વિચારોના વાવંટોળે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ હતી. આમાંથી કેવી ઉગરવું તેનો રસ્તો પણ સુઝી નહોતો રહ્યો. થોડો રસ્તો પસાર થઈ ગયો હતો. હવે જો ઓટોમાં કે પગપાળા જવું કોઇ ફર્ક નહોતો પડવાનો. મનમાં એવો પણ વિચાર આવ્યો કે, કાંઇ નહીં હવે આટલી મુસીબત સામે ચાલીને વ્હોરી લીધી છે તો થોડો સમય વધુ, આમેય હવે ઘર આવવાની તૈયારી હતી, એટલે ઘર આગળ ઉતરીશ તેમ કરી મનને મનાવ્યું. હવે ઉતરવું તે પણ યોગ્ય તો ન હતું ને ?
       જીપ તો આગળ વધી રહેલ હતી. ત્યાંજ એક મિત્ર સુબોધકુમાર ટ્રાફિકમાં જીપ અટકી હતી ત્યાંજ મને જીપમાં બેઠેલો જોઇ ગયા, મેં પણ તેઓને જોયેલ પરંતુ નથી જોયા તેવો ડોર કરી હું આજુબાજુ જોતો બેસી રહ્યો હતો. મને તો તેમણે સૌજન્યથી નમષ્કાર પણ કર્યાં પરંતુ હું કોઇ ચેષ્ટા કર્યા વગર બેસી રહ્યો.
       મને તેઓ નમષ્કાર કરી રહેલ હતાં ત્યારે તેમના મુખ પર હાસ્ય પણ હતું. તે મને પોલીસ ની વચ્ચોવચ્ચ બેસેલ અને પકડીને લઈ જઇ રહેલ છે તેમ વિચારી  હસી રહ્યા હશે, ના,ના, એમ ન હોય તેમના સ્વભાવથી હું પુરેપુરો માહિતગાર હતો. મારી તકલીફ પર તેમને હાસ્ય આવે તેમ બની જ ન શકે, મારા પ્રત્યે તેઓ સજજનતાથી જ જોઇ શકે. આમ છતાં પણ પાછો વિચાર ત્યાં આવી અટકી ગયો કે, મને સુબોધભાઇ પોલીસની જીપમાં કોન્સ્ટેબલોની વચ્ચોવચ્ચ બેસેલ જોઇ શું વિચારશે. ખરેખર  તેઓ વિચારશે કે આ પ્રોફેસરને પોલીસ પકડીને લઈ જઇ રહેલ છે તો તેમનો અંતરાત્મા કેટલો દુ:ખી થશે.
       હવે તો ખરેખર એમ થતું હતું કે આજે મેં પોલીસની જીપમાં બેસીને જ બહુ મોટો ગુનો કર્યો હોય. શું કામ મેં આજે આવું ગાંડપણ વાળું કામ કર્યું કે સમજ નહોતી આવતી. સુબોધભાઇ જેવા કેટલાય પરિચિતો મને જોઇ ગયા હશે.
       ચાલતા ચાલતા એકાએક જીપ રોકાયેલ હતી. અમરસિંહ જીપમાંથી ઉતરીને બે લાળીવાળા  વચ્ચે લાળી વચ્ચોવચ ઉભી રાખવા બાબતે ખખડાવી રહેલ હતાં. બંને લાળીવાળા ભૂલ થઈ, ભૂલ થઈ બોલતાં બોલતાં ત્યાંથી ભાગી નીકળવા જતા હતાં પરંતુ કોન્સ્ટેબલો એ ઉતરી તેમને બાજુમાં ઉભા રાખેલ. આ બંને લાળીવાળાને કારણે રસ્તામાં ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવી રહેલ હતી. પરંતુ સંનિષ્ઠ પોલીસ અધિકારી મિત્રના મુખમાંથી જે શ્ર્લોક બહાર આવી રહ્યા હતાં કે સાંભળીને અચરજ પેદા થયું હતું. બીજા પોલીસ વાળાને આ પ્રકારની વાતો બોલતાં સાંભળેલ તે નવું નહોતું. પરંતુ પ્રોફેસરને તરીકે મને મારા સંનિષ્ઠ મિત્રના મુખમાંથી આવાં વાક્યો સાંભળી બહુ અચરજ લાગતું હતું. લોકોને તો  એમ થઇ શકે કે, આ ડીવાયએસપી જે એક પ્રોફેસરના મિત્ર તેમની આવી વર્તણુક હોઇ શકે ?
            જયારે જપ ઉભી રહી હતી અમરસિંહ લાળીવાને ખખડાવી રહ્યા હતાં, ત્યાંજ અમારી બીજી કોલેજના પ્રોફેસર વર્મા તેમના બંગલામાંથી બહાર આવ્યાં. જેમણે મને પોલીસની સાથે જીપમાં બેસેલ જોઇ તેઓ ઉભા રહી ગયા, ‘‘અરે, મિશ્રાજી, તમે. શું વાત છે ? કંઇ થયું તમારી સાથે. હું આવું સાથે ?”
       આ સમયે તો પ્રોફેસર વર્માને નથી જોયા એવું બ્હાનું તો ચાલે તેમ હતું નહીં કે હું કરી શકું. મેં તેમને કહ્યું, ‘‘હું ચાલતો પગપાળા આવી રહેલ હતો. અમરસિંહ ડીવાયએસપી મારા મિત્ર છે, તેમણે મને જણાવ્યું ચાલો બેસી જાઓ તમને મારા ઘર આગળ ઉતારી દેશે.”
            પછી મેં હસતા હસતાં કહ્યું, ‘‘મેં કોઇ ગૂનો નથી કર્યો. તમે કોઇ ચિંતા ના કરો. હું ના પોલીસ સ્ટેશન જઇ રહ્યો, કે ના જેલમાં,” આ સાંભળી સંનિષ્ઠ પ્રોફેસર મિત્ર પણ તેમનું હાસ્ય રોકી ન શક્યા. જીપમાં બેઠેલા અને બહાર ઉભેલા કોન્સ્ટેબલ અને સંનિષ્ઠ ડીવાયએસપી મિત્ર પણ તેમનું હસવાનું રોકી શક્યા ન હતાં. અમરસિંજી રોડ પરની બની રહેલ ઘટનાને અંજામ પુરુ કરી જીપમાં તેમનું સ્થાન ગ્રહણ કરી લીધું. ડ્રાઇવરે જીપ ચાલુ કરી. આગળ પાછી થોડી ઘણી ભીડ દેખાઇ આવી. પોલીસની ગાડી નજરે પડતાં આપોઆપ બધા આઘાપાછા થઈ વિખરાઈ ગયા.
       મારુ ઘર હજુ આવેલ ન હતું. અનેક પરિચિત વ્યક્તિઓ મને મળી ચુકી હતી. હું વિચારી રહેલ હતો કે મારું ઘર જલ્દી આવે અને હું જીપમાંથી નીચે જલ્દી જલ્દી ઉતરી શકું. અત્યાર સુધી પોલીસની જીપમાં બેસવા બાબતમાં ઘણી મુશ્કેલી વ્હોરી લીધી હતી.
       જે ઘડીની હું રાહ જોઈ રહેલ હતો કે અંતે સામે પ્રગટ થઇ હતી, મારું ઘર પણ આવી ગયું હતું અને કેટકેટલાય પરિચિતો મને મળી ચૂક્યા હતાં. જીપ ઘરના દરવાજા આગળ આવી ઉભી રહી હતી. મારા નાના દીકરાનો દીકરો જે પોલીસ અને પોલીસની ગાડીથી પણ ગભરાતો તે ગાડી ઘર આગળ ઉભી રહેલી જોઇ એકદમ અંદર ભાગી ગયો, અને તેણે અંદર જઇ દાદી, દાદી આપણા ઘર આગળ પોલીસ આવી છે તેવા સમાચાર આપી આવ્યો.
       તેની દાદી અને ઘરના બીજા સભ્યો પણ દોડાદોડી કરી બહાર આવ્યા, ત્યાં સુધી હું જીપમાંથી ઉતરી ઘરના દરવાજા સુધી આવી પહોંચ્યો હતો. બધાએ એકસાથે ગભરાઇને પુછવાનું ચાલું કર્યું, ‘‘શું વાગ્યું છે ? કંઇ વાગ્યું તો નથી ને. આ પોલીસના માણસો આપણા ઘર સુધી આવી ગયા?” ‘‘વિભા, તું કેમ આમ ડરી  રહેલ છે,” પછી બનેલ ઘટના વિસ્તાર પૂર્વક સમજાવી.
            તે બોલી, હું તો ખુબ જ ગભરાઇ ગઇ હતી. આજકાલ તમને ખબર નથી પોલીસ તો કોઇ કારણ વગર પણ બધાને પોતાના ફાયદા માટે હેરાન કરતી હોય છે. ગુંડા, મવાલી, દારૂડિયા જેવાં બેરોકટોક ફરતાં હોય, અને સારા માણસોને પોલીસ હેરાનપરેશાન કરતી હોય છે.”
       ‘‘અરે, વિભા એમ કાંઇ નથી, અમરસિંહ ડીવાયએસપી છે. જે મારા ખાસ મિત્ર છે. તે મને રસ્તામાં આવતાં જોઇ ગયા કે આપણા ઘર આગળથી નીકળવાના હતા એટલે તેમણે મને તેમની જીપમાં બેસાડી દીધો. અને તે બહુ સારા છે તે બીનજરૂરી કોઇને હેરાન કરતાં જ નથી.
       ‘‘હશે, સારું” વાત પુરી.
       ઘરમાં આવી કપડા બદલ્યા, હાથપગ બાથરૂમમાં ધોઇ ફ્રેશ થઇ ડ્રોઇગ રૂમમાં સોફા પર બેઠો.
       ત્યાં તો, ઘરના દરવાજાની બેલ રણકી ઉઠી. ઉભો થઇ દરવાજો ખોલ્યો.
       “આવો આવો, આજે એકદમ અચાનક ક્યાંથી ભૂલા પડ્યા,” મેં હસીને બાજમાં રહેતાં પાડોશી જયદેવસિંહ જે પાછા દૂરના સગા થાય તેઓ આવેલ આવકાર આપી બેસાડ્યા.
       ખુરશીમાં બેસતાં જ જયદેવસિંહ બોલ્યા, ‘‘ભાઇ, હું તો ગભરાઇ ગયો હતો. દીકરાએ તમને ચાર રસ્તા પર પોલીસની જીપમાં તમને બેઠેલાં જોયા હતાં. શું વાત હતી. તમને પોલીસ કેમ લઇ જઇ રહેલ હતી ? હું એ જાણવા જ આવ્યો છું.”
       ઘરે આવ્યા હતા, પાડોશી અને સગાને પણ  અત:થી ઇતી બધી બનેલ બીના તેમને સંભળાવી. ‘‘મને પોલીસની જીપમાં બેઠેલ જોઇ ન જાણે કેટ કેટલાંની નજર મારી પર પડી હશે અને બધા શું વિચારતા હશે.”    ‘‘સાચી વાત છે ને, કે પછી તમારે પોલીસની જીપમાં ન બેસવું જોઇએ ને. જેણે તમને જોયા હશે કે મનમાં ને મનમાં વિચારતા હશે ને કે, આ પ્રોફેસર…”
       ‘‘તમે બીલકુલ સાચું કહી રહ્યા છો, આજે મને મેં કરેલ આ કામ પર મને પોતાને દુ:ખ થાય છે. આજે મેં બે કાન પકડ્યા ભાઇ, ગમે તેટલું ચાલવું પડે તો ચાલીશ પરંતુ અમરસિંહ જેવા ક્યારેય મળશે તો જીપમાં નહીં બેસું.” હજું આ વાત કરી રહ્યો હતો ત્યાં તો બીજા પાડોશી હાંફતા હાંફતા આવ્યા અને મારી ખબર પુછવા લાગ્યા. ફરીથી ચા નો કપ આવ્યો હતો, ત્રણેય જણા ચા ને ન્યાય આપી તેની ચુસ્કી લઇ રહ્યા હતા. મારી સાથે બનેલ બીનાથી તેઓ પણ મુક્ત મને હસી રહ્યા હતાં.
       હું પોલીસની જીપમાં શું જોઇને બેઠો, જાણે એક પ્રકારની મુશ્કેલી મેં મારી જાતે વ્હોરી લીધી હતી. બાજુમાં રહેતાં એક ઉંમરલાયક મહીલા હાથમાં લાકડીના ટેકે ફરતાં મારી પત્નીને રાત્રીના અગિયાર વાગ્યે પુછતાં હતાં શું થયું તેની જાણકારી મેળવેલ હતી. બીજા દિવસે પણ સોસાયટીના બે સદસ્યો સવાર સવારમાં ખબરઅંતર પૂછવા આવી પહોંચ્યા હતાં. ત્રીજા એક વ્યક્તિ કે મારી વિગતો જાણી પાછા કોલેજના આચાર્ય સુધી પણ જાણ કરી આવ્યા.
       જીવનમાં બનવા પામેલ આ અનોખી પ્રકારની બીનાએ અને મારા મિત્રો સગાસ્નેહિઓએ એ સિદ્ધ કરેલ હતું કે તેમને મારે માટે કેટલી સારી ધારણા અને મારું હિત તેમના અંતરમાં સમાયેલું છે. બની ગયેલ આ ઘટનાના અંજામ પછી બે પ્રતિજ્ઞા-પણ લીધી કે, એક, ક્યારેય લોભને જીવનમાં પ્રવેશ નહીં થવા દઉં, અને બીજી ક્યારેય પણ પોલીસની ગાડીમાં બેસવાની ચેષ્ટા નહીં કરું. પહેલી પ્રતિજ્ઞા એવી હતી કે જેમાં માનવ જીવ છે એટલે આઘાપાછી ગડબડ થઈ શકે, પરંતુ બીજી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કોઇ સંજોગોમાં ન થાય તેનું ધ્યાન રાખીશ.
       અમરસિંહજીનો, શહેરમાં ત્યારબાદ કેટલીક વખત રસ્તામાં ભેટો થઈ જવા પામેલ હતો પરંતુ જીપમાં બેસવા માટેની તેઓની લાગણી અને માંગણીનો પ્રેમ પૂર્વક સહ્રદયતાથી ઇન્કાર કરેલ હતો. ક્ષણીક લોભ માટે પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરી ફરી મુશ્કેલી ઉભી કરવા નહોતો માંગતો.
Dipakchitnis dchitnis3@gmail.com (DMC)