Forgiveness of Hari in Gujarati Spiritual Stories by Mitu Gojiya books and stories PDF | હરિ ની માફી

Featured Books
Categories
Share

હરિ ની માફી

હરિ ની માફી

(રાવજી હોલમાં બેસી news paper વાંચી રહ્યો હતો)
(અચાનક ઘરના મંદિરમાંથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માળા જપતા પત્ની લીલા નો અવાજ સંભળાયો )
(રાવજી ગુસ્સામાં બેચેન થઇ ને news paper લઇ રુમમાં જાય newspaper વાંચવાનું ચાલુ કરે છે, છતાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નો અવાજ કાને સંભળાય છે)

રાવજી: બંધ કર તારા હરિ ને ભજવવાનું (પત્ની લીલા ના હાથમાંથી માળા છિનવી જમીન પર નાખી દે છે માળા‌)

લીલા: આટલી નારાજગી તો કોઈ માણસ સાથે પણ ન રાખે જેટલી તે ભગવાન સાથે રાખી છે

રાવજી: બંધ કરો હવે આ તમારા ભગવાન નું નામ મારી સામે લેવું (કહી ત્યાંથી નિકળી જાય છે)

લીલા: (ભગવાન સામે હાથ જોડીને ઊભી રહી જાય છે અને કહે છે ) હે ભગવાન આને માફ કરજો... તમને તો ખબર જ છે... મારા કરતાં પણ મોટા ભક્ત હતા એ તમારા.. પણ જ્યારથી રવીના ને ખોયી છે ત્યારથી એનો તમારા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે ( લીલા ને આઠ મહિના પહેલા નું દ્રશ્ય યાદ આવે છે)

(લીલા અને રાવજી ઘરના મંદિરમાં કૃષ્ણ ભક્તિમાં ખોવાયેલા હોય છે... અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠે છે.. લીલા હરખઘેલી થઈ ફોન ઉઠાવે છે.. રાવજી હજુ ભક્તિમાં લીન છે)

લીલા: (ફોન માં બોલતા) મને ખબર જ હતી આ ફોન મારા દિકરા નો જ હશે
રવીના:(સામે ફોનમાંથી અવાજ આવે છે) હા મમ્મી એટલે જ તો તમે તમારા હરિ ને મૂકી ને આવી ગયા એમને
લીલા: તને ખબર પડી ગઈ કે હું..
રવીના:(લીલા ને અટકાવતા) હા આ તમારી પૂજા નો સમય છે મને યાદ હતું મમ્મી
લીલા: મારી દિકરી કંઈજ ભૂલતી નથી.. ભગવાન બઘા ને આવી દિકરી આપે
રવીના: હા પણ પપ્પા મને ભૂલી ગયા હોય એવું લાગે છે... એને મારા કરતાં હરિ વધુ વ્હાલો લાગે છે 😏

લીલા:બેટા તું તો જાણે છે એ જમવાનું ભૂલી શકે પણ હરિ ને નય... એને સંસારમાં હરિ સિવાય ક્યાં બીજું કશું દેખાય જ છે.. હું પણ નથી દેખાતી 😏(બંને હસે છે)
રવીના: હા મમ્મી સારી રીતે ઓળખું છું એમને દિકરી ની ઘરે આવવાની એમને ખુશી જ નથી
લીલા: રવીના આ શું બોલે છે તું... તારા આવવાની ખુશીમાં એને કાલ સવારે પુજા રખાવી છે
રવીના: મજાક કરું છું હું મમ્મી...અને હા મારા આવવાનું તો બહાનું છે એમને બસ પુજા કરાવવાનો મોકો જોઈ છે
(બંને હસે છે)

લીલા: સારુ તો ક્યારે આવે છે તું
રવીના: સાંજની બસમાં આવું છું
લીલા:હા જલ્દી આવી જા દિકરી બઉ યાદ આવે છે તારી
રવીના:હા મને પણ તમારી ને પપ્પા ની બહું યાદ આવે છે
લીલા:હા બેટા જલ્દી ઘરે આવી જા
રવીના: હા મમ્મી આમે હવે તો મારે ૬ મહિના બાકી રહ્યા પછી તો હું હંમેશા માટે આવી જાય ત્યાં
લીલા: બેટા શું થયું કેમ આવું બોલે છે તું... મજામાં છે ને તું
રવીના: હા મમ્મી તમે ભૂલી ગયા મારે ૬ મહિનામાં study complete થઈ જશે મારે વેકેશન પડી જશે...અને આગળ ની ભણતર તો હું ત્યાં રહી ને જ પુરી કરીશ
લીલા: હા જો તારી સાથે વાત કરતા કરતા એ તો યાદ જ ના રહ્યું

રવીના:આમે મને હોસ્ટેલ માં નથી ગમતું.. હું તમારી ને પપ્પા જોડે રહેવા માંગું છું..જેલ લાગે છે હોસ્ટેલ
લીલા: હા બેટા
રવીના: (હસતાં હસતાં)શું તમારી પુજારી પતિ ની પુજા પતી કે નય
લીલા: શું બોલે છે તું પપ્પા છે એ તારા
રવીના: હસતાં હસતાં sorry મમ્મી.. સારું તો સાંજે મળીયે મમ્મી
લીલા: લેવા આવીયે અમે તને...
રવીના: મમ્મી હવે હું ૧૦ માં ધોરણ માં આવી ગઈ છું
બાલમંદિર માં નથી
લીલા:હા પણ અમારા માટે તું હંમેશા..અમારી નાની બાળકી જ રહીશ

રવીના: તમારા સંત પતિ માટે માળા લેતી આવું? (રવીના હસે છે)
લીલા: (ઠપકો આપતા) બદમાશ આવ તું ઘરે તારા પપ્પા ને કહીશ તારું
રવીના: શું મમ્મી યાર હવે હું મોટી થય ગય હવે તો પપ્પા પાસે મારી ફરિયાદો કરવાનું રહેવા દો...સારું મમ્મી bye
લીલા: હા બેટા ધ્યાન થી આવજે
(રાવજી લીલા ને પ્રસાદ આપતા આપતા)
રાવજી: કરી લીધી મારી ફરિયાદો તમે માં દિકરી એ
લીલા: રવીના નું બહું મન હતું તમારી સાથે વાત કરવાનું
રાવજી: એ અહીં આવે તો છે જ... હું થોડો ક્યાંય ભાગી જવાનો.. આરામ થી કરશું મળી ને વાત
લીલા: હા બંને બાપ દીકરી પછી મારો તો બોલવાનો વારો નહીં આવા દો
રાવજી:હા તો ૩ મહિના પછી મળવાના છીએ અમે લોકો તો વારો તારો ક્યાંથી આવે (ખડખડાટ હસે છે)
લીલા: સારું હું બજાર જાઉં છું... રવીના આવે તો એનું મનપસંદ જમવાનું બનાવવા સામાન લેવા
(લીલા દરવાજા પાસે પહોંચી ત્યાં તો રાવજી બૂમ પાડી)
રાવજી: રવીના ને મારા હાથ ના લાડુ બહુ ભાવે છે સામગ્રી લેતી આવજે
લીલા:(મંદ સ્મિત સાથે) હા જરુર.. રવીના ને બહુ ખુશી થશે
(સાંજ ના સમયે અચાનક ફોનની ઘંટડી વાગે છે)
રાવજી: હાલો..કહી એમના હાથ માં રહેલ ફોન પડી જાય છે... આંખો ખૂલી રહી જાય છે (ફોન પડવાનો અવાજ સાંભળી લીલા બહાર આવે છે હોલમાં)


લીલા: શું થયું તમે કશું બોલતા કેમ નથી
રાવજી: (રડતા અવાજે) આપડી... આપડી.. રવીના (એમ કહી રડી પડે છે)
લીલા: (આંખો માં ડર સાથે) તમે આમ બિવડાવો નય.. શું થયું મારી દિકરી ને
રાવજી: એ જે બસમાં આવી રહી હતી એ બસ..(એટલું બોલી ને રડી પડે છે બોલી નથી શકતા)
લીલા:(રડતા અવાજે)એ બસ શું? ક્યાં છે મારી દિકરી જલ્દી કહો મને
રાવજી:(રડતા અવાજે) એ આવી રહી હતી એ બસનું accident થઈ ગયું... આપડી રવીના આ દુનિયામાં નથી રહી હવે
(બેઉં ને માથે જાણે આભ ફાટ્યું હોય)
લીલા:હે ભગવાન...આ શું થઈ ગયું (રડતા રડતા)
રાવજી: (ઘરના મંદિરમાં જઈને કૃષ્ણ ની મુર્તી સામે)
હરિ આ દિવસ શું કામ બતાવ્યો મને... ક્યાં છે મારી દિકરી જવાબ આપો મને ક્યાં છે મારી દિકરી (અને રડી પડે છે)
છેલ્લી ઘડીએ પણ મેં તમારી પુજા માં વ્યસ્ત રહી મારી દિકરી સાથે વાત ના કરી..કેવો અભાગ્યો છું હું... મારી દિકરી સાથે તમે મારો સંબંધ તોડી નાખ્યો.. આજે હું પણ તમારી સાથે સંબંધ તોડું છું...આજ થી હું તમારો ભક્ત નય અને તમે મારા ભગવાન નય
(લીલા આઘાત સાથે રાવજી સામે જોતી રહી ગઈ)


(Present day આજનું દ્રશ્ય)
(લીલા એક નજરે હરિ સામે જોઈ ને આ બધું યાદ કરી રહી હતી. પાછળથી રાવજી નો અવાજ સંભળાયો)
રાવજી:લીલા... લીલા..બહેરી થઈ ગઈ છે શું
લીલા: કશું કહ્યું તમે?
રાવજી: ક્યારનો બુમો પાડું છું.. સંભળાતું નથી તને
..ઓ હવે સમજ્યો તું તારા હરિ ની ભક્તિ માં ડુબેલી હઈશ.. જો આમ ને આમ ચાલતું રહ્યું તો તું આપડી દિકરી ને તો ખોઇ બેઠી છે ક્યાંક મને પણ..
લીલા: (રાવજી ને બોલતા અટકાવીને) ના..ના આવું ના બોલો તમે
(રાવજી ગુસ્સામાં ચાલ્યો જાય છે)

લીલા: (હરિ ની મુર્તી સામે વાત કરતા બોલે છે) હરિ આજે આમને જે કહ્યું મારા મનમાં એ વાત થી ડર આવી ગયો છે.. હરિ કંઈક એવો ચમત્કાર કરો આમને તમારા પર ફરી થી વિસ્વાસ આવી જાય.. જો હું પણ તમારી ભક્તિ માં ઉલઝી રઈશ તો આમના મનની મુંઝવણ નય સુલઝાવી શકું.. મને ખબર છે જ્યાં સુધી આ તમને માફ નય કરે એમના મનને પણ શાંતી નય થાય..અને એ ધીરે ધીરે તમારી નજીક રહેલા થી દુર થઇ જશે.. હું નથી ઈચ્છતી કે એ મારા થી દુર થઇ ને પોતાની જાત ને એકલા કરી નાખે... એટલે મેં પણ આજે એક નિર્ણય લીધો છે... તમે મારા હૈયામાં તો રહેશો પણ મારા ઘરમાં હવે નય રહી શકો..

(રાવજી ઘરથી થોડે દૂર જાય છે ત્યાં અચાનક એમનો મિત્ર દામોદર હાથમાં પુજા ની થાળી સાથે મંદિર થી આવતો હોય એવું દ્રશ્ય દેખાય છે. રાવજી બુમ પાડે છે)
રાવજી: દામોદર..દામુ
દામોદર: રાવજી તું..
રાવજી: મારું તો અહિં નજીક માં ઘર છે.. પણ તું આ બાજુ કેવી રીતે... કેમ છે તારા દિકરા ની તબિયત હવે...
દામોદર: બેસી ને વાત કરીએ?
રાવજી:હા ચાલ મારું ઘર નજીક જ છે ત્યાં બેસી ચા પાણી પીએ..કેટલો સમય થઈ ગયો તું આવ્યો જ નથી
દામોદર: ઘરે આવવાનો આજે સમય નથી ભાઈ.. અહીં જ બેસીએ
(બંને બાજુ માં પડેલા બાંકડે બેસી જાય છે)
રાવજી: તું કે દિવસ નો મંદિરમાં જાવા લાગ્યો?
દામોદર: જયાર થી ખબર પડી કે દિકરા ને છેલ્લા સ્ટેજ નું કેન્સર છે (આંખો માં નમી સાથે)
રાવજી:હા સાંભળી ને બહુ દુઃખ થયું
દામોદર:હા એટલે જ તો ભગવાનમાં વિશ્વાસ ના રાખનાર
પણ આજે મંદિર ના પગથીયા ચડી ગયો(લાંબો શ્વાસ ભરતા)
રાવજી: ભગવાન કશું જ નથી કરવાનો..એ ભગવાન કોઈ નું નથી સાભળતો...એની પાસે ઉમ્મીદ ના રાખ તારા દિકરા ની તંદુરસ્તીની (દામોદર ના ખંભે હાથ રાખીને બોલે છે)
દામોદર:ના રાવજી હું મારા દિકરા ની તંદુરસ્તી માટે નથી જાતો ભગવાન પાસે... હું મારા દિકરા ની મુક્તિ માટે જાવું છું

રાવજી:આ શું બોલે છે તું?
દામોદર:હા.. મારાથી નથી જોવાતી હવે મારા દિકરા ની તકલીફ..બસ હવે ભગવાન એને સંભાળી લ્યે અને આ દર્દમાંથી મુક્ત કરે... કેન્સર જેવું દુષ્ટ રોગ નથી બીજો કોઈ
(રાવજી દામોદર ના ખંભે હાથ રાખે છે.. આંખો માં નમી સાથે)
(રાવજી ઘરે આવે છે.. ઘરની બહાર જ એમને રવીના ના પ્રિન્સિપાલ મેડમ મળી જાય છે)
રાવજી: મેડમ તમે અહીંયા? તમે તો રવીના ના..
મેડમ: હા હું રવીના ની પ્રિન્સીપાલ છું... દુઃખ થયું રવીના નું સાંભળી ને... પણ હું તમારા માટે એક ખબર લાવી છું.. હવે એ સાંભળીને તમારા મનને ધક્કો લાગશે કે રાહત.. પણ તમે એના પિતા હોવાથી તમારું આ જાણવું જરૂરી છે
રાવજી: શું થયું મેડમ... તમે શું કહેવા માંગો છો.. મને સમજાતું નથી
મેડમ: અમારી સ્કૂલમાં બ્લડ ટેસ્ટ લેવાયા હતા..બધા સ્ટુડન્ટ ના...એનો રિપોર્ટ કાલે આવ્યો (રાવજી ના હાથમાં રિપોર્ટ આપે છે... રાવજી રિપોર્ટ વાંચે છે... ભાંગી ગયેલો માણસ વધુ ભાંગી જાય એવો રાવજી નો ચહેરો લાગે છે)

રાવજી: આમા તો રવીના ને...રવીનાને (એ આગળ બોલી નથી શકતો)
મેડમ: હા.. રવીના ને બ્લડ કેન્સર હતું અને રિપોર્ટ અનુસાર લાસ્ટ સ્ટેજ હતું અને એનું ઈલાજ પણ શક્ય નહતું...માફ કરજો પણ રવીના ભાગ્યશાળી હતી કે એને આ તકલીફમાંથી ગુજરવુ ના પડ્યું...તમારે ભગવાન નો આભાર માનવો જોઈએ... સારું હું જાવું છું
‌‌‌‌‌‌‌
રાવજી: (થોડીકવાર આઘાત માં ઊભો રહે છે એના મોઢેથી"હરી" શબ્દ નીકળી જાય છે)...હરી તે મારી દિકરી ને મુક્તિ આપી... અને હું તારાથી દૂર ભાગતો રહ્યો.. તમને સમજી ના શક્યો... મને લાગ્યું કે તમે અન્યાય કર્યો મારી સાથે... આજે મને સમજાણું કે જીવનમાં જે થાય છે એ સારા માટે થાય છે નસીબમાં લખેલું થાય છે (આંખો માં નમી સાથે.. ઉતાવળ માં ઘર તરફ જાય છે રાવજી)

(ઘરે લીલા આંખ માં આંસૂ સાથે ભગવાન નો દિવો ઓલવી નાખે છે..અને મૂર્તી ને ઉપાડી લેવાની હોય છે... ત્યાં તો દરવાજે આવેલો રાવજી બોલે છે આ જોઈ ને)
રાવજી: આ શું કરે છે તું... (રાવજી ભગવાન સામે બેસી જાય છે.. આંખો માં આંસુ સાથે) હું તમને સમજી ના શક્યો મને માફ કરો હરિ... મારી દિકરી ના નસીબ સારા કે એને મુક્તિ મળી ગઈ...અને હું વિચારતો રહ્યો કે તમે અમારા નસીબ ખરાબ લખ્યા છે

લીલા:આ શું બોલો છો તમે
રાવજી: (રિપોર્ટ લીલા ને આપતા) આપણી રવીના ને કેન્સર હતું (પછી લીલા ને બધી વાત કરે છે પ્રિન્સીપાલ મેડમે કરેલી..અને પોતાના મિત્ર ના દિકરા ની તકલીફ ની પણ વાત કરે છે.. બંને ના આંખ માં આંસુ હોય છે)
રાવજી ભગવાન નો દિવો પ્રગટાવે છે.. લીલા દિવો ઓલવાઈ ન જાય એટલે હાથ રાખે છે
રાવજી: હરિ મને માફ કરજે...(બંને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલતા બોલતા દિવો પ્રગટાવે છે..દિવા ની જ્યોત માં ફોકસ સાથે કહાની પુરી થાય છે)