talash 2 - 46 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 2 ભાગ 46

Featured Books
Categories
Share

તલાશ - 2 ભાગ 46

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. 

"યસ, મિસ્ટર ઝાહીદ શેખ લગભગ અડધો કલાક પહેલા અહીં આવ્યા હતા. અને અહીં કોઈ પૃથ્વીજી વિશે પૂછ્યું હતું. એ જ વખતે એમને કોઈનો કોલ આવ્યો. અને પછી એ ઉતાવળમાં નીકળી ગયા." જીતુભાની હોટેલના રિસેપ્શનિસ્ટે હની - ઈરાની ને માહિતી આપતા કહ્યું.  

"હવે આ હરામખોર ઝાહીદને ક્યાં શોધશું?" ઈરાનીએ હની ને પૂછ્યું. આમેય મોટા ભાગના જોઈન્ટ ઓપરેશન માં હની જ લગભગ બધા નિર્ણય લેતો. 

"મને લાગે છે કે એને પૈસા જોઈએ છે. એટલે એ ગોડાઉન પર ગયો હશે."  હની એ કહ્યું.

"પણ આપણે એને પૈસા આપવા તો અહીંયા આવ્યા હતા. એટલીસ્ટ એ ને તો એમ જ હતું કે આપણે અહીં એ માટે આવી રહ્યા છીએ. તો એ અહીંથી શું કામ નીકળે. હની, મને તો કંઈક ગરબડ લાગે છે. મારી વાત માન આપણે અહીંથી નીકળવું જોઈએ." ઈરાનીએ કહ્યું. 

"જો ગરબડ હશે તો આપણે ક્યાં જાશું?" હવે હની ને પણ ઈરાનીની વાતમાં થોડી ગંભીરતા જણાઈ. 

"પહેલા આપણે ઉતર્યા છીએ એ હોટલ પર. ત્યાંથી આપણા માણસો ને આદેશ આપીને જીતુભાને ખતમ કરાવી નાખીએ." ઈરાની એ કહ્યું.

"મૂર્ખ છો તું ઈરાની, જો ગરબડ હશે તો આપણી શોધ સહુથી પહેલા આપણી હોટલ પર જ થશે. ગોડાઉન પર જવાનો પણ અર્થ નથી."  

"તો શું કરવું છે હવે?"

"મિસિસ અગસર અલી, પહેલા તો જલ્દીથી કોઈ સસ્તી હોટેલ શોધી ને એમાં તમે ખાતુન બની જાવ. બાજુમાં જ માર્કેટ છે વિગ અને બીજા મેકઅપનો સામાન ત્યાં મળી રહેશે હું કોમર્શિયલ બેંક ઓફ દુબઇની બ્રાન્ચમાં જાઉં છું ત્યાં શાહિદે મિસ્ટર અને મિસિસ અગસર અલી ના પાસપોર્ટ લોકરમાં મુક્યા છે. એ લઇ આવું પછી આપણે લંડન જઈએ. જ્યાં આપણી બેટી નાઝીયાનું સાસરું છે.સમજ્યા. હવે નીકળો ફટાફટ. અને આ સિમ હવે વાપરતા નહિ. હોટેલની રૂમના લેટ્રીન માં ફ્લશ કરી દેજો." હનીએ કહ્યું.

"પણ હની કદાચ કોઈ ગરબડ નહીં હોય તો?"

તો આપણે મિસ્ટર અને મિસિસ અગસર અલી નવી બુક કરેલ હોટેલમાં હનીમૂન મનાવશું. નીકળો ફટાફટ" કહીને પોતાના ફોનથી જીતુભાને કેદ કરેલો એ ગોડાઉન પર પોતાના માણસોને ફોન લગાવવા મંડ્યો. 

xxx 

"મિસ્ટર ઝાહીદ શેખ. આ તમે જે સ્ટેટમેન્ટ મને એટલે કે પોલીસ સુપ્રિટેન્ડ ને આ નિવૃત કાજી જીની સાક્ષીએ આપ્યું છે. એ વાંચી ને એમાં સહી કરી દો. તમે કહ્યું એ હોટેલ પર અને ગોડાઉન પર પોલીસ ટીમ પહોંચી છે. એ લોકો હોટેલમાં નથી અને ગોડાઉનમાં મળેલા 7 ઘાયલ લોકો ની હાલત ખુબ ખરાબ છે એ લોકો બયાન આપવાની પોઝિશનમાં નથી. પણ આ જીતુભા અને પૃથ્વીના અમારે પૂરો રેકોર્ડ ચેક કરવા પડશે. એમના બયાન લેવા પડશે ઓલા 7 ઘાયલ લોકો..." 

"સર જી, હું એક આખી દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કંપનીનો સિક્યુરિટી ઇન્ચાર્જ છું. દુનિયાના 65 દેશોમાં અમારી બ્રાન્ચ છે. અહીં દુબઈમાં 3 અને સાઉદીમાં કુલ 8-9 જોઈન્ટ વેન્ચર છે. અહીં મને કિડનેપ કરવામાં આવ્યો. મારુ ખૂન કરવાની કોશિશ થઇ. મને છોડવાની ફિરોતી માંગવામાં આવી. અને તમારે મારી તપાસ કરવી છે. વેલ તમે કરો તમારી રીતે તપાસ. હું અને પૃથ્વી જઈએ છીએ અહીંથી. અમારો જીવ જોખમમાં છે. અને આજે જ અમે અહીંનો અમારો ધન્ધો બંધ કરીએ છીએ. સાઉદીના અને બીજા એશિયન કન્ટ્રીઓના મળીને લગભગ 4000 લોકો બેરોજગાર થશે એની જવાબદારી તમારી રહેશે. ચાલ પૃથ્વી" કહી જીતુભા ઉભો થયો. 

"અરે અરે તમે એમ અકળાવ નહિ. અમારે પુરી તપાસ તો કરવી પડે ને અમારા દેશના નિર્દોષ નાગરિકો ઘવાયા છે." પોલીસ સુપ્રિટેન્ડે કહ્યું. 

"હું એજ કહું છું કરો તપાસ, તમે તમારી પ્રોસિઝરને અનુસરો હું મારી કંપનીની પોલિસી પ્રમાણે મારા નિર્ણયો લઈશ. અને રહી વાત નિર્દોષ નાગરિકોની તો એ બધાનો રેકોર્ડ ચેક કરાવો. એમાંથી એક પણ ખરેખર નિર્દોષ હશે તો હું જેલમાં જવા તૈયાર છું. અને બીજી મહત્વની વાત કે પોતાનો જીવ જોખમમાં હોય તો એ જોખમ ઉભું કરનારની હત્યા કરવાની પણ છૂટ ઇન્ટરનેશનલ હુમન રાઈટના અંતર્ગત આવે છે. આ તો મારે એમની હત્યા નહોતી કરવી નહીં તો હું એમને મારી ગનથી ઠાર કરી શક્યો હોત. જે મેં તમને ચેક કરવા આપી છે."

"સોરી મિસ્ટર જીતુભા, એમને માથે બહુ મોટી જવાબદારી છે. અને પ્રેશર છે." કાજી જીએ વચ્ચે પડતા કહ્યું.  

"જવાબદારી તો મારા પર પણ મોટી છે. આવેશમાં આવીને હું એક રિપોર્ટ ફાઈલ કરીશ તો 4000 નિર્દોષ લોકો બેરોજગાર થશે. આ તો અમારા નશીબ કે એ લોકો એ શેખ ઝાહીદ ને વિશ્વાસમાં લીધા. પણ એ લોકો ને ખબર ન હતી કે તેઓ કંપનીના વફાદાર નીકળશે. નહીં તો હું અત્યારે તમારી સામે બેસી ને વાત કરવાના બદલે એ ગોડાઉનમાં મરેલ પડ્યો હોત કે મોતની રાહ જોતો હોત. હવે કા તો તમે મને એરેસ્ટ કરો યા જવા દો, એટલે મને આગળ નિર્ણય લેવાની ખબર પડે. પૃથ્વી તારા પર કોઈ કેસ નથી બનતો. તું નીકળ. અને શેખ સાહેબ તમે પણ સ્ટેટમેન્ટ અપાઈ ગયું હોય તો નીકળો. તમારું આ નાનું બાળક પણ થાક્યું છે" 

"વેલ જીતુભા અત્યારે તો હું તમને જવા દઉં છું પણ તમેં 2-3 દિવસ દુબઇ છોડીને નહિ જઈ  શકો. તમારી હોટલમાં પણ સૂચના આપી દીધી છે એટલે ભાગવાનો પ્રયાસ ન કરતા. અને તમારી સુરક્ષા અમારી જવાબદારી છે. પૃથ્વી જી અને શેખ સાહેબ જઈ શકે છે. શેખ સાહેબના બયાનની ખરાઈ કે જે ચેક કરતા 2 દિવસ થશે પછી એમના પર કોઈ કેસ નહિ રહે."

"મને વાંધો નથી 2-3 દિવસ દુબઈમાં રોકાવામાં. હા મારે મારા પ્રોગ્રામ, રીશેડ્યુલ કરવા પડશે. પણ અમે અમન પસંદ દેશના સન્માનીય નાગરિકો છીએ તમારા સરકારી કોઈ કામમાં અડચણ નહીં ઉભી કરીએ. હવે હું અને પૃથ્વી જઈએ છીએ હોટેલ પર કેમ કે મને બેહોશીનો જે ડોઝ આપેલો એ બહુ હેવી હતો મારા મેડિકલ રિપોર્ટ આવશે ત્યારે તમને એ વાતની ખાતરી થઈ જશે. પૃથ્વી સવારે બેલ્જિયમ જવા રવાના થશે અને હું તમને વચન આપ્યા મુજબ રવિવારે સવાર સુધી મારી હોટેલ પર જ રોકાઈશ. શું મારા પર કોઈને મળવા પર પ્રતિબંધ છે?"

"ના આખા દુબઈમાં તમે ગમે ત્યાં હરી ફરી શકો છો પણ દુબઇ છોડતા નહિ અને તમારે જરૂર હોય તો હું તમારી સલામતી માટે..."

"સિક્યોરિટી ની જરૂરત મારા દુશમનોને હોય છે સુપ્રિટેન્ડ સાહેબ, ચલો ખુદા હાફિઝ" કહી જીતુભા પૃથ્વી અને ઝાહીદ ઝાહીદના છોકરાને લઈને પોલીસ મુખ્યાલય માંથી બહાર આવ્યા.

xxx  

"પૃથ્વી, જીતુભા તમારો ખુબ ખુબ આભાર. તમે ધાર્યું હોત તો હું અત્યારે મારા તમામ કુટુંબને ગુમાવી બેઠો હોત. તમારો અહેસાન હું કેવી રીતે ચૂકવીશ."

"ઝાહીદ શેખ. મેં કહ્યું હતું યાદ છે કે 'શેખ કોને કહેવાય એ પણ તને ખબર છે? તે તો શેખ ખાનદાનમાં જન્મી ને એ ખાનદાનનું નામ બોળ્યું છે.' પણ હવે ખરો શેખ બની ને બતાવજે. તારા ખાનદાનનું નામ ઉજાળજે."

"થેંક્યુ પૃથ્વી, હમણાંજ પોલીસ મુખ્યાલય માંથી બહાર આવીને ફોન ચાલુ કર્યો ત્યાં મારી બીબીનો ફોન આવ્યો એણે કહ્યું કે તું મને શોધવા ઘરે ગયેલો. પણ તે તો ત્યાં કોઈ પર હુમલો કર્યો નથી કે નથી કોઈ ને બાંધ્યા."

"નિર્દોષ લોકોને હેરાન કરવાનું કામ અમે રાજપૂતો કદી ન કરીએ. જેમ તું અહીં શેખ છે, પણ કૌટુંબિક ભાગ પડતા તારા હિસ્સામાં માત્ર થોડા મકાન આવ્યા છે. એમ હું ય રાજકુમાર છું. અને મારા દાદા એ એ ભારત દેશ આઝાદ થયો ત્યારે આ તમારું અડધું સાઉદી અરેબિયા થાય એવું રાજ્ય ભારત સંઘ ને આપી દીધેલું."

"ઓ,ઓ, ઓ, અડધું સાઉદી થાય એવું રાજ્ય. અને તું.. તું એક સામાન્ય નોકરી કરે છે."

"ના જોખમી પરિસ્થિતિમાં જીવવાનું મારુ પેશન છે. અને મેં માત્ર આ કંપનીમાં નોકરી નથી કરતા. કંપનીના માલિક સાથે અમારા પારિવારિક સંબંધો છે. સુમિત અમારો મોટો ભાઈ છે. અને અનોપચંદ જી અમારા વડીલ ખેર હવે તું નીકળ. હું સવારે ફ્લાઇટ પકડીશ શક્ય હોય તો કાલે અને પરમ દિવસ જીતુભા ને કંપની આપજે.    

xxx  

"ક્રિષ્નન સાહેબ,"મદ્રાસના બસ અડ્ડા પર ઉભેલા એક દાઢીધારી સજ્જનને કોઈએ કહ્યું. અને એ ચોકી ઉઠ્યો. ચારે તરફ નજર ફેરવી તો એની બરાબર પાછળ જ ખબરી કાકો ઉભો હતો. સાઈઠે પહોંચેલી ઉંમર, સુકલકડી કાયા, 3 દિવસની વધેલી દાઢી, કાળા ધોળા વિખરાયેલા વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ઉદાસી અને ઊંઘનો સમન્વય. ક્રિષ્નને આજુબાજુ નજર ફેરવતા ધીરેથી કહ્યું. "તું અહીં શું કરે છે અને મને કેવી રીતે ઓળખી ગયો?"

"કોઈ નવશીખીયો પહેલીવાર વેશપલટો કરે તો તરતજ ઓળખાઈ જાય. સાહેબ, હવે કઈ બોલ્યા વગર મારી પાછળ જલ્દી આવો આપણે સામીની ગલીમાં જવાનું છે. આપણાથી માત્ર 10 ડગલાં પાછળ પોલીસ છે એ તમને 2 મિનિટમાં ઓળખી જશે."

"પણ કેવી રીતે ઓળખશે. મેં બંડી ધોતી પહેર્યા છે. હાથમાં જ્યોતિષ જોવાની કિતાબ  છે. ગળામાં  મોતી માણેકની અનેક માળાઓ. શું હું જ્યોતિષ નથી લાગતો." એના પાછળ પગ ઉપાડતા દબાયેલા અવાજે ક્રિષ્નને  કહ્યું.

"તમે જ્યોતિષ નહિ જોકર લાગો છો ક્રિષ્નન સાહેબ કહી ગલીમાં ઘુસતા જ ખબરીએ કોઈકને  ઈશારો કર્યો અને ફટાકથી એક રીક્ષા એ લોકો ની બાજુમાં આવી ને ઉભી રહી ગઈ. એમાં ઘૂસીને ખબરીએ ક્રિષ્નનનો હાથ પકડી ને પોતાની બાજુમાં બેસાડતા ડ્રાઈવરને કહ્યું."ચલાવ."

 રીક્ષા ચાલવા લાગી એટલે એણે ક્રિષ્નન ને કહ્યું. "સાવ વાહિયાત વેશભૂષા છે. તમે કદી જ્યોતિષ જોયો છે?"

"હા, એ લોકોની વેશભૂષા આવી જ હોય છે."

"બરાબર પણ તમારા જેવા ચકચકિત કપડાં અને માળાઓ નથી હોતા. એક જ સેકન્ડમાં કોઈને પણ સમજાય જાય કે હમણાં ખરીદી ને પહેર્યા છે. તમે ધારો છો એટલી મૂર્ખ મદ્રાસ પોલીસ નથી. હવે કામ ની વાત. તમારે બદલો લેવો હોય તો હું ગુરુ અન્ન ક્યાં છે એ તમને કહી શકું છું. મને 10 લાખ જોઈએ રોકડા." 

"પણ, કંપની તેની પગાર તો આપે છે."

"આ તો તમારો પર્સનલ મામલો છે. અને આમેય તમે ક્યાં કંપનીના વફાદાર.. સુમિત સાહેબને..."

"ચૂપ રહે, મૂંગો મર.. ઓ કે હું તને 10 નહિ 20 લાખ આપીશ પણ તું ગુરુ અન્નાને પતાવી દે."

"તમને હું મૂર્ખ દેખાવ છું? 20 લાખ માટે હું એને મારુ? તમારી હાથે કરીને ઉભી કરેલી લડાઈ છે એ તો તમારે જ લડવી પડશે. જવાદો તમને સોદો કરવા માં રસ ન હોય તો કઈ નહીં. આપણા જુના સંબંધે અત્યારે તમારો જીવ બચાવ્યો છે યાદ રાખજો. એય રીક્ષા રોક સાહેબ ને ઉતરવું છે."

"અરે પણ આમ મને અધવચ્ચે ક્યાં ઉતારે છે. અને સાંભળ હું પોલીસ થી છુપાઈને ફરું છું. મારી પાસે રોકડા ક્યાંથી હોય."

"આ ફોન પકડો. આમ તમારા બન્ને દીકરાના અને મારો કોન્ટેક નંબર સેવ કરેલા છે. એ સિવાય કોઈને ફોન કરશો તો તરત પોલીસને ખબર પડી જશે. સાંજે 8 વાગ્યે વુડલેન્ડ ડ્રાઈવ ઈન રેસ્ટોરાંમાં એક નાનકડી કેન્ટીન ચાલે છે ત્યાં તમેં ટેબલ નંબર 5 પર બેસી ચા નાસ્તો કરી ને 10 લાખ ભરેલી બેગ ત્યાં મૂકી દેજો. યાદ રાખજો તમે જ આવજો. અને કોઈ હોશિયારી નહીં. રૂપિયા મળી જશે તો રાત્રે 9-30 વાગ્યે તમને એ આવતી કાલે સવારે ક્યાં મળશે એ જાણવી દઈશ.  

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો.