// કસોટી જીંદગી કી //
સવારનો સમય હતો. રાજ સુઇ રહ્યો હતો અને એકદમ તેને ઢંઢોળીને ઉઠાડ્યો. આંખો ખોલી તો સામે રાજની માસી ઉભી રહેલ હતી. માસીએ હાંફતા હાંફતા કહ્યું, ‘‘તને ખબર છે રાત્રે સપના ધનજીભાઈ સાળાની સાથે ભાગી ગઈ.” રાજે આંખો ખોલબંધ કરી કે તે કાંઇ સ્વપ્ન તો નથી જોઇ રહ્યો ને. તેણે તેની માસીને પુછ્યું, ‘‘તમને કોણે કહ્યું?”
માસીએ કહ્યું, ‘‘કોણ બચાવે…આખા ગામમાં તેના નામનો ઢંઢેરો પીટાઇ ગયો છે.” રાજ હેરાનપરેશાન થઇ ગયો હતો. જયારે રાત્રે તે તેના માસીની ઘરની બાજુમાં હતો, ક્યારે સપના ધનજીભાઈના સાળા કેયુર સાથે કંઇક ગડમથલ કરી રહીં હતી. ત્યારે એમ લાગેલ કે કંઇ કામ હશે, કારણ ગામમાં નવરાત્રીના શુભ પ્રસંગે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામલીલાનો પ્રોગ્રામ ચાલી રહેલ હતો. જેમાં સપનાના પિતા રાવણના અભિનયનું પાત્ર ભજવવાતા અને તેના ભાઇ મેઘનાદનું પણ. ઘરના તમામ સભ્યો રામલીલા જોવાનો લ્હાવો માણી રહ્યા હતાં. એટલાં આ તકનો લાભ લઇ સપના કેયુર સાથે ભાગી ગઇ હતી. પરંતુ રાજના સમજમાં એક વાત નહોતી સમજ આવતી કે, સપના કેયુરમાં એવું તે શું જોઇ ગઇ હતી કે કાળા કાગડા જેવા કેયુર સાથે ભાગી ગઈ હશે. સપના તો કેવી સુંદર ગૌરવર્ણ ધરાવતી સુંદર, નમણી નારી, ગાલ પર કાળો કલર તેની સુંદરતા ને વધુ સુંદર દેખાડતો હતો. લાંબું લચક નાક પાછી સરસ નથણી તો હોય જ. કાળા લાંબાં વાળ પાછળ કમર સુધી લાંબાલચક હતા. આવી સુંદર નારી વળી શાળા રંગના કેયુરમાં એવું તે શું જોઇ ગઇ કે તેની સાથે ભાગી ગઇ હશે ?
રાજુ ફટાફટ પલંગમાંથી ઉભો થયો. સપના-કેયુરનું ઘર પણ નજીકમાં જ હતું, અહીંયા હિંદુસ્તાન-પાકિસ્તાનની બોર્ડર હોય તેવી હાલત હતી. કેયુરની બહેન કમી અને સપનાની માતા લક્ષ્મી દેવીની વચ્ચે બોલવાનું થઇ રહેલ હતું. કમી રહી હતી કે, ‘‘તમે તમારી દીકરીને પહેલાં સંભાળો, પછી મારા ભાઇને કહેશો. જ્યારે છોકરી સામે ચાલીને જો જમવા બોલાવે. તો જમવા જનાર તો જાય જ ને, તેમાં નવાઈ ક્યાં રહીં. બહું મોટી આવી મારા ભાઇ કેયુરને બદનામ કરવાવાળી.”
આ બાજુ લલક્ષ્મીનું કહેવું હતું કે, ‘‘મારી છોકરી કે સીધી સાદી હતી. તેને તો કેયુરે ભડકાઇને તેની પ્રેમજાળમાં ફસાઈ દીધી, નહીં તો મારી સંસ્કારી દીકરી ભાગી શું કામ જાય ?” રાજને લક્ષ્મીદેવીની વાતમાં કંઇક તથ્ય જણાતું હતું, સપનાને જોઇને લાગતું ન હતું કે તે આ પ્રકારનું પગલું ભરી શકે. રાજ તો પહેલેથી જ ગુસ્સે હતો, ઉપરથી સપના સંબંધની રીતે જોવામાં આવે તો તેની માસી થતી હતી. રાજને કેયુર પર બહુ ગુસ્સો હતો, તેથી જ તે સપનાના ઘરવાળાના જુથમાં ગયો. રાજે સપનાના પિતાને કહ્યું કે તેણે સપના માસીને કેયુર સાથે મકાનની રવેશ પર જોયેલ હતા. સપનાના પિતા મુળજીભાઈ પહેલેથી જ રાજ પર ગુસ્સે હતાં, પછી બોલ્યા, ‘‘તું રાત્રે મને જણાવી નહોતો શકતો ? જો કે રાત્રે કહેલ હોત તો આ બધું થાત જ નહીં.”
રાજુ બોલ્યો, ‘‘મને શું ખબર કે સપના માસી આમ કરશે.” રાજને ખબર હતી કે કેયુર તેને જો ખબર પડત તો તેને માર પડતો, પરંતું મુળજીભાઇની નજરમાં ઇજજત પામવા માટે એમ કહેલ હતું અને આમ થયું તેને કારણે મુળજીભાઈ પહેલાં કરતાં થોડા હવે ઢીલા થયા અને રાજને કહ્યું, ‘‘સારું, હવે જે થયું કે જવા દે. હવે એ કહે કે કને ખબર છે સપનાને લઇ કેયુર ક્યાં ગયો છે.”
રાજે અડસટ્ટે ગપ્પું મારી કહ્યું, ‘‘મેં સાંભળેલ છે કે જે કોઇ તેના મિત્રને ત્યાં જવાની વાત કરતો હતો.” પરંતુ એક વાર વાત પાછી ત્યાં જ અટકી કે કેયૂર દોસ્તને ત્યાં તો ખરો પણ ક્યાં દોસ્ત ને ત્યાં ગયો હશે ? હવે આ વાત પર તો રાજ કોઇ ગપ્પુ મારી શકે તેમ ન હતો. તે કારણે તે ચુપ રહ્યો. બધા એક કારમાં બેસીને કેયુરના ગામડાંના ઘરે પહોંચ્યા. ત્યાંથી કેયુરના મિત્રને પકડ્યો, તેને દારૂ પીવડાવ્યો, ધાકધમકી આપી, ત્યારે કે એક થી બીજા મિત્રોના ઠામ ઠેકાણા પર ફેરવવા લાગ્યો. એક જગ્યાએ કેયુરની ખબર પડી. એક મિત્રના મકાનના રૂમમાં કેયુર છુપાયેલ હતો. સપના જેના ખોળામાં માથું નાંખી બેઠી હતી. બંને જણા પોત પોતાના ઘરના વડીલો શું કરતાં હશે બધી ચર્ચા કરી અનેક પ્રકારના વિચારોના ઘોડા તેમના મનમાં દોડાવી રહેલ હતાં. સપના કહી રહી હતી, ‘‘મારી માતા જો મારી સામે આવી જશે કે મારા બે ટુકડા કરી નાંખશે.” જેની વાત સાંભળી કેયુર બોલ્યો, ‘‘મારો બનેવી મને જોઇ જશે કે મારું મોઢું લાલને બદલે કાળું કરી નાંખશે.” ત્યાં જ દરવાજો જોરથી ખખડાવવાનો અવાજ આવ્યો. બંને જણા જાણે વિજળીનો કરંટ લાગ્યો હોય તેમ ઉભા થઇ ગયા. બહારથી અવાજ આવ્યો, ‘‘દરવાજો ખોલો”. અવાજ મુળજીભાઇનો હતો, જેને બંને પ્રેમીપંખીડા સારી રીતે સમજી હતાં.
મુળજીભાઇ ફરી બોલ્યો, ‘‘દરવાજો ખોલો નહીં કે તોડી નાખીશ.” આ સાંભળીને બંને પ્રેમીપંખીડા ડરી ગયા હતા અને ત્યારે જ સપનાની આંખોમાં ગુસ્સાની જ્વાળાઓ ભડકી ઉઠી હતી. તેણે જાણે કેયૂર સાથે જાણે દોસ્તી રાખી એમાં શું, કોણે કેયુરને પોતાની પાછળ ધકેલીને હાથમાં નાનકડી ફટાકડી રાખી દરવાજો ખોલી નાંખ્યો. બધા દરવાજા થી ઘુસતા હતા ત્યાં જ સપના બોલી, ‘‘બધા અહીંયાથી ભાગી જાઓ નહીં તો તમારા જીવથી હાથ ધોવાનો વારો આવશે.”
આવેલ બધા સપનાની આ પ્રકારની બૂમ સાંભળી એક ડગલું પાછળ હટ્યા, ત્યારે જ સપનાનો ભાઇ ગણેશ આગળ આવ્યો. તેણે વિચાર્યું કે આબરૂ જવા કરતાં તો જીવ જાય તે સારું. કે સપનાની સામે આવી ઉભો થઇ ગયો અને બોલ્યો, ‘‘ગોળી ચલાવ…” સપના પર આજે કેયુરના પ્રેમનું ભૂત સવાર હતું. તેણીએ તેની ફટાકડી ગણેશના કપાળ ઉપર ધરી અને ગોળી ચલાવી દીધી…જેવી ગોળી ચલાવી, બધાની આંખો બંધ થઈ ગઈ..પરંતુ શું…ગોળી ચલાવી પરંતુ ચાલી જ નહીં બંધૂકમાં ગોળી હોય તો ચાલે ને. મુળજીભાઈએ સપનાને બોચીમાંથી પકડી અને રૂમમાંથી બહાર ઘસડી લાવ્યા. બીજી બાજુ કેયુરની હાલત તો જાણે ‘‘કાપો તો લોહી ના નીકળે તેવી હતી”. ગણેશે ગુસ્સામાં આવી કેયુરને લાથો મારી અધમૂઓ કર્યો. બીજા બધા એ તેને સમજાવ્યો બંધ કર ભાઇ જો મરી જશે તો કેસ થશે. આપણું કામ સપનાને મેળવવાનું હતું તે મળી ગઇ પછી શું, ચલો હવે આપણે ઘરે જઇએ.
બધા સપનાને લઇને ઘરે આવી ગયા. સપનાને જોઇ તેની માતા લમાતા લક્ષ્મી તેને ચંપલથી ટીપવા માંડી હતી. શેરીની બીજી મહીલાઓએ ગમેતેમ સમજાવી સપનાને છોડાવી. બધું થોડા દિવસોમાં હેમખેમ શાંત પડે પછી સપનાનું લગ્ન કરાવી દેવાનું મન મનાવેલ હતું. બધાં સગાંવહાલાંને પણ કહી દેવામાં આવ્યું હતું. પરંતુ મુસીબતની બલા એમ રોકાય તેમ નહોતી. કોઇપણ સારા ઘરનો છોકરો તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય ખરો. ત્યાં જ એક નજીકનાં સગાંમાંથી ખબર આવી કે, જેમની શેરીમાં એક છોકરો છે, જે સપના સાથે લગ્ન કરી શકે છે. પરંતુ છોકરો થોડો જાડો અને ઉંમરમાં પણ મોટો હતો. પરંતુ લગ્ન તો કરવાના હતા અને જે કાળીમાનો દાગ લાગ્યો હતો કે પણ મીટાવવાનો હતો. વાત એકાદ બેઠકમાં પાકી થઈ ગઈ. બહું મુશ્કેલ પરિસ્થિતિમાં સપનાના લગ્નના રીતરિવાજો પુરા થયાં. તે ચુપચાપ મંડપમાં બેસી રહેલ હતી. તેને લગ્નમાં કોઇ મજા નહોતી આવી રહી. તેની આંખો ફક્ત કેયુરને જોવા માટે તત્પળ હતી. લગ્ન પુરા થઇ ગયા હતાં. સપનાની વિદાયગીરી આવી, માતા લક્ષ્મીનું હૈયું ભરાઈ આવ્યું. બંને મા-દીકરી એકબીજાને વળગીને ખુબ જ રુદન કર્યું.
માતા લક્ષ્મી એ સપનાને કસમ આપી અને બોલી, ‘‘દીકરી, ‘‘હવે જેવો છે, કે કબુલ રાખો. જૂની વાતો એક ભૂલ સમજી તેને યાદ ન કરવી. તારું લગ્ન ચોક્કસ આનાથી સારી જગ્યાએ કરી શકત, પણ તને જમાનાની તાસીર તો ખબર છે ને, અમે પણ મજબૂર હતાં. અમને ક્ષમા કરજે. અને ફરિયાદ કરવાની તક ના આપતી.
સપના બોલી, ‘‘મા, તમને ક્યારેય દુ:ખ નહીં આપું. હવે સાસરીમાંજ મારો જીવ જશે. તું મારી બીલકુલ ચિંતા ના કરીશ. મારું કહ્યું કર્યું પણ ભુલી જજે અને મને માફ કરજે.” મનમાં છુપાયેલા સારા દાગ મુક્ત થઈ ગયેલ હતા. રાજની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. પ્રેમ પણ કેવો છે, માણસને કેટલો સુધારો કરી દે છે અને બગાડી પણ શકે છે. સપનાના પિતા મુળજીભાઈની આંખો પણ દીકરીની વિદાયમાં ભીંજાઈ ગઈ હતી છેવટે એક પિતાનું હ્રદય હતું ને ! સપના પોતાને સાસરે ચાલી ગઈ હતી. કેયુર પાછો ગામમાં આવ્યો ન હતો. સપના પણ તેને હવે ભૂલતી જતી હતી. સમય પસાર થતો જતો હતો, સપના એક બાળકની માતા બની હતી. આજે સમય એવો આવેલ હતો કે બધું શાંત થઈ ગયું હતું જેમ કંઇ પહેલાં થયું જ ન હોય.
DIPAKCHITNIS (dchitnis3@gmail.com) DMC