Mrugtrushna - 20 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 20

Featured Books
Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 20

[ RECAP ]


( નરેન અક્ષિતા ને દિવ્યા ના લગ્ન ની વાત કરે છે. અનંત સંજય ના ઘરે જાઈ છે. ઓફિસ ની બોવ જરૂરી મિટિંગ માં જવાનું હોય છે પણ આદિત્ય ઑફિસ નથી આવ્યા હોતા એટલે ધનરાજ ટેન્શન માં આવી જાઈ છે. પાયલ અને દિવ્યા વાત કરી રહ્યા હોઈ છે. )
_______________________
NOW NEXT
_______________________


( સંજય વોશરૂમ માં થી નાહી ને બહાર આવે છે અને અરીસા પાસે પોતાના વાળ ઓળવે છે. અનંત એમને જોયા કરે છે. )

અનંત : છોકરી જોવા નથી જવાનું...મિટિંગ માં બેસવા નું છે. ચાલો ને..

સંજય : તું છે ને રેહવા દે ભાઈ...જીવન માં પોતે કંઈ કરવું નઈ બીજા ને સીખવાળશે. ચાલ બોલ શું કરવું છે.

અનંત : એક કામ કરીએ નીચે ડ્રોઈંગ રૂમ માં જ બેસીએ...ત્યાં વ્યુ સારું આવશે. લો આ લેપટોપ પકડો.

( અનંત કૉફી નો કપ હાથ માં લઇ લેઇ છે અને બંને નીચે આવે છે. )

સ્વાતિ : સંજય નાસ્તો??

સંજય : અહીંયા જ આપી દે ને , કામ કરતા કરતા કરી લઈએ નાસ્તો.

અનંત : જોવો હવે RK industries ની મિટિંગ છે. એ કોઈ પ્રપોસલ આપશે...પછી આપડે નક્કી કરી શું કે આગળ શું કરવું છે. મારી પાસે આ RK સિવાય બીજા ત્રણ ઓપ્શન પણ છે.

સંજય : અનંત RK પણ સારું છે. આનું પ્રપોઝલ ગમ્યું તો આ જ ડન રાખશું...વાંધો નઈ આવે આમાં.

અનંત : સારું... એ પછી તમને જે ઠીક લાગે એ...બસ આપડું કામ પરફેક્ટ રીતે થવું જોઈએ...બીજું કંઈ નઈ.

સંજય : એ જ ને...ક્યારે છે મિટિંગ?

અનંત : અડધી કલાક માં.

સંજય : ઓકે...સ્વાતિ રિષભ ક્યાં છે??

સ્વાતિ : ભાઈ ગયા પ્રણવ સાથે ફરવા....

સંજય : સારું...
( સ્વાતિ આગળ ના રૂમ માં સોફા પાસે આવી કૉફી ટેબલ પર નાસ્તો મૂકે છે. )

સંજય : અરે વાહ....જોરદાર...

સ્વાતિ : અનંત...નાસ્તો કરી લો ને પેહલા..

અનંત : નઈ...નઈ...હમણાં નઈ ખાવ હું...

સંજય : નખરા નઈ કર...ચૂપ ચાપ ખાઈ લે ને....વાહ સ્વાતિ શું ચા છે.
( અનંત એમની કૉફી પીવે છે. )

અનંત : ખરેખર જમવા નું બનવા માં તમને કોઈ નઈ ટક્કર આપી શકે.

સ્વાતિ : તો એક કામ કરો તમે પણ લઈ આવો મારા ટક્કર નું કોઈ... હવે તો આવવું જોઈએ ને કોઈ...
( સંજય ચા નો કપ તરત દૂર કરી હસવા લાગે છે. અનંત એમની સામે જોવે છે. )

અનંત : હસી લીધું...હવે નાસ્તો કરો.

સંજય : સ્વાતિ...મને નઈ લાગતું આ જનમ માં અનંત લગ્ન કરે.અને બીજી વાત મને છોકરી પર દયા આવે. બિચારી વગર કામ ની ભેરવાઈ જશે.

અનંત : સાચી વાત છે.લગ્ન કરી ને કોનો ઉદ્ધાર થયો છે.ભાભી તમારો થયો ઉદ્ધાર?

સંજય : તું કેહવા શું માંગે છે? એ મારી સાથે ખુશ નથી એમ 🤣સ્વાતિ તું નથી ખુશ...

અનંત : હવે શું બોલે એ બિચારા....ભાભી મે તો તમને કોલેજ માં ચેતવ્યા હતા...તમે ના માન્યા🤣

સંજય : એક મિનિટ...શું ચેતવ્યા હતા...સ્વાતિ આને તને મારા વિશે કંઈ કીધું હતું?
( સ્વાતિ અનંત સામે હસતા હસતા બોલે છે. )

સ્વાતિ : નાસ્તો કરી લો તમે બંને....

( સ્વાતિ ત્યાં થી જતાં રહે છે. )

સંજય : શું કીધું તું તે એને....

અનંત : એ બધું જવા દો કામ ની વાત કરો હવે....

સંજય : કામ ગયું તેલ લેવા તું બોલે છે કે નઈ...

અનંત : અરે મે કંઈ નતી કહ્યું...ખાલી એટલું કહ્યું હતું કે થોડું વેટ કરો....જલ્દી જલ્દી માં પછી ખોટા વ્યક્તિ ઓ આવી જાઈ જીવન માં.

સંજય : અનંત... ખરેખર..

અનંત : 🤣🤣ના હવે....ચાલો કામ પર ધ્યાન આપો.

સંજય : હા તો બરાબર...હું વિચાર માં પડી ગયો કે આવી વાત ક્યારે કરી તમે બંને એ🤣

______________________
( આદિત્ય બપોરે બાર વાગે ઓફિસ માં આવે છે અને ધનરાજ ના રૂમ માં જાઈ છે. )

આદિત્ય : કોમિંગ ડેડ

ધનરાજ : આવો...

આદિત્ય : મારી મિટિંગ છે ફાઈલ આપો ને

ધનરાજ : હમણાં યાદ આવ્યું કે મિટિંગ છે?

આદિત્ય : પપ્પા કામ હતું એટલે બાર ગયો તો...યાદ હતી મિટિંગ મને.

ધનરાજ : હમણાં જાઈ છે મિટિંગ માં?

આદિત્ય : હા. ...નીકળું જ છું.

ધનરાજ : સારું...ધ્યાન થી જજો.અને ડ્રાઇવર ને લઇ જાવ સાથે. રાત્રે ડ્રાઇવ નથી કરવું આપડે.

આદિત્ય : વાંધો નઈ...પપ્પા ફાઈલ આપો ને.

( ધનરાજ આદિત્ય ને ફાઈલ આપે છે. અને આદિત્ય રૂમ ની બાર જતાં હોય છે. )

ધનરાજ : આદિત્ય....

આદિત્ય : હા...પપ્પા...

ધનરાજ : ફોન નથી લાગ્યો તારો....ચાલુ કરી દેજે.

આદિત્ય : એક મિનિટ હું જોઈ લવ મારું ધ્યાન નઈ હોઈ.
( આદિત્ય પોતાના ફોન માં જોવે છે તો ફોન સાઇલેટ હોઇ છે. )

આદિત્ય : ફોન સાઇલેન્ટ હતો એટલે નઈ સંભળાયું. રાત્રે બંધ કરી ને સુવ ને એટલે...સવારે ઓન કરવા નું રહી ગયું પપ્પા....ચાલુ જ છે ફોન...ગમે ત્યારે કરજો કોલ...

ધનરાજ : સારું...જલ્દી જાવ હવે...

આદિત્ય : ઓકે... બાય.
( ધનરાજ આદિત્ય ને જતાં જોઈ રહ્યા હોય છે. )

_______________________________
( રિસોર્ટ માં બધાં જમી ને પોત પોતાના રૂમ માં જાઈ છે. દિવ્યા રૂમ માં આવી બેડ પર સુઈ જાઈ છે અને પાયલ ગેલેરી પાસે જઈ સંજય ને કોલ લગાવે છે.)

( અનંત જમી ને સંજય ના ઘર માં આગળ કામ કરતા હોય છે,સંજય હજી ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યા હોઈ છે. અચાનક અનંત ને ફોન ની રીંગ સંભળાઈ છે અને અનંત કોલ ઉઠાવે છે. )

અનંત : હેલ્લો...

પાયલ : હેલ્લો......શું જમ્યા...

અનંત : વૉટ...કોણ??
( પાયલ ના હાથ માં થી ફોન છૂટી જાય છે અને પાયલ તરત ફોન ને પડકી નંબર ચેક કરે છે.પાયલ મન માં વિચારે છે કે નંબર તો એક દમ બરાબર લગાવ્યો પછી આ વ્રોંગ નંબર ક્યાં થી લાગ્યો. )

અનંત : હેલ્લો...હેલ્લો..

પાયલ : તમારો અવાજ એન્ગ્રી બર્ડ જેવો કેમ થઈ ગયો.

અનંત : તમે કોને ફોન લગાવ્યો છે??
( અનંત તરત ફોન જોવે છે તો એમને ખબર પડે છે કે આ સંજય નો ફોન છે અને આ નંબર પાયું ના નામ થી સેવ હોઈ છે. સંજય જમી ને આવે છે અને જોવે છે કે અનંત ના હાથ માં એમનો ફોન હોઈ છે. )

સંજય : અનંત કોનો ફોન છે??
( સંજય આવી ને સોફા પર બેસે છે અને અનંત એમને ફોન આપે છે. )

પાયલ : હેલ્લો...હેલ્લો...

સંજય : હા.. બોલો...

પાયલ : હમણાં પેલા કોણ વાત કરી રહ્યું હતુ??

સંજય : અરે એ તો અનંત મારા ઘરે આવ્યા હતાં તો એમને કોલ ઉઠાવ્યો... એકચ્યુલી અમારા બંને ના ફોન એક જેવા છે એટલે એમને ધ્યાન નઈ રહ્યું હોઈ.

પાયલ : આવી બની મારી...
( સંજય અનંત સામે જોવે છે. )

સંજય : પાયલ હું સાંજે કોલ કરું...

પાયલ : ના...ના...સવારે જ વાત કરી શું હવે...તમે કામ કરો અનંત સર સાથે..

સંજય : સારું.. બાય.. બાય..

અનંત : સંજય...

સંજય : હા..અનંત બોલ ને..

અનંત : આ એન્ગ્રી બર્ડ કોણ છે???

સંજય : કોણ એન્ગ્રી બર્ડ...હું નઈ ઓળખતો.

અનંત : અચ્છા...

સંજય : અરે હા...યાદ આવ્યું...આ તો કાર્ટૂન છે.અરે જોરદાર કાર્ટૂન આવે.મારા ફોન માં તો ગેમ પણ છે બતાવું જો...

અનંત : હા...હા.. એ તો હું જોઈ લઈશ...

સંજય : બાય ધ વે પાયલ સાથે તારી શું વાત થઈ...

અનંત : વધારે કંઈ નઈ...એને લાગ્યું હું સંજય છું અને મારો અવાજ અનંત જેવો છે. એટલે મને કહ્યું કે તમારો અવાજ એન્ગ્રીબર્ડ જેવો આવે છે.

સંજય : અચ્છા અચ્છા...ઓકે તો બરાબર...
હે શું કીધુ એને...

અનંત : સંજય.... રિયલી.

સંજય : અનંત...છોકરી છે નાની...તું ગુસ્સે થાય એટલે ચિડાઈ હવે.

અનંત : નાની છોકરી....ખબર છે મને કેટલી નાની છે. એને તો હું જોઈ લઈશ કાલે.

સંજય : જો...પાછું..રેવા દે ને. મારા માટે તો કમસેકમ એને રેહવા દે આરામ થી.

અનંત : એ અત્યારે ઓફિસ માં છે ને તો તમારા લીધે ...નકર અત્યારે ક્યારના રવાના થઈ ગયા હોત...

સંજય : તને પ્રોબ્લેમ શું છે અનંત એના થી...ના તમે એક બીજા ને જાણો છો...ના એક બીજા થી કોઈ મતલબ છે..તો પછી કેમ આવું વર્તન એક બીજા સાથે.

અનંત : સંજય મને એની હરકતો નઈ ગમતી... જાણી જોઈ ને ચેડાં કરે છે એ...નાટકો કરે છે...કામ માં કોઈ ડિસિપ્લિન નથી , ઓફીસ ટાઈમ પર આવવું નથી...અને પોતાનાં બોસ સાથે કંઈ રીતે વાત કરીએ એટલું એને નથી ખબર.મને નઈ ગમતાં આવા લોકો.અને જો વધારે થયું તો હું કાઢી નાખીશ.
( સંજય થોડી વાર અનંત ને જોયા જ રાખે છે. અનંત એમની સામે જોઈ ને કહે છે.)

અનંત : મને ખબર છે..તમે એના થી ખુબ નજીક છો..પણ ખરેખર એને આટલી છૂટ મળવી જોઈએ?

સંજય : હવે શું બાકી રહ્યું જો PPT માં...ઉભોરે હું જોઈ લવ.

( અનંત સંજય ને જોઈ ને સમજી જાઈ છે કે એમને વાત નું ખોટું લાગ્યું છે. )

અનંત : તમારા લીધે જ વધારે નથી બોલતો એને.બાકી બીજું કોઈ હોત તો ખબર છે શું થાત...મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી એના થી...બસ ખાલી ઓફિસ ને ઓફિસ સમજી ને રહેવું જોઈએ વ્યક્તિ...ઘર સમજી ને પોતાની મરજી ચલાવે તો હું તો બોલું જ ને.

( સંજય પોતાના ચશ્મા કાઢીને કહે છે. )

સંજય : અનંત પાયલ જે છે ને એ મને ગમે છે. હું એને બદલવાનું ક્યારે પણ નઈ કહું...અને હા...મને જે વાત પર લાગતું હતું ને કે આ વસ્તુ ઓફીસ માં નઈ ચાલે તો મે એને એ વાત કરી હતી અને એના પછી મને એ પ્રોબ્લેમ ફરી નથી દેખાઈ. મારા એક વાર કહેવા ઉપર પાયલ મારી વાત માની જાઈ છે. અને બાકી એની લાઈફ છે. એ એના પ્રમાણે ચાલશે. તને પ્રોબ્લેમ હોય તને નઈ ગમતું તો તું એને કાઢી નાખ.

અનંત : જ્યાં સુધી તમે નઈ ચાહો...હું કઈ નઈ કરું... બસ ખાલી અમુક વાત છે જે ખરેખર યોગ્ય નથી. એ કહી દો એને.બાકી એ ભલે હોઈ મને કોઈ વાંધો નથી. અને એમ પણ આ ઓફિસ તમારી છે હું તો અહીંયા હોતો પણ નથી....અને હા આવી રીતે મોઢું બગાડવા ની જરૂર નથી. કામ કરો ને સીધું સીધું...નાના છોકરા ની જેમ ખોટું લાગી જાય છે...એમ પણ તમારા અને એમાં વધારે ફર્ક નથી.

સંજય : સાચું...😄😄હું પણ એ જ કવ છું પાયલ ને પણ એ નઈ માનતી...

અનંત : જો... નઈ કાઢું એવું કીધું તો સકલ બદલાઈ ગઈ ભાઈ ની. નાટક કરવા માં નંબર 1 છો તમે.

સંજય : જો એક વાત કવ...તું અને પાયલ બંને મારા માટે બોવ ખાસ છો...

અનંત : તમે મને એની સાથે કમ્પેર નઈ કરશો. તમારા લીધે સહન કરું છું..અને કરવું પાસે આગળ પણ...

સંજય : મતલબ તું પાયલ ને કંઈ કાઢે... જગડો પણ નઈ કરે એની સાથે...બરાબર ને.

અનંત : મને બ્લેકમેલ નઈ કરો નકર બંને ને બાર કાઢીશ...

સંજય : આયો બોવ મોટો....
( અનંત સંજય ની સામે ગુસ્સા થી જોવે છે. )

સંજય : અરે મજાક કરું છું.મને ખબર છે તારી...મારા માટે અનંત કઈ પણ કરી શકે...

અનંત : વધારે ક્લોસ થવા ની જરૂર નથી..અને ભ્રમ માં નઈ રહો...અને કામ કરો નકર એના પેલા તમને ઓફિસ માંથી રવાના કરીશ..

(સંજય અનંત સામે જોવે છે. )

અનંત :🤣🤣🤣

સંજય : 🤣🤣સ્વીટ ખાઈશ??

અનંત : એના માટે ક્યારે ના પાડું હું..

સંજય : સ્વાતિ પેલું મીઠાઈ નું બોક્સ લઈ આવો ને..
( સ્વાતિ અંદર થી મીઠાઈ નું બોક્સ લાવે છે. )

સ્વાતિ : અનંત તમે વધારે નઈ ખાતા...

અનંત : અરે એક તો ખાવ પેલા હું🤣
( સંજય અનંત ને મીઠાઈ આપે છે. )

સંજય : કેવી છે??

અનંત : સ્વાદ બોવ સરસ છે. ક્યાં થી લીધી?

સંજય : એડ્રેસ નઈ મળે...નકર 4 દિવસ પછી તારું સુગર વધી જશે.

અનંત : અરે 🤣મારા માટે નઈ ઘર માટે પૂછું છું.

સંજય : ઘર માટે મે લઈ રાખ્યા છે કાલે ભાભી ને આપી દઈશ. એક કામ તું જ લઈ જા હમણાં . પણ નો ચીટીંગ.

અનંત : હું શું ચિટિંગ કરું...માનીશ મે 3 મહિના પછી મીઠાઈ ખાધી.ઘર માં તો ખવાઈ નઈ.

સંજય :🤣🤣🤣.

_____________________________

( સાંજે 7 વાગે રિસોર્ટ માં બધાં બાર મેદાન માં ફૂટ બોલ રમતા હોય છે. દિવ્યા ને અચાનક નરેન નો ફોન આવે છે. પાયલ રમતી હોઈ છે. )

દિવ્યા : પાયલ પપ્પા નો ફોન છે હું વાત કરી આવું.

પાયલ : હા..વાંધો નઈ.

( દિવ્યા કોલ ઉઠાવે છે પણ ત્યાં નેટવર્ક નથી હોતું એટલે એ રિસોર્ટ માં અંદર ની તરફ જાય છે.દિવ્યા જેવી પોતાની વાત ખતમ કરે છે એ સામે ના કાચ માં જોવે છે કે પાછળ આદિત્ય છે. અને એ તરત પાછળ ફરે છે. આદિત્ય ની નજર પણ જતાં જતાં દિવ્યા સામે પડે છે. દિવ્યા ત્યાં થી દુર જતી રહે છે. )

આદિત્ય : ડ્રાઇવર કાકા...તમે વેટ કરો હું આવ્યો થોડી વાર માં.

( આદિત્ય દિવ્યા ની પાછળ જાઈ છે. એને અવાજ લગાવે છે પણ દિવ્યા નથી ઊભી રેહતી. આદિત્ય ભાગતા ભાગતા દિવ્યા ને પકડી લેઇ છે. બંને એક ગાર્ડન જેવી જગ્યા માં આવી ગયા હોઈ છે. )

આદિત્ય : શું થયું? આવી રીતે કેમ જતાં રહ્યાં તમે?બોલો ને?

દિવ્યા : આપડે કાલે વાત કરીએ.

આદિત્ય : તમને એવું લાગે છે કે હું અહીંયા ફરવા આવ્યો?

દિવ્યા : મને એવું કંઈ નઈ લાગતું.

આદિત્ય : તો રડો છો કેમ?

દિવ્યા : મને નથી ખબર.

[ NEXT DAY ]


( આદિત્ય દિવ્યા ને રડતાં ચૂપ કરાવે છે અને એમને બધી વાત કહી દેઇ છે. દિવ્યા ની વાત સાંભળી આદિત્ય ત્યાં થી જતાં રહે છે. સવારે બધાં પાછા ઓફિસ માં જાઈ છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️