પાયાનું ઘડતર-૨
(‘‘મહેસાણીયા સર, એ બધી વાત તો બરાબર, પણ જ્યારે આચાર્યા મેડમને આ બધી વાત ખબર પડશે તો…..?)
જતીન સરની વાત પુરી થાય તે પહેલાં જ વૈદહી મેડમ વચ્ચે ટપક્યાં, ‘‘અરે સર છોડો આચાર્યા મેડમની વાતો. તેમને આ બધી વાતમાં કોઇ ફર્ક પડતો નથી કે આપણે શું કરીએ ના કરીએ. તેમના હાથમાં દર માસે પાંચ-દસ લીલી નોટો આપી આવવાની બસ વાત પુરી. આમ કે પણ ક્યાં દૂધથી ધોયેલાં છે, કે આપણને કાંઇ કહી શકશે.”
તે સમયે મહેસાણીયા સર બોલ્યા, ‘‘લાગે છે કે આ જતીનકુમારને આચાર્યા મેડમની વાતની ખબર જ નથી ?”
જતીન સર, બધાની સામે એકી નજરે જોતાં બોલ્યાં, ‘‘કેવી વાતો સર ?”
‘‘કરો વાત, હવે તો આ જતીનસરને પણ આચાર્યા મેડમની વાત કેવી રીતે કે આ પદ પ્રાપ્ત કરી ને બેઠા છે,” પોતાના મોંમાંથી પાનની પિચકારી નજીકની દીવાલ પર થૂંકતા મહેસાણીયા સર બોલ્યા.
‘‘જતીન સર, આપણા જે આચાર્યા મેડમ નંદીની છે ને, પહેલાં પોતાના ગામની શાળામાં શિક્ષિકા હતા, સમજી રહ્યા છો ને તમે ?” એકવાર ફરીથી પાનની પિચકારી નો ઘા દીવાલ કરતાં બોલ્યા. જતીન સર બેખુબી પૂર્વક તેમની સામે જોતાં રહ્યાં હતાં.
‘‘નંદીની મેડમ જે ગામમાં રહેતાં અને નોકરી કરતાં હતાં, તે ગામના ધારાસભ્ય તરીકે પ્રજ્ઞેશ મૂળાવાલા ઉભા રહેલ હતાં. નંદીની મેડમના પતિ ધારાસભ્ય ઉમેદવારના અંગત અને ચૂંટણીની જવાબદારી તેમણે સંભાળી હતી.
ચૂંટણી દરમિયાન નંદીની મેડમના પતિ અને તેમના કુટુંબીજનો દ્વારા પ્રજ્ઞેશ મૂળાવાલા ભરપૂર પ્રચાર કરેલ હતો. ઉમેદવાર દ્વારા તેમને વચન આપવામાં આવેલ હતું કે છો તે વિજયી થશે તો તેમને ખુશ કરવામાં કોઇ કસર નહીં રાખે.
‘‘શું લાયકાત છે નંદીની મેડમની, તે વાત આજસુધી અમારામાંથી કોઇ જાણતું નથી. તેમ છતાં આ મોટી શાળાના આચાર્યાની પદવી તેમને આપવામાં આવી છે. નંદીની મેડમ નાના ગામમાંથી સીધા જ આ શાળાના આચાર્યા બની બેઠાં છે.”
‘‘પ્રજ્ઞેશ મૂળાવાલા અને મેડમ કોઇના કોઇ બહાને એકબીજાને મળતાં રહેતા હતા. લોકાની નજરોમાં કે બંને સારા મિત્રો હતા, પરંતુ સાચી હકીકત કાંઇ અલગ જ હતી. ધીમેધીમે બધાને ખબર પડતી ગઈ હતી કે ધારાસભ્ય અને મેડમના સંબંધોના મૂળીયાં બહું ઉંડા ઉતરેલ હતાં. ‘‘નંદીની મેડમ શાળામાં તો જ્યારે તેમની મરજી થતી ત્યારે આવતાં હતાં, પરંતુ પગાર તો આખા મહિનાનો તેમને મળતો હતો. તેમનો વધુ સમય નેતાજીની પાછળ ગુજારતા હતાં. ‘‘જતીન સર, હવે તો તમે સમજ્યા હશો. મેડમ કયાં વયસ્ત રહેતાં હતાં અને નેતાજી તેમના પર આટલા કેમ દયાળુ થતા હશે ?” ખલનાયકની ભૂમિકાનું હાસ્ય અદાકારી કરતાં મહેસાણીયા સર બોલ્યા, તો જતીન સરને પણ તેમની હા માં હા કરી ડોકું હલાવ્યા વગર છુટકો નહોતો. આમ મહેસાણીયા સરે વિસ્તારમાં શાળાનો ચિતાર નવા આવેલ શિક્ષક સમક્ષ રજૂ કર્યો.
‘‘નેતાજીના પત્નિ સુધી તેમના સંબંધોની ચર્ચા પહોંચી, એક દિવસ કે પોતાના ફાર્મ હાઉસ પર પહોંચી, જ્યાં પહેલીથી આપણા મેડમ હાજર હતાં.
‘‘પહેલાં તો નેતાજીની પત્નિએ મેડમે ગાલ પર તમાચાના વરસાદ સાથે અભિવાદન કર્યું, પછી કહેવા લાગી, હલકટ સ્ત્રી, તને શરમ આવવી જોઇએ પારકી વ્યક્તિ સાથે આ રીતે રંગરેલીયા મનાવતા. શું તારા પતિથી તને સંતોષ નથી, તો મારા પતિનો સહારો લેવો પડે છે. આજ પછી ક્યારેય જો મારા પતિની આસપાસ દેખાઇ તો, સમજી લે જે….”
“નેતાજીની પત્નિએ નેતાને પણ બરાબર સાચું ખોટું સમજાવ્યું હતું, આપને ધારાસભ્ય પદ મળેલ છે તે જો હું બહાર આવીશ તો મિનિટોમાં જતું રહેશે… સમજ્યા નેતાજી ?”
‘‘નેતાજીના પિતા રાજ્યના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂકયા હતાં. તેમણે પોતાના પુત્ર માટે ટિકિટ માટે ભલામણ કરેલ હતી.
‘‘નંદીની મેડમની વાતો ચોરે ને ચૌટે જગજાહેર થતાં તેમના પતિએ પણ તેમની તેમના જીવનમાંથી બાદબાકી કરેલ હતી.
ક્રમશ: