Street No.69 - 32 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -32

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -32

સોહમને ટકોર કરેલી કે તારાં ઘરમાં કંઈક નેગેટીવ થવાનું છે એલર્ટ રહેજે જ્યાં મારી મદદની જરૂર પડે કહેજે હું તારાં સાથમાંજ છું અને આજે મારાં ઘરમાંજ મારે એલર્ટ થવાની જરૂર પડી છે. હું અઘોરવિદ્યા ભણીને તૈયાર થઇ મારી પાસે સિદ્ધિઓ છે હું ચપટી વગાડતાં તંત્ર મંત્રથી જાણી શકું નિવારણ લાવી દઉં પણ...એને ગુરુનાં શબ્દો યાદ આવી ગયાં.

"સાવી તારી પાસે હવે સિદ્ધિ વિદ્યા છે તું અઘોરણ બની ચુકી છું તું આવનારી ઘટનાઓ જાણી શકીશ બીજાનાં ચહેરાં જોઈને એનાં પર આવનાર સંકટને જોઈ શકીશ જો એ તારી પાસે આવે મદદ માંગે તો તું નિવારણ પણ કરી શકીશ...તું સિદ્ધિ અઘોરણ જરૂર છે પણ ઈશ્વર નથી કોઈનાં પૂછ્યા વિનાં કંઈ કહીશ નહીં અને કેહવા ગઈ તો સત્ય થશે નહીં એનાં કીધાં પછી તું મદદ કરી શકીશ.

આપણને મળતી સિદ્ધિઓની પણ મર્યાદા છે એની કિંમત છે એનું બળ આપમેળે નથી આવતું પણ તંત્ર મંત્રની તાંત્રિક વિધિઓથી અર્ધ્ય અને બલિદાન આપ્યા પછી સફળ થાય છે આપણી અઘોર તપસ્યાનું ફળ જ્ઞાન દ્વારા મળે છે બધું એટલું સરળ નથી.

ઈશ્વરે બધુંજ આપીને સાથે સાથે મર્યાદાઓથી આપણને બાંધ્યાં છે અને સિધ્ધીઓનું રક્ષણ કર્યું છે. આ બધી સિદ્ધિઓ "માતાજી" સ્વરૂપ છે "શક્તિ" સ્વરૂપ છે જેમતેમ "શક્તિ" નો વ્યય એનું અપમાન ના કરે એટલેજ એની મર્યાદાઓ સાથે બાંધી છે.

સાવી બધું યાદ કરી રહી રહી હતી એ બોલી સોહમને મારે પૂરો સજાગ પડશે એ મને એવી ના સમજી લે કે હું ગમે ત્યારે ગમે તે કરી શકું છું હું પણ એનાં જેવી સામાન્ય માણસ છું બસ સ્ત્રી છું એજ ફરક છે. મારામાં રહેલી સિધ્દ્ધાં દેવીઓની મારાં પર અપાર કૃપા છે એમને યાદ કરવાથી વરદાન આપે છે મદદ કરે છે મુશ્કેલીઓમાં બચાવ કરે છે પણ મને ભગવાન નથી બનાવી દીધી હું પણ મર્યાદાઓમાં જીવતી સ્ત્રી છું.

સાવી, અન્વી નીકળી એની પાછળ પાછળ થોડાંક અંતરે નીકળી આજે એને જોવું હતું અન્વી શેમાં સપડાઈ છે ? એ પોતે જાતેજ સમર્પિત થઇ છે કે ફસાઈ છે ? એ અન્વી જુએ નહીં એમ એની પાછળ પાછળ જઈ રહી હતી.

અન્વીએ એનાં કાંડા ઘડીયાળમાં સમય જોયો અને હાથ કરી રીક્ષા ઉભી રાખી... સાવીએ જોયું એણે એ રીક્ષા પાછળજ જવા બીજી રીક્ષા ઉભી રાખી અને એમાં રીક્ષાવાળાને અન્વીની રીક્ષાને પીછો કરવા સૂચના આપી.

સાવીનો રિક્ષાવાળો પહેલાં તો અન્વીની રીક્ષાનો પીછો કરવા માંડ્યો પછી સાવીને પૂછ્યું મેડમ શું વાત છે? કોઈ ગરબડતો નથીને ? સાવીએ જરા અકળાઈને જવાબ આપતાં કહ્યું ના એવું કંઈ નથી તમે એની પાછળજ રીક્ષા રાખો અને તમારું કામ કરો તમને તમારાં ભાડાંનાં પૈસા મળી જશે.

પેલો રીક્ષાવાળો સાવીની રુક્ષતાથી ચૂપ થઇ ગયો. સાવીની રીક્ષા અન્વીની રીક્ષાની બરાબર પાછળ હતી અને સાવીએ જોયું અન્વીની રીક્ષા કોઈ મોટાં કોમ્પ્લેક્ષ પાસે ઉભી રહી એણે એનાં રીક્ષાવાળાને થોડે દૂર ઉભી રાખવા જણવ્યું.

અન્વી રીક્ષામાંથી ફટાફટ ઉતરી રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યાં. એનાં માથે ચઢાવેલ ગોગલ્સ એણે આંખે પહેર્યા અને કોમ્પ્લેક્ષમાં પ્રેવેશ કરી લીધો.

સાવીએ પણ રીક્ષાનાં ભાડાનાં પૈસા ચૂકવ્યા એમાં 10 રૂપિયા વધારે આપી બીજે કશે જોયા વિના અન્વીની પાછળ કોમ્પ્લેક્ષમાં ઘુસી...

સાવી અંદર ગઈ એ જુએ તો ક્યાંય અન્વી દેખાઈ નહીં એને થયું એટલી વારમાં ક્યાં ઓગળી ગઈ ? એને પણ અદ્રસ્ય થવાનું આવડે છે ? એમ મનોમન હસી ત્યાં એની નજર સામેની લીફ્ટ પર પડી એક લીફ્ટ ગ્રાઉન્ડફ્લોર પરજ હતી બીજી ઉપર જઈ રહી હતી એણે જતી લીફ્ટનાં સ્ક્રીન તરફ જોયાં કર્યું એણે જોયું 10માં ફ્લોર પર લિફ્ટ ઉભી રહી...ખાસ્સી વાર ઉભી રહી પછી લીફ્ટ પાછી ઉપર જવાં લાગી સાવી જોઈ રહી હતી પછી 15માં માળે ઉભી રહી...સાવી બાજુની લીફ્ટમાં ચઢી ગઈ બીજા પણ ત્રણ ચાર જણાં અંદર આવી ગયાં સાવીને થયું ઉપર જઉં જો જરૂર પડે તો હું સિદ્ધિનો ઉપયોગ કરીશ...પાછો મનમાં વિચાર આવ્યો જરૂર ના પડે તો સારું લીફ્ટ ઉપર ને ઉપર જઈ રહી હતી.

લીફ્ટ 10માં માળે ઉભી રહી તો બે પુરુષો અને સાવી ઉતરી ગયાં. સાવીએ જોયું કે આ ફ્લોર પર મોટી મોટી ઓફીસો છે એ ધીમે ધીમે બધી ઓફિસો પાસેથી પસાર થઇ રહી હતી પણ ક્યાંય અન્વીનો અંદેશો નહોતો મળી રહ્યો.

ત્યાંજ સાવીની ઈન્દ્રીય જાગૃત થઇ અને પાછી લીફ્ટ તરફ દોડી અને આવતી લીફ્ટમાં ચઢી ગઈ અને 15માં ફ્લોરની ચાંપ દબાવી એને થયું આ ઈન્દ્રીય મોડી કેમ સક્રીય થઇ એ મંત્રો મનમાં બોલી રહી હતી એ 15માં માળે ઉતરી અને સીધી સીધી જ્યાં અન્વી ગઈ હતી એજ ઓફીસ પાસે પહોંચી. એણે કાચનો દરવાજો ખોલ્યો તો સામે મોટો હોલ હતો એણે ત્યાં બેઠેલી રીસેપ્સનીસ્ટને પૂછ્યું “સર છે ?”

સાવીને કશીજ ખબર નહોતી એણે એમજ જે સુજ્યું સ્ફૂર્યું એ બોલી નાંખ્યું પેલી રીસેપ્સનીસ્ટે કહ્યું “હાં હમણાંજ આવ્યાં છે થોડાં બીઝી છે તમને કેટલાં વાગ્યે બોલાવ્યાં છે ?” એમ કહીને લુચ્ચું હસી...

સાવી એનાં હસવાની રીતથી સમજી ગઈ અને અંદર ને અંદર ડરી ગઈ એણે ઘડીયાળમાં જોયું અત્યારે 11:30 થયાં છે એણે કહ્યું “11:00 વાગ્યે કીધેલું પણ ટ્રાફીકમાં લેટ થઇ ગયું પણ એમણે કીધેલું હું 11:00 વાગ્યે આવી જઈશ તું પણ ત્યારે સીધી મારી ચેમ્બરમાં આવી જજે.”

પેલી રીસેપ્સનીસ્ટે સાવી તરફ જોયું પછી થોડાં આશ્ચર્ય સાથે બોલી...”એ અચાનકજ બોલવાં માંડી કે હમણાંજ પેલી અન્વીને અંદર બોલાવી અને કહ્યું હમણાં ડિસ્ટર્બ ના કરીશ અને તને પણ 11:00 વાગે બોલાવી છે ? સર...પણ...નવા નવા શોખ...મારે શું ?” એણે મોં મચકોડીને કીધું સામે...


વધુ આવતા અંકે પ્રકરણ -33