EXPRESSION - 8 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 8 - યાદ ની ફરિયાદ

The Author
Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

અભિવ્યક્તિ.. - 8 - યાદ ની ફરિયાદ

~ યાદ ની ફરિયાદ ~

 

ચાંદ એવો સજ્યો કે તારો અંદાજ યાદ આવી ગયો

ફૂલો ના મહેંકવાથી તારો શ્વાસ યાદ આવી ગયો 

ખુદ ના સાયાને જોઈને સાથે ઉભેલો તું યાદ આવી ગયો

આઇનામાં તારી સાથે કરેલો એ વિવાદ યાદ આવી ગયો 

 

ઘર ને ઝરૂખે મારા વાળમાં ફરતો તારો હાથ યાદ આવી ગયો

સોફા ના ખૂણામાં જે કર્યો હતો એ હિસાબ યાદ આવી ગયો

અગાશીમાં અચાનક આવીને પૂર્ણિમા ની રાતમાં     

અધર પર અધર ના સ્પર્શનો અહેસાસ યાદ આવી ગયો  

 

દીદાર ના તલબનો સમયકાળ યાદ આવી ગયો   

મિલન પછી ફરીથી દૂર થવાનો વિષાદ યાદ આવી ગયો   

તારા હોવાનો ક્યારેક ગૂમ થઇ જતો એ અનુભવ 

અને ઠંડી સાંજ સાથે કાંકરિયા નો ઘાટ યાદ આવી ગયો   

 

હું જ તારું સર્વસ્વ એ ભાવ યાદ આવી ગયો  

તારા ખભે માથું નાખી દેવાનો મારો સ્વભાવ યાદ આવી ગયો 

પ્રેમને દિલમાં સંઘરીને દૂર થઇ જવાનો તારો ઈરાદો    

અને તારી બેરૂખીનો એ અહેસાસ યાદ આવી ગયો

 

ખુશહાલ આપણી જિંદગીનો વિરામ યાદ આવી ગયો

કેટલા બેખૌફ હતા એ વિચાર યાદ આવી ગયો   

સમન્દર પર પહોંચીને પાણીથી દૂર રહેવાનો એ પ્રસંગ 

કિનારે પલાળી દેવાનો તારો અભિનય યાદ આવી ગયો 

 

જાણીને રિસાઈ જવાનો તારો પ્રયાસ યાદ આવી ગયો 

તન્હાઈમાં તારી સમજદારીનો અહેસાસ યાદ આવી ગયો 

પાણીની બૉટલથી મારા પગ પર તેં કરેલો એ અભિષેક   

અગણિત આવી અદાઓથી ભરપૂર તારો પ્રેમ યાદ આવી ગયો     

 

સંકટથી ભરેલો અને મારે ખાતિર ઉઠાવેલો હર પ્રસંગ યાદ આવી ગયો 

મારા સૂરમાં મેળવેલો તારો દરેક સૂર અને અસત્ય નો ભય યાદ આવી ગયો 

સપનું થઈને તારી આંખો માં મારો વસવાટ યાદ આવી ગયો

તારી સૂઝબૂઝ અને સાવધાની ભરેલો તારો પ્રભાવ યાદ આવી ગયો 

 

ડાબી આંખ ઝુકાવી ઉઠાવવાનો સંકેત યાદ આવી ગયો  

તારી હર ચાલ બદલવાનો અંદાજ યાદ આવી ગયો 

ઈશારામાં જણાવી દેવાનો હર ઉપાય યાદ આવી ગયો 

શિષ્ટાચારથી ભરપૂર તારો વ્યવહાર યાદ આવી ગયો 

 

રોમેન્ટિક લંચ સાથે ફૂલોનો ઉપહાર યાદ આવી ગયો 

પહેલીવાર પલળ્યા હતા એ વરસાદ યાદ આવી ગયો 

અચાનક લોન્ગ-ડ્રા ઇવ માટે કરેલો નિર્ણય અને 

એ સફર માં ખંત થી કરેલો પ્રણય યાદ આવી ગયો 

 

મને ગર્વિત કરતો તારો હાવભાવ યાદ આવી ગયો

સમારોહ ના માહોલને પ્રફુલ્લિત કરતો કમાલ યાદ આવી ગયો  

કાન પાસે આવી ધીરેથી કરેલો વાર્તાલાપ અને 

મહેફિલ માં મને સમર્પિત સૂરીલો તારો આલાપ યાદ આવી ગયો 

 

તારી પ્રૉમિસ પર કરેલો મારો એતબાર યાદ આવી ગયો

મુલાકાત ની જીદ્દ માં છોડેલી મિટિંગ નો માહોલ યાદ આવી ગયો    

ભગાવીને લઇ ગયો હતો મને જ્યાં - એ બાર યાદ આવી ગયો  

કાચને બદલે સ્ટીલ માં આપેલા શરાબ નો ગ્લાસ યાદ આવી ગયો

 

નિયમિત કરેલો તારો સમંદર પર ઇન્તજાર યાદ આવી ગયો 

ઘરમાં જણાવેલા જુઠ્ઠાણાઓ નો વરસાદ યાદ આવી ગયો 

હાથ હલાવી જણાવતો તારી નજર નો ઉપન્યાસ યાદ આવી ગયો 

રોજ નવા નવા અંદાજે કરેલો તારો પ્યાર યાદ આવી ગયો 

 

હિજાબ પહેરીને જાહેરમાં પકડેલો હાથમાં હાથ યાદ આવી ગયો 

ભીડમાં અજાણ્યા બનીને કરેલો એ વૃતાન્ત યાદ આવી ગયો 

કાફિયા માં રમતા રમતા આપેલો એ જવાબ યાદ આવી ગયો 

કોઈને મિત્ર તો કોઈને પત્ની બતાવી મને આપેલો ખિતાબ યાદ આવી ગયો  

 

એકસો-પચીસ ગીતો થી ભરેલી એ રાત નો પ્રવાસ યાદ આવી ગયો 

તારા આંખમાંથી નીકળેલો મારા નામનો પ્રવાહ યાદ આવી ગયો 

તારે નામે કરેલો મારો પ્રેમ - જે તારો શ્વાસ હતો એ શ્વાસ યાદ આવી ગયો   

અને આપવું એ જ પામવાનો અહેસાસ હતો જે, - એ અહેસાસ યાદ આવી ગયો  

 

મારા હોવાની ખુશી તારી આંખોમાં હતી એ નજારો યાદ આવી ગયો 

આંખોથી આંખોમાં ઉતરતો રાત નો એ દરેક પહોર યાદ આવી ગયો  

દરિયો, શબનમ, ઘટા, ખુશ્બૂ,...  પ્રેમની મોસમ નો દેખાવ યાદ આવી ગયો   

સારો, ખરાબ, સાચો, ખોટો,... મનનો દરેક ભાવ આજે સંપૂર્ણ યાદ આવી ગયો 

 

છેલ્લી નજરથી અંદર સુધી ઉતારી લીધેલો એ છૂપો દ્રષ્ટિપાત યાદ આવી ગયો 

હું હોઈશ તારી અંદર - સતત - છેલ્લા શ્વાસ સુધી - એ વિશ્વાસ યાદ આવી ગયો 

વેદનાથી ભરપૂર, વસમો અને દુઃખદાયક, એ આખિરી અધ્યાય યાદ આવી ગયો 

પાતાળ માંથીયે શોધી નાખવાનો તારો આ પ્રયાસ - આજે માતૃભારતી ના મંચ ઉપર આવી ગયો