Runanubandh - 6 in Gujarati Fiction Stories by M. Soni books and stories PDF | ઋણાનુબંધ - ભાગ-6

The Author
Featured Books
  • Venom Mafiya - 5

    अब आगेराघव मल्होत्रा का विला उधर राघव अपने आदमियों के साथ बै...

  • रहस्यमय हवेली

    रहस्यमयी हवेलीगांव के बाहरी छोर पर एक पुरानी हवेली स्थित थी।...

  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

Categories
Share

ઋણાનુબંધ - ભાગ-6

ઋણાનુબંધ ભાગ ૬


પ્રિયાનો હેમંત રાજવંશ સાથેનો ફોટો જોઈને આધાતની મારી હું રીતસરની હેબતાઈ ગઈ હતી. તેનો મોભો, એ ઠાઠમાઠ અને શ્રીમંતાઈ હવે સમજમાં આવી રહી હતી. પણ મને એ સમજાતું નહોતું કે એણે આ બધું મારાથી છુપાવ્યુ શું કામ હશે? અને પ્રિયા જેવી યંગ સૌંદર્યવાન તરૂણીએ એમનાથી ઉંમરમાં આટલા મોટા વ્યક્તિ સાથે લગ્ન શા માટે કર્યા હશે? પૈસા માટે? નહીં મને એવું નહોતુ લાગતું. હું પ્રિયાને બચપણથી ઓળખુ છું અને છેલ્લે જે દસ પંદર દિવસની મુલાકાતો થઇ ત્યારે પણ મને પ્રિયામાં એવુ કાંઇ ન લાગ્યું કે એ પૈસા ખાતર રાજવંશને પરણી હોય.

તો શું એને હેમંત રાજવંશ સાથે પ્રેમ થઈ ગયો હશે? હોય શકે કદાચ, ખબર નહીં. પરંતુ આ અતિ સાધારણ ઘરની પ્રિયાને રાજવંશ ઈંડસ્ટ્રીઝના માલીક સાથે એવો સંપર્ક થવાની શક્યતા કેટલી? મારા વિચારો હજુ પણ ચાલતા રહ્યાં હોત પણ મિ. રાજવંશની આસિસ્ટન્ટ મને બોલાવવા આવી એ સાથે મારી વિચારયાત્રા અટકી.

મેમ, પ્લીઝ કમ વિથ મી, સર ઈઝ વેઇટિંગ ફોર યુ.

હું નિરીક્ષણ કરતી કરતી તેની પાછળ ચાલી. અમે એક દરવાજામાંથી અંદર ગયાં. એ દરવાજા પાછળ એક લાંબો પેસેજ હતો. પેસેજમાં અમને બે ત્રણ અંત્યત ખૂબસૂરત યુવતીઓ સામે મળી.

હોલમાં બેઠી હતી ત્યારે મને એમ હતું કે આ દરવાજો સીધો મિ. રાજવંશની કેબીનમાં જ ખુલતો હશે પણ મારો એ અંદાજ ખોટો હતો. લાંબા પેસેજની બંને તરફ આધુનિક ફાઇવસ્ટાર હોટલમાં હોય તેવા ઘણા બધા કમરા હતા. પેસેજના અંતે મિ. રાજવંશનો કોન્ફરન્સ રૂમ હતો. એ રૂમ મારી ધારણા કરતાં ઘણો મોટો હતો. રૂમમાં બધી આધુનિક સગવડતાઓ ઉપલબ્ધ હતી. વચ્ચે મોટું લંબગોળ ટેબલ હતું.

“વેલકમ મિઝ ભાટિયા” મિ. હેમંત રાજવંશે હાથ લંબાવ્યો.

“ઓહ! થેંકયૂ સર... હાઉ આર યુ?” હું એકાએક સુધમાં આવી. પ્રિયાનો ફોટો જોયા પછી મને અચાનક એમનો બંગલો, એમાંના લોકો બંગલા માહ્યલી સુવિધા બધુ સંદિગ્ધ લાગવા માંડ્યું હતું. એથી હું એ બધુ જોવામાં ખોવાઈ ગઈ હતી.

“પ્લીઝ બી સિટેડ” એમણે એકદમ વિનમ્રતા પુર્વક કહ્યું.

“થૈંકયૂ સર” મેં એમની સામેની ખુરશીમાં બેઠક લીધી.

થોડી ઔપચારિક વાતચીત પછી મેં ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ કર્યો. રેકોર્ડર ઓન કર્યુ.

તેમના બેકગ્રાઉન્ડ તથા બિઝનેસને લગતી સામાન્ય પ્રશ્નોત્તરી પછી મેં મોરચો ગાયત્રી દેવી ટ્રસ્ટ તરફ વાળ્યો.

“સર, શિક્ષા ક્ષેત્રે તમારૂ યોગદાન ખરેખર અમૂલ્ય છે, તમે ગરીબ અને પછાત વિદ્યાર્થીઓને મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવો છો તથા છોકરીઓ માટે હોસ્ટેલ પણ ખોલી છે. આની પ્રેરણા ક્યાંથી મળી?”

મારુ નાનપણ ઘણું હાલાકી વચ્ચે વીત્યું, નાની નાની વસ્તુઓ માટે પણ મારે તરસવું પડતું. એક વાર સ્કૂલ ફી નહીં ભરવાને કારણે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીજા છોકરાઓ મારા પર હસતાં. મેં ત્યારે જ વિચારી લીઘું હતું કે જીવનમાં હું કંઈક એવું કરીશ કે પૈસાના અભાવે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય. મારી શરૂઆત પિતાની હોટલથી થઇ. પછી તો ભગવાનની દયા અને મારી મહેનતના લીધે ઘણી સફળતા મેળવી પૈસો મેળવ્યો એટલે નાનપણથી જે ગરીબ વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની મારી ભાવના હતી એ પૂરી થઈ.”

એમની વાત સાંભળીને ઘડીભર હું ગદ્દગદ્ થઇ ગઇ પણ તરતજ સ્વસ્થતા મેળવીને આગામી પ્રશ્ન કર્યો.

“મહિલા સશક્તિકરણના મુદ્દે તમારો શો અભિપ્રાય છે?”

સ્ત્રી આ સમાજનુ મહત્વપૂર્ણ અંગ છે, જે સમાજમાં સ્ત્રી સુખી હોય એ સમાજ જ ઉન્નતિ પામે છે. સ્ત્રીને સક્ષમ કર્યા વગર સમાજ પ્રગતિ કરી શકે નહીં. કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રી પૂજાય છે એ ઘરમાં લક્ષમીનો વાસ થાય છે.”

સ્ત્રીઓ વિશે કેટલા ઉંચા વિચારો છે આપના સરથોડા અઘરા સવાલ પર આવતા પહેલા મેં એમની તારીફ કરી.

જવાબમાં એમણે ગર્વિષ્ઠ સ્માઈલ કરી.

તમારા હિસાબે તમારી સફળતામાં તમારી પત્નીનો કેટલો ફાળો છે?“ મેં લાગ જોઇને વિષય પકડ્યો.

તેણીએ મને દરેક પગલે સાથ દિધો. એટલે તો હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો.એમણે સાવ ટૂંકો જવાબ આપ્યો.

તમારા પત્ની વિશે હજુ થોડું કહો.મેં વધુ માહિતી મળશે તેવી આશાએ પૂછ્યું.

આઇ થિંક વી હેવ ઈનફ ઓફ ઇટ મિઝ ભાટિયાઆઇ એમ ગેટિંગ લેટએ ઉભા થતાં બોલ્યા.

થેંકયૂ ફોર યોર ટાઈમ મિ. હેમંત રાજવંશમારુ વાકય પુરુ થાય તે પહેલાં તો એ રૂમની બહાર નીકળી ગયા. મારે જે જવાબો જોઈતા હતા એ મને મળ્યા નહોતા.

જેવા એ બહાર નીકળ્યા કે તરતજ મિ. રાજવંશનો સિક્યોરિટી ઓફિસર મને બહાર લઇ જવા માટે આવ્યો. જોવામાં એ માણસ મને ભલો લાગ્યો. મેં વિચાર્યુ કે એક વાર હું બંગલાની બહાર નીકળી ગઈ તો પછી પ્રિયા વિષે માહિતી મેળવવી મુશ્કેલ થઈ જશે. હોલ સુધી પહોંચતા હું થોડી ધીમી પડી. સિક્યોરિટીએ અટકીને પાછળ જોયું.

થોડું પણી મળશે? “ બીજુ કશું ના સૂઝ્યુ એટલે મે પાણી માગ્યું.

એણે વેઈટર પાસે પાણી મંગાવ્યુ અને મને સોફામાં બેસવાનો ઈશારો કર્યો.

અત્યારે મારે મિસિસ રાજવંશને મળવું હોય તો મળી શકુ કે?” મેં એ ઓફિસરને પૂછ્યું.

સોરી મેમ, આવી રીતે વિધાઉટ પ્રાયર એપોઇન્ટમેન્ટ તમે મિસિસ રાજવંશને ન મળી શકોએ મારા સામે એકીટશે જોતા બોલ્યો.

જરા પૂછી જુઓ નેઅવની આવી છે એમ કહેશો એટલે એ ચોક્કસ મને અંદર બોલાવશે

મેમસાબ ઘરે નથી

ક્યાં ગયા છે? એ ક્યારે મળી શકે? એનો નંબર મળી શકે? મેં માહિતી કઢાવવાની ભરપુર કોશિશ કરી પણ કોઈ ફાયદો ના થયો. કોઈ જવાબ ન આપ્યો એણે.

છેવટે મેં મારું વિઝિટિંગ કાર્ડ કાઢ્યું કાર્ડની પાછળ લખ્યું : “તારા ફોનની રાહ જોઉં છું.” તમારા મેમસાબ આવે ત્યારે પ્લીઝ એમને આ આપજો એમ કહીને હું નિરાશ વદને ત્યાંથી નીકળી.

જતાં જતાં એક છેલ્લો ચાન્સ લઈ જોઉ એમ વિચારીને મે બંગલાના ગેટ પરનાં ચોકીદારને પુછ્યું કે મિમિસ રાજવંશ કેટલા વાગ્યે ઘરે મળી શકે?

આઠ દસ દિવસથી તો કોઈએ મેડમ ને આવતાં જતાં જોયા નથી.” મે માર્ક કર્યુ કે ચોકીદાની નજર મારી છાતી પર મંડાયેલી હતી. મેં ડિપ નેક વાળુ ટોપ પહેર્યું હતું. એમાંથી મારી ક્લિવેજ દેખાય રહી હતી. મને યુક્તિ સૂઝી, મેં મારા ખભા પરથી પર્સ સરકાવીને નીચે પાડી દીધુ પછી જમીન પરથી પર્સ ઉઠાવવા નીચે ઝૂકી. મેં જાણી જોઈને પર્સ ઉઠાવવામાં બે ત્રણ સેકંડ વધુ લગાવી. એટલી વાર માટે એની નજર મારા ગોળાઈઓ જોવામાં ખોવાઈ ગઈ. ફરી ઉભી થતાં એને પૂછ્યું: “મતલબ કે મેડમ આઠ દસ દિવસથી બીજા કોઈ બંગલામાં રહેતા હશે એમ?

અરે નહીંએ બોલ્યો મેડમ ગાયબ છે“ મારી યુક્તિની એના પર સચોટ અસર થઈ હતી.

શું વાત કરો છો?” મેં આંખો નચાવતા પૂછ્યું.

અરે! અંદર અંદર તો એવી ગુસપુસ ચાલે છે કે મેડમ ક્યાં છે તે સાહેબને પણ ખબર નથી.” ચોકીદારે વટાણા વેરી નાખ્યા.

હું આગળ કંઈ પુછપરછ કરૂ એ પહેલાં એનો સિક્યોરિટી હેડ આવતો દેખાયો. ચોકીદાર તરતજ એટેન્શનની મુદ્રામાં આવી ગયો.

મેડમ આપ નિકલો અભીહોઠનાં ખૂણેથી એકદમ ધીમે અવાજે એ બોલ્યો. મેં ત્યાંથી ચાલતી પકડી.

હું ચોકીદારની વાત પર આખે રસ્તે વિચારતી રહી. મુંબઈ શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હોય તો એઝ એ ક્રાઈમ રિપોર્ટર મારી પાસે ખબર તો આવે જ તેથી એટલી વાત તો ચોક્કસ છે કે ફરજીયાત હોવા છતાં પ્રિયાના ગાયબ થવાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. મને આ વાત ખટકી. જો કે આટલી મોટી વગ ધરાવનાર માણસ પોલીસતંત્રને હેન્ડલ કરી જ શકે એમાં કોઈ નવાઈ તો નહોતી. પણ હેમંત રાજવંશ પ્રિયા બાબતના સવાલોના જવાબ ટાળી ગયા અને ઈન્ટરવ્યુ અધવચ્ચે પૂરો કરીને ઉભા થઈ ગયા એ વાત મારા મગજમાંથી નીકળી નહોતી રહી.

ઘરે આવીને મેં આખી ઘટના આકાશને સંભળાવી.

આકાશ મને સમજાવતા બોલ્યો માન્યુ કે પ્રિયા તારી બચપણની દોસ્ત છે, પણ વર્ષોથી તમારો સંપર્ક તૂટી ગયો હતો. હવે દસ પંદર દિવસની ઓચિંતી મુલાકાતમાં તુ પ્રિયા વિષે વધુ કશુ જાણતી પણ નથી. એ રહ્યા મોટા માણસો એના લફરાં પણ મોટા હોય તારે એની પંચાતમાં શું કામ પડવું જોઇએ?”

આકાશના મોઢેથી પંચાત શબ્દ સાંભળીને ગંભીર ચર્ચા વચ્ચે પણ મને હસવું આવી ગયું. ”અરે! હું એક પત્રકાર છું અને પંચાત કરવી એ મારો ધંધો છે.” હળવી મજાક સાથે મે ચર્ચાનો અંત આણ્યો.

પણ મારા મનમાંથી પ્રિયા ખસતી નહોતી. મને એની કોરી કટ આંખો યાદ આવી. એના ચહેરા પરથી શ્રીમંતાઈ તો નીતરતી હતી પણ સુખ જરાય દેખાતુ નહોતું વિસંગતતામાં ક્યાંક એની જીંદગીનુ પ્રતિબિંબ ઝિલાઈ રહ્યું હતું. સ્કૂલમાં હતી ત્યારે પણ એકદમ સાદી સરળ હતી. મને યાદ છે એના મમ્મી પપ્પાની પરિસ્થિતિ ખરાબ હતી પણ અછત કે તકલીફ એના ચહેરા પર કયારેય દેખાતી નહીં. પ્રિયાનો નાનો ભાઈ દસ વરસનો હતો ત્યારે એને કમળો થયો એમાં બિચારો ગુજરી ગયો એ પછી પ્રિયાનાં મમ્મી પપ્પા સાવ તૂટી ગયા હતા. એના અઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો.

પ્રિયાનો સંપર્ક કરવાની બધી કોશિશ નિષ્ફળ ગઈ હતી. મેં સુરત માલતી ફઈને ફોન કરીને પ્રિયાના કુટુંબ વિશે પુછ્યું પણ એ લોકો સુરત છોડીને ક્યાં ગયા એ ફઈને પણ ખબર નહોતી.

એક વાર વેકેશનમાં એની દૂરની કઝિન પલ્લવી પંદર વીસ દિવસ માટે એના ઘરે રોકાવા આવી હતી એ મને યાદ આવ્યું. અમારી સારી દોસ્તી થઈ ગઈ હતી. પલ્લવી માંકડ હા.. પલ્લવી માંકડ જ એનુ નામ હતું. માંકડ અટક કંઇક અલગ હોવાથી મને યાદ રહી ગઈ હતી. હવે કદાચ એના લગ્ન થઈ ગયા હોય તો એની અટક બદલાઇ પણ હોય છતાં મેં એને સોશિયલ મીડિયા પર શોધવાનું નક્કી કર્યું.

ફેસબુક, ઇન્સટાગ્રામ વગેરે પર સેંકડો એકાઉન્ટ પલ્લવી માંકડ નામના હતા. એનો ચહેરો મને જરાતરા યાદ હતો. આટલા વર્ષો બાદ કદાચ ચહેરો સાવ બદલી પણ ગયો હશે એ ખબર હોવા છતા મેં એક એક પ્રોફાઈલ ખોલીને જોવાનુ ચાલુ કર્યું.

મારૂ કામ ચાલુ હતું અને બહાર ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો ઉંબરા આગળ એક કવર પડ્યું હતું. મેં આજુ બાજુ જોયું તો કોઈ દેખાયું નહીં. લિફ્ટ અમારા ફ્લોર પર જ હતી. હું દોડીને દાદરા સુધી ગઈ. ત્યાં પણ કોઈ નહોતું. હું ઘરમાં આવી, દરવાજો બંધ કર્યો અને કવર ખોલ્યું. અંદરથી એક ચિઠ્ઠી નીકળી, એમા લખ્યું હતું: ‘પ્રિયા રાજવંશ વિષે માહિતી જોઈતી હોય તો નીચેના એડ્રેસ પર મળોનીચે એડ્રેસ અને મળવાનો સમય લખ્યો હતો.

મને નવાઇ લાગી રહી હતી મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં આવી ચિઠ્ઠીઓ કોણ લખતું હશે!

આખી રાત મને નીંદર ન આવી. જઉ કે ના જઉ એની કશ્મકશમાં હું અટવાતી રહી. ચીઠ્ઠી લખનારની વાત સાચી હશે? પ્રિયા કોઈ મુસીબતમાં હશે તો? મારે પ્રિયા વિષે માહિતી તો મેળવવી જ હતી પણ ચીઠ્ઠી મોકલનારનાં ખુફિયા વર્તનના લીધે અંદરખાને ડર લાગી રહ્યો હતો. છેવટે મેં નિર્ણય કરી લીધો.

સવારે મેં વિરાટને ફોન કર્યો કાલે બનેલી આખી ઘટના વિગતવાર કહી સંભળાવી. આકાશને આ બાબત કશુ નહીં કહેવાની તાકીદ કરી. વિરાટ મને તે જગ્યાએ જવા દેવા તૈયાર નહોતો. પણ હું જવા માટે મક્કમ હતી. આખરે એ પણ સાથે આવશે એ શરતે વિરાટે મારી જિદ સામે નમતું જોખ્યું.

એડ્રેસ ઝૂંપડપટ્ટી વિસ્તારનું હતું. ખૂબ સાંકડી ગંધાતી ગલીઓમાં થઈને એડ્રેસ શોધતાં શોધતાં અમે ઠરાવેલા સમયે ચીઠ્ઠીમાં જણાવેલી જગ્યા પર પહોંચ્યા. પતરાનાં છાપરાં વાળી એકદમ નાનકડી ઓરડી હતી એ.

વિરાટે ઓરડીનું બારણું ખટકાવ્યું અંદરથી કોઈ જવાબ ન આવ્યો. ફરીથી ખખડાવ્યુંકોઈ જવાબ નહીં. “બારણું ખોલો…” વિરાટે જોરથી બુમ પાડી. અંદર કશી હલચલ ના થઈ. મેં બારણાંને ધક્કો માર્યો. બારણું ખાલી અટકાવેલું હતું, ખૂલી ગયું. અંદર ડોકું કાઢીને જોયુ…. અને હું છળી ઉઠી. અંદર એક જુવાનજોધ માણસ લોહીના ખાબોચિયાંમાં નિશ્ચેતન પડ્યો હતો.

લાશ જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ હતી. એવી સ્થિતિમાં પણ મને લાગ્યું કે મેં એને ક્યાંક જોયો છે, સો ટકા જોયો છે. યાદ નહોતુ ક્યાં જોયો છે. મેં દિમાગ પર જોર આપ્યુંમને યાદ આવ્યું આને કાલે જ હેમંત રાજવંશના બંગલે જોયો હતો…!

ક્રમશઃ

**

હેમંત રાજવંશ કેમ પોતાની પત્ની વિશે વધુ વાત કરવા નહીં માંગતો હોય?

શું પ્રિયા સાચે જ ગાયબ થઇ ગઇ હશે?

અવનીને ચીઠ્ઠી લખનાર પ્રિયા વિષે શું જાણતો હશે?

ઓરડીમાં પડેલી લાશનું શું રહસ્ય હશે?

જાણવા માટે નવલકથાનો આગામી ભાગ વાંચો.

**

પ્યારા વાચક મિત્રો, આપનો અભિપ્રાય મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તમારા પ્રતિભાવ પરથી મને લખવાની પ્રેરણા મળે છે. એટલા માટે વાર્તા વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.