[ RECAP ]
( આદિત્ય દિવ્યા સાથે અજીબ વર્તન કરે છે. ધનરાજ અને અનંત , આદિત્ય ના લગ્ન ની વાત ને લઇ ને ચર્ચા કરે છે, દિવ્યા ઘરે આવી ખૂબ જ રડતી હોઈ છે જેના લીધે પાયલ ટ્રીપ માં જવા નું કેન્સલ કરવા કહે છે. )
____________________________
NOW
____________________________
દિવ્યા : પાયલ શું કરવા હેરાન કરે છે,તું જા ને ,મારા લીધે હેરાન નઈ થઇશ.
પાયલ : મારા દી આ રૂમ માં એકલા એકલા હેરાન થાય એ મને નઈ ચાલે, અને એટલે જ તમે મારી સાથે આઓ ચાલો ફટાફટ તમે રેડી થાવ. હું તમારો સામાન પેક કરું છું...ચાલો ચાલો
દિવ્યા : પાયલ...
પાયલ : હવે ....તમને મારી કસમ છે. એક પણ મિનિટ લેટ કર્યા વગર જલ્દી ચાલો.
( દિવ્યા પાયલ ની વાત માને છે અને એ પણ ટ્રીપ માં જવા રેડી થાય છે. )
_____________________
( ઓબરોય મેન્શન માં પરિવાર ના બધાં લોકો સાથે જમવા બેઠાં હોય છે. અનંત પોતાના રૂમ માંથી નીચે આવી પોતાની ચેર પર જમવા બેસે છે. )
રૂહાંન : હેલ્લો... ચાચુ... હાઉ આર યુ??
અનંત : જોરદાર... કેવી ચાલે કોલેજ.
રૂહાંન : અરે એને ક્યાં પગ છે તો એ ચાલે...જ્યાં હતી ત્યાં ને ત્યાં જ છે હજી.
નિશા : રોહૂ ભૈયા...એક દમ રોક 🤣🤣
રૂહાંન : અરે હા.. શું કર્યું તમે લોકો એ ત્યાં સેમિનાર માં??
નિશા : અરે ભાઈ શું મજા આવી છે અમને ત્યાં... અરે મતલબ એટલી બધી એક્ટિવિટી હતી ત્યાં.એન્ડ બોવ જ શિખવા મળ્યું.
ધનરાજ : અચ્છા...તો શું શીખ્યું મારા દીકરા ત્યાંથી...
નિશા : મોટા પપ્પા તમે પાસે ફ્રી થઈ ને બેસજો તો ખરા ...હું તમને એક દમ મસ્ત જાદુ શીખવાડીશ.
( ધનરાજ ખાલી દેવાંગી ને સંભળાઈ એ રીતે કહે છે. )
ધનરાજ : હા... બચ્ચા. આજ કાલ મારે જાદુ ની બોવ જરૂર છે. પેલા લોકો ખાલી મારી વાત થી માની જતાં હતાં.હવે થોડી વધારે મેહનત કરવી પડશે.
( બાજુ માં અનંત હોઈ છે એ દેવાંગી ની સામે જોઈ હસવા લાગે છે. )
દેવાંગી : રૂહાંન....ભાઈ ને ફોન કર , ક્યાં છે આવ્યા નઈ હજી.
ધનરાજ : આવી જશે...ચિંતા નઈ કરો.પેલા તમે જમી લો.
( ધનરાજ થોડો ગાજર નો હલવો લઈ દેવાંગી ને ખવડાવે છે. )
ધનરાજ : ચાલો...ચાલો , તમે જમવાનું ચાલુ કરો. આદિત્ય ને આપડે જમાડી ને જ સુવડાવશું.
( રૂહાંન આદિત્ય ને કોલ કરવા જાઈ છે કે તરત આદિત્ય આવે છે. )
ધનરાજ : લો..આવી ગયા સાહેબ. ક્યાં હતા ભાઈ અત્યારે?
આદિત્ય : પપ્પા મિટિંગ હતી...ત્યાં ગયો તો...
ધનરાજ : હા...તો મે કીધુ છે ને કે 7 વાગ્યા પછી તમારે ઘરે આવી જવાનું ઓફિસ થી. મિટિંગ બીજા દિવસે સીફ્ટ કરી દેવાઈ...ચાલે.
( દેવાંગી ધનરાજ તરફ જોઈ રહે છે. )
ધનરાજ :( દેવાંગી સામે જોઈ ને ) બરાબર ને.... કાલ થી 7 વાગે...
( દેવાંગી આદિત્ય સામે જોતા રહે છે. આદિત્ય બિલકુલ પણ જમવા માં મૂડ માં નથી હોતા. )
દેવાંગી : આદિ...જમી લો બેટા..
આદિત્ય : હા..મોમ
_______________________________
( બધાં ફ્રેન્ડસ્ પાયલ ના આવવા ની રાહ જોવે છે રાધિકા ના ઘરે.)
રાજ : રાધિકા કોલ કરો ને પાયલ ને , એને કહો કે જલ્દી આવે.
આકાશ : અરે... રેવા દે...આવી ગઈ પાયલ.
( બધાં પાયલ અને દિવ્યા ને સાથે આવતા જોવે છે. )
દેવ : પાયલ કેટલી વાર લગાવે છે. ફરવા માટે જઈએ ત્યારે તો વેહલી આવ.
સાક્ષી : દિવ્યા....કેમ છો?
દિવ્યા : આઇ એમ ગુડ.
પાયલ : એકચ્યુલી...દી નું મૂડ નતું સારું...તોહ સાથે લઈ આવી એમને.
રાધિકા : હા...તોહ સારું કર્યું ને.
આકાશ : હવે તમે બધા કાર માં વાતો કરજો. પેલા નીકળીએ હવે.
રાજ : આકાશ તું ડ્રાઇવ કરે છે??
આકાશ : હા...હું કરી લઈશ.
રાજ : રાધિકા...તમારે કરવું છે ડ્રાઇવ.
રાધિકા : ના અત્યારે રાત્રે નઈ થઈ🤣
રાજ : સારું ચાલો...હું કરો લવ.પાયલ બેસી જાવ ચાલો...
( બધાં કાર માં બેસી જાય છે અને રિસોર્ટ જવા નીકળે છે. દિવ્યા કાર માં બેસી આદિત્ય ની વાતો પર જ વિચાર કરતી હોય છે. રાજ કાર માં રેડિયો ચાલુ કરે છે.જેમાં સોંગ વાગતા હોઈ છે. દિવ્યા કાર ની બારી માંથી બહાર જોતા જોતા આદિત્ય ને યાદ કરી રહી હોય છે. )
પાયલ : દી... ડોન્ટ વરી.
( દિવ્યા પાયલ ના ખભા પર માથું મૂકી ને સુઈ જાઈ છે. બારી માંથી થી આવતો પવન કાર માં એક શાંત વાતાવરણ ઉદ્ભવી દેઇ છે. )
___________________________
( દેવાંગી અને રૂહાંન આદિત્ય ના રૂમ માં આવે છે અને જોવે છે કે આદિત્ય સુઈ ગયા હોય છે. દેવાંગી બેડ પર આદિત્ય પાસે બેસી એના માથા પર હાથ ફેરવે છે. રૂહાન પણ દેવાંગી પાસે આવી એમને પાછળ થી હગ કરે છે.અને રૂહાન ધીરે થી દેવાંગી ને કહે છે. )
રૂહાંન : મમ્મી....કંઈ બતાવું???
દેવાંગી : હા....
( રૂહાંન તરત આદિત્ય ના ટેબલ પર થી એમનું લેપટોપ લઈ આવે છે અને દેવાંગી પાસે લેપટોપ લઈ બેસી જાય છે. રૂહાંન દેવાંગી ને આદિત્ય ના લેપટોપ ના ફોલ્ડર માંથી દિવ્યા નો ફોટો બતાવે છે. દિવ્યા નો ફોટો જોઈ દેવાંગી ના ચેહરા પર અચાનક એક સ્માઈલ આવી જાય છે. દેવાંગી રૂહાંન તરફ જોઈ સ્માઇલ કરી ને પૂછે છે. )
દેવાંગી : દિવ્યા???
રૂહાંન : યસ....ભાઈ વાળી દિવ્યા...દિવ્યા વાળા ભાઈ🤣🤣
દેવાંગી : બોવ જ સરસ છે.
રૂહાંન : મમ્મી... લગ્ન કરાવી દો..મસ્ત લાગશે બંને🤣પપ્પા ને મનાવી લો જલ્દી
દેવાંગી : રોહું...ના પાડી પપ્પા એ.
રૂહાંન : કેમ...
દેવાંગી : મને નથી ખબર.
રૂહાંન : મમ્મી...પપ્પા ને મનાવી લો. બોવ સારી છોકરી છે.
દેવાંગી : તને કેવી રીતે ખબર ??🙄
રૂહાંન : 🤣 મેસેજ વાચ્યા તા મે
દેવાંગી : રૂહાંન...કવ આદિ ને..આજ પછી એવું કર્યું ને તો માર પડશે. એવી રીતે જાસૂસી નઈ કરવા ની ભાઈ ની.
રૂહાંન : મમ્મી..જાસૂસી નતો કરતો... એ તો કાલે ભાઈ સાંજે બાર જતાં રહ્યાં હતા ફોન ઘરે ભૂલી ને.તો કોલ ઉપર કોલ આવતા હતા. મે ઉઠાવ્યો નઈ પણ મેસેજ જોયા તા.એકચ્યુલી કાલે આંખો દિવસ ભાઈ એ એમની સાથે વાત નતી કરી એટલે એમને એવું લાગ્યું કે ભાઈ નારાજ થઈ ગયા એમના થી.
( રૂહાંન ની વાત પર થી દેવાંગી સમજી જાય છે કે આદિત્ય હવે ધીરે ધીરે દિવ્યા થી દુર થવા લાગ્યા છે. )
દેવાંગી : બચ્ચાં...સુઈ જાવ ચાલો હવે.લેપટોપ મૂકી દો ભાઈ નું.કાલે સવારે કોલેજ છે ને.
રૂહાંન : મમ્માં...કાલે સન્ડે..
દેવાંગી : તો પણ સુઈ જવા નું ને...જે કરવું હોય સવારે કરજે..કાલે ઘરે જ છે ને..
રૂહાંન : સારું....સુઈ જાવ છું.
( દેવાંગી આદિત્ય ના રૂમ માં થી નીકળી ને પોતાના રૂમ માં જાઈ છે. ધનરાજ સુઈ ગયા હોય છે. દેવાંગી એમને બ્લેકેટ ઓઢાડી પોતાની બેડ સાઇડ આવી ને બેસી છે અને ધનરાજ ને જોઈ ને મન માં વિચારવા લાગે છે. )
દેવાંગી : રાજ....આ મારી જીદ નથી..મારા છોકરા ની ખુશી છે. મારી એક વાત પર એ પોતાનો સંબધ તોડી નાખવા રાજી થઈ ગયો. એક વાર પણ એને પોતાનું નઈ વિચાર્યું કે એના પર શું વિતશે.
___________________________
[ NEXT DAY ]
( પાયલ અને દિવ્યા વચ્ચે આદિત્ય ની વાત થાય છે. આદિત્ય ધનરાજ અને દેવાંગી ની બધી વાતો સાંભળી જાઈ છે. રિસોર્ટ માં દિવ્યા ને કોઈ એવું વ્યક્તિ મળી જાય છે જેને જોઈ દિવ્યા આશ્ચર્ય માં પડી જાય છે.)
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️