Mrugtrushna - 16 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 16

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 16

[ RECAP ]
( સંજય સર અને બાકી બધા નીચે વર્ક પ્લેસ પર વાત કરતા હોય છે. સંજય સર અનંત ની ઓફિસ માં જાઈ છે. બંને વચ્ચે અનંત ના જીવન ની વાતો થાય છે. ધનરાજ નો કોલ આવે છે અનંત ને સાંજે જલ્દી આવવા માટે.આદિત્ય અને દિવ્યા મળે છે અને દિવ્યા ના સવાલ થી આદિત્ય મૌન થઈ જાય છે. )

_____________________________
NOW
_____________________________

દિવ્યા : આદિ..બોલો ને , શું વાત છે??

આદિત્ય : દિવ્યા એક વાત કવ....મને થોડો સમય આપો , હું તમારા બધા સવાલ ના જવાબ આપીશ.પણ હમણાં તમારા આ સવાલ નો જવાબ નથી મારી પાસે.

દિવ્યા : જવાબ નથી કે જવાબ કહેવો નથી?

આદિત્ય : હું અત્યારે કોઈ જ જવાબ નઈ આપી શકું.

દિવ્યા : તો કોણ કેશે મને જવાબ ?

આદિત્ય : બોવ જિદ્દી થઈ ગયા ને તમે

દિવ્યા : હા...મારી સામે જ્યારે એ વ્યક્તિ જૂઠું બોલે ને જેના પર મને બધાં થી વધારે ભરોસો હોઈ ત્યારે થવું જોઈએ ને જિદ્દી...

આદિત્ય : દિવ્યા...તમને ખરેખર લાગે છે કે હું જુઠ્ઠો છું?

દિવ્યા : મને નઈ લાગતું...પણ જ્યારે તમે કોઈ વાત ને છુપાવો ત્યારે હું શું કરું?

આદિત્ય : ( થોડા ગુસ્સા માં બોલે છે )કીધું ને મે વેટ કરો...સમય આપો મને , મારા જીવન માં ખાલી આ જ કામ નથી
( આદિત્ય પોતાના માથા પર હાથ મૂકી ને કહે છે.)

આદિત્ય : દિવ્યા...હું તમને કોલ કરીશ એક બે દિવસમાં...સામે થી કરીશ કોલ..

( આદિત્ય નો આ સ્વભાવ જોઈ દિવ્યા ની નજરો નીચે જુકી જાઈ છે અને આદિત્ય ત્યાં થી જતાં રહે છે.દિવ્યા એ ક્યારે પણ નઈ વિચાર્યું હોય કે એ બંને વચ્ચે ક્યારે આવી રીતે પણ વાત થશે. )

__________________________
( અનંત સાંજે 7 વાગે ઘરે આવી જાય છે.ઘર માં જઈ એ પેહલા કિચન માં જાઈ છે દેવાંગી ને મળવા. દેવાંગી જમવા નું બનાવી રહ્યા હોય છે. )

અનંત : વાહ...ખરેખર ભાઈ લાઈફ સેટ છે

દેવાંગી : હા..તોહ તને કોણ ના પાડે છે.તું પણ કરી લે લાઈફ સેટ.

અનંત : ભાભી...મારી પાસે તમે હોવ પછી માટે બીજા કોઈ ની પણ જરૂર નથી. પણ બનાઓ છો શું?

દેવાંગી : ગાજર નો હલવો.

અનંત : ઓકે...મતલબ આદિત્ય ને મનાવા માટે ની તૈયારી🤣 બાય ધ વે વાત કરી એને?

દેવાંગી : હા..કરી ને..એમ પણ વાત કરવા માં હતું શું... મારે ખાલી એને ના કેવા ની હતી બસ...મારા છોકરા ને મારી વાત માનવા માં કેટલી વાર લાગે.

અનંત : એક વાત પૂછું તમને , તમને ભાઈ પર કેટલો વિશ્વાસ છે?

દેવાંગી : એ વિશ્વાસ નું કોઈ મીટર નથી. પણ એ બધી વાત ની વચ્ચે આદિત્ય નું મન તૂટ્યું એ પણ મને યોગ્ય નથી લાગતું ને.

અનંત : ભાભી..આદિત્ય સમજદાર છે, સમજી જશે એ.

દેવાંગી : અનંત મારી એ જ વાત છે કે આદિત્ય કેમ સમજે...મે જોઈ એની હાલત...એક સેકન્ડ નઈ લગાવી એને મારી વાત માનવા માં..પણ એ સમયે એને જે ધક્કો વાગ્યો એ મને ખબર છે.

અનંત : ભાભી...તમે પ્લીઝ ચિંતા નઈ કરો..હું ભાઈ સાથે વાત કરું છું. જોવો એક વાત કવ.તમે આવી રીતે એમના થી નિરાશ રેહસો તો એ ગુસ્સે થવા ના જ છે. સો એના કરતા એમની સાથે બેસી ને વાત કરો.

દેવાંગી : તું એગ્રી છે આદિત્ય ના લગ્ન માટે?

અનંત : ભાભી...હું ભાઈ ના ફેંસલા પર એગ્રી છું.અને એ વાત તો તમે પણ જાણો છો કે ભાઈ આદિત્ય ના જીવન ને લઇ ને ક્યારે પણ કોઈ ખોટો નિર્ણય નઈ કરે. એટલે તમે ચિંતા નઈ કરો.બસ ખાલી વિશ્વાસ કરો ભાઈ પર.અને જ્યાં સુધી આદિત્ય સાથે હું અને ભાઈ બંને છીએ ત્યાં સુધી આદિત્ય ને કંઈ નઈ થાય.

દેવાંગી : સારું..પેલા રૂમ માં જઈ ફ્રેશ થઈ જા...પછી વાતો કરો...અને હા રાજ...તારા રૂમ માં જ છે.

અનંત : કેમ મારા રૂમ માં..?

દેવાંગી :🤣 એ કેસે તને...તું જા તો ખરી..

અનંત : ખરેખર અઘરું છે જીવન તમારું🤣🤣

( અનંત ઉપર પોતાના રૂમ માં જાઈ છે ત્યાં ધનરાજ બુક વાંચી રહ્યા હોય છે. )

અનંત : ભાઈ...
( ધનરાજ બુક બંધ કરી અનંત સાથે વાત કરે છે. )

ધનરાજ : આવો...કેવું રહ્યું આજે ઓફિસ માં?
( અનંત ધનરાજ પાસે બેડ પર બેસી...પોતાના સૂઝ કાઢે છે. )

અનંત : એક દમ સરસ... એકચ્યુલી આજે વધારે કામ નતું ઓફિસ માં

ધનરાજ : કામ નતું, કે પછી મારો ફોન આવ્યો એટલે કામ મૂકી ને આવી ગયો🤣

અનંત :🤣ના..ના..પણ જરૂર પડે તો એ પણ કરી લઈશું.પણ આ બધી વાત તો બરાબર..પણ મેઈન વાત શું છે? એકચ્યુલી હું હમણાં નીચે જોઈ ને આવ્યો...

ધનરાજ : અચ્છા અચ્છા મતલબ સિપાહી આવ્યા પણ અને તાજા ખબર લાવ્યા પણ...

અનંત :🤣આદિત્ય ની ચિંતા કરે છે એ...વાત કરી એમને આદિત્ય સાથે..

ધનરાજ : શું કીધું આદિત્ય એ?

અનંત : ભાભી કેઈ છે કે માની ગયો...કંઈ બોલ્યો નઈ..પણ દુઃખી થઈ ગયો થોડો.
( ધનરાજ એક દમ શાંત થઈ જાય છે અને પછી અનંત ને કહે છે. )

ધનરાજ : હવે મને એ કેહ કે તને શું લાગે છે, આ જે થઈ રહ્યું છે એ ખોટું છે?. દેવાંગી ફક્ત આદિત્ય નું વિચારે છે એના ભવિષ્ય નું નઈ.અને મળ્યો ને તું એમને હમણાં...તને લાગે છે કે એ મારી આ વાત ને સમજે.

અનંત : ભાઈ...તમારા સામે મારી સમજદારી જોઈને તમને સલાહ આપવા યોગ્ય તો હું નથી પણ હા..થોડો સરળ રસ્તો આપી શકું તમને. ભાઈ.. મારે લગ્ન નતા કરવા એ મારો નિર્ણય હતો પણ હું મારા વિચાર આદિત્ય પર નઈ આઝમાવી શકું. મારા ખ્યાલ થી તમે અને ભાભી બંને સાથે મળીને ને , તમે બંને એક બીજા ના મત ને એક વાર માન આપી કોઈ એક નિર્ણય કરો. નકર ભાભી ને એવું લાગશે કે તમે આદિત્ય ને એક પણ મોકો નથી આપ્યો.

ધનરાજ : તને એવું લાગે છે કે મે શાંતિ થી વાત નઈ કરી હોઈ🤣અનંત દેવાંગી એ બસ એક જ જીદ પકડી છે કે હવે તમે લગ્ન કરાવી જ દો. શું છે પણ આટલી જલ્દી...અને એવું હસે તો આપડે ગોતી શું ને છોકરી પછી...એવું તો છે જ નઈ કે આ એક જ છોકરી છે દુનિયા માં

અનંત : પણ ભાભી અને આદિત્ય ને તો એવું લાગે છે ને હમણાં...જે હોઈ એ પણ એમની તકલીફ દૂર કરવી જરૂરી છે આપડા માટે..

ધનરાજ : સાચું કવ...કોઈ તકલીફ છે જ નહીં...આ બંને માં - દીકરા જામ્યા છે બસ એક જીદ પકડી ને...શું નામ છે છોકરી નું..કંઇક..

અનંત : દિવ્યા...

ધનરાજ : હા...અને અનંત બીજી એક વાત કવ.આ આદિત્ય મને કંઈ જ નથી કહેતો. દેવાંગી ને વચ્ચે રાખી બધું કામ પતાવું છે એને...કારણ કે ભાઈ ને તો ખબર છે કે પપ્પા નઈ મને તો મમ્મી તો છે જ મનાવા માટે.

અનંત :🤣🤣🤣નઈ...આદિત્ય ને એવું કંઈ નથી. ડાયો છે મારો છોકરો.એક વાર માં માની ગયો.મે વાત કરી હતી એના સાથે. થોડો બેચેન થઈ ગયો હતો ત્યારે.

ધનરાજ : અનંત...મને નઈ હોઈ તો કોને હસે એની ચિંતા.હું જાણું છું કે એ બંને દુઃખી છે અને એ જ મને નથી પસંદ.ખબર નઈ આ ક્યાં જઈ ને અટકશે.

અનંત : અરે કઈ નઈ...બસ તમે વાત કરો સાથે મળી ને. એવું હોઈ તો આદિત્ય ને પણ સાથે લો. હું તો કવ છું કે તમે સમજાઓ આદિત્ય ને.

ધનરાજ : ના... ભાઈ , હું કેમ વાત કરું એની સાથે આ ટોપિક પર.એને મને હજી સુધી સામે થી નઈ કીધું ને કે મારે લગ્ન કરવા છે. બધી વસ્તુ મમ્મી પાછળ છુપાઈ ને પપ્પા પાસે મનાવી લેવી એ તો ખોટી છે. અત્યારે એવું છે કે એના લગ્ન તો થયા ના થયા પણ અહીંયા મારી તો હાલત ખરાબ થઈ જ ગઈ છે. અને હમણાં સામે થી વાત કરવા જઈશ તો પેલા બે ટોન્ટ આવશે પછી મુદ્દા ની વાત ચાલુ થશે.

અનંત : હવે એનો કોઈ એક્સપિરિયન્સ પણ નથી મારી પાસે અને કોઈ રસ્તો પણ નથી મારી પાસે 🤣

ધનરાજ : હા..બેટા.રસ્તો તો માટે જ કાઢવો પડશે.ચાલો નીચે જઈએ.

અનંત : હા..હું જરા ફ્રેશ થઈ જાવ.

ધનરાજ : સારું હું જાવ...તું આવ આરામ થી.અને હા..આ બુક લઈ જાવ છું હું શોધતો નઈ પછી.

અનંત : હા..વાંધો નઈ.
( ધનરાજ રૂમ માંથી જતાં રહે છે અને અનંત બાથરૂમ માં ફ્રેશ થવા જાઈ છે. )

___________________________
( પાયલ ઘરે આવી ફટાફટ એને રૂમ માં જાઈ છે જલ્દી થી પેકિંગ કરવા અને જેવી એ રૂમ માં જાઈ છે એવી દિવ્યા ને રૂમ ના ખૂણા પાસે રસ્તા જોવે છે. પાયલ અચાનક ચોંકી જાય છે.)

પાયલ : દી....શું થયું??? આટલું કેમ રડો છો.કંઈ થયું? આખો જોવો તમારી...શું થયું?

( દિવ્યા તરત જ પાયલ ને ગળે મળી રડવા લાગે છે. )

પાયલ : દી. ...બસ આટલું નઈ રડો.બધું ઠીક થઈ જશે. પણ શું થયું એ તો કહો મને.
( પાયલ તરત દિવ્યા ને પાણી આપે છે. )

પાયલ : દી...લો પાણી પીવો.અને એક દમ ચૂપ થઈ જાવ.તમને ખબર છે ને ઘર માં કોઈ ને જ કંઈ પણ ખબર નથી.અને કાકા કાકી ને હમણાં ખબર પડશે તો હાજર સવાલ કરશે. તમે બસ રડવા નું બંધ કરો અને શાંત રહી જાવ.

દિવ્યા : પાયલ....આદિત્ય..

પાયલ : તમે પેલા શાંત રહી જાવ.પછી આપડે આદિત્ય ની વાત કરીશું. અને દી તમે તો સમજદાર છો ને તોહ શું કરવા રડો છો. કંઈ જ નઈ થાય. હું છું ને તમારી સાથે.
( દિવ્યા થોડી શાંત રહી જાય છે અને પાયલ ના ફોન પર રાધિકા ના ફોન પર ફોન આવે છે. )

દિવ્યા : પાયલ...તારે જવા નું છે ને તું જા.આપડે પછી વાત કરીએ.

પાયલ : નઈ હું ક્યાંય પણ નઈ જાવ તમને આવી રીતે મૂકી ને, હમણાં હું રાધિકા ને કંઈ દવ છું કે હું નથી આવતી.
( દિવ્યા પાયલ નો ફોન ખેચી લેઇ છે. )

દિવ્યા : મે કીધું ને તને તું જા. હું ઠીક છું.

પાયલ : તોહ એક કામ કરો,તમે પણ ચાલો મારી સાથે. અત્યારે ચાલો. હું તમને અહીંયા મૂકી ને નઈ જાવ.

દિવ્યા : પાયલ જીદ નઈ કર.મારે ક્યાંય નથી આવું પ્લીઝ ,તું જા,મારા લીધે તારી ટ્રીપ ખરાબ નઈ કર.

પાયલ : દી...તમે ખુશ નઈ હોવ તો કોઈ પણ ટ્રીપ માં મારું મન નઈ લાગે.એટલે હું નઈ જાવ.અને મોકલવી હોય તો સાથે ચાલો મારી સાથે , પ્લીઝ.

દિવ્યા : પાયલ...

પાયલ : સારું તો હું પણ નઈ જાવ.

[ NEXT DAY ]
( બધાં ટ્રીપ માં જાઈ છે.પાયલ અને દિવ્યા વચ્ચે આદિત્ય ની વાત થાય છે. આદિત્ય ધનરાજ અને દેવાંગી ની બધી વાતો સાંભળી જાઈ છે. રિસોર્ટ માં દિવ્યા ને કોઈ એવું વ્યક્તિ મળી જાય છે જેને જોઈ દિવ્યા આશ્ચર્ય માં પડી જાય છે.)

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા✍️