Runanubandh - 5 in Gujarati Fiction Stories by M. Soni books and stories PDF | ઋણાનુબંધ - ભાગ-5

The Author
Featured Books
  • Venom Mafiya - 5

    अब आगेराघव मल्होत्रा का विला उधर राघव अपने आदमियों के साथ बै...

  • रहस्यमय हवेली

    रहस्यमयी हवेलीगांव के बाहरी छोर पर एक पुरानी हवेली स्थित थी।...

  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

Categories
Share

ઋણાનુબંધ - ભાગ-5

ઋણાનુબંધ ભાગ - ૫



ટેક્સી ગામ બહાર નીકળી ત્યારે મેં પ્રિયાને ફોન લગાવ્યો.

પ્રિયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.

માલતી ફઈ પર પણ મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મન ઊતરી ગયું એના પરથી. એક સ્ત્રી થઈને સ્ત્રીને ન સમજી શકી?

મેં આકાશને ફોન લગાવ્યો અને બધી વાત કરી. ખૂબ ધ્યાનપૂર્વક એણે આખી વાત સાંભળી.

આપણે પણ કેટલા જલ્દી કોઈની નબળી વાત માની લેતાં હોઈએ છીએ, સામેવાળી વ્યક્તિની બાજુ સાંભળ્યા વગર દોષિત ઠેરવી દઈએ છીએ. હકીકતમાં દોષ આપણાં દ્રષ્ટિકોણનો હોય છેઆકાશની વાત મારા ગળે ઊતરી.

આકાશ મારે મમ્મીનો ફોટો જોઈએ છે, ફઈના ઘરેથી મળી જશે કદાચ

તું એકલી નહીં જતી સુરત, પહેલા તું મુંબઈ આવતી રહે. રવિવારે આપણે બંને જઈશુંએણે કહ્યું.

હાં.. ઓકે, એમ પણ કાલે મારે હેમંત રાજવંશનો ઈન્ટરવ્યુ લેવા જવાનું છે એટલે મુંબઈ પહોંચવું જ પડશે

આકાશનો ફોન મુકીને હું વિચારે ચઢી ગઈ.

આવા ત્રાસદાયક લગ્ન જીવનને વેંઢારવાને બદલે મમ્મીએ પોતાના સુખ માટે કદાચ થોડી છૂટ લીધી પણ હોત તોયે શું ખોટું હતુ એમાં?

અત્યાર સુધી જેને માફ નહોતી કરી શકતી એ હું પોતે જ એની બાજુ વિચારવા લાગી હતી. માણસ પણ કેટલો સ્વાર્થી હોય છે, પોતાની સગવડતા પ્રમાણે ખરાં ખોટાનું ગણિત બેસાડી દે છે. મને મારા પોતાના જ વિચારો પર હસવું આવ્યું.

ટ્રાફિકના અવાજે મારી વિચારતંદ્રા તોડી ટેક્સી ભાવનગરમાં પ્રવેશી ચૂકી હતી. હોટેલ પર પહોચીને મેં કાલનાં હેમંત રાજવંશ સાથેના ઈન્ટરવ્યુ માટે રિસર્ચ કરવાનુ શરૂ કર્યું.

ઈન્ટરનેટ ખોલતાં જ મારી સામે માહિતીનો ઢગલો થઈ ગયો.

મેં હેમંત રાજવંશના ફોટાનુ નિરિક્ષણ કર્યું. ગૌર વર્ણ, વાળમાં થોડી થોડી સફેદી, મોટું કપાળ, ધારદાર આંખો, વ્યવસ્થિત રીતે હોળેલા વાળ. એના ક્લિન શેવ્ડ ચહેરા પર શ્રીમંતાઈ છલકી રહી હતી. વ્હાઈટ શર્ટ પર રોયલ બ્લૂ બ્લેઝર અને મેચીંગ ટાઈ એની સારી ફેશન સેન્સની ચાડી ખાઈ રહી હતી. જન્મ ૧૯૬૮માં, ઉંમર વર્ષ ચોપન. જો કે ખરી ઉંમર કરતાં પાંચ સાત વર્ષ યુવાન દેખાઈ રહ્યા હતા. એકંદરે સત્તાવાહી વ્યક્તિત્વની છાપ પડતી હતી.

રાજવંશ ખાનદાનનું નામ એક જમાનામાં ટોચના પરિવારોમાં ગણાતું પણ એમના દાદાએ દેવાળું ફૂંકયુ. પછી એક નાની એવી હોટલ ખોલીને કુટુંબનું ગુજરાન ચલાવ્યું. દાદાની હોટલ બાપાએ ચલાવી અને છેવટે એ બાપ દાદાના વખતની સુરતની નાનકડી હોટલ હેમંતને મળી. પિતાની જગ્યાએ હેમંત રાજવંશ હોટલને ગલ્લે બેઠા. હેમંતનુ ભણતર ઓછુ પણ ગણતર ઘણું. પોતાની ધંધાકીય સૂઝબૂજથી નાનકડી હોટલમાંથી આજે એક મલ્ટીનેશનલ ચેઈન્સ ઓફ રેસ્ટોરન્ટ એન્ડ હોટેલ્સ ઉભી કરી દીધી હતી. એટલું જ નહી દેશ વિદેશમાં એમના બિઝનેસનો સાથરો ટ્રાંસપોર્ટ એન્ડ લોજીસ્ટિક્સ, લેન્ડસ્ એન્ડ રિયલ એસ્ટેટ જેવા અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો હતો. માહિતી વાંચવાની સાથે હું પ્રશ્નો તૈયાર કરતી ગઈ. મને રાજવંશ ઈંડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત ગાયત્રી દેવી ચેરીટેબલ ટ્રસ્ટની જાણકારી મેળવવામાં વધુ રસ હતો. કેમકે એ દિવસે આવેલા અનામી ફોનમાં એ ટ્રસ્ટનો ખાસ ઉલ્લેખ હતો. મેં ટ્રસ્ટ વિશે વાંચવાની શરૂઆત કરી.

૧૯૯૮માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી સંસ્થા દ્વારા શરૂઆતમાં નાની મોટી શિબિર તથા લોકજાગૃતિના કાર્યક્રમો વગેરેનું આયોજન થતું.

સંસ્થા દ્વારા સૌ પ્રથમ શાળા ૨૦૦૧માં શરૂ કરવામાં આવી. હેતુ હતો ગરીબ પરિવારોના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનો. પછી દૂરદરાજનાં ગામડાઓમાં રહેતી ગરીબ પરિવારોની છોકરીઓને રહેવા માટે ૨૦૦૩માં કન્યા છાત્રાલયની શરૂઆત કરી. એના પછી આર્થિક રીતે નબળા પણ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાનો મોકો મળે એટલા ખાતર ૨૦૦૬માં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો.

મારુ હોમવર્ક ચાલુ હતું ત્યાં મોબાઈલ પર રીંગ વાગી. જોયું તો આકાશનો ફોન હતો.

તુ જમી કે?” મેં ફોન ઉપાડતાં જ આકાશ બોલ્યો.

ના બાકી છેમેં કહ્યું.

મને ખબર જ હતી, તુ એકવાર કોઈ કામ હાથમાં લે પછી તને ખાવા પીવાનું પણ યાદ નથી રહેતુંઆકાશે ઠપકો આપ્યો.

મને ખાસ ભુખ નહોતી લાગી

સાડા ચાર વાગી ગયાં છે અને સાડા છની તારી ટ્રેન છે.”

હું ચેક આઉટ કરીને નીકળું છું. જમીને સીધી સ્ટેશન પર જઇશઆકાશનો ફોન મુકીને ફ્રેશ થઈને મેં હોટલ છોડી દીધી. જમીને છ વાગ્યે સ્ટેશન પહોચી.

**

બ્લોટિંગ પેપરના સ્પર્શથી જેમ શાહી ચુસાઈ જાય તેમ ભારતી માસી સાથેની મુલાકાત પછી મારા મનમાંથી માં પ્રત્યેની નફરત ચુસાઈ ગઈ હતી. આસમાનમાં ઘેરાયેલા વાદળો અચાનક અણધાર્યા વિખેરાઈ જાય તેમ ઘણા વખતે મારા ચિતાવકાશમાં ઉઘાડ નીકળ્યો હતો.

ટ્રેન સમયસર હતી આકાશ મને લેવા આવ્યો હતો.

પ્લેટફોર્મ પર જ આકાશે મને આલિંગન આપ્યું.

કારમાં બેસતાં જ મારા ચહેરા પર ધ્યાનથી જોતા બોલ્યો કેટલા સમય બાદ તારા ચહેરા પર હળવાશ જોઇ…“

મેં આકાશનો હાથ હળવેથી દબાવતાં કહ્યુ આકાશમારે માં બનવું છે…. માતૃત્વ અનુભવવું છે આપણે IVF ટ્રીટમેન્ટ શરૂ કરાવીએ.

તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છું. મારો હાથ ચૂમતા એણે આંખોથી જ કહી દીધું.

ઘરે પહોંચી તૈયાર થઈને ફટાફટ બ્રેકફાસ્ટ પતાવી હું ઓફિસ પહોંચી. બે દિવસની છુટ્ટી પછી થોડુ કામ પેન્ડિંગ થઇ ગયું હતું અને ઈન્ટરવ્યુના સવાલ રેડી કરવાનાં હતા. હું એ કામમાં લાગી. લગભગ બારેક વાગ્યે એડિટરે મને મળવા બોલાવી.

મે આઇ કમિંગ સર?” મેં નોક કર્યુ.

યા કમ ઈન ભાટિયા કમ ઈનએડિટરે હંમેશાં વાળો લહેકો કર્યો.

યસ સર ટેલ મીમેં ખુરશીમાં બેઠક લીધી.

ભાટિયા.. યોર મોસ્ટ અવેઇટેડ ઇન્ટરવ્યૂ વિથ મિ. રાજવંશ હેઝ બિન પોસ્ટપોન

વ્હાય સર?

મિ. રાજવંશને કોઈ અરજંટ બિઝનેસ મિટિંગ માટે એબ્રોડ જવાનું છે, ફરી થી મિ. રજવંશ અવેલેબલ હશે ત્યારે એની ઓફિસ આપણને ઈન્ફોર્મ કરશે

ઓકે ધેન માય બેડલક, સર!

ડોન્ટ વરી, એ ઈન્ટરવ્યુ તું જ લઈશ.એડિટરે થમ્સઅપની નિશાની બતાવી.

હવે આજે ઈન્ટરવ્યુ તો હતો નહીં અને જે થોડું ઘણું કામ પેન્ડિંગ હતુ એ બેએક કલાકમાં પતી જાય તેમ હતું, આજે શનિવાર હોવાથી આકાશ પણ જલ્દી ફ્રી થઈ જવાનો હતો. મને પણ આ બે દિવસની દોડાદોડીનો થાક લાગ્યો હતો એટલે મે આકાશને ફોન કરીને થોડુ ફ્રેશ થવા સાંજે બહાર જવાનો પ્લાન બનાવ્યો.

ગીતાબેનને ફોન કરીને કહી દીધું સાંજે રસોઈ બનાવવા નહીં આવતા.

સાંજે ચાર વાગ્યે હું ઘરે પહોંચી. હજુ આકાશ આવ્યો નહોતો. એ આવે એ પહેલાં મેં શાવર લઇ લીધુ.

ચાર વાગ્યે આકાશ પણ આવી ગયો.

એ ફ્રેશ થઈને શાવર લે ત્યાં સુધીમાં મેં ચા બનાવી લીધી.

મેં ડોક્ટર મહેતાને IVF માટે ફોન કર્યો હતો બાલ્કનીમાં ઉભા રહીને ચા પીતાં પીતાં આકાશે વાત કરી.

શું કહ્યું ડોક્ટરે?

સોમવારે બપોરે બે વાગ્યે બોલાવ્યા છે

શું લાગે છે આકાશ સફળતા મળશે આપણને?“ મેં ચિંતિત સ્વરે પુછ્યું.

ભગવાન પર ભરોસો રાખ, એ એટલો પણ ક્રૂર નથી.” આકાશે મને ધરપત આપી.

લગભગ છએક વાગ્યે અમે ઘરેથી નીકળ્યા. થોડું ઘણું શોપિંગ કર્યું. પછી મારાં ફેવરિટ પબ Toast and Tonic માં ગયા. મેં મારી પસંદગીની જીન Tanqueray મંગાવી. આકાશે સ્કોચનો ઓર્ડર આપ્યો.

માઈન્ડ તો થોડું ફ્રેશ થયું પણ દોડાદોડીનો થાક હજુ ઉતર્યો નથીજિનની બે ચાર સિપ લીધાં પછી મે કહ્યુ.

બંદા આજે હર્બલ મસાજ આપીને મહારાણીનો થાક ઉતારી આપશે.” આકાશે રોમાંટિક અંદાજમાં બોડી મસાજની ઓફર આપી.

જો મહારાણી તમારા મસાજથી ખુશ થશે તો તમને યોગ્ય ઈનામ આપશેકહીને મેં આંખ મારી, મને આકાશની આંખમાં ચમકારો દેખાયો.

ડ્રિન્ક અને ડિનર પતાવીને ઘરે આવ્યા.

તું અંદર જા હું આ શોપિંગ બેગ્સ મૂકીને હર્બલ ઓઈલ લેતો આવુંઆકાશે મને બેડરૂમમાં મોકલી.

હું સંપૂર્ણ રીતે અનાવૃત થઈને બેડ પર ઉંધી સૂતી.

જમણો ગાલ તકિયા પર રાખી મેં બંન્ને હાથ કોણીથી વાળીને તકિયા નીચે રાખ્યા હતા.

આકાશે આવીને મારી કમર નજીક મારી ઉપર ઉભડક પોઝિશન લીધી. મારા બંને પડખે એના એક એક ઘૂંટણ હતા. એના શરીરે ફક્ત ટોવેલ વીંટાળેલો હતો.

આકાશે પોતાની બેઉ હથેળીમાં હર્બલ ઓઇલ લઇ માલિશ કરવાની શરૂઆત કરી. મારા ખભાથી કમર સુધી તબક્કાવાર હથેળીના વત્તા ઓછા દબાણ સાથે લગભગ દસેક મિનિટ સુધી મને મસાજ આપ્યો.

મન પ્રફુલ્લિત અને તન હળવુફૂલ થઇ ગયું. થાક જોજનો દૂર ભાગી ગયો. હજુ પણ આકાશના હાથ મારી પીઠ પર હળવે હળવે ફરી રહ્યા હતા.

મારા પ્રફુલ્લિત મનમાં પ્રણયેચ્છા જાગી ઉઠી. જાણે મારા મનનો અણસાર પામી ગયો હોય તેમ આકાશે મારા પેટ અને છાતી ફરતાં હાથ વીંટાળી મને ઉંચી કરી. હવે અમે બંને બેડ પર ધૂંટણભર ઉભા હતાં. મારી પીઠ પાછળ આકાશની છાતીનો ઉન્માદક સ્પર્શ થઇ રહ્યો હતો.

આકાશે મારો અંબોડો છોડ્યો મારા ખુલ્લા થયેલા વાળમાં આંગળીઓ ફેરવી પછી બધાં વાળ ડાબા ખભા તરફ કર્યા અને તરત જ જમણી તરફ ડોક અને ખભા વચ્ચે બચકું ભર્યું સાથે જ એણે બંને હાથે મારા બેઉ ઉરોજ દબાવ્યા. બચકું ભરવાની અને ઉરોજ પર દબાણ આપવાની બંને ક્રિયા એક સાથે થવાથી મારા શરીરમાંથી જાણે વિજળી પસાર થઈ ગઈ.

આકાશે એક હાથ મારી કમર ફરતે વીંટાળી બીજા હાથે મને આગળ તરફ ઝુકાવી. હવે હું મારી કોણીઓ અને ધૂંટણ પર ઝુકીને ઉભી હતી. મારું માથું તકિયા તરફ હતું. આકાશ મારી કમર તરફ હતો. એણે મારા બધા વાળને એક મુઠ્ઠીમાં પકડી જાણે લગામ ખેંચતો હોય તેમ મારા વાળ પાછળ તરફ ખેંચ્યા મારી ગરદન ઝટકાથી ઉંચકાઇ એજ ક્ષણે બીજા હાથની હથેળી વડે મારા નિતંબ પર જોરથી થપાટ મારી.

થપાટ વાગતાં જ મારી અંદર કામાગ્નિ એની પુરી ક્ષમતાથી ભડક્યો. મારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી ગયું. મારાથી હવે રહી શકાતું નહોતું, મારી તડપ વધી રહી હતી. આકાશના અંગની હળવી ગરમીનો અનુભવ થતાં મને ખ્યાલ આવ્યો કે હવે એની કમર ફરતે ટોવેલ રહ્યો નથી. વળતી ક્ષણે એનો પ્રવેશ થયો અને એક અવર્ણનીય સફરનો આરંભ થયો.

**

સવારે વહેલા ઊઠી ટ્રેન પકડીને અમે સુરત પહોંચ્યા. માલતી ફઈના ઘરે પહોંચી હું તો સીધી અંદરની રૂમમાં ગઈ. જમાઇ બહુ વર્ષે આવ્યા હોવાથી એની સરભરા કરવામાં મારા વર્તાવ પર ફઈનું ખાસ ધ્યાન ના ગયું.

રૂમમાં જઈને માળિયામાં રાખેલી પેટીઓમાંથી જુના આલ્બમ્સ કાઢ્યા. બહાર આકાશે ફઈને વાતોમાં પરોવી રાખ્યા હતા.

મને મમ્મીનો ચહેરો એકદમ ધૂંધળો યાદ હોવાથી ફોટો શોધવામાં તકલીફ પડી રહી હતી. લગભગ પંદર વીસ મિનિટ સુધી આલ્બમ ફંફોળ્યા પછી એક ફોટો હાથ લાગ્યો. બ્લેક એન્ડ વ્હાઈટ ગ્રુપ ફોટો હતો એ, કોઈના લગ્નનો. મધ્યમ બાંધો, કપાળમાં ચાંદલો, માથામાં વેણી, થોડી અસ્તવ્યસ્ત એવી સાડી. ફોટોમાં મમ્મી બીજી હરોળમાં ઉભી હતી એટલે આખી નહોતી દેખાતી. જેટલી પણ દેખાતી હતી એ મારા માટે ઘણી હતી. મુંબઈ જઈને ટેકનોલોજીની મદદથી ફોટો રિકન્સ્ટ્રક્ટ કરાવી શકાય તેમ હતો.

ફોટો પર્સમાં મૂકી હું બહાર આવી. ફઈ રસોઈ બનાવવા ઉઠ્યા.

ફઈના ઘરે અમારે જમવુ નહોતુ, અમે ખૂબ આનાકાની કરી પણ ફઈ માન્યા નહી.

તમે તમારા જમાઈ સાથે બેસો રસોઈ હું બનાવું છુંફઈને આકાશ પાસે બેસાડીને હું કિચનમાં ગઈ.

આમ બીજી બધી રીતે માલતી ફઈ સારા છે. હું નાનપણથી એમને ત્યાં મોટી થઇ. એમણે એના ત્રણ દિકરાઓ અને મારી વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો નથી. એમનો સ્વભાવ થોડો કચકચીયો ખરો પણ એમાં એનો દોષ નહોતો. ફૂઆની ટાંચી આવકમાં છ જણાંના પેટ ભરવાનાં અને ઉપરથી વહેવાર સાચવવાનો. ફઈને ખરેખર એક સાંધે ત્યાં તેર તૂટતા. પણ એણે નિભાવી લીઘું.

જમીને બપોરની દોઢ વાગ્યાની ટ્રેન પકડીને અમે મુંબઈ રવાના થઈ ગયાં.

સુરત જઇ આવ્યે અઠવાડિયુ થઇ ગયું. ડો. મહેતાને ત્યા મારી IVF ટ્રીટમેન્ટ ચાલુ થઇ ગઇ હતી. આજે મમ્મીનો ફોટો પણ તૈયાર થઈને આવી ગયો.

મારી મમ્મી કેવી દેખાતી હતી એ કેટલાય વર્ષો પછી આજે પહેલી વાર જોયુ. મોટી ભાવવાહી આંખો, સુરેખ નાક પાતળા હોઠ. હોઠની જરાક ઉપર જમણી તરફ કાળો તલ. ખરેખર રૂપાળી હતી મારી માં.

માંનો ખોળો કેવો હોય એ તો મને ખબર નથી. હું માંના ફોટાને મારા ખોળામાં લઇને નિહારતી રહી.

અચાનક મને પ્રિયા યાદ આવી. મમ્મીનો ફોટો સ્ટેન્ડ પર મૂકીને મેં પ્રિયાને ફોન લગાવ્યો. આજે પણ એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. મને ચિંતા થઈ અમને માં દિકરીને મળાવીને ક્યાં ચાલી ગઇ પ્રિયા? શું એ ફક્ત આટલા માટે જ આવી હશે મારી લાઈફમાં? આ તે કેવું ઋણાનુબંધ? શું આટલી જ લેણાદેવી હશે અમારી? મારુ પત્રકાર દિમાગ આ માનવા તૈયાર નહોતું. મે પ્રિયાનો પત્તો મેળવવાનું નક્કી કર્યું.

મારી પાસે સુરતની સ્કૂલમાં સાથે ભણેલા એક બે જણાંના નંબર હતા એ લોકોને ફોન કરીને બીજાઓના નંબર મેળવ્યા. એ લોકોની પૂછપરછ કરી, એમની પાસેથી હજુ બીજાનાં નંબર લીધા. ત્રણ દિવસ સુધી લગાતાર ફોન કરતી રહી, પણ બારમાં ધોરણ પછી એ આખુ કુટુંબ સુરત છોડી ગયું હતું એથી વિશેષ કોઈને પ્રિયા વિષે કશી જાણકારી નહોતી. પ્રિયા સોશિયલ મીડિયા પર જો ક્યાંય એકટીવ હોય તો જરૂર મળી જશે એ આશાએ ફેસબુક, ટ્વિટર, ઈંસ્ટાગ્રામ બધું ફંફોળી નાખ્યું પણ પરીણામ શૂન્ય.

**

દિવસે પોસ્ટપોન થયેલી મિ. રાજવંશ સાથેના ઈન્ટરવ્યુની એપોઇન્ટમેન્ટ મળી ગઈ. એમ તો મેં ઘણી તૈયારી કરી લીધી હતી. જોકે એડિટરે મને ઢગલો સૂચનાઓ આપી રાખી હતી. મિ. રાજવંશ મુંઝવણમાં મુકાઇ જાય તેવા પ્રશ્નો ટાળવાની સૂચના એમાં મુખ્ય હતી.

ઈન્ટરવ્યુ સાંજના ચાર વાગ્યે હતો. હું સાડા ત્રણ વાગ્યે હેમંત રાજવંશનાં બંગલોના ગેટ પર પહોચી ગઈ. એ બંગલો નહીં પણ રાજમહેલ વધુ લાગતો હતો.

હેમંત રાજવંશના બંગલા ફરતે ગજબની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રીતસરનો સુરક્ષિત કિલ્લો હોય એવું ભાસતું હતું.

બધા સિક્યોરિટી પ્રોટોકોલ્સ પુરા કરવામાં લગભગ પંદર મિનિટ લાગી. છેવટે એક ઓફિસર જેવો લાગતો સિક્યોરિટીમેન મને વિશાળ લોન પસાર કરાવીને બંગલાના મુખ્ય હોલ સુધી દોરી ગયો.

અમારા આખા ઘર કરતાં પણ ક્યાંય મોટો બંગલાનો હોલ હતો. આખા હોલમાં કૉર્નર ટુ કૉર્નર એક ઈંચ સુધી પગ ખૂંપી જાય એવી કારપેટ બિછાવેલી હતી.

હું હોલમાં રાખેલા સોફામાં બેઠી અને નિરિક્ષણ કરવા લાગી. હોલમાં મારા સિવાય બીજા પણ આગંતુકો હતા. પાંચેક સિક્યોરિટી ઓફિસર્સ થોડા થોડા અંતરે ઊભા હતાં. ત્રણ ચાર મહિલા વેઇટ્રેસ મહેમાનોની સરભરામાં લાગેલી હતા. મેં બેઠક લીધી એની થોડી વારમાં એક વેઇટ્રેસ ચહેરા પર મોહક સ્મિત સાથે વેલકમ ડ્રિન્કની ટ્રે લઈને આવી. ટ્રેમાં ચાર અલગ અલગ પ્રકારના ડ્રિન્કસ હતા, મેં મોકટેલ લીધુ.

ચાર વાગવામાં હજુ દસેક મિનિટ બાકી હતી. મે નિરિક્ષણ ચાલુ રાખ્યું.

હોલની વચ્ચોવચ એક જાજરમાન મહિલાની મૂર્તિ રાખવામાં આવી હતી. મારા અંદાજે એ મૂર્તિ કદાચ ગાયત્રી દેવીની હશે. મૂર્તિની ઉપર એક વિશાળ ઝુમ્મર હતું. મૂર્તિની જમણી બાજુ એક રિસેપ્શન કાઉન્ટર હતું જેમાં એક અત્યંત સુંદર યુવતી બેઠી હતી. હોલનાં પ્રવેશદ્વારની બરાબર સામેની દિશામાં એક વિશાળ દાદર હતો જે પહેલે મજલે જતો હતો. થોડા પગથીયાં પછી બે દિશામાં વહેંચાઈ જતો એ દાદર જુના જમાનાના રાજમહેલનો આભાસ કરાવતો હતો. હોલની સામસામી બંને બાજુ બે બે દરવાજા હતાં. એ દરવાજા પાછળ મોટા મોટા કોન્ફરન્સ રૂમ હતાં જયાં હેમંત રાજવંશ પોતાની મિટીંગ્સ કરતાં.

હોલની દરેક દીવાલ પર થોડા થોડા અંતરે સુંદર કોતરકામ કરેલી ફૂલ સાઇઝની ફ્રેમમાં સુંદર તૈલચિત્રો મઢાવીને રાખવામાં આવ્યા હતા. મને એ ચિત્રોમાં રસ પડ્યો. દરેક ચિત્ર નજીકથી જોવા માટે હું ઉભી થઇ. તરત જ એક સુટેડ બુટેડ સિક્યોરિટી ઓફિસર મારી પાસે આવ્યો મે આઈ હેલ્પ યૂ મેમ?નમ્રતા પુર્વક એણે પૂછ્યું.

નોટ એક્ચુલીમેં મોકટેલનો ગ્લાસ હાથમાં રમાડતાં કહ્યુ. “આઇ વોન્ટ ટુ સી ધીઝ પોટ્રેઇટસ્ ક્લોઝલી

શ્યોર મેમએ અદબ પુર્વક થોડો પાછળ હટતા બોલ્યો.

એક પછી એક ચિત્ર હું ધ્યાનથી જોવા લાગી. અમૂક ચિત્રો કળાત્મક હતાં તો અમૂક મિ. હેમંત રાજવંશના દાદા પરદાદાઓનાં હતાં. બધા ચિત્રો અદભૂત હતા.

એક ચિત્ર પર મારી નજર પડી અને મને આઘાત લાગ્યો, હૃદય એક ધબકારો ચૂકી ગયું, મારા પગ થંભી ગયાં. એ એક યુગલ ચિત્ર હતું. એ ચિત્રમાં મિ. રાજવંશ એક અત્યંત સુંદર યુવતીના ખભા પર હાથ રાખીને ઉભા હતાં.

થોડા કદમ દૂર ઉભેલા સિક્યોરિટીને બોલાવીને ખાતરી કરવા મેં પુછ્યું આ ચિત્રમાં કોણ કોણ છે?

મિસ્ટર એન્ડ મિસિસ રાજવંશએ બોલ્યો.

હેએેએ...” મને માનવામાં ન આવ્યું હોય તેમ મારા મોઢેથી આશ્ચર્યનો ઉદગાર નીકળી ગયો.

હું કદાચ સમજી નહીં હોય એમ માનીને એકદમ ચોખવટ પાડતાં એ બોલ્યો. મેમ, હિ ઇઝ અવર બોસ એન્ડ શી ઈઝ હિઝ વાઇફ

મને લાગ્યું કે મારાં હાથમાંથી મોકટેલનો ગ્લાસ પડી જશે.

લવલી કપલ..રીયલીસિક્યોરિટીને કોઈ ખોટી શંકા ના જાય એટલા ખાતર મે પોતાની જાતને સંભાળતા ચહેરા પર પરાણે સ્માઈલ લાવીને કહ્યું.

પણ અંદરથી તો હું હચમચી ગઈ હતી કેમ કે સિક્યોરિટી ઓફિસર ચિત્રમાંની જે સ્ત્રીને મિ. રાજવંશની પત્ની તરીકે ઓળખાવી રહ્યો હતો એ સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ પ્રિયા હતી.

હા, આપણી જ પ્રિયા.

ક્રમશઃ

**

શું પ્રિયા ફક્ત અવનીની એની મમ્મી પ્રત્યેની નફરત દૂર કરવામાં નિમિત્ત માત્ર હતી? કે બીજો કોઈ રોલ પણ બાકી હતો પ્રિયાનો?

તો પછી પ્રિયાનો મોબાઈલ હંમેશાં સ્વિચ ઓફ કેમ આવતો હતો?

શું પ્રિયા સાચે જ હેમંત રાજવંશની પત્ની હતી?

રાજવંશ સાથેના ઈન્ટરવ્યુમાંથી કોઈ નવા રહસ્યો ખુલશે?

આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચો નવલકથાનો આગામી ભાગ.

**

મારા પ્રિય વાચક મિત્રો, આ ધારાવાહિક નવલકથા વિષે આપના અમૂલ્ય પ્રતિભાવ જણાવશો.