The trauma of suicide... in English Moral Stories by Sanskruti Rathod books and stories PDF | આપઘાત નો આઘાત...

Featured Books
Categories
Share

આપઘાત નો આઘાત...

અજય એક સરળ, ડાયો,સ્વભાવ માં શાંત અને દેખાવ માં એટલો જ ઉજળો,મોટી આંખો અને અણિયાળા નાક ની નક્ષી વાળો દરેક છોકરી ને એક વખત માં ગમી જાઈ એવો......બધા એવું કહેતા કે મહેશભાઈ ને વિભાબેહેન નું બધું જ રૂપ ભગવાન એ તેના પેહલા સંતાન ને આપી દીધું છે.....અજય ઘર માં સૌથી મોટો અને એનાથી નાની એની સૌથી લાડકી બહેન વિદ્યા એક દમ ચુલબુલી,પ્રેમાળ ને સાથે એટલી જ જીદ્દી આમ ચાર વ્યક્તિ ઓ નો નાનો પરિવાર.....એક દમ પેલા સૂત્ર જેવું નાનું કુટુંબ સુખી કુટુંબ....

બધા ખુબજ ખુશ અને પોતપોતાની જીંદગી માં વ્યસ્ત,પણ સાથે એટલો જ એકબીજા ને પ્રેમ કરતા ને એક બીજા માટે સમય કાઢતા.....
અજય એન્જિનિયરિંગ નાં છેલ્લા વર્ષ માં હતો....ભણવા માં હોશિયાર અને એટલો જ કુશળ પોતાની સુજબુજ સાથે નવું ને નવું શોધખોળ કરવામાં.....છેલ્લા વર્ષ ની પરીક્ષા માં જ કેમ્પસ ઈન્ટરવ્યુ માં સારામાં સારી કંપની માં સારી એવી પોસ્ટ મળી ગઈ...... તે દિવસે અજય ખૂબખૂબ ખુશ હતો..

કેમ કે આજે એનું જોયેલું એક સપનું પૂરું થવા જઈ રહ્યું હતું..... બધા મિત્રો સાથે બહાર પોતાના જીત ની ખુશી ઉજવવા ગયો.....પણ એ અજાણ હતો કે હજી એના જીવન માં બીજી ઘણીબધી ખુશીઓ આવવાની બાકી હતી....મિત્રો બધા ભેગામળી એક કેફે માં ગયા....બધા એ ખુશી નો ઉત્સવ મનાવ્યો...પાર્ટી પત્યા પછી અજય કેશ કાઉન્ટર પર બિલ આપવા ગયો.....બિલ નાં પૈસા ગણતા ગણતા અજય ની નજર કેશ કાઉન્ટર પર બેસેલી છોકરી પર ગઈ.... કાળી અણિયાળી આંખો,ગુલાબી હોઠ,ચેહરા પર સરળતા ની નમણાશ અને સૌથી વધારે એની સુંદરતા માં વધારો કરતો એના હોઠ પર નો કાળો તલ.....અજય જોતાની સાથે બસ એ રૂપ માં ખોવાઈ ગયો....ત્યાં અવાજ આવ્યો હેલ્લો સર...તમારું બિલ...
અજય પોતાની દુનિયા માં થી પાછો આવ્યો અને હોઠો પર આછું સ્મિત ફરકાવી બિલ પે કર્યું......

અજય એ ત્યારે તો એ કેફે છોડી દીધુ પણ એ ચેહરો એના દિલ અને દિમાગ બંને માં અર્જુન નાં બાણ ની જેમ આરપાર નીકળી ગયો હતો......અજય એક ખોવાયેલા મન અને પોતાની ખુશી સાથે મમ્મી પપ્પા માટે મીઠાઈ ને એની લાડકી વિદ્યા માટે બહુ બધી ચોકલેટ લઈ ને ગયો.....ને બધા સાથે પોતાની ખુશી ની ઉજવણી કરી....

વિદ્યા પણ આજે બહુ ખુશ હતી કેમ કે એના ભાઈ નું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું જે ને એ પોતાના જીવ થી પણ વધારે વાહલો હતો....અજય એ વિદ્યા ને ચોકલેટ આપી પોતાની ખુશી વ્યક્ત કરી સાથે સાથે આજે કેફે માં થયેલી ઘટના ને પણ પોતાનું દિલ ખોલી વિદ્યા સામે કરી.....વિદ્યા શાંતિ થી બધું સાંભળતી રહી.....ને ઉધરસ ખાતા બોલી..... ઓહો...આજે તો મારા ભાઈ ને એના દિલ ની રાણી મળી ગઈ.....ને અજય ની મજા લેવા માંડી....... અજય બોલ્યો...ઓ ઊંદડી વધારે ઉછળ નહિ...ભાભી ભાભી કરી....મને નાં તો એનું નામ ખબર છે નાતો એ ખબર છે કે ફરી હું ક્યારેય એને મળીશ કે નહિ.....ઓ દેવદાસ એમાં શું કાલ ફરી જજે કેફે ને મળી આવજે ને સાથે નામ ને નંબર પણ જાણતો આવજે......બાકી કંઈ જરૂર હોઈ તો ડિટેક્ટર વિદ્યા તમારી સેવા માં હાજર છે સર....સલામી આપી હસતી કૂદતી વિદ્યા તેના રૂમ માં વાંચવા જતી રહી....ને અજય ફરી પેલા ચેહરા માં ખોવાઈ ગયો......

સવારે એક દમ ટીપટોપ થઈ ને અજય ભાઈ ઓફિસ માટે નીકળી પડ્યા .....પણ તૈયાર થઈ ને જવા પાછળ નું કારણ ઓફિસ નાં પેહલા દિવસ કરતાં ફરી પેલી છોકરી ને જોવા જવાનું હતું...... પેહલો દિવસ ઓફિસ માં વિતાવ્યા પછી એ સિધોજ પેહલા કેફે માં ગયો .....પેહલા તો જઈ ને સીધું કેશ કાઉન્ટર જોયું રૂપસુંદરી ને ત્યાં જોઈ તો ભાઈ ને મન માં તો બહુ ખુશી થઈ પણ એ ખુશી ને દબાવી એકદમ કેશ કાઉન્ટર ની સામે નાં ટેબલ પર જઈ બેસી ગયો.....ધીમે ધીમે આ અજય ની દિનચર્યા બની ગઈ.....રોજ નું બે ઘડી ની વાતો ને કલાક નાં નિહાળવાના સમય સાથે અજય ને થોડી થોડી જાણકારી મળી....એ સુંદરી નું નામ આર્યા છે અને એ કેફે ની માલિક છે.....આટલી જાણકારી સાથે હવે આર્યા અને અજય વચ્ચે રોજ એક બીજા ને નિહાળવા નો અને સ્મિત આપલે કરવાનો સંબંધ બંધાઈ ચૂક્યો હતો......

અજય રોજ આવી ને જે કંઈ પણ થયું હોઈ એ વિદ્યા ને જણાવતો ને વિદ્યા મશ્કરી સાથે ભાઈ ને થોડું ઘણું જ્ઞાન પણ આપી દેતી.....

અજય નાં પ્રેમ અને કરિયર ની ગાડી ધીમે ધીમે ને પોતાની મંજીલ સુધી એક દમ સીધી જઈ રહી હતી ......અજય ને આર્યા માં હવે મિત્રતા થઈ ગઈ હતી.....ને થોડા સમય માં એ મિત્રતા પ્રેમ નો વળાંક પણ લઈ રહી હતી.....ને સાથે અજય પોતાની કંપની માં પણ પોતાની કુશળતા નાં લીધે સારી એવી સફળતા પ્રાપ્ત કરી રહ્યો હતો.....

આજે અજય બહુ ખુશ હતો કેમ કે આજે એજ દિવસ હતો જે દિવસે એને પોતાના જીવન માં એની મનગમતી નોકરી અને છોકરી મળી હતી.....અને એ ખુશી એ વિદ્યા ને જણાવતો હતો કે ઉંદડી જીવન કેટલું સરસ ચાલી રહ્યું છે....ભગવાન એ મને બધી જ ખુશીઓ આપી દીધી છે......વિદ્યા એ આ વાત સાંભળી અજય ની નજર ઉતારી ને બોલી તો હવે ભાભી મળી ગઈ છે એના સમાચાર મમ્મી પપ્પા ને પણ જણાવો તો તમારી ખુશી માં શરણાઈ ને ઢોલ નાં સુર પણ મળી જાઈ....હા કઈ દઈશ પણ આજે હું આર્યા ને એક વાર ઓફિસિયલ લગ્ન માટે પૂછી લવ મને એનો જવાબ તો ખબર જ છે છતાં એક વખત દિલ ને શાંતિ મળે એ માટે એક વાર પૂછી લવ.....સારું પૂછી લે પછી સાંજે બંને ભાઈ બહેન મળી મમ્મી પપ્પા ને કહીશું...

આટલી વાત થયા પછી અજય તૈયાર થઈ આર્યા ને મળવા ગયો....વચ્ચે એક દુકાન માંથી મસ્ત એક રીંગ ને એક તાજા ફૂલો નો ગુલદસ્તો પણ લેતો ગયો....આજ ની મુલાકાત આર્યા નાં કેફે માં નહિ પણ એક સુંદર એવા બગીચા માં હતી.....અજય એક બેન્ચ પર બેસી આર્યા ની રાહ જોતો હતો.....એટલી જ વાર માં આર્યા સફેદ ડ્રેસ માં લાલ બિંદી લગાવી દૂરથી આવતા દેખાઈ....એને જોતાં જ અજય નાં મો માંથી નીકળી ગયું....આયહાય ખુદા ને ક્યાં કમાલ ખૂબસૂરતી સજાઈ હે.....આ સાંભળી આર્યા શરમ થી લાલ થઈ ગઈ....અજય એ પોતાનો હાથ લંબાવ્યો ને આર્યા ને બેન્ચ બર બેસાડી....ને પોતે ગોઠણ વાળી એક દમ રોમેન્ટિક અદા માં બેઠો....આર્યા ની આંખ માં આંખ પરોવી બોલ્યો જો મને ગોળ ગોળ વાત કરતા કે શાયરી બોલતા તો નહિ આવડે પણ શું તું મારી સાથે લગ્ન કરીશ?શું તું મારો સ્વીકાર કરીશ? શું તું મારા પરિવાર નો સ્વીકાર કરીશ ? આટલા પ્રશ્ન પૂછ્યા પછી અજય એ ખીચા માંથી રીંગ કાઢી.....આર્યા એક દમ મૌન હતી.....અજય બોલ્યો અરે શું થયું મારી રાણી? કેમ ચુપ છે.... કંઈક તો બોલ....આર્યા એ હવે પોતાની ચુપી તોડી બોલી.....અજય તુ ગાંડો થઈ ગયો છે?.....અજય ઘડીક વિચારમાં પડી ગયો પછી પૂછ્યું કેમ? શું કેમ મે તને ક્યારે કીધુ કે હું તારી સાથે લગ્ન કરીશ.....અને તે વિચારી પણ કેવી રીતે લીધું કે હું તારા સાથે લગ્ન કરીશ જો અજય ધ્યાન થી સાંભળી લે આપડી વચ્ચે જે કંઈ પણ હતું થોડા સમય માટે હતું.... આપડા વચ્ચે નાં તો કંઈ કાયમ માટે હતું નાં થશે.....આર્યા તો અત્યાર સુધી આપડા વચ્ચે હતું તે શું હતું? તુ કહેતી હતી કે હું તને પ્રેમ કરું છું એ શું હતું?....અજય તુ અત્યાર નાં સમય સાથે જ જીવે છે ને....હા મને તારી સાથે વાતો કરવી ગમે છે,તારી સાથે સમય વિતાવવો ગમે છે પણ એનો મતલબ એવો થોડો છે કે હું તારી સાથે લગ્ન કરી લવ.....અને સંભાળ આ આપડી છેલ્લી મુલાકાત છે આજપછી આપડે નાં ક્યારેય મળીશું ના ક્યારેય વાત કરીશું.....ને મારો પીછો કરવાનો પ્રયત્ન પણ ન કરતો......આર્યા બધું બોલતી રહી ને અજય સંભાળતો રહ્યો .....આર્યા ને પેહલી વાર જોઈ ને જે રીતે એનો ચેહરો દિલ ને દિમાગ પર હાવી થઈ ગયો તો એમજ આર્યા નાં બોલાયેલા શબ્દો....અજય ને વીંધી ને નીકળી ગયા.....ક્યાંય સુધી તો અજય ને શું થયું અને શું કરવું એજ ના સમજાયું હાથ મા રીંગ નું બોક્સ પકડી કલાકો સુધી બસ બેસી રહ્યો ને આંખ માંથી મોતી જેવા આંસુ વેહતા રહ્યા.....થોડા સમય પછી સ્વસ્થ થઈ ઘરે ગયો.....ઘરે જતા વિદ્યા પાસે ગયો પણ વિદ્યા ની પરીક્ષા હોવાથી એ વાંચતી હતી એટલે અજય એ એને હેરાન નાં કરવાનું વિચારી.....ચૂપચાપ પોતાના રૂમ માં જતી રહ્યો.....

આખી રાત આર્યા ની કહેલી વાતો સાથે પડખા ફરતો રહ્યો પણ ઊંઘ નાં નામે એક જોકુ પણ નાં આવ્યું સવારે ચૂપચાપ તૈયાર થઈ....વિદ્યા ને best of luck કહી ને નીકળી ગયો.....અજય સાથે થયેલી આ ઘટના એના ખુશખુશાલ જીવન માં મુસીબત બની ને આવી ....આ વાત ની અસર ધીમે ધીમે અજય નાં કામ પર પડવા લાગી....કેટલીય રતો નાં ઉજાગરા ને માનસિક તણાવ આ બધા ની અસર કામ પર થઈ ને એના લીધે એક દિવસ એના હાથ માંથી પોતાનું જોયેલું સપનું પણ જતું રહ્યું......હવે અજય નાં દુઃખી થવા પાછળ બે કારણો જોડાઈ ગયા....ને આ બંને વાતો એને અંદર ને અંદર થી ખાતી રહી હવે નાં તો એ કંઈ નવું વિચારવા સક્ષમ નાં કોઈ સાથે વાત કરવા.....નાં ઘર માં કોઈ ને કહી શકતો હતો નાં અંદર ને અંદર સહી શકતો હતો....અને આ બધા માં એ dipression નો શિકાર બનતો ગયો.....પોતાના દુઃખ માં એને પોતાની આજુબાજુ ને પોતાના ઘર માં શું ચાલી રહ્યું છે એ પણ જાણ નોહતી......હવે એના વિચારો એના પર હાવી થતા હતા ને એ એના વમળ માં ફસાતો જતો હતો.....લોકો સામે. ઘર નાં સામે ખુશ રેહવું ને અંદર ને અંદર થી મુંજાવું એના થી સહન નોહતું થતુ....પોતાનો જીવ ટુંકાવી દેવો, જીવન નો ભાર લાગવો આવા વિચારો એના પર હાવી થવા લાગ્યા.....ને સાથે એ વિચાર દૂર કરવા કે સમજવા માટે પણ એની પાસે કોઈજ નોહતુ.....

અને એક દિવસ ખરેખર એનો એ વિચાર એના પર કાળ બની ને આવ્યો અને પોતાનો જીવ ટુંકાવી દેવા માટે એણે પંખા પર દોરી બાંધી.....અને ટેબલ પર ચડ્યો, ફાંસી ગળા માં લટકાવી ને ટેબલ ખસેડવા જાઈ ત્યાં જ વિદ્યા નો msg આવ્યો ખિચા માંથી ફોન કાઢી msg વાચે છે......msg વાંચતા ની સાથે એના પગ ધ્રુજવા લાગ્યા ને ધ્રુજારી નાં લીધે ટેબલ પગ નીચે થી ખસી ગયું....ને ફાંસી ગળા માં ફસાઈ ગઈ....અજય વલખાં મારવાં લાગ્યો શ્વાસ લેવા માટે....પોતાને બચાવવા માટે ફાંસી કાઢવા તનતોડ પ્રયાસો કરવા લાગ્યો....અને અંતે દોરી તૂટી ગઈ ને એ નીચે પડ્યો......અજય શ્વાસ લેવાયો નઈ લેવાયો દોડતો વિદ્યા નાં રૂમ માં ગયો....રૂમ નો દરવાજો અંદર થી બંધ હતો.....અજય પ્રયાસ કરતો હતો પણ શ્વાસ નાં લઈ શકવાના કારણે એ દરવાજો તોડી શકતો નાં હતો....અવાજ થવા નાં કારણે મમ્મી પપ્પા પણ દોડતા દોડતા વિદ્યા નાં રૂમ પાસે આવ્યા....હવે અજય અને એના પપ્પા બંને દરવાજો ખોલવાના પ્રયાસો કરવા લાગ્યા....અને દરવાજો ખુલતાની સાથે જ અચંબિત થઈ ગયા.....પંખા પર વિદ્યા નો મૃતદેહ લટકી રહ્યો હતો......આ જોઈ અજય નાં મગજ માં વિદ્યા નાં શબ્દો ફરવા લાગ્યા.....ભાઈ મને માફ કરજે ને અને મમ્મી પપ્પા નું ધ્યાન રાખજે....તારી બહેન ભવિષ્ય ની પરીક્ષા માં નાપાસ થઈ ગઈ ....મારા સપનાં ઓ ને જીવવા માં અસફળ થઈ ગઈ મમ્મી પપ્પા નું નામ ઊંચું કરવાના બદલે ડુબાડી દીધુ તો મને કોઈજ હક નથી આ જીવન જીવવાનો....thank you ભાઈ અત્યાર સુધી નાં સાથ માટે......ને sorry આગળ તમારા એકલા જીવન માટે....આ એ શબ્દો હતા જે અજય ને પોતાના આપઘાત પેહલા મળેલા વિદ્યા નાં msg માં લખાયેલા હતા......

આ દ્રશ્ય જોયા પછી અજય પાસે કંઈ જ કરવા કે કેહવા માટે વધ્યું હતું.....બસ એ એની આજુબાજુ થઈરહેલી હલનચલન જોઈ રહ્યો હતો....એના મમ્મી નો આક્રંદ સાંભળી રહ્યો હતો....કે વિદ્યા કેમ તે આવું કર્યું બેટા? શું ખોટ રહી ગઈ હતી અમારી પરવરિશ માં,અમારા સંસ્કારો માં,અમારા પ્રેમ માં,અમારા ગુસ્સા માં,અમારી લાગણી ઓ માં,અમારી જીમેદારી માં...કે તે આવું પગલું ભર્યું અમે 20 વર્ષ પેહલા તારું હસતું મો જોઈ નવું જીવન જીવતા શીખ્યા હતા....તારા 20 વર્ષ પછી નાં આ પગલાં ભર્યા પછી અમે શું કરીશું..... તે જતા પેહલા એક વાર પણ તે અમારું નાં વિચાર્યું.....

અજય એના મમ્મી પપ્પા ને જોઈ વધારે દુઃખી થયો ને વિચારવા લાગ્યો કે કદાચ વિદ્યા નો msg મને નાં આવ્યો હોત તો??? મમ્મી પપ્પા પોતાના 2 સંતાન નાં મૃત્યુ નું દુઃખ કેવી રીતે સહન કરેત? જો મે આપઘાત કરવાનું નાં વિચાર્યું હોત તો હું મારી ઊંદડી ને બચાવી શક્યો હોત..... જો હું મારા દુઃખ ને સાંભળતા શીખી ગયો હોત તો હું આજ મારી વિદ્યા ને નાં ખોઈ બેસયો હોત.....આ જ વિચારો , પસ્તાવો ને દુઃખ અજય ને પોતાના માનસિક તણાવ માંથી બહાર લાવ્યા....અને ત્યારે એણે વિચાર્યું કે આજ પછી હું મારાથી થતાં પ્રયત્ન કરીશ આ સમાજ ને આજ નાં યુવાનો ને આ વિચાર થી બહાર લાવવા માં જીવન ની કિંમત સમજાવવા માં, અને સાચો રસ્તો બતાવવા માં.....અને એનું પેહલું પગલું હતું અજય નું આર્ટિકલ.....

આપઘાત નો આઘાત.....

આપઘાત આ શબ્દ જેટલો ભરીભરખમ છે ને એના કરતા પણ વધારે પીડા દાયક પોતાના માટે અને દુઃખ દાયક પોતાના લોકો માટે હોઈ છે.....

આજ કાલ નાં મારા અને તમારા જેવા યુવાનો મુશ્કેલી નો સામનો કરવા નથી માંગતા અથવા નાં મુશ્કેલી નો સામનો કરવાની હિંમત નથી રાખી શકતા .....પોતાનું દુઃખ કહી નથી શકતા અથવા કેહવાં નથી માંગતા....મોજ શોખ જોઈએ છે જીવન માં પણ એનું એનું ખરાબ પરિણામ સહન નથી કરી શકતા અને એના પરિણામ સ્વરૂપે એમને એમના માટે એક જ સાચો રસ્તો દેખાઈ છે પોતાનું જીવન ટૂંકાવી દેવું.....પણ ખરેખર આ કેટલા અંશે સાચુ છે???

પરંતુ એ યુવાન કે એ વ્યક્તિ પોતાનું જીવન ટુંકાવતા પેહલા એક વાર પણ વિચાર કરે છે કે એના આ પગલાં લેવા પાછળ એના માં બાપ નું શું થશે? જેણે આટલા વર્ષ તમને પોતાના જીવ જેમ સાચવ્યા એનું શું?તમારા પરિવાર નું શું? જે બહેન વર્ષો થી તમારી રક્ષા માટે રાખડી બાંધે એ બેન ની પ્રાર્થના નું શું? જે તને દુનિયા ની ખરાબ નજર થી અત્યાર સુધી સાચવતો હતો એ ભાઈ નાં પ્રેમ નું શું? સુખ દુઃખ માં સાથ આપતા એ મિત્ર નો શું વાંક? તમારું અડધું અંગ બની સાથે રીતી પત્ની નાં પ્રેમ નું શું? તમારા બાળક ની તમારી સાથે જોડાયેલી આશા નું શું તમારા વગર એનું ભવિષ્ય શું? આટલા બધા નાં પ્રેમ,લાગણી નું કંઈ જ મૂલ્ય નહિ તમારા 2 વર્ષ નાં પ્રેમ પાછળ?,તમારી બે મહિના ની નોકરી છૂટી જવા પાછળ? પૈસા ની તંગી પાછળ? ઘડીક નાં ઘર કંકાસ પાછળ? પરીક્ષા માં એક વખત નાપાસ થવા પાછળ?

ખરેખર આ બે ઘડી નું દુઃખ એટલું બધું અઘરું હોઈ છે? કે એમાંથી તમે ક્યારેય બહાર જ નાં આવી શકો? એની સામે તમે લડત નાં આપી શકો? અને તમે દુનિયા નું સૌથી દુઃખ આપનારું કે પીડા આપનારું કામ કરવા તમે મજબૂર થઈ જાવ.....

જો તમે કોઈ મુશ્કેલી માં છો તો તમે તમારા મિત્રો,પરિવાર,પત્ની ને કેમ નથી કઈ શકતા શું એ લોકો નઈ સમજે તમને ? શું એ તમને સાચી દિશા નહિ બતાવે? બતાવશે જરૂર થી સાચી દિશા બતાવશે જ્યારે પણ જીવન ટૂંકાવવાનો વિચાર આવે ત્યારે તમારા થી જોડાયેલી વ્યક્તિ ને પૂછજો કે મારા જીવન ની તારા માટે કિંમત શું???

એનો જવાબ સાંભળી ને જો તમને તમારા જીવન ની કિંમત સમજાય ને તો તમારું જીવન ભલે તમારા માટે કીમતી નાં હોઈ પણ એ વ્યક્તિ ને તમારું જીવન સમર્પિત કરી દેજો કેમ કે તમારા કરતાં સારી રીતે એને એ સાચવશે.....

તો જીવન ટૂંકાવવા પેહલા જીવન માં આવેલી 2 મુશ્કેલી ને વિચાર્યા પેહલા તમારા જીવન નાં વર્ષો માં રહેલા તમારા માં બાપ અને પોતાના વ્યક્તિ ઓ ની નજર થી પોતાના જીવન ની કિંમત આંકી લેજો...

લી.
આપઘાત નાં આઘાત થી
ઘાયલ થયેલી વ્યક્તિ
અજય

- સંસ્કૃતી
ખરેખર આપઘાત શબ્દ સ્વપ્રેમ થી ઉંચો છે? ખરેખર જીંદગી નકામી છે? ખરેખર માં બાપ નાં પ્રેમ માં કચાશ રે છે??