Bandhan Dilo ka - 2 in Gujarati Love Stories by Shruti Parmar books and stories PDF | બંધન દિલો કા - ભાગ 2

Featured Books
Categories
Share

બંધન દિલો કા - ભાગ 2




શિવાંશી નેના ને સમજાવી તી હોય છે કે આમાં તારી friend ની જ ભૂલ છે હવે આગળ

શિવાંશી: જો તારી friend તે છોકરા વિશે પહેલા બધું જાણી લેતી‌ ,તેના પરિવારને મળી લીધું હતું તેના વિશે કોઈક ને પૂછી લીધું હોત તો આવું કંઈ પણ થાય જ નહીં

નેના: અમે તેના bf વિશે માહિતી મેળવી હતી ત્યારે તો આવું કંઈ ન હતું અને તે ને એના ઉપર પૂરો ભરોસો હતો

શિવાંશી:

હર ધડકન મેં એક રાઝ હોતા હૈ,
બાત કો બતા ને કા ભી એક અંદાજ હોતા હૈ,
જબ તક ના લગે ઠોકર બેવફાઈ કી તબ તક
હર કિસી કો અપને
પ્યાર પર નાઝ હોતા હૈ

તેએ પણ મારી જેમ બીજા ઉપર ભરોસો કરીને ભૂલ કરી હવે તો તેને પણ મારી જેમ પછતાવા સીવાય કોઈ ઓપ્શન નથી.

(શિવાંશી ની આંખમાં આંસુ આવી ગયા તે યે તરત જ આંસુ લૂછી નાખ્યા અને નેના ને કહ્યુ)

નેના હવે તું જા મારે સુવું છે
(નેના એ શાંતિથી પૂછ્યું )
દી, તમે પણ કોઈને લવ કરતા હતા

શિવાંશી: હા મારાથી પણ આ ભૂલ થઈ હતી પણ તેનો મતલબ એવો નથી બધા છોકરા આવા જ હોય .

નેના (અચકાતા અચકાતા બોલી) દી, કોણ હતું તે મને કહેશો

નેના, અત્યારે નહિ જા સુઈ જા આપણે કાલે વાત કરીએ
no દી, પ્લીઝ ..... કાલે મારી સાથે પણ મારી ફ્રેન્ડ જેવુ બન્યું તો ,મને પણ તેની જેમ કોઈ છોડી દેશે તો, હું શું કરીશ ,હું તો હારી જઈશ...

(શિવાંશી પોતાના આંસુડા પરાણે રોકી ને બોલી)

શિવાંશી:

" મુજે નહી પતા મેરી life ki story ક્યા હોગી ,
લેકિન ઉસમેં એ કભી નહીં લિખા હોગા
મેને હાર માંન લી "

***************"""""""""**********

નેના : તેનું નામ શું હતું?

અંશ .....

આટલું બોલતા જ શિવાંશી થી રડાઈ ગયુ. તે નેના ના ગળે લાગીને ખુબ જ રડી નેનાએ તેને શાંત પાડી અને પૂછ્યું તમે તેને ક્યાં મળ્યા હતા

*. *. ‌********************

હું તેને 4 વર્ષ પહેલાં રાજકોટના મળી હતી.

પપ્પા ની job ની ‌ બદલી થવાને કારણે મારે અને મમ્મીને પણ રાજકોટ જવું પડ્યું . પપ્પાએ કોલેજ નું એડમિશન અમદાવાદ થી રાજકોટ નો ફેરવી લીધું

અમદાવાદના ઘર ને મૂકીને જવાનું મારુ મન ન હતું પણ પપ્પાની સાથે જવું પડ્યું.

અમને રાજકોટમાં સારી જગ્યાએ કંપની તરફથી ફ્લેટ માં ઘર મળી ગયું .બીજા ફ્લોર પર અમારું ઘર હતું. ફ્લેટના લોકો પણ ખૂબ સારા હતા અમારો સામાન ગોઠવામાં પણ અમારી મદદ કરી સાંજના પાંચ વાગ્યે બધું ગોઠવાઇ ગયું અને હું પપ્પા પાસે ગઈ.

મમ્મી પપ્પા ચાલોને આપણે બાર ફરવા જઇએ...

બેટા , હું તો થાકી ગયો તારી મમ્મીને કે તે આવશે

ના મારે નથી આવવું હું પણ થાકી ગઈ છું

સારુ તમે બેસો હું જાવ છું

બેટા જલ્દી ઘરે આવી જાજે અજાણી જગ્યા છે
હા ....મમ્મી.... હું જાઉં છું

મેં નીચે ગાર્ડનમાં આવી ને જોયું તો બે છોકરા તેની ફ્રેન્ડને મનાવતા હતા. યાર તુ અમને મૂકીને ના જા તારા વગર મજા નહીં આવે....

હું તેની પાસે જઈને બોલ્યો

" કોઈ રિશતા નયા યા પુરાના નહી હોતા,
જીંદગી કા હર પલ સુહાના કિતના હોતા,
જુદા હોના તો કિસ્મત કી બાત હૈ.....
પર જુદાઈ કા મતલબ ભુલાના નહી હોતા,"

આ સાંભળીને તે ત્રણે મારી સામે જોતા રહ્યા

મેં કહ્યું hiii

તેમાંથી એક છોકરો બોલ્યો hiii..... તમે કોણ?
મારું નામ શિવાંશી શર્મા આજે જ અમદાવાદ થી અહીં પાટૅ b માં રહેવા આવ્યા છીએ. તમારું નામ?

મારું નામ યુવરાજ પણ તમે મને યુવી કહી શકો છો
અને મારું નામ રાજ
hii...મારું નામ દિવ્યા

તમે ક્યાંય જાવ છો? મેં દિવ્યા ને પૂછ્યું
હા youtube પર જાય છે ( યુવરાજ હસીને કહ્યું)
મતલબ....
રાજ: એનો કહેવાનો મતલબ છે કે એ કઈ જાતી નથી અમે તો વિડીયો બનાવતા હતા

oohh... sorry મેં તમારો વિડીયો ખરાબ કરી દીધો
યુવરાજ : કઈ વાંધો નહિ અમે નવો બનાવી લેશું તમે શાયરી બહુ સારી બોલ્યા

thanks ...તમે ત્રણેય અહીં જ રહો છો
યુવરાજ: હા હું પાટૅ c મા અને આ બંને પાટૅ d મા

રાજ : તમે શું કરો છો ?

s. y b. come

દિવ્યા: કઈ કોલેજમાં એડમિશન લીધું છે?

સહજાનંદ કોલેજ માં

યુવરાજ: અમે પણ તેજ કોલેજ માં છયે
રાજ: તમે કોલેજ જોઈ છે

ના મે તો નથી જોઈ

દિવ્યા: કંઈ વાંધો નહીં તું મારી સાથે આવજે

tq.... હું તેજ વિચારતી હતી કાલે શું થશે
યુવરાજ: કઈ વાંધો નઈ તમે કાલે 11:00 અહીં જ મળજો બધા સાથે જઈશું

સારું તો હું જાવ કાલ ની તૈયારી કરવાની છે બાય...

બાય......

******************************"""""

યુવરાજ : તો આ આપણી કોલેજમાં નવી છે. કાલ માટે નો બકરો મળી ગયો છે .અંશ ને ફોન કરીને કહી દઉં

રાજ : યાર આવુના કરાય તે હજી નવી નવી છે અને આપણી જ સોસાયટી માં રહે છે...

દિવ્યા :એ ....બંધ થા ભાષણ ની દુકાન

(યુવરાજ ફોન પર)

હલ્લો.... અંશ.... એક beautiful માછલી હાથમાં આવી છે કાલે કોલેજ લઈને આવીએ છીએ તો good boy થઈને કોલેજ પહોંચી જાજે..