પ્યાર પુસ્તકનાં પાને
"જીજુ, અરે તમે પણ કમાલ કરો છો! ટીચર ની નોકરી માં શું મજા આવતી હશે?!" રીમા એ આશ્ચર્ય થી પૂછેલું.
"અરે એ તને ના ખબર પડે, બહુ જ મજા આવે! અલગ અલગ વિદ્યાર્થી ઓ સાથે રહેવા માં બહુ જ મજા આવે!" પ્રજ્ઞેશ એ એક હળવી ઝાપટ રીમા ને મારી ને કહ્યું.
"વાઉ... અમને પણ લઈ જજો કોઈ વાર, તમારી શાળા માં!" રીમાએ કહ્યું.
"હા... હા... કેમ નથી, ચોક્કસ! આવજે તું પણ તારી બહેન સાથે!" પ્રજ્ઞેશ એ કહ્યું ત્યારે તેઓ એમના ગામના ઘરની બહાર હતા.
ગામ બહુ જ સુંદર અને રળિયામણું હતું, પ્રજ્ઞેશ જ્યાં રહેતો હતો એ શહેર ની જેમ ભીડ વાળું કે પ્રદૂષણ વાળું આ ગામ બિલકુલ નહોતું! એટલે જ તો આજે તો એ ખાસ છુટ્ટી લઈ ને અહીં આવ્યા હતા.
"એ સાંભળો છો... પાણી તૈયાર છે, નાહી લો તમે!" અંદર થી એક બૂમ આવી તો એ નહાવા ચાલ્યો ગયો.
પ્રજ્ઞેશ એ બહુ જ હોશિયાર પણ એટલો જ સાલસ છોકરો બચપણ થી જ પઢાઈ સાથે ઇશ્ક! પણ જીવન માં એક સાથી તો જરૂરી હતી ને તો એની સગાઈ પ્રાચી સાથે કરાવાઈ છે... હજી મેરેજ તો નથી થયા; પણ સગાઈ પાક્કી જ છે!
પ્રજ્ઞેશ ને હજી પણ બરાબર યાદ છે એ દિવસ જ્યારે એણે પ્રાચી ને જોવા માટે એ લોકો આવ્યા હતા. ઢાળેલી આંખે અને બહુ જ શરમાતા પ્રાચી એ ચા આપી હતી ત્યારે જ પ્રજ્ઞેશ ને તો એ બહુ જ ગમી ગઈ હતી. એણે તુરંત જ હા કહી દીધી હતી. એ પછી તો પ્રાચી એ પણ હા કહેલી. બંને પરિવાર માં ખુશી નું મોજુ જ ફરી વળ્યું હતું.
પ્રજ્ઞેશ ને અહીં આવવું ગમતું જ હતું, એના સાળા, સાળી સાથે મસ્તી કરતો અને ગપ્પાં મારવા માં એણે બહુ જ મજા આવતી હતી.
જેવો જ એ નાહી ને બહાર આવ્યો કે એની સાળી રીમા એ કહ્યું, "ઓય હોય! શું લાગો છો! બાકી હીરો જ!"
"હા... હવે મસ્કા ના માર..." પ્રજ્ઞેશ એ હસતા કહ્યું.
"સાચ્ચું હો, મારી બહેન પહેલા તમારે ક્યાં ક્યાં ગોઠવાયેલું હતું, મને કહો!!!" રીમાએ પૂછ્યું.
"ઓહ એક શિક્ષક સાથે સવાલ એમ! તો સાંભળ, એક વાર એક છોકરી એ મને કહેલું કે તારી બુક આપજે વાંચવા એમ તો મેં તો આપી... પણ પછી!" પ્રજ્ઞેશ આગળ વાત કરે એ પહેલા જ જિજ્ઞાસા થી રીમા બોલી ગઈ - "પછી શું?!"
"પછી એણે જ્યારે મને બુક પાછી આપી તો છેલ્લે લખ્યું હતું કે આઈ લવ યુ!" પ્રજ્ઞેશ એ કહ્યું કે રિયા તો શરમ થી અને હસવા થી સાવ ઘેલી જ થઈ ગઈ.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "કેમ તમારી બેટરી ડાઉન છે!?!" સાવ સૂનમૂન અને ભાવશૂન્ય બેઠેલ પ્રજ્ઞેશ ને જોઇ ને એના સાળા વિવેકે કહ્યું.
"કઈ નહિ, બસ મૂડ ઓફ છે! મારો નહિ, તારી દીદી નો!" પ્રજ્ઞેશ એ કહ્યું.
"અરે ચાલો પણ એણે મનાવો તો ખરા!" રીમા એ સૂચન કર્યું.
"હા... એણે ખાધું નથી ને!" પ્રજ્ઞેશ બબડ્યો અને ઘર તરફ ચાલી ગયો.
"જમી લે ને તું ઓય પાગલ!" પ્રજ્ઞેશ એ કહ્યું.
"લવ જ જ્યારે તું પ્રિયાને કરું છું તો મેરેજ પણ એની સાથે જ કરજે ને!" સાવ ધીમે પણ ભારપૂર્વક પ્રાચી બોલી રહી હતી. બંને એ વિચારેલું કે બિલકુલ ફ્રેન્ડલી જ રહીશું તો તમે નહિ પણ તું જ કહેવું!