The Scorpion - 48 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ -48

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ -48

સ્કોર્પીયન

પ્રકરણ : 48

 

    નેશનલ ટીવી ન્યુઝ ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહેલાં. કોલકોત્તા -પશ્ચિમ બંગાળજ નહીં આખો દેશ ન્યુઝ જોઈ રહેલો ટીવી ન્યુઝ એન્કરનાં કહેવા પ્રમાણે આખો દેશ અને સાથે સાથે ઓછામાં ઓછાં 45 દેશમાં આ ન્યુઝનું લાઈવ પ્રસારણ થઇ રહ્યું છે. દેવ અને દુબેન્દુ એકદમ ઉત્તેજીત હતાં...બારમાં સમય પસાર કરતાં કરતાં પીવાઈ ગયું હતું...

બ્રેકીંગ ન્યુઝમાં લાઈવ બતાવી રહેલાં કે DGP રાયબહાદુરરાયની નિગરાની અને પાક્કા પ્લાન પ્રમાણે આ ઓપરેશન સ્કોર્પીયન હાથ ધરવામાં આવ્યું હતું એની બધીજ વિગતો ખુબ ખાનગી રાખવામાં આવી હતી જેથી ચાલાક અને ક્રૂર સ્કોર્પીયન ચેતી ના જાય. અગાઉ પણ એને પકડવા આયોજનો થયાં હતાં પણ કોઈનાં કોઈ કારણે નિષ્ફ્ળ થયાં હતાં. એટલે આ સમયે ખુબ સાવધાની અને કાળજી લેવાઈ હતી.

આ બધું સાંભળી દેવ સમજી ગયો એણે કહ્યું “દુબે આપણને પવને સખ્તાઈથી પોલીસસ્ટેશનથી નીકળી જવા કહ્યું હતું હવે બધું સમજાય છે.”

દેવે કહ્યું “આગળ શું થયું એલોકો બતાવતાં કેમ નથી ? પાપાની બાજુમાંજ સ્કોર્પીયન ઉભો છે એણે કાળો માસ્ક પહેરેલો છે પછી ?” ત્યાં ફરી ન્યુઝ ફ્લેશ થયાં એમાં DGP રાયબહાદુર રાયે સ્કોર્પીયનનાં ચહેરાં પરથી માસ્ક હટાવી દીધો...જેવો માસ્ક હટ્યો ચહેરો જોયો...એ જોઈને ન્યુઝ જોનારાં એક સાથે ચીસ પાડી ઉઠ્યાં એમાંય બંગાળનાં ખાસ કરીને કલીંપોંન્ગ અને દાર્જીલીંગ વિસ્તારમાં લોકો જેઓ ઘરમાંથી,રેસ્ટોરાં બાર, રેલવે સ્ટેશન , હોટેલ, બસ ડેપો જ્યાં જ્યાંથી જોવાતાં હતાં...ટીવીનાં વેપારી ડીલર્સનાં શૉરૂમમાંથી જેટલાં લોકો જોતાં હતાં બધાંનાં મોંઢામાંથી હળવી ચીસ રીતસર નીકળી ગઈ...

બધાં એક સાથે બોલી ઉઠ્યાં ઓહ આતો...સૌમીક બાસુ મામલતદાર...ઓહ નો આ સ્કોર્પીયન સરકારી ચહેરાં પાછળ આટલો ખૂંખાર ડ્રગ વેપારી ? ઓહ નો...અત્યાર સુધી જંગલમાં અને એનાં મહેલ જેવા બંગલાઓમાં આજ ધંધા ચલાવતો હતો ?

DGPએ મહોરું માસ્ક હટાવ્યો પછી પેલો સૌમીક બાસુ નીચે જોઈ રહ્યો છતાં એનો ચહેરો હજી કરડી નજરે દેખાઈ રહેલો.

ન્યુઝ લાઈવ ચાલી રહેલાં DGP રાયબહાદુર રોયે સિદ્ધાર્થને ઈશારો કર્યો અને એમાં પવન આગળ આવ્યો અને સ્કોર્પીયનને હથકડી પહેરાવી...એની સાથે એનાં ફોલ્ડરો એનાં સાથીઓ ચિંગા લીઝ , તૌશિક લામા અને બીજા ગુંડાઓ પકડ્યાં હતાં એમાં થોડાં બાંગ્લાદેશી અને થોડા ચાઈનીઝ પકડાયાં હતાં જે નેપાળ બોર્ડરથી અહીં ઘુસી આવેલા અને વિદેશમાં એમનો વેપાર પ્રસરાવી રહેલાં.

દેવ અને દુબેન્દુએ ઉત્તેજીત થઇ ગયેલાં એમને આનંદ થઇ ગયો પણ સમાચાર વિગતવાર સાંભળવા અધીરાં થઇ ગયાં. ત્યાં DGP રાયબહાદુરે ત્યાં ધસી આવેલાં પત્રકારોને કહ્યું “બધાં શાંતિથી બેસો આખું "સ્કોર્પીયન" ઓપરેશન ઇન્સ્પેકટર સિદ્ધાર્થ તમને સમજાવશે અને હું ફરી એકવાર ઇન્સ્પેકટર સિદ્ધાર્થ અને એમની ટીમ પવન બધાંને એમની કામગીરી અને મહેનત બદલ બિરદાવું છું”. એમ કહી સિદ્ધાર્થની સામે જોયું.

સિદ્ધાર્થે રાયબહાદુર રોય સરને થેન્ક્સ કહ્યું અને કેમેરા સામે જોઈને કહ્યું “કલીંપોંન્ગ અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં ઘણાં સમયથી ડ્રગ અને સ્કોર્પીયનનાં ઝેરના નશામાં ઉપયોગ થઇ રહેલો...પ્રવાસીઓ થતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયેલાં. વિદેશમાં પણ સ્કોર્પીયને પગ પ્રસારી વધુ ને વધુ દહેશત ફેલાવી હતી.”

“ઘણાં સમયથી અનેક ફરિયાદો અમારી પાસે આવી રહેલી અંદરખાને તપાસ ચાલુ હતી પણ એક સરકારી અને એ પણ આટલી મોટી પોસ્ટ પર બેઠેલો અધિકારી આવાં ધંધા કરતો હશે એની કલ્પના નહોતી... પરંતુ એની પૈસાની લાલચ, ડ્રગનો બંધાણી, વેપારી તથા નવી નવી છોકરીઓને ભોગ ભોગવવાની લાલસાએ અમારાં ચક્રવ્યૂહમાં ફસાવવા મજબુર કર્યો...”

“આપ સૌને આજે એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો છું આ આખો પ્લાન એની વ્યૂહ રચના DGP સર રાયબહાદુર રોયનો હતો...તેઓ પણ ઘણાં સમયથી આ સ્કોર્પીયનને પકડવા માટે આતુર હતાં પણ ચોક્કસ કડી કે લીડ મળી નહોતી રહી...”

“અહીંના લોકલ વેપારીઓ, હોટલવાળા, પર્યાવરણવિદો બધાની ફરિયાદ હતી અહીં છોકરીઓને ઉઠાવી જઈ એમની લાજ લૂંટવી, બંદી બનાવવી એમનું શોષણ કરવું આવી અનેક ફરિયાદો હતી. અહીં સાંજ પછી સારાં ઘરની મહિલાઓ છોકરીઓ બહાર નહોતી નીકળી શકતી...”

“રાયબહાદુર સરે વ્યૂહ રચના બનાવી અમારાં પોલીસ દળમાં આઈ બી અને અર્ધ લશ્કરી દળો ને મેળવી એક ટીમ બનાવી જેઓ જાસૂસી કરે લોકો સાથે હળે ભળે કોઈ જાણે વ્યસની હોય એમ આ ગેંગમાં ભળી જાય અને બાતમી કઢાવે. સરે મારું પોસ્ટિંગ કોલકોતાથી અહીં કરી દીધું આખા વિસ્તારની જવાબદારી મને સોંપાઈ ગઈ મારી મદદમાં ઓફિસર પવન અરોડા હતો જેણે આ ઓપરેશનમાં ખુબ હિંમતભર્યું કામ કર્યું છે. “

“અમારાં જાસૂસ મિતાંગ ચાંગી આ ડ્રગીસ્ટ સ્કોર્પીયનનાં ગ્રુપમાં ભળી ગયેલો...એને એમનામાં ભળવા સ્કોર્પીયનનાં ડંશ પણ ખાવા પડ્યાં એમ કહી હસ્યો અને પછી કહ્યું સામેવાળાનો વિશ્વાસ જીતવા આવું કરવું પડ્યું આમારાં સાથમાં અર્ધ લશ્કરી દળનાં અમન ગુપ્તા પણ હતાં એમની સૂચના મુજબ આખો પ્લાન પાર પાડવામાં આવ્યો આ સોમીક બાસુનાં જંગલ અને અહીં ટાઉનમાં રહેઠાણ ઘર ફેક્ટરી બધે એક સાથે દરોડા પાડવામાં આવેલાં...”

“એમાંય એમનો રંગ મહેલ નામનો બંગલો જે કલીંપોંન્ગનાં છેવાડે જંગલમાં છે એતો એમણે એવો બનાવ્યો છે કે કલ્પના ના આવે. કામવાસના સંતોષવા અને ઐયાશી ભોગવવા અમે જે બંગલાની એમનાં રૂમની રચના - શણગાર ઇન્ટીરીયર-ડેકોરેશન તમે મોં માં આંગળા નાંખી જાવ આપણને લાગે આ સ્વર્ગની ઇન્દ્રપુરી નો કોઈ ભાગ છે કે શું ?”

“ડ્રગ અને લાંચનાં પૈસા જંગલનાં લાકડાની ચોરી, ચા ના બગીચા, ફીતોરી, સ્કોર્પીયનનાં ઝપેટમાંથી મળતાં પૈસા હવે તો લીકરની ફેક્ટરી પણ નાંખી આ બધાનો પૈસો આ માણસે ઐયાશી અને ખુન ખરાબામાં ઉડાડ્યો...”

આટલું કહી સિદ્ધાર્થે રાયબહાદુર રોય સરની સામે જોયું અને કંઈક ચહેરાનો હાવભાવ કરીને ઈશારો કર્યો અને કહ્યું હવે સૌથી અગત્યનું રહસ્ય આપ સૌની સામે રજૂ કરું છું જેમાં DGP સરની સંપૂર્ણ સહમતિ છે...એમ કહી...

 

વધુ આવતા અંકે પ્રકરણ - 49