Street No.69 - 31 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -31

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -31

સ્ટ્રીટ નંબર- 69

પ્રકરણ -31

 

    સોહમ સાવીનાં પરચાઓથી પરિચિત અને વાકેફ હતો હવે એને કોઈ નવાઈ નહોતી લાગતી પણ એને એક મોટું આશ્ચર્ય હતું કે આટલી બધી એ જાણકાર, બધુંજ જ્ઞાન કર્ણપિશાચીનીનાં આશિષ છતાં મારાં ઘરમાં શું નેગેટિવ થવાનું છે એને ખબર નથી ? એ છુપાવી રહી છે ? મારી મર્યાદા છે એમ કહીને એ ખસી ગઈ ? મદદ કરવા નથી માંગતી ? એનું વર્તન વાણી સમજાઈ નહીં...

સોહમ ઘરમાં આવ્યો ત્યારે મોડી રાત થઇ ગઈ હતી એની પાસેની ચાવીથી ઘરમાં તો આવી ગયો પણ મનમાં વિચારો અને ધૂંધવાટ હતો એણે જોયું કે બધાં ઘસઘસાટ ઊંઘે છે. પાપા -મમ્મી બંનેનાં તો નસ્કોરાં બોલી રહેલાં એ હળવે પગલે બહેનોનાં રૂમ તરફ ગયો ખુલ્લા દરવાજામાંથી અંદર જોયું બંન્ને ઊંઘતી હતી એ કીચન તરફ ગયો અને અવાજ ના થાય એમ પાણી પીધું...

એનાં રૂમમાં જતાં પહેલાં ફરીથી બહેનોનાં રૂમ પાસેથી પસાર થયો એણે જોયું ફરીથી નજર નાંખી પણ એ ચમક્યો ... સુનિતા સુતા સુતા કોઈને પણ ખબર ના પડે એમ ચોરસો ઓઢીને મોબાઈલ અંદર રાખી ચેટીંગ કરી રહી હતી...એને આશ્ચર્ય થયું આટલી રાતે કોની સાથે ચેટીંગ કરે છે ? એ સમયે ત્યાંથી એ જતો રહ્યો પોતાનાં રૂમમાં આવ્યો.

સોહમ ફ્રેશ થઇ નાઈટડ્રેસ પહેરી એનાં બેડમાં આડો પડ્યો...એને થોડાં વખત પહેલાનું બધું યાદ આવી ગયું કંપનીનાં બોસે બધી ગિફ્ટ્સ મોકલ્યાં પછી બીજે દિવસે સવારે સુનિતાએ કહેલું ભાઈ અમને બંન્નેને મોબાઈલ અપાવને...અમારી બધીજ ફ્રેન્ડ્સ પાસે સ્માર્ટ ફોન છે હમણાં સુધી નહોતો માંગ્યો પણ...હવે હું પણ કામ કરું છું...તું લાવી આપ...નાની બેલા પણ મને કહેતી હતી કે દાદાને વાત કર મોબાઈલ અપાવે અત્યારે બધાં પાસે હોય છે.

પણ આપણી પરિસ્થિતિ જોઈને હમણાં સુધી હિંમત નહોતી થતી પણ દાદા હવે તો તમે પણ સરસ કમાવ છો હું કોલેજથી પાર્ટ ટાઈમ કોલ સેન્ટરમાં જઈ રહી છું બધાં પાસે...સોહમે ત્યારે કીધું હતું સુનિતા કોલ સેન્ટર જોઈન્ટ કર્યું મને કીધું કેમ નહીં...તારે પહેલાં મને કહેવું જોઈએ ને ? સુનીતાએ કહેલું આઈ બાબાને પૂછેલું પછીજ જવાબ આપેલો. દાદા તમે એ સમયે તમારી કંપનીનાં ખુબ ટેંશનમાં હતાં તમને એ સમયે કહેવું યોગ્ય નહોતું લાગ્યું.

સોહમે કહ્યું ઠીક છે આજે સાંજે લેતો આવીશ તમારાં બંન્ને માટે...ઓકે ? હેપ્પી ? હવે આપણે એટલી તકલીફો નથી અત્યારે બધાં પાસે મોબાઈલ હોયજ છે અને આવાં સમયમાં હોવોજ જોઈએ. સોહમને યાદ આવી રહેલું બધું એ દિવસે સાંજે ઘરે આવતાં પહેલાં બંન્ને બહેનો માટે સ્માર્ટ ફોન લઈને આવેલો...

સોહમે વિચાર્યું એ નાઈટ ડ્યુટીમાં કોલ સેન્ટરમાં ના જાય એમ સવારે ટકોર કરીશ નહીંતર છોડી દે એવી જોબ...હજી એની ઉંમર શું છે ? પણ મુંબઈમાં બધી છોકરીઓ કંઈ ને કંઈ કામ કે જોબ કરતીજ હોય છે પોતાનો ખર્ચો કાઢી લે છે. મુંબઈમાં જીવવું સરળ નથી...બધાં વિચારો કરતો કરતો એની આંખ લાગી ગઈ.

*****

“નાનકી તું સ્કૂલે જતાં પહેલાં મને મળીને જજે હમણાં તારી બધી તૈયારી કર ત્યાં સુધી હું ધ્યાન કરી લઉં. સાવીએ એની નાની બહેન તન્વીને કહ્યું.”

નાનકી તન્વી હવે નાનકી નહોતી રહી એ પણ યુવાનીનાં ઉંબરે પગ મુકવાની હતી...સાવી પણ જુવાન થઈને ખુબ મેચ્યોર થઇ ચુકી હતી એને પણ 24 થઇ ગયાં હતાં મોટી અન્વી 26ની થઇ ગઈ હતી એ પણ સ્ટુડીયોમાં એકાઉન્ટ વિભાગમાં જોબ કરી રહી હતી...

ધ્યાનમાંથી પરવારીને સાવીએ કહ્યું “તન્વી મારે એક વાત પુછવી છે...હમણાંથી મારે ક્રિયાઓ કરવાની વધી ગઈ છે સમય નથી રહેતો...તારું ભણવાનું કેવું ચાલે છે ? તારે કશું જોઈએ છે ? આમતો હું નિયમિત તારાં...ત્યાં સાવીને અટકાવીને તન્વી બોલી દીદી...એક વાત કહું ? સવીએ થોડીવાર તન્વીની સામે જોયા કર્યું પછી બોલી મને ખબર છે પણ તું એ કશામાં ના પડીશ તારાં ભણવામાં ધ્યાન આપજે. હું તો ભણી નથી શકી પણ હું બધું તારામાં મારુ જોઉં છું નાનકી પ્લીઝ તું સરસ ભણજે...મોટીની વાતોમાં ના આવીશ.”

“માં-પાપા એમનામાં જીવે છે જીવવા દો...હું કાયમ તારાં સાથમાંજ છું તું ફક્ત હમણાં ભણવાંમાં ધ્યાન આપ”. તન્વી સાવીને વ્હાલ કરી એનાં રૂમમાં જતી રહી...એ જતાં જોઈ રહેલી સાવી બબડી...હું સોહમને સજાગ કરું છું ધ્યાન દોરું છું અને મારીજ બહેન...એમ વિચારી નિસાસો નાંખ્યો...

સાવીએ એનાં રૂમની બહારની અગાશીમાં હવનકુંડ , સામગ્રી ,લાકડા ,છાણાં બધુંજ મૂકી રાખ્યું હતું મોટી વિશાળ બાલ્કનીમાં મોટાં ભાગમાં શેડ કરાવી લીધેલો એ એનાં સંકલ્પ પ્રમાણે હવનયજ્ઞ કરતી એ વિચારોમાં એનાં રૂમમાં આવી અને બહાર અગાશીમાં ગઈ થોડીવાર બાંધેલાં ઝૂલા પર બેઠી અને વિચાર્યું અન્વી સાથે તાંત્રિક રીતે નહીં પણ સામાન્ય બહેનની જેમ ચર્ચા કરીશ એને અહીજ બોલાવી લઉં...ચર્ચા કરી લઉં...પછી વિચાર્યું ના ના...એમ નહીં લાઈવ બધું જોઉં અને ત્યાંજ એની સાથે વાત કરીશ...હમણાં કોઈ તંત્ર મંત્ર કામે નથી લગાડવા...નહીંતર ઘરમાં બધાને થશે હું એલોકો ઉપર પણ તંત્ર મંત્ર કરું છું...

ત્યાં એનો મોબાઈલ રણકે છે એણે જોયું સોહમનો ફોન છે...સાવીએ કહ્યું “અત્યારે ફોન ?ઓફિસ નથી ગયો ? સોહમે કહ્યું ટ્રેઇનનો અવાજ નથી સંભળાતો ? ઓફિસ તો જઉં છું...મેં એટલે ફોન કર્યો કે સાંજે મળીએ ?”

સાવીએ કહ્યું “આજે નહીં હું ફોન કરીશ ફ્રી થઈને જે તને ટકોર કરી એ મારાં ઘરમાં પણ થયું છે હું આજે એમાં બીઝી છું બાય”.. કહી ફોન કાપ્યો અને તૈયાર થઈને અન્વીની પાછળ પાછળ ઘરેથી નીકળી...

 

વધુ આવતા અંકે પ્રકરણ 32