Mrugtrushna - 14 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 14

Featured Books
Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 14

[ RECAP ]
( પાયલ ફરી એક વખત અનંત સાથે દલીલ કરે છે અને અનંત એને પોતાની કેબિન માંથી બહાર મોકલી દેઇ છે. આદિત્ય દેવાંગી પાસે જવાબ માંગે છે. આદિત્ય ફોન નથી ઉઠાવતા એટલે દિવ્યા આદિત્ય ની ચિંતા કરે છે. )


( દિવ્યા ના ઘરે બધાં ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે. દિવ્યા નો મૂડ ખરાબ જોઈ ને એના ફાધર દિવ્યા ને પૂછે છે. )


નરેન : દિવ્યા , શું થયું બેટા??


દિવ્યા : કંઈ નઈ પપ્પા , બસ આજે વધારે કામ હતું એટલે થોડું માથું દુખે છે બસ.. ડોન્ટ વરી


પ્રણવ : બીજા નું માથું દુખાળે એનું પણ માથું દુખે દીદી😂


પાયલ : પ્રણવ શર્ટ આપ યાર...બિલકુલ ભંગાર જોક જતો.ચૂપ ચાપ જમી લે ને તું.


પ્રણવ : વાત તો સાચી છે ને પણ😂


અક્ષિતાં : પ્રણવ...


પ્રણવ : હા...હવે.બોવ ડાઈ. ડેડ હું શું કવ અમે લોકો ફ્રેન્ડ્સ મળી ને ફરવા નો પ્લાન કરીએ છે. તોહ આ વખતે જાવ ને?


નરેન : બિલકુલ જાવ


અક્ષીતાં : કોઈ જરૂર નથી. નરેન આપ આને બધી છૂટ ના આપો. ફર્યા આખે છે આંખો દિવસ. ભણવાનું નામ નથી જરા પણ. હવે સ્કૂલ માં નથી. કોલેજ માં આવ્યો.હવે તો સુધર.


નરેન : અક્ષિતા...જવા દો ને...અત્યારે ઉંમર છે. પછી તો આખી જિંદગી કામ કરવા નું જ છે ને...


પાયલ : કાકા બરાબર કેઈ છે...અત્યારે સમય છે તોહ ફરે અને ભણવા ની વાત છે એ તો એ કવર કરી લેશે

પ્રણવ : હા..મોમ. આઇ પ્રોમિસ..


અક્ષિતા : સારું...જે ઠીક લાગે એ.


( બધાં જમી લેઇ છે અને પાયલ - દિવ્યા રૂમ માં આવે છે અને દિવ્યા જલ્દી થી ફોન હાથ માં લઇ ને જોવે છે કે આદિત્ય નો મેસેજ આવ્યો કે નહિ.પણ આદિત્ય નો કોઈ મેસેજ નથી હોતો .દિવ્યા ફરી નિરાશ થઈ જાય છે. )


પાયલ : દી...કીધું ને..ટેન્શન નઈ લો.
( તરત આકાશ નો કોલ આવે છે પાયલ ના ફોન પર.પાયલ કોલ ઉઠાવે છે.)


આકાશ : પાયલ ક્યાં છે તું...બધાં વિડિયો કોલ પર આવી પણ ગયા. તું જ નથી આવી હજી.


પાયલ : અરે...હા. એક મિનિટ.હું જોઈન કરું. એકચ્યુલી ફોન મુક...મારે ટેરેસ પર જવું પડશે.અહીંયા નેટવર્ક નઈ મળે..


પાયલ : દી...તમે ચિંતા ના કરો..હું બસ થોડું કામ છે એ પતાવી આવું.


( પાયલ દિવ્યા નું લેપટોપ લેઇ છે અને ઉપર જાઈ છે. )

_______________________________


( પાયલ વિડિયો કોલ જોઈન કરે છે. )

રાજ : લો આવી ગયા મેડમ...પાયલ ઓફિસ તો ઓફિસ...કોલ માં પણ લેટ😂


પાયલ : રાજ...અરે એક પ્રોબ્લેમ હતો યાર એટલે..


રાધિકા : પાછું શું થયું??

દેવ : રાધિકા ...પાયલ ના જીવન માં પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ હોય છે..ઓફિસ માં પ્રોબ્લેમ ..બધે પ્રોબ્લેમ નઈ પાયલ.


પાયલ : ચૂપ રે ને હવે ડાઈ... બાય ધ વે ટોપિક પર આવીએ...કોઈ ની પાસે કોઈ આઈડિયા છે...કે ક્યાં જઈએ??


રાધિકા : પાયલ...જો એક વાત કવ..રવિવાર એ તો રજા જ છે બરાબર...તો મારી પાસે એક મસ્ત આઈડિયા છે.અહીંયા એક બોવ જોરદાર રિસોર્ટ છે.સો આપડે એક મસ્ત કામ કરીએ કાલે સાંજે જ નીકળી જઈએ...રવિવાર નો આંખો દિવસ ત્યાં અને સોમવારે સવારે નીકળી જશું...


પાયલ : એક મિનિટ એક મિનિટ.... વાત તો બરાબર.પણ સોમવારે ત્યાં થી અહીંયા આવા માં વાર તો લાગશે ને...અને તમને લાગે છે કે ઓબરોય આપડે લેટ જશું તો આપડું સ્વાગત કરશે.


દેવ : હા... એ વાત તો છે. કારણ કે આપડે બધાં જ લેટ હશું તો પ્રોબ્લેમ તો થશે ને.


રાધિકા : અરે અહીંયા થી ખાલી 1:30 કલાક જ દૂર છે.આપડે સવારે 5:50 વાગે નીકળી જશું. 7 વાગે અહીંયા...ઓફિસ તો 8 વાગે છે ને.


આકાશ : કરેક્ટ....માઇન્ડ બ્લોઇંગ.....રાજ..આજ જ પ્લાન કરીએ.વધારે ટાઈમ છે એટલે બોવ મજા આવશે..અને કેટલા સમય પછી આપડે આટલું જોરદાર પ્લાન કરશું...શું કેવું છે.


સાક્ષી : તો...ફાઇનલ રાખીએ...કાલે સાંજે નીકળીએ...

પાયલ : અરે...એક દમ ફાઇનલ....


રાજ : સો ડન....કાલે સાંજે આપડે બધાં નીકળીએ રિસોર્ટ...

( All : done )

___________________________________

( આદિત્ય એમના રૂમ માં આવે છે. રૂહાંન સુઈ ગયો હોય છે. આદિત્ય પોતા નો ફોન જોવે છે તો દિવ્યા ના 17 મિસકોલ હોય છે. આદિત્ય દિવ્યા ને કોલ કરે છે . દિવ્યા ફટાફટ કોલ ઉઠાવે છે. )

દિવ્યા : આદિત્ય ક્યાં છો તમે....શું થયું....કંઈ થયું છે...કંઈ પ્રોબ્લેમ છે.


( આદિત્ય થોડી વાર વિચારી ને જવાબ આપે છે. )


આદિત્ય : દિવ્યા...પાણી પી લો...


દિવ્યા : મને જવાબ જોઈએ છે.


આદિત્ય : બધાં જવાબ આપીશ પણ પેલાં પોતાનું મન શાંત કરો...પાણી પીવો પેલાં..પછી વાત કરીશ

( દિવ્યા બાજુ માં બોટલ હોઈ છે એમાં થી પાણી પીવે છે. )


દિવ્યા : બોલો હવે...શું થયું.

આદિત્ય : આટલા ગભરાઈ કેમ ગયા?


દિવ્યા : આ મારો જવાબ નથી...અને તમને નથી લાગતું એવું કે મારે ગભરાવું જોઈએ એવી વાત હતી આ.


આદિત્ય : સવારે ફોન માં ચાર્જ નતું...અને મારું ધ્યાન નતુ એટલે હમણાં બાર ગયો એટલે ફોન ભૂલી ગયો ઘરે જ. ડોન્ટ વરી કીધા વગર છોડી ને નઈ જાવ.


દિવ્યા : અચાનક છોડવા ની વાત ક્યાં થી આવી...મે એવું કઈ. નથી કીધું...

આદિત્ય : સારું ચાલો આ બધી વાત જાવ દો...જમી લીધું તમે?


દિવ્યા : હા..


આદિત્ય : હજી કેમ ગભરાવ છો તમે...કીધું ને કે નઈ જાવ ક્યાંય...

દિવ્યા : મે એવું કંઇજ નથી કીધું આદિત્ય...

આદિત્ય : કાલે મળશો મને?


દિવ્યા : હા..મળીશ ને.


આદિત્ય : પ્રોમિસ ને...


દિવ્યા : હા..હા..પ્રોમિસ બસ


આદિત્ય : તો એક સ્માઈલ કરો ને...તો હું સ્યોર થવ ને કે મને કાલે , આજે જે કર્યું એની સજા નઈ મળે.


દિવ્યા :( હસતા હસતા જવાબ આપે છે. ) સજા તો કાલે મળશે તમને , હોવ મોટી સજા.


આદિત્ય : તમને એવું લાગે છે કે સજા નું કેહસો તો હું નઈ આવું. દિવ્યા તમારી બધી સજા મંજુર છે મને. હું આંખ બંધ કરી ને તમારી સજા ને અપનાવીશ. બસ તને ખુશ રહો.( આદિત્ય વાત કરતા કરતા પોતાની આંખો ના આંસુ લૂછે છે. )


દિવ્યા : હું ખુશ ખાલી એક જ વાત માં છું.અને એ વાત તમને ખબર છે.


આદિત્ય : ડોન્ટ વરી...મને ખબર છે. હવે એક કામ કરો. આરામ થી સુઈ જાવ....આપડે કાલે મળીએ..બરાબર...


દિવ્યા : બરાબર...

આદિત્ય : મુકું હવે ફોન...પાક્કું


દિવ્યા : હા...મૂકો.
( દિવ્યા ફોન મૂકે છે અને ડોર પર પાયલ ને જોવે છે. )


પાયલ : અરે...દી..ક્યાં બાત હે...આખીર બાત હો હિ ગઈ સત્યવાન જી સે..


દિવ્યા : પાયલ... પ્લીઝ


પાયલ : અરે થયું તું શું પણ ???

દિવ્યા : ફોન ઘરે ભૂલી ગયા તા ઘરે...


પાયલ : જો મે કીધું તું ને તમને...એકચ્યુલી વાક તમારો નહિ..આંખી લવર કૉમ્યુનિટી નો છે. જ્યારે હોઈ ત્યારે ઈમોશન થી ભરાઈ જાવ.અરે લોજિક લગાઓ.નાની નાની વાત પર શું કોઈ ની ચિંતા કરવા નું... રિલેશન છે કે એકતા કપૂર...વાત નું વતેશર કરવાનું હમેશા😂


દિવ્યા : તું રેહવા દે...તારું ખબર છે મને...મને તો એ બિચારા પર દયા આવે છે જેની તું વાઇફ બનીશ.. બિચારા ને આટલી અનઈમોશનલ વાઇફ મળશે...આંખો દિવસ પોતાનું વિચાર્યા રાખે...બિચારો થાકી જશે તારા થી...મને તો આ વ્યક્તિ નો વિચાર કરી ને હસવું આવે છે. બિચારો ક્યાં ભરાઈ જવાનો છે એ નઈ ખબર હોય એને😂😂😂


પાયલ : છે ને...મને પણ સેમ ટુ સેમ...આજ વસ્તુ લાગે...😂કોઈ બિચારા સરિફ માણસ ની પથારી ફરી જશે🤣એટલે જ મારે સરીફ નઈ જોતો...મને હસબન્ડ છે ને ડાકુ ટાઈપ જોઈએ...એક
દમ ખુંખાર ટાઈપ...જેને જોઈ બધાં ડરે... અને મને જોઈ ને એ ડરે..😆😆😆


દિવ્યા : 😆😆🤣પાયલ તું ખરેખર પાયલ છે. અને તારી સાથે રહી ને હું થઈ જઈશ પાગલ🤣.


પાયલ : ચાલો તો સુઈ જઈએ...મને ને તો ડાકુ ના j સપના આવશે🤣.


[ NEXT DAY ]

( દિવ્યા અને આદિત્ય મળે છે. દિવ્યા , પાયલ અને બાકી ના બધા ફ્રેન્ડ્સ રિસોર્ટ જવા માટે નીકળે છે. દેવાંગી અને ધનરાજ વચ્ચે ખૂબ મોટો જગડો થાય છે અને આદિત્ય સાંભળી જાઈ છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️