ગતાંકથી થી......
પ્રેમના બાહુપાશ ને છોડાવી એક મીઠી સ્માઈલ સાથે નિત્યા રૂમ ની બહાર આવી મન ને તન પ્રેમ રસ થી તૃપ્ત હતું એ ફટાફટ કિચન માં ગઈ ને ટિફિન ની રોટલી બનાવવા લાગી એક ગેસ ના ચુલા પર ચા મુકી ચા ને ચાહત ની સોડમ થી નિત્યા ને ઘર મઘમઘી ઉઠ્યું પ્રથમ તૈયાર થઈ ને નીચે આવ્યો ને સીધો જ નાસ્તા ના ટેબલ પર ગોઠવાય ગયો.નિત્યા એ પ્રેમભરી નજર એના પર કરી ને નાસ્તો પીરસ્યો પણ એનુ ધ્યાન તો કાને રાખેલ ફોન પર ની વાત સાંભળવામાં હતું.ઓફિસ ના કામ ની વાતો ને ચચૉ કરતા કરતા એ યંત્રવત્ રીતે નાસ્તો કરવા લાગ્યો નિત્યા રાહ જોઈ રહી હતી કે હમણાં જ એની પ્રેમભરી નજર એના પર પડે ને પછી નાસ્તો શરૂ કરૂ પણ વાત પુરી થાય એ પહેલાં જ પ્રથમ નો નાસ્તો થઈ ગયો.પાણી પી ને એ ચાલુ વાતે જ સોફા પર જતો રહ્યો.
ક્ષણવાર પહેલા જ પ્રથમ ના પ્રેમ થી ભીંજાયેલી નિત્યા ક્ષણવાર માં એક બાજુ ફેંકાયેલા કરમાયેલા પુષ્પ ની માફક ખુદ ને અનુભવવા લાગી.એક નજર સુધ્ધાં પ્રથમે એના તરફ ન કરી .હમણાં થોડીવાર પહેલાં જ પ્રેમ વરસતો હતો એ શું હશે?
નકામા આવનાર વિચારો ને અટકાવતા એણે નાસ્તો ચાલુ કર્યો પણ એને ગળે ન ઉતર્યુ . ફટાફટ ટિફિન પેક કરી ને સોફા તરફ ગઈ.
પ્રથમ નો કોલ તો પુરો થઈ ગયો હતો પણ એ હજુ મોબાઈલ માં જ મથી રહ્યો હતો.બેધ્યાનપણે જ એ બોલ્યો ટિફિન રેડી હોય તો લાવ ઝડપથી મારે લેટ થાય છે.ઘડીભર તો એ પ્રથમ ના આવા અજુગતા વર્તન થી નિત્યા સમસમી ગઈ.થોડીવાર પહેલા જ પ્રેમ રસ વેરતો પ્રથમ એટલીવાર માં જ જાણે બદલાય ગયો.કંઈ બન્યું જ ન હોય એમ વર્તન કરી રહ્યો હતો નિત્યા ની હાજરી ની દરકાર સુધ્ધાં ન હતી. યંત્રવત્ રીતે ટિફિન ને બેગ લઈને એ કાર ની ચાવી લઇ સડસડાટ ફ્લેટ ની બહાર જતો રહ્યો.નિત્યા ને જોબ પર કેવી રીતે જશે? એ વાત સુધ્ધાં એને યાદ ન આવી .અજાણ્યા સ્થળ ને વિસ્તાર માં એ ક્યાં સ્કુલ શોધશે એ પણ યાદ ન આવ્યું.ટિફીન ને બેગ લઈને બહાર જતા એટલું જ બોલ્યો ચાલ જાઉં છું, મળીએ સાંજે .
પાકિૅગ માં જતા એને અચાનક યાદ આવ્યું હશે એટલે એણે નિત્યા ને કોલ કર્યો.હેલ્લો નિત્યા હું તો પુછતા ભુલી જ ગયો તારે કેટલા વાગ્યે જવાનું છે?
કયારે કાર મોકલુ? નિત્યા પણ ફોન ની રીંગ વાગતા જ વિચારો ના વમળ માંથી ઝબકી ને બોલી મને ખબર નથી .
નિત્યા: પ્રથમ અહીં થી સ્કુલ નુ અંતર કેટલું થતું હશે ? પ્રથમ: ખબર નથી મને પણ ,વધી ને આઠ - દસ કિ.મી હશે કદાચ .અરે ડ્રાઈવરે જોયું છે એ તને મુકી જશે.હુ હમણાં જ ઓફિસ પર જાવ ને એટલે એને મોકલુ છું તું ટાઇમસર તૈયાર રહેજે.
નિત્યા: પ્રથમ પ્લીઝ , તું આવને મુકવા મને આ વિસ્તારમાં બધું જ અજાણ્યું છે ને વળી સ્કુલ માં પણ કોઈ જ ઓળખીતા નથી.મને સંકોચ થાય છે જવામાં એકલા.
પ્રથમ: અરે એમાં શું હોય નિતુ !તું ત્યા જઈશ એટલે પરિચય કેળવાય જશે. થોડા દિવસ લાગે અજાણ્યું ,ને તને ખબર ને આજે મારે કેટલું કામ છે ,સાથે આવવું શક્ય જ નથી ,આમ પણ ડ્રાઇવર આવે છેને પછી તારે શું ચિંતા છે.એ તારી શાળા શોધી ને તને સમયસર ત્યાં પહોંચાડી દેશે.
નિત્યા: સારૂં,હવે ફોન મુકો ને સમયસર જમી લેજો, ડ્રાઇવર ને સમયસર મોકલી દેજો.ટેક કેર ઓફ યુ ,બાય.
ફોન મુકીને નિત્યા કામમાં પરોવાઈ ગઈ.
****************************
ફાર્મ હાઉસ પહોંચી ને પહેલા જ લવ એ ડાયરી હાથ માં લીધી.ડાયરી માં નામ , સરનામું શોધવા એને ડાયરી ના પાના ફેરવવા લાગ્યો.પરતુ તેની આશા નિષ્ફળ રહી.ડાયરી માં ક્યાંય પણ નામ , સરનામું કે મોબાઇલ નંબર કંઈ જ લખેલું નથી .આટલી સુંદર ડાયરી ને કોઈ જ નામ નહીં!!!
અચરજ પમાડે એવી વાત કહેવાય લવ મનોમન બબડી રહ્યો. આખી ડાયરીમાં માત્ર એક જ જગ્યા એ લાગણી નામ નો ઉલ્લેખ હતો ઘણા બધા સુંદર સ્કેચ બનાવેલ હતા ને ઘણી બધી કવિતાઓ લખાયેલી હતી. પહેલા તો લવ ને થયું આખી જ ડાયરી એક સાથે એક બેઠકે પૂર્ણ કરવી જોઈએ પરંતુ પછી વિચાર્યું
ના ના એક સાથે નહીં પરંતુ એક એક પેજ નિરાંત થી વાંચીશ . લાગણી કોણ હશે?
ક્યાં રહેતી હશે?
આ ડાયરી મારી બેગ માં કેમ મુકી હશે?
એ કોઈ મુશ્કેલીમાં હશે?
ક્યાં હશે એ?
એ ઈશ્વર કાશ એ મને મળી જાય.મારે તેનો આભાર માનવો છે.
મનોમન વાતો કરતો એ બેડ પર આડો થયો.પેટ પણ જવાબ આપી રહ્યું હતું કકડી ને ભુખ લાગી હતી.તેણે બહાર કંઈક નાસ્તો કરવા જવાનું વિચાર્યું.નાહી ને ફ્રેશ. થ ઈને એને સીટી તરફ જવાનું નક્કી કર્યું.મમી પપ્પા પાસે પણ જવાનું મન થઈ આવ્યું એક ભંયકર દુઃખદ સમય સરકી ગયો હોય ને પોતે એ દુઃખ ના દાવાનળ માંથી ઊગરી ને પાર ઉતરી ગયા નો દિલ માં અહેસાસ થવા લાગ્યો.
ખરેખર! એક ક્ષણ જ હતી જે એના જીવન ને બદલીને રાખી દીધું હતું.
જીવન માં એવું જ હોય છે.ખરાબ સમય આવે ત્યારે કોઈ જ રસ્તો મળતો નથી .એમ જ લાગે કે જીવન જીવવા માટે ના બધા જ રસ્તા બંધ થઈ ગયા છે , ક્ષણિક આવેશમાં ને આવેગ માં માણસ અજુગતું પગલું ભરીને મહામુલી જિંદગી ને રોળી નાખી બધું જ ખતમ કરી નાખે છે.
પરંતુ ઈશ્વરે દરેક પ્રશ્નનો ના જવાબ આપ્યો જ હોય છે , જરૂર છે ધીરજ થી એ જવાબ ને શોધવાની . જીવન માં જ્યારે પણ એમ લાગે કે બધાં જ રસ્તા બંધ થઈ ગયાં છે ત્યારે ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી થોડી ધીરજ રાખવાથી કોઈ ને કોઈ રસ્તો તો મળી જ રહે છે.મન ને મગજ નુ તોફાન ને ગુસ્સો શમે પછી જ આંખ પર નો પડદો હટતો હોય છે. પરંતુ ઘણીવાર ગુસ્સામાં અજુગતું પગલું ભરીને મહામુલી જિંદગી ને રોળી નાખી ઘણાં લોકો પછતાય છે.
ઈશ્વરે આટલી મહામુલી જિંદગી આપી છે ને એ પણ મનુષ્ય ના સ્વરૂપ માં તો જિંદગી ને મનભરીને માણી લેવી જોઈએ.જીવનમા મુશ્કેલીઓ તો રહેવાની જ ચડતી,પડતી,સુખ, દુઃખ ,તડકો ,છાંયડો બધું જ ઈશ્વર ની ઈચ્છા ને કૃપા ઘણી સતત જીવ્યે જવું , પડકારો નો સામનો કરી , ઝઝૂમતા રહેવું એજ સાચું જીવન છે.સરળ ને સહજ જિંદગી દુર થી જ સારી લાગે પરંતુ,સોના ને તપાવવાથી જેમ ચળકે એમ જ જીવન દરેક ખાટા મીઠા અનુભવો થી સજાવી ને ભરપુર માણવાની હોય છે.
ગઇકાલે રાત્રે જ લવ મુત્યુ ને ભેટવા જઈ રહ્યો હતો એ લવ તો ક્યારનોય દફન થઈ ગયો હતો.આજે જીવન વિશે આટલું વિચારનાર લવ નો જાણે નવો જ જન્મ થયો હતો. સંબંધો ને લાગણી ની આંટીઘૂંટી માંથી ફસાયેલ એ સંપૂર્ણ રીતે સ્વસ્થ ને જીવી લેવાના થનગનાટ સાથે ઉઠયો હતો.
ક્યારેક સામાન્ય લાગતા બે બોલ પણ
કોઈક ના જીવન ને સાચી દિશા બતાવી દે છે એ વાત લવ ના જીવન માથી સાથૅક થઈ ગઈ.
ફ્રેશ થઈ હવે તેણે નાસ્તા માટે સીટી તરફ જવાનું વિચાર્યું પછી ત્યાંથી એને ઘરે જવાનું મન પણ બનાવી લીધું.
ક્રમશ.......