Stream of miracles in Gujarati Short Stories by પરમાર રોનક books and stories PDF | ચમત્કારનો પ્રવાહ

Featured Books
Categories
Share

ચમત્કારનો પ્રવાહ

◆ ચમત્કારનો પ્રવાહ ◆


પ્રાચીન ગ્રંથો મુજબ માતા નાયોએ પૃથ્વીની રચના કરી હતી. ત્યાર બાદ પવનની, જળની, ભૂમિની, વનસ્પતિઓ અને વૃક્ષોની, અસંખ્ય જીવજંતુઓની, પ્રાણીઓની અને તમામ પ્રાણીઓમાં શેષ્ઠ મનુષ્યની રચના પણ માતા નાયોએ જ કરી હોવાનું માનવામાં આવે છે. પોતાનું કાર્યપૂર્ણ થતાં માતા નાયોએ નદીનું રૂપ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારના મહાન સમ્રાટ રાજા ટ્રીઓનીફોએ માતા નાયોને પોતાના રાજ્યમાંથી વહેવાની પ્રાર્થના કરી હતી. આ સાથે રાજા ટ્રીઓનીફોએ માતા નાયોને એ વચન પણ આપ્યું કે, તેઓ અને તેમના વંશજો નાયો નદીની સુરક્ષા કરશે અને તેમની પ્રજા પણ રાજાના કાર્યોને અનુસરશે. આ વચન ઉપર માતા નાયોએ રાજા ટ્રીઓનીફોના રાજ્યથી વહેવાનું પસંદ કર્યું હતું. સમય જતાં, રાજા ટ્રીઓનીફોના વંશજોએ નાયો નદીની આસપાસ જંગલોનું નિર્માણ કર્યું હતું અને તે જ જંગલોમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. આજે પણ ટ્રીઓનીફોના વંશજો નાયોના જંગલોમાં વશે છે. આ જંગલો 24 દેશો જેટલો વિસ્તાર રોકતા હોવાનું મનાય છે.


આજના સમયના આધુનિક માનવોથી પણ નાયોના જંગલોનું પુરી રીતે અવલોકન થયું નથી. હજુ પણ ઘણા રહસ્યો નાયોના જંગલોમાં સામાન્ય માનવીઓથી છુપાયેલા છે. ઘણા લોકોનું માનવાનું છે કે, નાયોના જંગલોમાં એવા જીવો રહે છે જેની પાસે ઘણી રહસ્યમય શક્તિઓ હોય, આ સાથે એવા માનવીઓ પણ હોઈ શકે છે, જેની પાસે દેવતાઈ શક્તિ હોય. પરંતુ આ વાતોનો કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી, આથી એવા પણ લોકો છે જે આવી પુરાવા વગરની અને કાલ્પનિક વાતોમાં લેશમાત્ર પણ માનતા ન નથી. આથી આધુનિક સમયમાં બે પક્ષોએ જન્મ લીધો, એક જે નાયોના જંગલોમાં રહસ્યો છુપાયેલા છે એ વાતમાં વિશ્વાસ રાખે છે અને બીજો એ પક્ષ જે આ વાતને નકારે છે.


આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો, તેર વર્ષનો રવિ ત્રિવેદી પણ નાયોના રહસ્યોને નકારતો હતો. તે એ વાત ઉપર વિશ્વાસ કરતો જ ન હતો જેનો કોઈ આધાર ન હોય. તે એવા લોકોની સાથે દલીલો કરતો જે નાયોના જંગલોમાં રહસ્યવાળી વાતને સમર્થન આપતા હોય. હમેશા દલીલ એક એવા બિંદુએ આવીને ઉભી રહી જતી કે જેની આગળ ન તો રવિ વધી શકતો હતો કે ન તો સામે દલીલ કરવા વાળો. મોટે ભાગે રવિ પોતાના મિત્રોની સામે આ દલીલો રજૂ કરતો અને તે જ જીતતો.


આ વર્ષે રવિના સ્કૂલનો પ્રવાસ એક ઐતિહાસિક સ્થળે યોજાયો હતો. એ ઐતિહાસિક સ્થળ નાયોના જંગલોની નજીક હતો. રવિના મિત્રોએ રવિની સામે એક શરત રાખી હતી. એ શરત મુજબ, રવિની સાથે તેના મિત્રો કોઈને પણ ન જાણ થાય તે રીતે સવારે નાયોના જંગલોમાં જશે અને બપોર સુધી તે જ જંગલોમાં રહશે. જો આ વચ્ચે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ મળી કે કોઈ એવી ઘટના બની જે બીજે ક્યાંય થવી અશક્ય હોય તો મિત્રો જીતશે અને જો આ આખા પ્રવાસ દરમિયાન કોઈ એવી વસ્તુ કે ઘટના ન બની તો રવિ જીતશે. આ શરત રવિએ માની લીધી. રવિના મિત્રો રવિને ખોટો પાડવા આતુર હતા અને રવિ તેના મિત્રોને શરતમાં હરાવવા માટે ઉત્સુક હતો.


સવાર થતા જ રવિ અને તેના મિત્રો કોઈને પણ જાણ ન થાય તે રીતે નાયોના જંગલો તરફ નીકળી પડ્યા. તેઓ પોતાની પાછળ પાછળ વિશેષ ચિહ્નો મૂકી જતા હતા જેથી તેઓને એ જાણ થાય કે તે બધા ક્યાં રસ્તેથી આવ્યા હતા. ચાલતા ચાલતા બપોર થઈ ગયો હતો. સૂર્ય વાદળોથી ઘેરાયેલો હતો. રવિ અને તેના મિત્રો ચાલતા ચાલતા નદીના કિનારે આવી પહોંચ્યા હતા. તેઓ જે રસ્તેથી નદી કિનારે પહોંચ્યા તે સૌથી ટૂંકો માર્ગ હતો. નદીના કિનારે પહોંચતા રવિ અને તેના મિત્રો એક વૃક્ષની નીચે આરામ કરવા માટે બેઠા હતા. બધા મિત્રો પરસેવેથી રેબઝેબ હતા. બધા ઊંડા શ્વાસ લઈ રહ્યા અને અને ઘણા સાથે લાવેલી બોટલ માંથી પાણી પી રહ્યા હતા. રવિના સિવાય બધાના મોઢા ઉતરેલા હતા કારણ કે તેઓને રસ્તામાંથી ક્યાંય પણ ચમત્કારી કે રહસ્યમય વસ્તુ જોવા મળી ન હતી.


"આટલી કલાકો ચાલ્યા બાદ, તમને કોઈને પણ નાયોના જંગલોમાં કઈ ચમત્કારી કે રહસ્યમય દેખાણું ? કઈ એવું જેના વિશે તમે વિચારી પણ ન શકો ? તમને કોઈને એવું કંઈ પણ દેખાણું હોય તો મને જણાવો, કારણ કે મને તો એવું કંઈ પણ જોવા મળ્યું નથી !" રવિએ પોતાના મિત્રોના ઉતરેલા મોઢા જોતા હસીને કહ્યું.


"તું સાચો છો, રવિ. નાયોના જંગલોમાં કઈ પણ વિશેષ નથી." એક મિત્રએ લાંબા શ્વાસ લેતા કહ્યું.


"તું પણ રવિની વાતોથી સહમત છું. જો કઈ વિશેષ હોત તો આપણને દેખાણું હોત ! પણ આટલું ચાલ્યા બાદ પણ કઈ પણ ન મળ્યું." બીજા મિત્રએ કહ્યું.


"સાચું !" ત્રીજા મિત્રએ સહમતી દરસાવતા કહ્યું.


"એટલે હું શરત જીતી ગયો છું ?" રવિએ ઉત્સુકતાથી પૂછ્યું.


"હા, જોતા તો એ જ જણાય છે." પહેલા મિત્રએ જવાબ આપ્યો.


રવિ ઉભો થતો અને નાયો નદીની નજીક ગયો. તેને નદીની નજીક જતા જોઈને ત્રણેય મિત્રો ઉભા થયા અને રવિને જ તાકી રહ્યા હતા. નદીની નજીક પહોંચતા જ રવિ પોતાના મિત્રો તરફ વળ્યો અને કહ્યું, "હું સાચો છું અને તમે બધા ખોટા. નાયોના જંગલોમાં કોઈ પણ પ્રકારનું ચમત્કાર કે રહસ્ય નથી છુપાયેલું. હું જીતી ગયો !"


અચાનક જોરદારનો પવન ફૂંકાવા લાગ્યો અને રવિ પોતાના મિત્રો તરફ દોડ્યો પરંતુ જમીન ભીની હોવાથી તે લપસ્યો અને નદીમાં પડી ગયો. તે નદીના પ્રવાહમાં વહેવા લાગ્યો અને ધીરેધીરે તેને અંધાકર ઘેરાવવા ગયું.


જ્યારે સૂર્યના કિરણો આંખો ઉપર પડ્યા ત્યારે રવિને ભાન આવ્યું. તેને જમણા હાથમાં ખૂબ જ દર્દનો અનુભવ પણ થયો. જ્યારે તેએ આંખો ખોલી ત્યારે તેની સામે એક વિચિત્ર વ્યક્તિ ઉભો દેખાણો, જે ખૂબ જ ભીનો જાણતો હતો. જ્યારે રવિએ પોતાની ઉપર નજર નાખી ત્યારે તેએ જોયું કે પોતે પણ ભીનો હતો. આ સાથે તેના જમણા હાથમાંથી સતત લોહી પણ વહી રહ્યું હતું. જ્યારે તેના કાનમાં નદીના પ્રવાહનો અવાજ ગયો ત્યારે તેને પહેલાની બધી ઘટનાઓ યાદ આવી હતી.


પોતાનો જમણો હાથ જોરથી પકડતા રવિએ તે પેલા વ્યક્તિને પૂછ્યું, "હું ક્યાં...મને...શું…?"


"તું ડૂબી રહ્યો હતો." તે વિચિત્ર વ્યક્તિએ રવિનો પ્રશ્ન પૂરો થતાં પહેલાં જ જવાબ આપ્યો, "મારી પાસે દોરી હતી, તે દોરી દ્વારા મેં તને કિનારે ખેંચ્યો. પણ આ વચ્ચે મારો દોરી નદીમાં વહી ગઈ. કદાચ જ્યારે તું નદીમાં બેભાન રીતે ડૂબી હતો ત્યારે જ તારો હાથ કોઈ પથ્થરથી અથડાયો હશે. આથી જ તમે દર્દ થાય છે."


રવિ બેઠો થયો અને અત્યંત દર્દને કારણે તેએ પોતાના જમણા હાથને ડાબા હાથ દ્વારા જોરથી પકડી રાખ્યો હતો. ત્યાર બાદ રાજુએ તે વિચિત્ર વ્યક્તિ સામે જોયું. કાળું વર્ણ હતું અને કાળા રંગની લાંબી દાઢી, જગ્યાએ જગ્યાએ ફાટેલા કપડાં હતા અને કમળે એક કાળા રંગની કોથળી, ગળામાં એક તારાની આકૃતિનું લોકેટ હતું.


"મને બચાવવા માટે થેંક્યું, સર." રવિએ કહ્યું.


"સર !" એ વિચિત્ર વ્યક્તિએ હસતા હસતા કહ્યું, "મને કોઈએ પહેલી વાર સર કહ્યું છે."


'કેવો વિચિત્ર વ્યક્તિ છે, આ ! માન આપીને વાત કરો તો હસવા લાગે છે ! કોઈ પ્રકારની સમજ લાગતી નથી. કદાચ જંગલમાં ખોવાઈ ગયો હશે. પણ મને શું ! જે થાય તે, મને ક્યાં તેની સાથે દોસ્તી કરવાની છે. નામ શું હશે તેનું ? કદાચ એ પણ વિચિત્ર જ હશે. '


"હા, મારુ નામ ઘણું વિચિત્ર જ છે." માનો રવીના મનની વાત જાણી ગયો હોય તેમ એ વિચિત્ર વ્યક્તિએ કહ્યું, "પણ તારું નામ શું છે, બાળક ?"


"પહેલી વાત," રવિ અચાનક ઉભો થયો અને તે વિચિત્ર વ્યક્તિની સામે, પોતાની મોઢું ઊંચું કરીને કહ્યું, "હું કોઈ બાળક-વાલક નથી. હું 13 વર્ષનો છું અને મારુ નામ રવિ છે, રવિ ત્રિવેદી."


"ઠીક છે, રવિ !" તે વિચિત્ર વ્યક્તિએ રવિના બન્ને ખભા પકડતા કહ્યું, "આરામથી, પહેલા જ તારું ઘણી લોહી વહી ગયું છે. વધારે લોહી વહશે તો તું ફરીથી બેભાન થઈ જઈશ. સમજ્યો !"


"નહિ, હું ઠીક છું. મારો જીવ બચાવવા માટે આપનો આભાર અને હવે હું મારા મિત્રો પાસે જઈ શકીશ." રવિએ કહ્યું.


"ધ્યાન દે મિત્ર !" તે વિચિત્ર વ્યક્તિએ કહ્યું, "તું બીજા કિનારે છો અને તારા મિત્રો બીજા જ કિનારે. તારા મિત્રો પાસે જવા માટે તારે નાયો નદીની બીજી બાજુ જવું પડશે."


રવિ એ પોતાની આજુ બાજુ જોયું. તે ખરેખરમાં નદીના બીજા જ કિનારે હતો. તેને કઈ લન સમજમાં આવતું ન હતું. તેના શ્વાસ વધી ગયા અને ફરીથી અંધાકર ઘેરાવવા લાગ્યું.


રવિની આંખો જ્યારે ખુલી ત્યારે તે એક વિશાળકાય હાથી ઉપર શવાર હતો. જ્યારે તેએ પોતાની પાછળ જોયું ત્યારે તેણે એ પેલો વિચિત્ર વ્યક્તિ દેખાણો.


"આવી ગયું તને ભાન !, સારું." રવિની સામે જોતા એ વિચિત્ર વ્યક્તિએ કહ્યું.


રવિ અને તે વ્યક્તિ એક જંગલી હાથીની સવારી કરી રહ્યા હતા, જેના વિશાળ દાંત હતા. જ્યારે રવિએ વૃક્ષો ઉપર ચિત્તા અને અન્ય જંગલી પ્રાણીઓને જોયા તો એ ચકિત રહી ગયો.


"મારા મિત્રથી મળ," એ વ્યક્તિએ રવિને હાથીનો પરિચય આપતા કહ્યું, "આનું નામ યુથોક છે. યુથોકનો અર્થ થાય છે…"


"શક્તિશાળી પ્રાણી !" રવિએ વાત પૂરી કરતા કહ્યું, "આ ચિત્તાઓ આપણી ઉપર હુમલો શા માટે નથી કરતા ?"


"કારણ કે તેઓ આપણા મિત્રો છે. તું પૂછ તેનો પહેલા જ હું તને જણાવી દઉં કે આપણે અત્યારે ઔષધીય ધામ જઈ રહ્યા છીએ. જ્યાની ઔષધિઓની મદદથી તારો હાથ ઠીક થઈ જશે."


આ કહેતા જ યુથોક ઉભો રહી ગયો, કારણ કે આગળની તરફ એક વિશાળ પર્વત હતો. પોતાની સુંઠ દ્વારા પહેલા યુથોકે રવિને ઉતાર્યો અને ત્યાર બાદ એ વિચિત્ર વ્યક્તિને. બન્ને એ પર્વત સામે ઊભા હતા.


"તારો આભાર, મિત્ર યુથોક." એ વિચિત્ર વ્યક્તિએ પોતાના મિત્ર, હાથીને કહ્યું અને હાથી પાછો વળી ગયો.


ત્યાર બાદ એ વિચિત્ર વ્યક્તિએ તે પર્વતની દીવાલ ઉપર પોતાનો હાથ મુક્યો હતો અને મનોમન કઈક બોલ્યો હતો. જ્યારે તેએ પોતાનો હાથ દૂર કર્યો ત્યારે તે પર્વતે ધીરે ધીરે એક સુંદર બગીચાની રૂપ લઈ લીધું. રવિ અને તે વિચિત્ર વ્યક્તિ એ બગીચાની અંદર પ્રવેશ્યા અને એ વિચિત્ર વ્યક્તિએ થોડી વનસ્પતિના પર્ણો લઈને રવિના હાથ લગાવી દીધી. તે પર્ણોને જ્યારે હટાવવામાં આવ્યા ત્યારે રવિનો હાથ પહેલાના જેવો જ, ઠીક થઈ ગયો. રવિ આ બધું જોઈને આશ્ચય પામ્યો હતી.


જ્યારે રવિ અને તે વ્યક્તિ એ બગીચાના વારે નિકળા ત્યારે ફરીથી એ બગીચાએ પર્વતનું રૂપ લઈ લીધું હતું. ત્યાર બાદ તે વિચિત્ર વ્યક્તિએ રવિને એક વિશાળ અને જાડા થડ વાળા વૃક્ષ પાસે બોલાવ્યું. રવિએ તે વ્યક્તિ પાસે ગયો. તે વ્યક્તિએ વૃક્ષની એક બાજુ પોતાની હથેળી રાખી અને તેના જ કહેવાથી રવિએ પણ તેવું જ કર્યું. ત્યાર બાદ એ વ્યક્તિ ધીરેથી કઈક બોલ્યો અને અચાનક એ વૃક્ષના થડ વચ્ચે એક બખોલ ખુલી ગયું.


"મારી પાછળ પાછળ આવ." એ વિચિત્ર વ્યક્તિએ કહ્યું અને રવિએ તેને અનુષર્યું.


એ બખોલની અંદર જતા, પ્રકાશ, અંધકાર અને ફરીથી પ્રકાશ જોતા રવિને કઈ પણ નવું ન જણાયું. પણ જ્યારે તેએ નદીની કિનારે પોતાના મિત્રોને રોટા જોતા ત્યારે તેને એ વાતની જાણ થઈ કે તે બીજે કિનારે પહોંચી ગયો હતો. એ બખોલ દ્વારા તે એક કિનારાથી બીજા કિનારે આવ્યો હતો. તે મિત્રો નદીની તરફ જોઈ રહિયા હતા જ્યારે રવિ વૃક્ષોની પાછળથી તેમણે જોઈ રહ્યો હતો. તે પોતાના મિત્રો તરફ જવાનો જ હતો કે, ત્યારે તે એ વિચિત્ર વ્યક્તિ તરફ ફર્યો.


"થેક્યું વેરી મચ, સર." રવિના આંખોમાં આંસુ આવી ગયા હતા, "સર નહિ…, તમારું નામ શું છે ?"


"રવિ, મારા મિત્ર." એ વ્યક્તિએ પોતાની કમળે બાંધેલી કોથળીને ખોલતા કહ્યું, "મારુ નામ રેયડોમ છે. રેયડોમનો અર્થ તું જાણતો હોઈશ."


"હા, રેયડોમ એટલે કે…" અર્થ યાદ આવતા રેયડોમની આંખોમાં આંખો પોરવીને આશ્ચયથી રવિએ કહ્યું, "વિચિત્ર પરંતુ ચમત્કાર કરનાર વ્યક્તિ."


"હા, સાચું. હું રેયડોમ છું, ટ્રીઓનીફોનો વંશજ. તું જાણછો રવિ કે, આધુનિક માનવીઓ શા માટે ચમત્કારમાં વિશ્વાસ રાખતા નથી ?"


રવિએ નકારમાં માથું ધુણાવ્યું.


"કારણ કે, આધુનિક માનવીઓ આ ચમત્કારને ભૌતિક રીતે જોવા મળે છે પરંતુ આ ચમત્કારો ભાવનાઓથી અને લાગણીઓથી જ જોઈ શકતી હોય છે."


આ કહેતા રેયડોમે સોનેરી રંગનો પાવડર, જે તેએ કોથળીમાં રાખ્યો હતો, તેને રવિની તરફ ફેંક્યો. અને ફરીથી રવિ બેભાન થઈ ગયો.


"રવિ...જાગ...રવિ...યાર...જાગ...રવિ."


રવિએ પોતાની આંખો ખોલી ત્યારે તેના મિત્રો તેને જગાડી રહ્યા હતા. રવિ ભાનમાં આવ્યો અને તે બેઠો થયો.


"મને શું થયું હતું ?" રવિએ પોતાના મિત્રોથી પૂછ્યું.


"આપણે સવારથી નાયોના જંગલોમાં રખડીયે છીએ. જ્યારે આપણે નદીના કિનારે આવીને બેઠા ત્યારે તું અચાનક બેભાન થઈ ગયા હતો."


'તો શું તે બધું એક સ્વપ્ન હતું ? માત્ર એક સ્વપ્ન ?"


ત્યારે રવિની પોતાના જમણા હાથ ઉપર ગઈ. તેના હાથમાં એક તારાની આકૃતી બનેલો લોકેટ હતો. રવિના મુખ ઉપર એક સ્મિત છવાઈ ગયું.


'નહિ, તે સ્વપ્ન ન હતું. તે ચમત્કાર હતો.'


■■■