ful ane perfum in Gujarati Short Stories by Tru... books and stories PDF | ફૂલ અને પરફ્યુમ

The Author
Featured Books
Categories
Share

ફૂલ અને પરફ્યુમ

મોહનભાઇ સુગંધી ફૂલોના હાર અને ગુલદસ્તા બનાવતા અને છૂટક ફૂલો પણ લારીમાં વહેંચતાં.તેમની લારીની બાજુમાં જ પ્રણવભાઈની પરફ્યુમ દુકાન હતી. મોહનભાઈ ને અચાનક કોઈક નો ફોન આવતાં,મોહનભાઇ પોતાના ફૂલનો નો બધો સામાન તેમજ તૈયાર કરેલા ઓડર્સ બાજુ માં રહેલી પ્રણવ ભાઈની પરફયુમની દુકાનમાં મૂકી ચાલ્યા ગયા.થોડીકવાર પછી જમવાનો સમય થતાં પ્રણવભાઈ પણ દુકાન બંધ કરી ઘરે ગયા.....

બસ એટલા માં જ ફૂલોનો વાર્તાલાપ શરૂ થયો.ફૂલો તો બધા આ પરફ્યુમની દુકાનની ઝાકમઝોળ થી જ અંઝાય ગયા હતા.આ...હા...હા.....કેવા સુગંધીદાર પરફ્યુમ,એકદમ સ્ટ્રોંગ સુંગંધવાળા,અલગ અલગ જાતના,અલગ અલગ વિશેષતા વાળા,સુંદર બોટલોમાં ,સુંદર બોકસ માં પેક થયેલા.આ બધું ફૂલો સવાર થી અત્યાર સુધી જોઈ જ રહ્યા.અને બસ થોડી નાનપ અનુભવતા બધા નીચે જોઈ રહ્યા.

બસ એક ગુલાબનું ફૂલ હતું લાલચટક, પૂર્ણ ખીલેલું, પોતાના પર ગૌરવ લેતું,ટટ્ટાર ઊભેલું.બાકી બાજુમાં પડેલ ફૂલો તો જાણે નાનપ થી ચીમળાઈ ગયેલા દેખાવા લાગ્યા..

આ જોઈ ગુલાબના ફૂલ થી ના રહેવાયું.તેને કહ્યું,કેમ આજે બધા વહેલા મુરઝાયેલા દેખાવ છો. હજુ તો ઘણો સમય બાકી છે ખીલવાનો.

એક ફૂલે જવાબ આપ્યો,જુઓ તો ખરા, આ દુકાનમાં ચકચક્તિ કાચની બોટલ માં સુગંધી મઘમઘતા ફુવારા.એકવાર સ્પ્રે કરે એટલે કલાકો સુધી મહેકી ઊઠે માણસ અને જગ્યા.અને આપણી કિસ્મત તો જુઓ ખાલી ક્ષણભર માટેની સુંગંધના સંગાથી. સવારે મહેક્યા હોય તો સાંજ સુધીમાં તો અસ્તિત્વ જ વિખરાઇ જાય. ગુલાબ ના ફૂલ ને વાત તો સાચી લાગી પણ એ એમનું સત્ય છે. આપણે પણ શ્રેષ્ઠ જ છીએ એવું મનમાં વિચારી ગુલાબનું ફૂલ બધા ને સમજાવતા બોલ્યું,તમારી વાત સાચી છે.પણ,એમનું અસ્તિત્વ તો આપણા ફૂલો ના થકી જ ઉદભવી શક્યું છે. તમે એ કેમ ભૂલી જાવ છો એ આપણું જ એક વિશિષ્ટ રૂપ છે. અને બધા પોતાની જગ્યાએ વિશિષ્ટ અને વ્યવસ્થિત જ ગોઠવાયેલા હોય છે. આપણે જે કામમાં આવી શકીએ એ કામ માં આ પરફ્યુમ ની બોટલો ના આવી શકે. આપણે આપણી ઉચ્ચ કક્ષાએ જ છીએ. માટે નિરાશ થવાની જરૂર નથી. કોઈ ની ચમક જોઈ ને આપણે આપણી ચમક ના જ ગુમાવવી જોઈએ.

ગુલાબના ફૂલ ની એવી જ્ઞાનની વાતો છતાં ફૂલો ની નાનપ પૂરી રીતે દૂર ના થઈ અને એમને આ પરફ્યુમ ની ઇર્ષ્યા થવા લાગી.

ફૂલો એ કહ્યું, આ બધી તો સમજવાની વાતો છે બાકી પરફ્યુમ ની તોલે આપણે કઈ જ નથી. ગુલાબ નું ફૂલ હવે વધુ સમજાવવાના પ્રયત્નો કર્યા વગર ફક્ત એટલું જ બોલ્યો, તમારું મહત્વ તમને સમય જતાં સમજાય જશે જો તમે નિરાશ થયા વગર મહેક્તા રહેશો તો જ..

બસ એટલા માં પ્રણવભાઈ એ દુકાનનું સટ્ટર ખોલ્યું.આખી દુકાનમાં ફૂલોની પ્રસરેલી સુગંધ માણતા તે બોલ્યા,સાચા ફૂલો ની સુગંધ ખરેખર અદભુત હોય છે.પ્રકૃતિનો સ્પ્રે છે. મન પ્રસન્ન થઈ ગયું . આટલું સાંભળતા જ ફૂલો માં થોડી રોનક આવી.

થોડીક વારમાં થોડા વ્યક્તિઓ દુકાનમાં આવ્યા.પ્રણવભાઈ એ પ્રેમ થી એમને આવકાર્યા,આવો સાહેબ, બોલો કયું પરફ્યુમ બતાવું.

પેલા ભાઈ બોલ્યા, ના ભાઈ અમે તો મોહનભાઈ ફૂલવાળાને આપેલો ઓર્ડર લેવા આવ્યા છીએ. તેમણે તમારી દુકાને થી લેવાનું કહ્યું હતું. સારું કહી પ્રણવ ભાઈ એ એક ને પૂજા હવન માટે,એક ને લગ્ન પ્રસંગ માટે, એક ને મંદિર માટે, એક ને ઉત્તર ક્રિયા માટે એમ વારાફરતી અલગ અલગ પેકિંગ કરેલી થેલીઓ કાઢી આપી. ત્યાં તરત જ ગુલાબ બોલ્યું,જોયું મિત્રો આપણી જરૂરિયાત કેટલી જગ્યા એ છે. અને આ બધા માં પરફ્યુમ કામ માં નહિ આવે. એ નહિ ચાલી શકે. હા કોઈક વાર આપણે જરૂર એની જગ્યા એ ચાલી શકીએ. કુદરતી બક્ષિસ છે પ્રભુની આપણી પાસે.

બસ પછી તો બધા ફૂલો જાણે અંતર થી મહેકવા લાગ્યા. થોડું પાણી છંટાયું તો જાણે બીજીવાર ખીલી ઉઠ્યા..

આપણું જીવન બીજા કરતા કેવું છે? કેટલું છે? આપણે બીજા કરતા કેવા છીએ? કેવી રીતે જીવીએ છીએ? આપણી પાસે બીજા જેવી શું છે? શું નથી? બધું જ ભૂલી જાવ..

ખાલી એટલું યાદ રાખો આપણે વિશિષ્ટ છીએ. અને આપણું જીવન પણ વિશિષ્ટ છે. બસ આપણે એને શ્રેષ્ઠ બનાવી ગૌરવ અનુભવી એ ..........અને આનંદ થી મહેકીએ અને વિલીન થઈએ........