Reflection from shadow in Gujarati Love Stories by Bindu books and stories PDF | પડછાયો થી પ્રતિબિંબ

The Author
Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પડછાયો થી પ્રતિબિંબ

હેલો મેમ સીટી સ્કીન માટે તમે એકલા જ આવ્યા છો કે કોઈ સાથે છે અનામિકાના હાથમાં ડોક્ટરે લખી દીધેલી ચિઠ્ઠી હાથમાં લેતા તેના રિસેપ્શનિ બેન અનામિકાને પૂછ્યું શું કહે અનામિકા અને કેમ કહે આસુંજ કે જાણે ગળામાં જ રોકાઈ ગયા અને માંડ એટલું જ કહી શકી હા ડોક્ટરે કપાળમાં ટાંકા લેતી વખતે જાણ્યું કે ખાસું લોહી નીકળી ચૂક્યું છે અને માથામાં વાગવાથી કદાચ અંદર પણ કોઈ ઈજા હોઈ શકે વળી ડોક્ટર જાણતા હતા કે કોઈ બીજું ઘર માં જવાબદારીઓની સંભાળી શકે તેવું નથી ને તે ચકાસવા માટે ખાતરી કરવા માટે એમણે અનામિકાને સિટી સ્કીન માટે કહેલ....
એકસીડન્ટ થયું ને ઘણા કલાકો વીતી ચુક્યા હતા પ્રાથમિક સારવાર પણ અનામિકાએ લઈ લીધી હતી. પોતાના વર્ક પ્લેસ થી ઘર વચ્ચે ખાસ્સું અંતર હોવાથી તે ક્યાંય પણ હિંમત ન હારી હતી. આદિલની સ્કૂલેથી ઘરે મૂકવા પણ જાય છે અને આદિલ માટે નાસ્તો તેમજ બધી સગવડો કરીને ફરીથી તે હોસ્પિટલમાં જ્યારે પહોંચે છે ત્યારે એકદમ સ્વસ્થ હોય છે પોતાની સારવાર અર્થે હોસ્પિટલે પહોંચીને પોતાના ઘા માટે ડોક્ટરને માહિતગાર કરે છે ઘાવ વધારે હોવાથી ડોક્ટર તરત જ ટાંકા લઈ લે છે તેમ છતાં એની આંખમાં એક પણ આંસુ નથી આવવા દેતી પણ જ્યારે ડોક્ટર તે ને સીટી સ્કેન માટે કહે છે અને પેલી લેડી જ્યારે તેને પ્રશ્ન પૂછે છે તેની સાથે કોઈ નથી અને અનામિકાના મનમાં એક પ્રશ્ન ની વણજાર અને જાણે કંપારી છૂટે છે તેના મનમાં કશુંક એવું ભમી રહ્યું હતું કે જેનાથી એ રડવાનું રોકી ન શકી અને ત્યારે કહે છે કે મનમાં ને મનમાં કે આરવ કાશ આજ તું મારી સાથે હોત તો હું એક્સિડન્ટથી લઈ અને અહીં પહોંચી ત્યાં સુધી અસંખ્ય વાર તને હૃદયથી યાદ કરી ચૂકી છું પણ જો તું હોત તો એ એક કલ્પના માત્રથી... વળી અનામિકાને અચાનક યાદ આવે છે કે પેલી લેડી તેની સતત નિહાળી રહી છે વળી પોતાની જાતને સંભાળી અનામિકા કહે છે કે કેમ એકલા હોય તો શું થયું અને એવું કંઈ હશે તો તમે છો ને મારી સાથે અને વળી પેલી લેડી એકધારી અનામિકાની નિહાળીયા જ કરે છે હવે જ્યારે સીટી સ્કેન માટે તેને અંદર બોલાવવામાં જ્યારે આવે છે ત્યારે તેને પેલું સોંગ યાદ આવી જાય છે કે જે આરવ અને અનામિકા બંનેની ખૂબ જ ગમતું હતું અને જાણે આરવ તેની સાથે છે તેવું તે રિયલાઈજ કરે છે કે "હૈ દિલ્હી યે મેરા મુજે હર વક્ત પૂછતા રહેતા ....સાથી મેરે મુજકો બતા ક્યુ હૈ યે ઝુનુન" આરવના ગયા પછી સમાજ માટે અનામિકા નું સ્વરૂપ છે જ ઝુનુની સ્ત્રી વાળુ જ્યારે તેને સીટી સ્કેન માટે તૈયાર કરવામાં આવે છે ત્યારે આંખો બંધ કરીને આરવ સાથે જાણે વાર્તાલાપ કરે છે આરુ મારું જીવવું ખૂબ જ જરૂરી છે આપણા પરિવાર માટે તુ જાણે છે ને તારા ગયા પછી મારી માંથે કેટલી જવાબદારીઓ આવેલી છે તું હોત તો મને કોઈ વાતની ખામી ન રહેવા દેત જ્યારે તારી ગેરહાજરીના કારણે ઘરના વડીલો આપણા બાળકો ના માટે હું જ એક આધાર છું હે દ્વારકાધીશ મારા મગજ ઉપર કોઈ ઈજા ન થઈ હોય હૃદયથી તને પ્રાર્થના કરું છું કે કોઈ એવો ગંભીર અકસ્માત થયો હતો નહીં પણ હમણાં જ આદિલ સાથે જોયેલું દરબાર મુવીનું એક સીન તેને યાદ આવી જાય છે કે જ્યારે રજનીકાંત અને તેની પુત્રી નું એક્સિડન્ટ થાય છે ત્યારે રજનીકાંત કોમામાં હોય છે અને તેની પુત્રીને કશું જ વાગ્યું ન હોવા છતાં ડોક્ટરો કહે છે કે મગજમાં આંતરિક વાગવાથી તેને હેમરેજ થઈ ગયું છે અને સીટી સ્કેન માટે કહેવામાં આવે છે..આ એક વિચાર માત્રથી જ અનામિકા જાણે કેટલીવાર ભાંગી ચૂકે છે માંડ માંડ જોડાય છે પણ ફરીથી તેને યાદ આવે છે કે તેની સાથે તેનો આરવ છે જ અને જાણે તેને કહી રહ્યો છે અનામિકા તું ડર નહીં હું તારી સાથે જ છું હું તને કશું જ નહીં થવા દવ તને ખબર છે તારી સાથે તારા વડીલો તારા બાળકો અને તારા વિદ્યાર્થીઓનો આશીર્વાદ છે હું જાણું છું હું તને કંઈ મદદ નથી કરી શકતો પણ હું તારી સાથે તો છું ને અનામીકા ...હા ત્યારે અનામિકા આરવને કહે છે કે તારા આ જગત પરના અસ્તિત્વબાદ તું જાણે છે કે... જ્યારે તું હતો ત્યારે તું મારા પડછાયા ની જેમ મારી સાથે જ રહેતો. મને કોઈ તકલીફ થાય તો તું સહન ન કરી શકતો. મારી નાની નાની બાબતોની તું કેટલી કાળજી રાખતો.. મારી બીમારીઓમાં.. મારા સંઘર્ષો માં... મારા અભ્યાસ માં.. મારી વ્યથાઓમાં.. મારા જોબ ના કારણે ...અને હવે આરવ પૂછે છે ત્યારે અનામિકા કહે છે કે હવે મારા શ્વાસોશ્વાસમાં અને મારા પ્રત્યેક ધબકારમાં તું છો તું જાણે છે આરવ કે પહેલા તું મારો પડછાયો હતો અને હવે તું મારું પ્રતિબિંબ છો.....
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
૦૪:૦૫ AM
૧૧/૧૦/૨૨