*.......*........*........*........*
મમ્મી પપ્પા સાથે આભા પોતાના માસીના ઘરે લગ્ન માં પહોંચી. આમ તો એ મમ્મીનાં પિતરાઈ બહેન હતાં. પણ એમના સંબંધો સગાં કરતાં પણ વિશેષ હતાં.
" આવો, આવો..." રમા માસી દોડતા આવ્યા..
" બહું વહેલાં આવ્યાં તમે બધા? " મહેશ માસા કટાક્ષમાં બોલ્યા.
" અને આભા દીદી તમે તો પંદર દિવસ અગાઉ આવવાનાં હતાં ને? " દિપાલી ( રમા માસી ની નાની દિકરી જે આભા થી એકાદ વર્ષ નાની હશે) આભા થી રિસાઈ ને બોલી...
" હવે બસ કરો બધા... નહીંતર એ અમારા લગ્ન પૂરાં થયાં પહેલા જ પાછી ભાગી જશે..." સાંચી દીદી ( રમા માસી ની મોટી દીકરી, જેના લગ્ન છે.) હસતાં હસતાં આભા નાં ગળે વળગી તેનું સ્વાગત કરતા બોલી.
" અરે, એમ ક્યાંથી ભાગી જતી?? આજે રાત્રે આપણી સંગીત સેરેમની માં રંગત કોણ જમાવશે??" સંચિત ( સાંચી નો જુડવા ભાઈ) હસતાં હસતાં બોલ્યો...
" હવે બસ કરો બધા બહુ થયું.. હવે તો આવી ગયા ને અમે? હવે જુઓ લગ્નની મજા.. સાંચી દીદી તારે બોલવું હોય એટલું બોલી લે પછી તારા સાસરે જઈ જીજાજી ને શાંતિ લેવા દેજે...અને સંચિત ભાઈ તું પણ બોલી જ લેજે પછી ભાભી આવી ગયા બાદ તો તારે ચૂપ જ રહેવાનું છે." આભા બંને ભાઈ બહેન સાથે મસ્તી કરતાં બોલી.
" શું?? ઉભી રે' તું " કહેતાં સાંચી અને સંચિત બંને આભા પાછળ દોડ્યા.
" અત્યાર સુધી બધા રિવાજો મુજબ બધી રસમો થતી હતી. પણ લગ્ન ની રોનક તો હવે આવી." રમા માસી ના ચહેરા પર ખુશી વર્તાય રહી હતી.
ગણેશ સ્થાપના ની વિધિ તો સવારે વહેલા થઈ ગઈ હતી. હવે મંડપ રોપણ અને પછી પીઠી ની વિધિ થવાની હતી. મોટેરા ઓ પોતાની રીતે બધી વ્યવસ્થા માં હતા. વિધી પુરી થયા બાદ બાકીની વિધિ સાંજે હતી. આભા, પોતાના માસી તેમજ મામા ના દિકરા અને દિકરી ઓ સાથે વ્યસ્ત હતી . હંમેશ મુજબ આભા બધાનું કેન્દ્ર હતી. એની વાત કરવાની છટા જ એવી હતી કે બધાને એ ગમી જતી.
" વિવેક, આ તોર....ણ....."
આસોપાલવ નાં તોરણ નો એક છેડો પગમાં આવતા આભા પડી ગઈ અને સાથે જ નજીકની નિસરણી ને ધક્કો લાગતાં તેનાં પર ચડીને તોરણ બાંધી રહેલો અભિમાન ( રમા માસી ના દિયર નો દિકરો) પણ આભા પર આવી પડ્યો. જાણે કોઈ ફિલ્મ નો સીન હોય.
અભિમાન આભા ને એકીટશે નિરખી રહ્યો હતો. અને આભા એને દૂર ધકેલવા મથી રહી હતી.
" તું ઠીક છે?? " વિવેક, દિપાલી, સીમા, રોહન, વર્ષિલ બધા ત્યાં ભેગા થઈ ગયા.
" તને દેખાતું નય અભિ??" દિપાલી પોતાના પિતરાઈ ભાઈ પર ગુસ્સો ઠાલવી રહી હતી.
અભિ હજુ પણ આભા ને નિરખી રહ્યો હતો. દિપાલી નાં ઠપકા થી એ થોડો ઝંખવાયો ને પોતાનો બચાવ કરવા બોલ્યો, " એણે મને પાડ્યો છે ને તું મને જ ખિજાય છે."
" હા, આઈ એમ સોરી. " આભા પણ જાણતી જ હતી કે ભૂલ એની હતી.
" ઈટ્સ ઓકે. બાય ધ વે મોનિકા સાથે વાત થાય છે કે નહીં?? મૌલિક તો તને બહુ યાદ કરે છે. પછી ક્યારેય આવી જ નહીં રાજકોટ?" અભિ એ પૂછ્યું.
અભિમાન નો સવાલ સાંભળીને આભા મૂક બનીને તેને જોઈ જ રહી. એ તેને યાદ કરવા મથી રહી હતી.
" આઈ નૉ. તને તો હું યાદ પણ નહીં હોઉં? ફોટોગ્રાફર બની જાઉં તો કદાચ હું યાદ આવીશ.?" અભિ એ યાદ દેવરાવતા કહ્યું.
" તું...." આભા ની આંખો એને યાદ કરતાં પહોળી થઇ ગઈ.
ત્યાં જ કોઈએ અભિમાન નાં નામ ની બુમ મારી અને અભિમાન આભા ને પછી મળવાનું કહી ત્યાંથી નીકળી ગયો.
બધા આભા ને અભિમાન ને કઈ રીતે ઓળખે છે એ વિશે પૂછવા લાગ્યા.
આભા એ જણાવ્યું કે ત્રણ મહિના પહેલા એ રાજકોટ પોતાની ફ્રેન્ડ મોનિકા ( સુરેન્દ્રનગર પી.ટી.સી.કૉલૅજ વખતની ફ્રેન્ડ) નાં મેરેજમાં ગઈ હતી. તેના ભાઈ મૌલિક ના ફ્રેન્ડ ના નાતે અભિમાન ત્યાં આવેલો. મોનિકા નાં મેરેજ પર તે પોતે જ ફોટોગ્રાફી કરી રહ્યો હતો. અને દરેક વિધિ વખતે તે આભા ના ઘણા ફોટા પાડી રહ્યો હતો. એ કારણે આભા તેના પર ખૂબ ગુસ્સે ભરાઈ હતી. એની અન્ય બે ફ્રેન્ડ હેત્વી અને વિદિશા આભા ને રોકી લેતી હતી જેથી મોનિકા નાં મેરેજ માં કોઈ તમાશો ના થાય. રાજકોટ થી પાછા આવી ગયા બાદ મોનિકા દ્વારા અભિ એ મેરેજ પ્રપોઝલ પણ મોકલાવી હતી જેનો આભા એ કોઈ જવાબ નહોતો આપ્યો.
બધા ને વાત સાંભળી કોઈ નવાઈ ન થઈ કેમકે આભા ને કોઈ જુએ ને એનાં પ્રેમ માં ના પડે એવું તો ભાગ્યે જ બનતું. હા, પણ આભા સામે આવી ને પોતાના પ્રેમનો એકરાર કરવાની હિંમત કોઈ ના કરતું. એ બાબતે અભિમાન બધાને હિંમતવાન લાગ્યો. દિપાલી તો આભા ને અભિમાન ને હા પાડી દેવા માટે સમજાવવા લાગેલી. એનો પોતાનો પિતરાઈ ભાઈ અને આભા ને સાથે જોવા ના વિચાર થી જ એ ખુશ થઈ ગઈ. પણ આભા એવા વિચારો થી દૂર રહેવા ઈચ્છતી હતી. એટલે તેણે આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું. અને બધા પોતપોતાની મસ્તી માં ખોવાઈ રહ્યા.
પછી તો સાંજની ગરબા નાઇટ , બીજા દિવસના સાંચી દીદી ના મેરેજ, ત્યારબાદ ના દિવસે સંચિત ભાઈ ની જાન પરણીને પાછી આવી ત્યાં સુધી માં અભિમાન આભા ની આસપાસ ફરી ને પોતાના પ્રેમનો એકરાર કરતો જ રહ્યો. તેના મોબાઈલ પર સતત ગીત વાગતા જ રહ્યા.
"તેરે લિયે....ઘૂમુ દિવાના બનકે તેરે લિયે.....
વાદા હૈ મેરા મૈં હૂં તેરે લિયે..."
"" તુજે દેખા તો યે જાના સનમ....
પ્યાર હોતા હૈ દિવાના સનમ....."
" મુજ સે શાદી કરોગી......
મુજ સે શાદી કરોગી...."
અભિમાન ને કોઈ કામસર જવુ પડે એ સિવાય ના દરેક સમયે તે આભા આસપાસ ફરી ને આ બધાં ગીતો વગાડી પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો હતો. આભા ને આ હરકતથી ગુસ્સો આવી રહ્યો હતો. પણ સાંચી દીદી અને સંચિત ભાઈ નાં મેરેજ માં પોતે કોઈ તમાશો ના કરે એના માટે પોતાને રોકતી રહી.
સંચિત ભાઈ ની જાન પરણીને પાછી આવી તરત જ આભા અને તેના મમ્મી પપ્પા એ વિદાય લીધી. અભિમાને દિપાલી પાસે થી આભા નો નંબર લઈ લીધેલો. અને વારંવાર ફોન અને મેસેજ ની વણઝાર શરૂ કરી દીધી. સાથે જ રમા માસી અને મહેશ માસા દ્વારા લગ્ન પ્રસ્તાવ પણ પહોંચી ગયો. તેના મમ્મી પપ્પા એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. આભા એ પહેલા થી જ નક્કી કરેલું કે એના પપ્પાએ પસંદ કરેલા છોકરા સાથે જ લગ્ન કરશે. તેથી એ પણ અભિમાન સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. પણ અભિમાન સાથે ફોન પર વાત કરતા તેની દારુ પીવાની કુટેવ, અન્ય છોકરી ઓ ને અગાઉ પોતાના પ્રેમમાં ફસાવ્યા અંગે ની જાણ થઈ. એ ઉપરાંત પણ ઘણી વાતો સામે આવી. અને આભા માટે આ સંબંધ જબરજસ્તી નો થઈ પડ્યો. પણ પોતાના પિતાને કઈ રીતે તેમની પસંદગી માટે ઈન્કાર કરવો એ તેને સમજાતું નહોતું.
અને એક દિવસ અભિમાને આભા ના પપ્પા સાથે ફોન માં કોઈ વાત પર બબાલ કરી તેથી તેમણે જાતે જ મહેશ માસા ને ફોન કરી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. આભા એ દિવસે ખૂબ જ ખુશ થયેલી. હવે એ અભિમાન ના ફોન અને મેસેજ પર તેને બરાબર જવાબ આપતી થઈ ગઈ.
*.........*..........*..........*..........*
અંગત કારણોસર એપિસોડ પોસ્ટ કરવામાં મોડું કર્યું એ બદલ માફ કરશો.🙏🙏
આ વાર્તા વાંચવા બદલ આભાર.
રેટિંગ દ્વારા આપના પ્રતિભાવો આવકાર્ય.🙏