Premni ek anokhi varta - 5 in Gujarati Fiction Stories by Anurag Basu books and stories PDF | પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 5

Featured Books
Categories
Share

પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 5

આપણે ભાગ-૪ માં જોયું કે, દિક્ષા ને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા.તેમણે તેમનો નિર્ણય પછી જણાવવા નું કહી ને રજા લીધી..
પરંતુ દિક્ષા તો તેના બ્યુટી પાર્લર ના ઓનર અમિત પટેલ ને પ્રેમ કરતી હતી..અને આજે તે અમિત નો ઇન્ટૌ તેની પ્યારી બહેન શ્રીયા સાથે કરાવવાના હેતુસર , શ્રીયા ને બ્યુટી પાર્લર સાથે લઈ આવી હતી...
બ્યુટી પાર્લર આવતા વખતે રસ્તામાં જ, એક્ટિવા પર જ દિક્ષા એ ,શ્રીયા ને પોતાના મનની વાત જણાવી કે, હું અને અમિત પટેલ બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.તેમની સાથે આજે તારો ઈન્ટૌ કરાવીશું.. આ સાંભળતા જ શ્રીયા તો ચોંકી જ ગઈ...પણ સાથે સાથે ખૂબ જ ખુશ પણ થઈ.
લગભગ પંદરેક મિનિટ માં જ.. તેઓ બ્યુટી પાર્લર પહોંચી ગયા..પછી દિક્ષા એ ,શ્રીયા ને પોતાનુ બ્યુટી પાર્લર બતાવ્યું.. ત્યાં ની બીજી છોકરીઓ કે જે પણ ત્યાં જોબ કરતી હતી.તેમનો ઇન્ટૌ કરાવ્યો..
પછી તે અમિત પટેલ ની કેબીન માં,શ્રીયા ને લઈ ગઈ...અમિત એ તરત જ ઉભા થઇ ને.. દિક્ષા તેમજ શ્રીયા ને આવકાર આપ્યો.
અમિત : વેલ કમ ,મિસ શ્રીયા ! તમારા વિશે દિક્ષા પાસે થી ઘણું જ સાંભળ્યું છે... ખરેખર! તમે ખૂબ જ સુંદર છો..
શ્રીયા: થેકસ ! શ્રીયા ને શરુઆત માં તો એમ જ લાગ્યું હતું કે,અમિત કોઈ સામાન્ય વ્યક્તિ હશે..પણ અમિત તો એકદમ હેન્ડસમ હતો.બલ્યુ કોટ અને વ્હાઇટ શટૅ તેના પર ખૂબ જ શોભતો હતો ..જોતા જ ગમી જાય તેવો..તેની સાગર જેવી નીલી આંખો તેના પસૅનાલીટી માં વધારો કરી રહ્યું હતું..શ્રીયા તો જોતી જ રહી ગઈ..
એકસકયુઝ મી! મિસ શ્રીયા! ક્યાં ખોવાઈ ગયા?એકદમ અમિત ના આ શબ્દો સંભળાતા જ શ્રીયા ચોંકી ઉઠી...
શ્રીયા: ઓહ! આઈ એમ સોરી! હેલ્લો મિસ્ટર અમિત ! નાઈસ ટુ મિટ યુ!
ત્યાં જ દિક્ષા પણ બોલી ઉઠી..." છે ને? એકદમ હેન્ડસમ! કોઈ ને પણ પહેલી નજર માં જ ગમી જાય તેવો..મારો અમિત?..
ત્યાં જ અમિત એ કહ્યું, બસ બસ ! હવે મારી તારીફ જ કર્યા કરશો કે.. શું? બંને બેસો..હું ચ્હા કોફી અને નાસ્તો મંગાવું..બોલો મિસ શ્રીયા તમને શું ફાવશે? મને જ્યાં સુધી દિક્ષા એ જણાવ્યું છે., ત્યાં સુધી મારા મત મુજબ તમને કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ વધુ પસંદ છે..એમ આઈ રાઈટ??
શ્રીયા એ હકાર માં જવાબ આપ્યો..
અમિત એ તેના સેક્રેટરી ને બોલાવી ને.. ત્રણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ કેબિન માં મોકલવાનું કહ્યું..
અમિત એ શ્રીયા સાથે વાત કરતા કહ્યું.." તો કહો મિસ વર્લ્ડ..મેં સાંભળ્યું છે કે તમે કોલેજ ના ફર્સ્ટ યર માં આવી ગયા છો..શુ તમારો કોઈ બોય ફ્રેન્ડ બન્યો કે નહીં??

ત્યાં જ દિક્ષા જ બોલી ઉઠી.. એ બુક્સ માં થી જ ઉચુ મ્હોં કરીને જુએ તો કોઈ બોય ફ્રેન્ડ બને ને??અને ત્રણેય આ વાત પર હસી પડ્યા..પછી કોફી પણ આવી ગઈ..તો કોફી પીતા પીતા.. કેટલીયે વાતો કરી..સમય ક્યાં પસાર થઈ ગયો..ખબર જ ન પડી..?
એટલાં માં જ અચાનક દીક્ષા નું ધ્યાન ઘડિયાળ પર પડ્યું અને તે બોલી ઉઠી..અરે! ચાલ બે કલાક વીતી ગયા..ચાલ ચાલ શ્રીયા આપણે ઘરે આજે જલ્દી જવાનું છે. ને??

અમિત એ કહ્યું," ઓકે બહુ જ જલ્દી થી ફરી મળીશું...ટેઈક કેર..
શ્રીયા: ઓકે,બાય સી યુ સૂન .. કહીને કેબિન ની બહાર નીકળી ગઈ..
દિક્ષા પણ લવ યુ કહી ને બહાર આવી ગઈ...પછી બંને બહેનો દિક્ષા ને શ્રીયા ત્યાં થી અમિત ની રજા લઈ, ઘરે આવવા એક્ટિવા પર નીકળી પડ્યા .
અમિત તો કેબિન ની ગ્લાસ વિન્ડો માં થી બંને ને જતા ક્યાંય સુધી જોતો જ રહ્યો્
એક્ટિવા પર જ દિક્ષા કહેવા લાગી.."કેવો છે મારો અમિત??પણ શું આપણા પરિવાર ના વડીલો આ સંબંધ ને સ્વીકારશે?" આમ‌ કહી થોડી ઉદાસ થઇ ગઈ.
પણ , પછી કહેવા લાગી કે.."શ્રીયા હું અમિત ને ખૂબ જ પ્રેમ કરું છું..હું તેનાં સિવાય બીજા કોઈ સાથે મેરેજ નહીં કરી શકું..પણ આ વાત હું મમ્મી પપ્પા, દાદા દાદી,કાકા કાકી ને કહી શકીશ નહીં.. કદાચ તેઓ મને સંમતિ પણ નહીં આપે..પરંતુ મને ખબર છે કે મારી પ્યારી બહેન શ્રીયા ની વાત કોઈ ટાળતુ નથી...તું તો મારી ફેવર કરીશ ને?"
પણ , શ્રીયા તો જાણે દિક્ષા ની કોઈ વાત સાંભળતી જ નહોતી...શું આવશે આ મુલાકાત નું પરિણામ?
શું શ્રીયા પરિવાર ને સમજાવી શકશે?
શું શ્રીયા, દિક્ષા નો સાથ આપશે..
કે પછી
ભવિષ્ય ના પેટાળ માં કંઈક અલગ જ છૂપાયું છે..?
તો જાણીશું આગળ નાં ભાગ - ૬
અનોખી પ્રેમ ની વાર્તા માં...