Mansai in Gujarati Moral Stories by Krishvi books and stories PDF | માણસાઈ

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

માણસાઈ

માણસાઈ

માણસને જુઠ્ઠ બોલીને શું મળે છે..? આજકાલ સોશિયલ મીડિયા પર ખબર નથી પડતી કે ઘણા લોકો ખોટા નામ રાખીને ઘણા ફેક એકાઉન્ટ શામાટે બનાવે છે? શું મળે છે? શું આવાં ફેક એકાઉન્ટ બાનાવવા વાળા લોકોને કંઈ સબક શીખવાડવો જોઈએ કે આમ જ ચાલવા દેવું જોઈએ?
આવાં ફેંક એકાઉન્ટરોને સજા થવી જોઈએ કે તંત્ર ચાલવા દેવું જોઈએ?
વૃંદાએ ફેસબુક પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું. ડેઇલી એક સરસ મજાની પોસ્ટ મૂકે. પોસ્ટમાં લાઈક આવી કે નહીં ધડી ધડી મોબાઈલ ચેક કરે. વૃંદાનાં પ્રોફાઈલ પિક્ચરમાં વૃંદાએ માસ્ક પહેરેલું હોય એવું પિક્ચર મુક્યું હતું.‌ વૃંદાને ફેસબુકનું વળગણ લાગી ગયું હોય તેમ ઉઠતા બેસતા, ખાતાં પીતાં બસ મોબાઈલ જ જોયા કરે. આ બાબતે તેની મમ્મી જોડે ઘણી વખત ઝગડો થઈ જતો, પરંતુ પિતાની લાડકી દીકરી, પપ્પાની પરીને તો બસ હવામાં ઉડવા સીવાય કંઈ દેખાતું ન હતું. લાડકોડથી ઉછરેલી વૃંદા બધી વાત પપ્પાને કહી દેતી આખો દિવસ શું કર્યું શું થયું મમ્મી કેટલી વખત વઢી બધું જ.
એકદિવસ એક વસીમ નામનાં છોકરાની રિક્વેસટ આવી. વૃંદાએ તેમના પપ્પાને વાત કરી દિધી તેમના પપ્પાએ તુરંત જ બ્લોક મારવાનું કહ્યું, અને વૃંદાએ પ્રોફાઈલ પિક્ચર જોઈ તુરંત જ બ્લોક કરી દિધો.
તુલસીનો કોલ આવ્યો, તું ચાલને મારા ઘરે. ' ના તું આવ' વૃંદાએ કહ્યું.
'તને તો ખબર છે યાર કે હું તારા ઘરે, તારા તો શું કોઈના ઘરે નથી જઈ શકતી.
વૃંદાએ વધારે જીદ ન કરી કેમ કે એ તુલસીની વ્યથા જાણીતી હતી.
તુલસી વૃંદાની બેસ્ટ, ક્લોઝ, જીગર જાન ફ્રેન્ડ હતી. દેખાવે નમણી નાગરવેલ જેવી નાજુક, મીડિયમ બાંધો, આર્થિક સંકડામણથી ઘેરાયેલી હોવાથી ગુમસૂમ રહેનાર, બંને સાથે કોલેજમાં જાય. એક થી તે કોલેજ બધું સાથે ભણી. પણ ગણેલ વધારે, કેમ કે જે વધારે તપ્યું હોય તેનું ઘડતર, ઘડતરની કિંમત વધારે ચુકવવી પડી હોયને. નાનપણથી જવાબદારીનાં બોજથી મોટી બનેલી તુલસી વૃંદાને પોતાની અંગતની એકપણ વાત ન કરે. પરંતુ ઉદાસીનતાનું કારણ એમની આંખોમાં જોઈને પૂછયું કે મને તારા મનમાં ચાલી રહેલ ગતાગમ કહીશ...?
પહેલીવાર તુલસીની આંખો વૃંદા સામે ધોધમાર વરસી અને મુખ પણ ઊઘાડ્યું. તેના પપ્પા ઘરની બહાર ન નીકળવા દે, તુલસીને પરિવારની હૂંફ અને પ્રેમની ખૂબ જરૂર હતી. નાનપણથી જ તેનાં પપ્પા તેની સાથે રૂડલી બિહેવયર્સ કરતાં મુક્ત પણે ફરવાની સખત મનાઈ હતી. એટલે જ તુલસી સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતી. અને વૃંદાને નવું નવું શીખવતી.
એક દિવસ તુલસીને ફેસબુક પર એક કિશન નામના છોકરાની રિક્વેસટ આવી. સારી સારી વાતો કરી. તુલસીની કેર કરે, ટાઈમે જમી લેજે, નાની નાની બધી જ વાતોની સંભાળ રાખે. તુલસી પણ ધીમે ધીમે બધી જ પોતાના ઘરની અંગત વાતો શેર કરવા લાગી.
કોઈ પણ વ્યક્તિને જ્યારે ઘરમાં પૂરતો પ્રેમ અને સમય નથી મળતોને ત્યારે વ્યક્તિ એ મેળવવા બહાર ફાંફાં મારે છે. તુલસી તો શું કોઈ પણ વ્યક્તિ હોય પ્રેમની, હૂંફની જરૂર ત્યારે નથી મળતું, ત્યારે આવા નિર્ણય લેવાતાં હોય છે.
આ વાતની જાણ વૃંદાને પડી ત્યારે વૃંદાએ તુલસીને કિશનનો ફોટો બતાવવા કહ્યું. તુલસીએ વૃંદાને ફોટો બતાવ્યો. વૃંદા ફોટો જોઈ તુરંત જ કંઈ યાદ આવ્યું, એમ કહીને તુરંત જ પોતાના ઘરે પહોંચી ગઈ. અને તુલસીની બધી વાત તેના પપ્પાને કહી અને કહ્યું પપ્પા તમે તુલસીને આ ચક્રવ્યૂહ માંથી બચાવી લો પ્લીઝ.......
થોડા મહિના પહેલા જે વસીમને બ્લોક કર્યો હતો તે જ કિશન હતો.
બ્લોક કરવાનું કહ્યું હતું ત્યારે જ વૃંદાના પપ્પાએ વસીમની બધી ડીટેઇલ કઢાવેલી, તે આવી માસૂમ બાળકીઓને ફસાવી બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતો.
વૃંદાના પપ્પાએ ત્યારે જ એક્શન લઈ તુલસીને બચાવી અને તુલસીના પપ્પાને સમજાયું કે તમે પિંજરામાં કૈદ કરીને તુલસીની આઝાદી છીનવશો તો એ વધારે પાંખો ફફડાવશે તો અમૂક વાતે એક બાપ તરીકે મુક્તિ આપવી જોઈએ
આવાં ઘણાં અસામાજિક તત્વો ને જન્મ, આપણે ખુદ આપીએ છીએ. દિકરીઓને હૂંફ અને પ્રેમની ઊણપથી. તો દરેક બાપે એક સંકલ્પ કરવો જોઈએ કે અમે અમારી દિકરીને ભરપૂર પ્રેમ આપી, આવી ઘટનાઓને રોકવા....