આજદિન સુધી ભારતીય વાયુ સેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે. ૨૧૦૦થી વધુ શકિતશાળી એરક્રાફટ સાથે દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.
'ભારતીય વાયુસેના' ભારતની અન્ય સેના ઈન્ડીયન આર્મી અને નેવીને પણ અનેક રીતે મદદ પહોચાડયાની સાથે એયરલિફટ જેવા અનેક ઓપરેશન માટે હંમેશા તૈયાર રહે છે. ભારતની અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થા ઈસરો સાથે મળીને ભારતીય વાયુસેના દેશની સુરક્ષા માટે હંમેશા સજાગ રહે છે. ઉપરાંત કુદરતી આફતના સમયે નાગરિકોને બચાવવા માટે વાયુસેના હંમેશા તત્પર રહે છે.
- ૮ ઓકટોબર ૧૯૩૨માં વાયુસેનાની સ્થાપના થઈ, તેની પ્રથમ ટુકડીની રચના ૧ એપ્રિલ ૧૯૩૩ના રોજ કરવામાં આવી હતી. જેમાં ૬ આરએએફ ટ્રેન્ડ અધિકારીઓ અને ૧૯ એરમેન હતા.
- ભારતીય વાયુસેનાનું સૂત્ર છે નભ: સ્પૃશ દીપ્તમ્ જે ભગવદ ગીતાનાં ૧૧માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને તેમને મહારૂપ દેખાડી રહ્યા હતા ત્યારે તેનો ઉલ્લેખ થયો હતો.
- વાયુસેનામાં આશરે ૧,૭૦,૦૦૦ જવાનો સક્રિય પણે કાર્યરત છે.
- અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે.
- ૨૨ હજાર ફિટ પર સિયાચિનમાં હાજર એરબેઝ દૂનિયાનું સૌથી ઉંચુ એરબેઝ છે.
- આખા ભારતમાં વાયુસેનાના ૬૦ એરબેઝ છે વેસ્ટર્ન એર કમાંડમાં સૌથી વધુ ૧૬ એરબેઝ છે.
આકાશનો અજેય યોધ્ધા 'રાફેલ' દૂશ્મન દેશ પર પડશે ભારે
૧૯૩૨ના ૮ ઓકટોબરના ઈન્ડિયન એરફોર્સની સ્થાપના કરાઈ હતી આજે ભારતીય વાયુ સેનાનો ૮૮મો સ્થાપના દિવસક ઉજવાયો ૨૦૨૦નું વર્ષ ભારતીય હવાઈ દળ માટે ખૂબજ સારૂ નિવડયું છે. ભારત સરકારે ચાર વષૅ અગાઉ ફ્રાન્સ સાથે ૩૬ રાફેલ વિમાનોને ૫૯,૦૦૦ કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો પહેલા પાંચ રાફેલ વિમાનોનું જુલાઈ માસની ૨૯ તારીખે ભારતમાં આગમન થઈ ચૂકયું છે. જયારે વધુ પાંચ વિમાનની ટુકડી નવેમ્બરમાં આગમન કરે તેવી આશા છે. સુખોઈ જેટ વિમાન રશિયા પાસેથી ખરીધા ત્યારબાદ ૨૩ વર્ષે તેનાથી વધારે ક્ષમતાવાન એવા ફાઈટર જેટની આયાત કરવામા આવી તાજેતરમાં ચીન અને ભારતની સરહદ ઉપર તંગદિલી સર્જાય છે. ત્યારે ભારતીય આર્મીને આ પ્રકારનાં ક્ષમતાવાન એરફાયટરો ખૂબજ ઉપયોગી સાબિત થશે. રાફેલ જેટ ઘણાં જ શસ્ત્રોથી સજજ થઈ શકવાની ક્ષમતા ધરાવે છે.
તે પરમાણુ હથીયાર લઈને દુશ્મન દેશ પર વરસાવવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ દેખાવે ભલે સાવ સામાન્ય હોય પરંતુ ક્ષમતાઓમાં કદાવર છે. ૩૬ રાફેલમાંથી ૩૦ જેટ વિમાનો ફાઈટર હશે જયારે બીજા ૬ વિમાન માત્ર ટ્રેનિંગ માટેના હશે એરફોર્સનાં જવાનોને રાફેલ ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવશે રાફેલ જેટના પહેલી સ્કવોડ્નને અંબાલામાં રખાશે.
ઓપરેશન વિજય
ગોવાનો કબ્જો ન છોડતા પોર્ટુગલના સકંજામાંથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્તનામે ભારતીય વાયુસેનાએ ઓપરેશન કરીને ૩૬ કલામાંજ ગોવાને આઝાદી અપાવી હતી.
આપડા દેશના સૈનિકો ને મારા સલામ કરું છું વંદે માતરમ્ .