Street No.69 - 28 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -28

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -28

સ્ટ્રીટ નંબર- 69

પ્રકરણ -28



સોહમ સાવીનાં મોઢે એનાં વીતેલાં ભૂતકાળને સાંભળી વગોળી રહેલો. એનાં જીવનમાં કેવાં કેવાં અનુભવ થયાં એ સાંભળી અઘોર વિદ્યા અંગે વિચારી રહેલો.

સાવીએ પૂછ્યું “કેમ સોહુ ક્યાં ખોવાયો ? હજીતો જસ્ટ શરૂઆત કરી છે કે કેવી રીતે હું પહોંચી એ સમયે કેવી કેવી માનસિકતા હતી...ત્યાં પહોંચ્યા પછી મારાં ઘરે કેવી દશા થઈ હશે ? મારી બહેનો મોટી અને અને નાનકી... મારી માંની માનસિક વેદનાઓ મને યાદ આવી ગઈ મને કેવી કેવી કલ્પનાઓ આવી એ બધું મનમાં રાખી હું માં ગંગામાં મારું શરીર પવિત્ર કરવા ગઈ હતી મને સ્નાન કરી આવવાનો આદેશ હતો”.

“ હું નદીમાં પગ પખાળી અંદર સ્નાન કરવા જઈ રહી હતી...શરીરતો સાફ થવાનું હતું...મારે પવિત્ર રાખવાનું હતું...ગંગાનાં પાણીમાં ડૂબકી મારી અને આંખોમાંથી આંસુઓ એ જળમાં ભળ્યાં ભળી ગયાં મારાંથી ધ્રુસકે ને ધ્રુસકે રડી જવાયું...”

“સોહુ મને ઘર યાદ આવી રહેલું હજી મારાં પાપા મને મૂકીને ગયાં થોડાં ક્લાકો જ વીતેલાં...મારી નજર સામે મારી માં...મોટીનો રુક્ષ ચહેરો નાનકીનો નિર્દોષ ચહેરો તરવરી રહેલો...મોટી જાણતી હતી કે હું ઘરમાંથી નીકળી છું નાનકી મારી રાહ જોશે...એની નિર્દોષ આંખોમાં મારી...બોલતાં બોલતાં સાવી રડી પડી...સોહમે એને રડવા દીધી...”

સોહમે એનાં માથે હાથ ફેરવતાં કહ્યું “ સાવી તને અત્યારે યાદ આવતાં તું આટલી લાગણીશીલ થઇ ગઈ હું સમજી શકું છું એ સમયે તું કેટલી ભીંજાઈ હોઈશ.”

“સાવી થોડીવાર કશું બોલી ના શકી...બસ આકાશમાં તાંકી રહી...એની આંખો હજી ભીંજાયેલી હતી...એ બોલી...”એ દિવસે આજ આકાશ હતું એને સાક્ષી બનાવી બોલી ઉઠી હતી કે મારી શું ભૂલ ? મારાં નસીબ આવાં કેમ ? હે ઈશ્વર હૈ માઁ બોલને...આ મારી ઉંમર છે ઘરથી નીકળીને આમ...ગરીબીનો શ્રાપ આટલો ક્રૂર હોય છે ? જે પોતાનાંથી દૂર કરવાં પડે...ઓશીયાળા એટલાં બનાવે કે તમારે કોઈ અજાણ્યાનાં હાથમાં તમારી જાતને મુકવી પડે ?...” પછી એણે આંખો લૂછી અને બોલી “સોહમ થોડો સમય હું સાવ ઢીલી થઇ ગઈ હતી પછી ખબર નહીં અંદરથી મારો અંતરઆત્મા એવો જાગ્યો કે મનમાં ને મનમાં દ્રઢ નિર્ણય કર્યો કે હું આમ હવે કદી ઢીલી નહીં પડું મારી નબળાઈ આ સંવેદનાઓ છે...હું એનેજ કચડી નાંખી મજબૂત બનીશ બધાં આંસુ વહાવી દીધાં જેવી બહાર નીકળી અને નવીજ સાવી બહાર આવી...આંખોનાં આંસુના જળ ગંગા જળે સાફ કર્યા હું હવે કોઈક જુદીજ સાવી હતી.”

“સ્નાન કરી હું ઝૂંપડીએ આવી તો અઘોરી ત્યાં નહોતાં હું મારી જગ્યાએ અંદર ગઈ વિચાર્યું હશે ગયાં હશે ક્યાંક કોઈક તૈયારી માં હશે. ત્યાં મારાં માટે પડેલાં વસ્ત્રો હાથમાં લીધાં.”

“સુતરાઉ જાડા કપડાનો ચણીયો, બ્લાઉસ અને ભગવા રંગની સાડી...સોહુ અંતઃવસ્ત્રો એજ રંગનાં...બધું પહેરી લીધું આજે મારો કોઈ નવોજ અવતાર હોય એવું લાગી રહેલું...બધુંજ એ તાંત્રિક અઘોરીએ હાજર કરેલું હતું...મેં કાનમાં બુટ્ટી પેહરી હતી એ...બાકી ગાળામાં કાળો દોરો માત્ર હતો કોઈ શૃંગાર,ઘરેણાં હતાંજ નહીં...હું તૈયાર થઇ ગઈ હતી.”

“સોહુ મેં કશું જીવનમાં હજી જોયુંજ નહોતું મેં મારી માં ના શરીર પર જ ઘરેણાં જોયાં નહોતાં એનાં ગળામાં ચાંદીનું મંગળસૂત્ર...હાથમાં બે વીંટી ખબર નથી કેવી ધાતુની હશે...હાથમાં બંગડીઓ કાચની બસ ગરીબાઈની આટલી જાહોજલાલી હતી એજ જોઈ હતી...એટલે મને કોઈ દુઃખ કે પીડા નહોતી હું તૈયાર થઈને મારાં વિભાગથી બહાર આવી...”

સાવીને સતત સાંભળી રહેલાં સોહમે એની આંખો લૂછી... સાવીને આગળ કુતુહલ સાથે સાંભળી રહેલો. સાવીએ કહ્યું “એ તાંત્રિક અઘોરી ના ઝૂંપડામાં હતાં ના નદીનાં પટ પર મને થયું ક્યાં ગયાં હશે? સાંજ આથમી ગઈ હતી ધીમે ધીમે પટ પર અંધકાર છવાઈ રહેલો..”.

“ઘરની બહાર આમ મારી પ્રથમ સાંજ પછી રાત્રી હતી બધું સાવ સુનકાર થવા માંડ્યું મને અંદરને અંદર થોડો ડર સતાવી રહેલો હવે શું થશે ?ત્યાં મારી નજર નદી તરફ પડી મેં જોયું તાંત્રિક કોઈ વસ્તુ પર બેસી તરતા તરાપાની જેમ નજીક આવી રહેલાં...”

“હું ઝુંપડીની બહાર નીકળી હતી...પાછી અંદર જતી રહી...મને બહાર ડર લાગી રહેલો...ત્યાં ગુરુનો અવાજ આવ્યો એમણે મને સાદ દીધેલો...હું ફરી બહાર આવી ગઈ.”

“મેં બહાર આવીને જોયું તો મારી આંખો ડર અને આશ્ચર્યથી પહોળી થઇ ગઈ...તાંત્રિક કોઈ મૃત્યુ પામેલાં શબનાં કપડાં કાઢી દૂર કરી રહેલાં...કોઈ પુરુષનું કે સ્ત્રીનું શબ છે મને અંધકારમાં ખબર ના પડી...એમણે કહ્યું એય છોકરી ત્યાં અંદર મારાં આસનની બાજુમાં ફાનસ છે એ પ્રગટાવવા માટે જા જલ્દી કર મુહૂર્ત વીતે પહેલાં...”

“હું પાછી ત્વરાથી અંદર ગઈ અને આજુબાજુ બધે જોયું મને આસનની બાજુમાં ફાનસ ,દીવાસળી બધું પડેલું મળ્યું અને તરતજ ફાનસનો ગોળો ઊંચો કરી અંદરની દિવેટ સળગાવી.

સાવીને સતત સાંભળી રહેલાં સોહમે એની આંખો લૂછી... સાવીને આગળ કુતુહલ સાથે સાંભળી રહેલો. સવીએ કહ્યું એ તાંત્રિક અઘોરી ના ઝૂંપડામાં હતાં ના નદીનાં પટ પર મને થયું ક્યાં ગયાં હશે? સાંજ આથમી ગઈ હતી ધીમે ધીમે પટ પર અંધકાર છવાઈ રહેલો...

ઘરની બહાર આમ મારી પ્રથમ સાંજ પછી રાત્રી હતી બધું સાવ સુનકાર થવા માંડ્યું મને અંદરને અંદર થોડો ડર સતાવી રહેલો હવે શું થશે ?ત્યાં મારી નજર નદી તરફ પડી મેં જોયું તાંત્રિક કોઈ વસ્તુ પર બેસી તરતા તરાપાની જેમ નજીક આવી રહેલાં...

હું ઝુંપડીની બહાર નીકળી હતી...પાછી અંદર જતી રહી...મને બહાર ડર લાગી રહેલો...ત્યાં ગુરુનો અવાજ આવ્યો એમણે મને સાદ દીધેલો...હું ફરી બહાર આવી ગઈ.

મેં બહાર આવીને જોયું તો મારી આંખો ડર અને આશ્ચર્યથી પહોળી થઇ ગઈ...તાંત્રિક કોઈ મૃત્યુ પામેલાં શબનાં કપડાં કાઢી દૂર કરી રહેલાં...કોઈ પુરુષનું કે સ્ત્રીનું શબ છે મને અંધકારમાં ખબર ના પડી...એમણે કહ્યું એય છોકરી ત્યાં અંદર મારાં આસનની બાજુમાં ફાનસ છે એ પ્રગટાવવા માટે જા જલ્દી કર મુહૂર્ત વીતે પહેલાં...

ફાનસ લઈને બહાર ગઈ હવે મને બધું બરાબર દેખાઈ રહેલું.

મેં ફાનસથી જોયું કોઈ યુવાન સ્ત્રીનું મૃત શરીર હતું...જાણે હમણાંજ મૃત થઇ હોય એવું શરીર...એનો ચહેરો એટલો સરસ જાણે હમણાં બોલી ઉઠશે...મને થયું આ શબનું શું કરશે ?

હું જોતીજ રહી...ત્યાં તાંત્રિક ગુરુએ એ સ્ત્રીનાં બધાંજ કપડાં ઉતારી નાંખ્યાં અને...


વધુ આવતા અંકે પ્રકરણ 29