DA increased !!!! in Gujarati Short Stories by Dharmista Mehta books and stories PDF | મોંઘવારી એક મોજ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

મોંઘવારી એક મોજ

આજ વિદ્યા બહુ જ ખુશ હતી. કેમ ન હોય ?? આજ મોંઘવારી માં ચાર... ટકાનો વધારો થયો હતો!!! શાળાએથી પરત ફરતા રસ્તામાં મન માં તે જ ગણત્રી ચાલુ હતી . કમ સે કમ બે હજાર રૂપિયાનો વધારો તો થશે જ.
કેટલુંય વિચારી રાખ્યું હતું.મધ્યમ વર્ગ માટે બે હજારનો વધારો એટલે બહુ મોટો વધારો. કેટ કેટલાં સપનાંઓ આમાંથી પુરા થવાના હતાં!! બધી જ ગણત્રી મનમાં કરી . આ વખતે તો પોતે જોઈને આવેલી ,પણ ત્યારે સગવડ ન હોવાથી નહિ લીધેલી આઠસો રૂપિયા ની કુર્તી પણ આવી જશે.જો વેચાય નહી ગઈ હોય તો !! આમ એક ઊંડો શ્વાસ લઈ પણ મન માં હરખાતાં - હરખાતાં ચાલવા લાગી.તેની આંતરિક ખુશી ચહેરા પર તરી આવતી હતી.કોઈક અજાણ્યાને તેનું એકલું એકલું મલકતું મોં જોઈ ને તો કદાચ આજ તે પાગલ પણ લાગી હોય.પણ આજ તો તે તેની ધૂનમાં જ હતી .એક અનેરી ખુશી સાથે.
પણ વિદ્યા ને ક્યાં ખબર હતી ?? કે આવો જ આનંદ તેની સાથે જોડાયેલ તમામ વ્યક્તિ પણ અનુભવી રહ્યા હતા. રખે ને એમ નહિ માની લેતા કે તેઓ બધાં તેના અંગત હતાં. હા ,ભલે અંગત ન હતા પણ તેઓ વગર ચાલે તેમ પણ ન હતું.રસ્તામાં વિદ્યાએ વિચાર્યું કે લાવ આજ તો થોડુક ફ્રૂટ ઘરે લેતી જાઉં.આમ તો ફ્રૂટ ખાવું તે ધનિક હોવાની નિશાની છે.પણ આજના વધારાએ જાણે તેને અદાણી, અંબાણી ની હરોળમાં બેસાડી દીધી !! " શું ?? બસો રૂપિયે કિલો ??!!! હજુ થોડાં ટાઇમ પહેલાં તો સો રૂપિયે કિલો હતા." "અરે ! મેડમ ભાવ તો કે 'દી નો વધી ગયો છે.તમે લેતાં નથી લાગતાં" ".ના, ના, એવું નથી પણ હમણાં હું લેવા જતી ન હોઉં એટલે.એમ કર અર્ધો જ દે .એક જણને જ ભાવે છે". પોતાની મધ્યમ વર્ગની ગરીબી પર
ઢાંકપીછોડો કરતા બોલી. રસ્તા માં જ મોહનલાલ મળ્યાં." લ્યો સારું થયું આજ તમે અહી જ મળી ગયાં. હું ઘરે કહેવા આવવાનું વિચારતો જ હતો." " તો ઘરે આવજો ને "."ના,ના બસ એ જ કહેવાનું હતું કે આ મહિને થી ભાડા માં પાંચસો રૂપિયા નો વધારો કર્યો છે.આમતો બીજા બધા ભાડૂઆતના ભાડા માં હજાર રૂપિયાનો વધારો કર્યો છે.પણ તમે જૂના ભાડૂઆત છો એટલે તમારાં ભાડામાં એટલો વધારો નથી કર્યો"." " ઠીક છે. બે ચાર દિવસ માં પગાર થશે એટલે આપી જઈશ". વિદ્યા મન માં કચવાતા પણ મોઢેથી ફિકુ સ્મિત આપતાં બોલી.હવે ઘર બે કિલોમીટર જ દૂર હતું.પણ વિદ્યા ના પગ ધીમા પડી ગયા હતાં. રસ્તામાં ઈસ્ત્રી વાળાની દુકાને ગઈ .આમ તો નાનાં મોટા કપડાંને તો તે જાતે જ ઈસ્ત્રી કરી લેતી.પણ હમણાં હમણાં શાળામાં પણ કામ વધુ હોવાથી ઘરે આવી થાકી જતી.એટલે હજુ આ મહિને જ ઈસ્ત્રી બહાર કરાવતી થઈ.બધાને મહિનો પૂરો થાય તો પૈસાની જરૂર હોય જ.કોઈ સામે થી માંગે તે પહેલાં જ ચૂકવણી કરી દેવી જોઈએ.એમ વિચારીને પૂછ્યું,"કેટલાં થયાં"? પુરા ત્રણસો રૂપિયાનું બિલ જોઈ ને જ મોઢા પર કરચલી પડી ગઈ. તે ચૂકવી ઘરે જવા હવે પગ ઉતાવળે ઉપાડવા લાગ્યાં . થયું કે ઘરે જઈ કડક ચા બનાવી પી થોડીવાર શાંતિથી લંબાવી જાઉં. ઘરે પહોંચી,દરવાજે ટીંગાડેલ થેલી માં દૂધ આવ્યું છે કે નહિ તેની ખાતરી કરી. હાશ!! દૂધ તો આવી ગયું છે.સાથે એક ચબરખી હતી.પણ થયું કે પહેલાં ચા પી લે પછી બધી વાત.મોઢું ધોઈ ચા કર્યો અને રોજની જેમ ચા પીવા બેઠી.ચા પીતાં પીતાં ચબરખી યાદ આવી.ઊભી થઈ ચબરખી લીધી અને ખોલી ને જોયું તો દૂધનું બીલ હતું. એક કોથળી દીઠ બે રૂપિયાનો વધારો !!!.આજ ચા જરાક વધારે કડક થઇ ગઇ હોય કે શું પણ કડવી લાગી. નિત્યક્રમ પતાવી રાતે સૂવા ગઈ. મોંઘવારી નો આનંદ મોંઘવારી એ જ છીનવી લીધો હતો.આજે જ શાળામાં ભણાવેલ યાદ આવ્યું.
જંગ જીત્યો રે મારો કાણીઓ
બહુ ચાલી તબ જાનીયો...
આજ તેની સાથે એમ જ થયું હતું.એક બાજુ ચાર ટકા મોંઘવારી વધ્યા નો આનંદ હતો.પણ આખા રસ્તે જે જે રીતે લૂંટાતી આવી તે ઉપરની પંક્તિને બરોબર ફીટ બેસતું હતું. માને એમ કે કાણો દીકરો વરી ગયો. પણ વહુ જ્યારે લંગડાતી ચાલી ત્યારે માને ખબર પડી કે તે પણ છેતરાઈ ગઈ છે.હવે મનમાં બીજી ગણત્રી શરૂ થઈ હતી.તે હતી ટાંગામેળની .કોને કઇ રીતે ચૂકવશે?? કારણ આજ બધાને મોંઘવારીનો વધારો થયો હતો.
આજ સૌ કોઈ એકદમ ચાલાકીથી લૂંટાઈ રહ્યા હતા.પણ બિચારી આ નિર્દોષ પ્રજા!!! તે તો આ ધીમું ઝેર શંકરની જેમ ભોળા ભાવે પી રહી હતી.જાણે હર એક શખ્સ દૂસરે કો લૂટકર આનંદ મના રહા થા.મગર ખુદ લૂંટતા ચલા આ રહા થા યહ બાત સે બિલકુલ બે ખબર થા.આજ વિદ્યાને પોતાના બુધ્ધિશાળી હોવા પર અફસોસ થતો હતો. કાશ... પોતે આ કંઈ જ ન સમજતી હોત તો તે પોતે પણ પોતે વધારેલા ભાવ થી પોતાની કમાણી માં વધારો થયો એમ માની આમ આનંદમાં હોત.આમ વિચારતા વિચારતા આંખ થાકી ગઈ .આજ સપનાં પણ દૂર દૂર સુધી દેખાતાં ન હતાં.સવાર પડી . કમલા એ બેલ મારી અને વિદ્યા સફાળી ઊભી થઈ. કમલા આજ હરખમાં હતી . તેનો ચહેરો એકદમ ખીલેલો હતો.વિદ્યા તરત જ બોલી," આજ તારે પણ પગાર વધારો થયો કે શું "? "હા,મેમ.પણ તમને કંઈ રીતે ખબર પડી" ?.બસ એમ જ. એમ કર આજ ઇસ્ત્રીમાં ફક્ત સાડી જ દઈ આવજે.કુર્તી ને સરખી જાટકી ને સૂકવજે કરચલી ન રહે એમ. અને હા ,જા ત્યારે તારો પગાર લેતી જજે .તે પણ વધારા સાથે!!!
વિદ્યાને હવે સમજાયું કે તેનો આનંદ બધા સાથે કંઈ રીતે વહેંચાઈ ગયો હતો. મધ્યમ વર્ગની મોંઘવારીની મોજ કે મોંઘવારીની માઝા?????