Mrugtrushna - 13 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 13

Featured Books
Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 13

[ RECAP ]


( દેવાંગી વૈદેહી ને આદિત્ય ના લગ્ન ની વાત કરે છે.આદિત્ય અને વૈદેહી વચ્ચે પ્રેમ અને જવાબદારી ને લઈ વાત થાય છે. દીપક વૈદેહી ને સમજાવે છે કે આદિત્ય ના નસીબ માં જે લખ્યું છે એ જ થશે. પાયલ થી અનંત ના કપડાં પર કૉફી ઢોળાઈ જાય છે અને અનંત ગુસ્સે થઈ જાય છે. )

રાધિકા : પાયલ....શું કરે છે.

પાયલ : અરે...મને થોડી ભટકાવા નો શોખ છે. એ તો પગ માં પેન આવી એટલે.


દેવ : સરસ....🤣🤣🤣


પાયલ : હસીશ નઈ... એમ પણ એમને મને ઓફિસ માંથી કાઢવાં નું બહાનું જોઈએ છે. આજે પાછી પ્રિન્સિપાલ ની જેમ સંજય સર સામે શિકાયત કરશે મારી.


રાધિકા : અરે...જવાદે જે થયું એ...તું કામ કર ચાલ.


( રાધિકા અને દેવ જતાં રહે છે. પાયલ જેવું પોતાનું લેપટોપ લેવા જાય છે ત્યાં અનંત નો આઈફોન દેખાઈ છે એને અને એમાં રીંગ વાગે છે.પાયલ ફોન હાથ માં લેઇ છે )


પાયલ : આ તો એન્ગ્રી બર્ડ નો ફોન છે.
( પાયલ ફટાફટ ભાગી ને અનંત નો ફોન એમની ઓફિસ માં આપવા જાય છે અને જેવો દરવાજો ખોલે છે. અને પાયલ જોવે છે કે અનંત ન્યૂ વાઇટ શર્ટ પેહરી રહ્યા હોય છે.પાયલ અનંત ની બોડી જોઈ ચોંકી જાય છે અને પૂછ્યા વગર અંદર આવી તરત બોલે છે. જેના લીધે અનંત જપકી જાય છે.)


પાયલ : સર....


અનંત : વૉટ ધ હેલ....કોને પૂછી ને અંદર આવ્યા .એન્ડ ડિસીપ્લીન જેવું છે કઈ. મગજ હોય તો થોડું યુઝ કરવા નું રાખ.


પાયલ : સર...તમને આદત પડી ગઈ છે મને બોલવાની. અને હા મને કોઈ નથી પડી કે તમે શું કરો શું નઈ.આ તમારો ફોન રહી ગયો તો કેન્ટીન માં.


અનંત :( ગુસ્સા માં બોલે છે. ) How can you touch my phone??


( પાયલ બાજુ માં ટિસ્સું હોય છે એ લઈ ફોન ને સાફ કરવા લાગે છે. )


પાયલ : સોરી... સોરી.... સર. મારા લીધે તમારા ફોન પર કેટલાં બધાં જમ્સ આવી ગયા. લો સાફ કરી દિધો હવે નઈ પ્રોબ્લેમ આવે.


( પાયલ જેવો ફોન આપવા જાય છે એવો ફોન નીચે પડે છે.)



અનંત : ગેટ આઉટ....
( પાયલ ફોન ઉઠાવી કૉફી ટેબલ પર મૂકે છે. )



પાયલ : સર....એક વાત કવ. પ્રોબ્લેમ મારી નઈ તમારી છે. તમને મારા થી પ્રોબ્લેમ છે એ તમારી પ્રોબ્લેમ છે અને હા...મને કોઈ શોખ નથી તમારા કપડાં ઉપર કૉફી ઢોળવા નો.
( પાયલ કૉફી ટેબલ પર થી અનંત નો ફોન ઉઠાવે છે. )



પાયલ : અને હા...મારી મિસ્ટેક થઈ ગઈ કે હું ફોન આપવા આવી. હવે એક કામ કરજો. જ્યાં થી મે આ ફોન લીધો ત્યાં જ મૂકી આવું છું. લઈ લેજો જાતે.


( પાયલ અનંત ની ઓફિસ માંથી જતી રહે છે અને અનંત એને બોવ જ ગુસ્સા માં જોયા રાખે છે.અનંત પોતાનાં હાથ ની મુઠી બંધ કરી દેઈ છે ગુસ્સા માં. )



અનંત : મારા પ્રોબ્લેમ ને હું બોવ જલ્દી દુર કરી દઈશ મિસ પાયલ મેહતા.

____________________________



( પાયલ કેન્ટીન માં ટેબલ પર બેસી કામ કરવાં લાગે છે. ત્યાં રાધિકા આવી અનંત નો ફોન ઉઠાવે છે. )



પાયલ : રેહવા દે અહીંયા...નકર અકડું ને અકડાવા નો મોકો જ જોઈએ છે.



રાધિકા : પાયલ....શું કરવા તું એમની સામે થાય છે.એમને જ મને કહ્યું કે મારો ફોન લઈ આવો. તું પણ ને બાળક જેવી હરકત કરે છે.



( રાધિકા ફોન લઈ ને જતી રહે છે. )


પાયલ : બધાં સાથે નોર્મલ છે. મે શું બગાડ્યું છે આ અંકલ નું. જ્યાર થી મળ્યાં ત્યાર થી એક મોકો નઈ છોડતા મને સંભળાવા નો. જીવન માં પેલી વાર આવું વ્યક્તિ મળ્યું છે.ના પોતાને શાંતિ છે અને ના મને શાંતિ લેવા દેઇ છે. ખાલી ફોન અડ્યો એમાં તોહ આટલું કોણ અકડાઈ જાય.




( પાછળ થી રાજ અને દેવ આવે છે. )

રાજ : અરે બસ...બસ બસ કેટલું વિચારીશ..આટલા વિચાર ઓફિસ ના કામ માં કરીશ તોહ અનંત સર ખુશ થઈ જશે.



પાયલ : રાજ...નામ નઈ લઈશ મારી સામે એમનું. કંટાળી ગઈ છું હવે તોહ હું પણ. અરે માણસ કેટલું સાંભળે.એમને મારી બધી જ વસ્તુ થી પ્રોબ્લેમ છે. આટલી મોટી કંપની ના માલિક છે પણ પોતાના એમ્પ્લોઇ સાથે વાત કરવા ની તમીઝ નથી.



દેવ : પાયલ..તું શું કરવા તારી મગજ ખરાબ કરે છે. જવાદે આ બધી વાત ને અને એ કેહ કે વિક એન્ડ પાર્ટી નો શું પ્રોગ્રામ છે.


પાયલ : હા....જો એ ભુલાઈ ગયું.કરીએ કંઇક જોરદાર આપળે.રાધિકા આવે ને તો અમે બંને મળી કંઇક પ્લાન કરીએ.


રાજ : તમારે જે પ્લાન કરવું હોય એ કરજો પણ મૂવી પ્લાન નઈ કરતાં. દર વખતે નું એક જ હોય છે તમારા બંને નું. આ વખતે કંઇક નવું કરીએ.



દેવ : એક કામ કરીએ....પાવાગઢ જઈએ.


પાયલ : એ ભગત...બસ હવે.તું તો બોલીશ જ નઈ.


રાજ : દેવ શું દર વખતે અંબાજી...પાવાગઢ...દ્વારકા..
( પાછળ થી સાક્ષી , કરણ અને આકાશ આવે છે.)

કરણ: અરે શું છે તમારા લોકો નું...આટલો કકળાટ કેમ કરો છો.


પાયલ : તોહ જો ને આ દેવ ને....જ્યારે હોય ત્યારે પાવાગઢ...પાવાગઢ..


આકાશ : રાજ એક કામ કર...આપડે બધાં ઋષિકેશ જઈએ...અને આ દેવ ને ગંગા માં પધરાવી આવીએ .દેવ ભાઈ ડાયરેક્ટ ગંગા મૈયા ના ચરણો માં 🤣🤣


દેવ : એ હોશિયારી બંધ રે ને....નકર


સાક્ષી : અરે બસ.... તમે લોકો લડવા માં જ બધો ટાઈમ પૂરો કરી દો છો. કોઈ સરખી વાત જ નથી કરતું.આવું કર્યું ને તો હું નઈ આવું.


રાજ : ઓહ....ના ના એવું ના કરીશ.તું નઈ આવે તો તો અને બધા અધૂરા રઈ જશું 😆😆જો તું આવે તો સારું નઈ આવે તો સારું..


સાક્ષી : ઓકે...હું નઈ આવું એટલે રાધિકા પણ નઈ જ આવે. એક મિનિટ હમણાં વાત કરી આવું એને ઊભોરે.


રાજ : એ એ એ...ક્યાં જાય છે ઊભી રે ને બેન...શું કરવા મારી પથારી ફેરવી છે તારે...એક તો એ માંડ માંડ માને છે.


પાયલ : એક કામ કરીએ આજે રાતે બધાં વિડિયો કોલ પર મળીએ.અને નક્કી કરીએ કે સન્ડે ક્યાં જવું છે.. ડન...

રાજ,સાક્ષી,દેવ : ઓકે ડન બોસ..

___________________________________

( સાંજે 5 વાગે આદિત્ય રૂમ ની બારી પાસે ઊભા હોય છે અને દેવાંગી આવે છે.અને આદિત્ય ના માથે હાથ ફેરવે છે.)

આદિત્ય : મોમ... આવો ને


દેવાંગી : શું થયું મારા દીકા ને...

આદિત્ય : અરે...કંઈ નઈ બાર સરસ વાતાવરણ છે..વરસાદ આવશે હમણાં

દેવાંગી : હા...આ રૂહાંન ક્યાં?


આદિત્ય : નોટ્સ લેવા ગયો છે વેદ પાસે..... એક્ઝામ આવે છે ને ભાઈ ની🤣


દેવાંગી : પાક્કું પલડતો પલળતો આવશે આ....પછી રાજ બોલે જ ને...


( ધનરાજ નું નામ સાંભળી આદિત્ય ને પોતાની વાત યાદ આવી જાય છે. )

આદિત્ય : મમ્માં.....તમે પપ્પા સાથે વાત કરી હતી ને...



( આદિત્ય ની વાત સાંભળી દેવાંગી વિચાર માં પડી જાય છે અને મૌન થઈ જાય છે. )

આદિત્ય : મમ્મી ચૂપ કેમ થઈ ગયા....બોલો ને જે વાત હોય એ બોલો....હું ખોટું નઈ માનું


દેવાંગી : ( આદિત્ય ની સામે જોઈ ને ) મને ખબર છે મારો છોકરો ક્યારે પણ મારી વાત નું ખોટું નઈ માને

આદિત્ય : તોહ કહો ને... જે જવાબ હોય એ બોલો....

દેવાંગી : આદિ...

આદિત્ય : મમ્મા પ્લીઝ બોલો ને

દેવાંગી : આદિત્ય તારા પપ્પા ની ના છે

( દેવાંગી ની વાત સાંભળી આદિત્ય ના ચેહરા પર ખૂબ જ નિરાશા છવાઈ જાય છે. એ ફક્ત દેવાંગી સામે જોયા રાખે છે. )

દેવાંગી : તારા પપ્પા અને અનંત બંને ની ના છે...


આદિત્ય : હા...તો આટલા દુઃખી કેમ થઈ ગયા... ના તો ના..મમ્મી મે ખાલી સવાલ કર્યો હતો.પપ્પા ને મારા માટે જે ઠીક લાગ્યું એ કહ્યું ને..એમને મારા સવાલ નો જવાબ આપ્યો એ જ મારા માટે બોવ છે.


દેવાંગી : કેટલું માનીશ અમારું આદિત્ય....



આદિત્ય : જેટલું તમે કહેશો એટલું..મમ્મી તું અને પપ્પા મારા માટે મારું બધું જ છો. અને તમને હક છે કે તમે મારા જીવન નો નિર્ણય લઈ શકો.

દેવાંગી : દિવ્યા નું શું??



આદિત્ય : 😊મમ્મી એ સમજદાર છે સમજી જશે.અને આ વાત નો મને વિશ્વાસ છે.

( દેવાંગી બસ આદિત્ય ને જોયા જ કરે છે. )


આદિત્ય : એ બધી વાત જવા દો અને મને એ કહો કે ફઈ ક્યારે ગયા.

દેવાંગી : બપોરે.... આદિત્ય વાત ફેરવતા બોવ આવડે છે ને તને.



આદિત્ય : મમ્મી જવાદો ને એ વાત...પતી ગઈ વાત. મે તમને કહ્યું કે ડેડ નો ફેસલો છેલ્લો ફેસલો છે. બસ તોહ પછી.


( બંને વાતો કરતા હોય છે અને રૂમ માં રૂહાંન આવે છે. )

રૂહાંન : શું વાતો કરો છો બંને?

આદિત્ય : તું રેવા દે તારા કામ નું નથી કઈ.

રૂહાંન : પોતે તો બોવ કામ ના છો નઈ🤣

દેવાંગી : રૂહાંન....

રૂહાંન : આ સારું નઈ મમ્મી.... એ મને ગમે એટલું કેઈ....એમને કંઈ નઈ કેવાનું....હું જરાક કંઈ કહી દવ એટલે તરત આંખો નીકળવા લાગે...


( દેવાંગી રુહાન પાસે જઈ એને પાછળ થી હગ કરી લેઇ છે. )

રૂહાંન : વાત નઈ કરો તમે મારી સાથે....હંમેશા નું છે આ...પેલા ડેડ બોલતા તા...હવે તું બી ચાલુ થઈ ગઈ છે.

( દેવાંગી રૂહાંન ને બેડ પર બેસાડે છે. )

દેવાંગી : રૂહાંન....ભાઈ હમણાં ટેન્શન માં છે ને...

( રૂહાંન દેવાંગી ના ખોળા માં સુઈ જાય છે.)

આદિત્ય : હું કોઈ ટેન્શન માં નહિ...મારા રૂમ નું ટેન્શન આ છે રૂહાંન. મમ્મી કોઈ જાત નું હાઈજીન નથી આના અંદર.

દેવાંગી : આદિત્ય....મારા રોહુ ને કંઇક જ નઈ કેવા નું. નાનો ભાઈ છે ને🤣🤣


( દેવાંગી અને આદિત્ય એક બીજા સામે જોઈ ને હસે છે અને આદિત્ય દેવાંગી સામે જોઈ રહે છે. )

દેવાંગી :( રૂહાંન ને ) નઈ કેઈ હા....ભાઈ તને કંઈ જ નઈ કેઈ🤣

રૂહાંન : જોક હતો આ??? બિલકુલ હસવું નઈ આવ્યું મને.કંઇક નવું શોધ...

( નીચે થી ધનરાજ મોટે થી દેવાંગી ને અવાજ લગાવે છે. )

રૂહાંન : લો.....આવી ગયા તમારા રાજ. જાઓ સેવા કરો એમની🤣

દેવાંગી : તું ચૂપ રે...અને નોટ્સ લાવ્યો ને...તો કંઇક વાંચ. કોલેજ માં છે પણ ભણવા નું નામ નથી લેવુ.



રૂહાંન : મમ્મી જ્યાં ભણવા નું નામ દૂર દૂર સુધી ના લેવાઈ ને એને જ કોલેજ કેવાઈ...🤣🤣🤣તુમ તો સ્માર્ટ હો, પતા હિ હોગા આપકો તો...


આદિત્ય : મોમ તમે જાવ ને...આની વાતો તો ક્યારે પણ પૂરી નઈ થાય.


રૂહાંન : મમ્મી ઊભી રે હું બી આવું...કંઇક ખાવા 😀


( દેવાંગી રૂહાંન જેવા બાર જાય છે અને તરત જ એનો ચેહરો નિરાશ થઈ જાય છે. આદિત્ય બેડ પર બેસી જાય છે અને પોતાની આંખો બંધ કરી લેઇ છે. જીવન માં પેહલી વાર એને ધનરાજ ની કોઈ વાત ખોટી લાગી હતી. પરંતુ આદિત્ય એ કંઈ જ બોલ્યા વિના એમની વાત નો સ્વીકાર કર્યો. )

__________________________

( દેવાંગી અને રૂહાંન નીચે ના ફ્લોર પર આવે છે. )

દેવાંગી : શું થયું ?

ધનરાજ : ચા બનાવને યાર.... ક્યારથી અવાજ લગાવું છું.

રૂહાંન : જાઓ...જાઓ ચાઈ બનાઓ 😆

ધનરાજ : એ...તું ક્યાં જાય છે. અહીંયા બેસ કામ છે તારું

( રૂહાંન અને ધનરાજ સોફા પર બેસી જાય છે અને દેવાંગી અંદર નાસ્તો બનવા જાય છે. )

ધનરાજ : એક વાત કે મને.....મે તને એ દિવસ વેદ ના ફાધર ને ફાઈલ આપવા કહ્યું તું...અને તું એમને મફત માં શું અડવાઇસ આપી આવ્યો?



રૂહાંન : અરે પપ્પા...કંઈ નઈ એ તોહ....એમાં શું થયું. હું જેવો એમના ઘરે ગયો ને....તો મે જોયુ કે એ અને એમના વાઇફ જગડતા હતા...તો મે અંકલ ને બસ એટલું કહ્યું....કે અંકલ જીવન માં સુખી રેહવુ હોય તો સ્ત્રી સાથે જગડા ટાળો...અને એના થી પણ વધારે સુધી રેવું હોય...તોહ લગ્ન જ ટાળો😆🤣🤣અરે લગ્ન માં શું છે... રિલેશનશિપ ઈઝ ધ બેસ્ટ...જોવો પપ્પા રિલેશન શિપ માં એક ફાયદો છે...છોકરી પ્રેમ બી કરે એન્ડ આપડા પર હુકુમ બી ના ચલાવે... લગ્ન માં તો ખરેખર લોચા છે પપ્પા... રિલેશન શિપ માં પ્રેમ હોય બાકી બધું પોતાની રીતે સંભાળો પોતાના ઘરે 🤣કેવો આઈડિયા લાગ્યો તમને ?



( ધનરાજ થોડી વાર તો આદિત્ય ને ઘૂરિયા જ કરે છે. )

ધનરાજ : સ્ત્રી ને નઈ ટાળું...લગ્ન પણ નઈ ટાળું...એક દિવસ એવો તને ટાડિસ ને....કે ટાટિયા ભાંગી જશે...... રિલેશન શિપ ના દાખલા આપવા છે આખા ગામ ને...



( દેવાંગી અંદર થી આવે છે. નાસ્તો અને ચા લઈ ને )

દેવાંગી : અરે શું કરવા એને હેરાન કરો છો....જવાદો એને

રૂહાંન : એ જ ને મમ્મી....ખોટું શું કીધું મે

ધનરાજ : દેવાંગી તને ખબર છે એ ખરેખર વિચાર માં પડી ગયો કે મે ખોટું પગલું તો નઈ ભરીયું....કોઈ ના ઘર ભાંગશે આ....


( દેવાંગી અને રૂહાંન એક બીજા સામે જોઈ ને ખુબ જ હસે છે.🤣 )

દેવાંગી : ધનરાજ જોવો....એમને એવું લાગતું હોઈ તો પણ એ કંઈ કરી નથી શકવાં ના... એટલે ટેન્શન લીધા વગર ચા પીઓ..
( દેવાંગી ધનરાજ ને ચા આપે છે. )


ધનરાજ : ખરેખર....હવે બીજા કોઈ ને આવું બોલ્યો ને આ...તો બચવા નઈ આવતી તું....છોકરો છોકરો કઈ કઈ ને બગાડ્યો છે...


( આદિત્ય ધીમે ધીમે હસતો હોય છે. )


ધનરાજ : એ...હસવા નું બંધ કર... ભણીલે થોડું તો પરીક્ષા માં ફાફા નઈ મારવા પડે....દેવાંગી લાગે છે આને જોઈ ને 23 વર્ષ નો છે....બસ આંખો દિવસ KTM ને રખડવું છે...ઓફિસ માં કામ કરતા કહીએ તો એ નઈ આવડે.....


રૂહાંન: પપ્પા....એમાં જોવો એવું છે ને કે મે પોતાની લાઈફ ને એટલી મેન્ટેન રાખી છે કે હું મારી ઉંમર કરતાં નાનો લાગુ છું.



દેવાંગી : રોહું.... કંઇક કેઈ છે પપ્પા તો સિરિયસ રહી ને સાંભળ ને.....અને જા ઉપર ભાઈ ને નાસ્તો આપી આવ.


રૂહાંન : લાઓ આપી આવું.... બાય ધ વે ડેડ...મે એડવાઇઝ તો સાચી જ આપી તી...હવે અનુભવ હોય એ જાણે...🤣🤣🤣


( રૂહાંન ઉપર આદિત્ય ને નાસ્તો આપવા જાઈ છે.અને ધનરાજ રૂહાંન ને ઉપર જતાં જતાં જોયા જ કરે છે. )



દેવાંગી : ત્યાં નઈ....નાસ્તા માં ધ્યાન આપો.


ધનરાજ : રોહું....રોહું કરી ને તે જ બગાડ્યો છે.


દેવાંગી : બસ બોલી લીધું....હવે નાસ્તો કરો


ધનરાજ :🤣 અરે ગુસ્સે કેમ થાય છે.ખાલી કીધું....જો એક વાત કવ.....એની વાત સાચી તો મને પણ લાગી...પણ મે એક પણ વાર તને કીધું એવું કે હું લગ્ન કરી ને ફસાઈ ગયો...😀🤣🤣


( દેવાંગી ધનરાજ સામે જોયા રાખે છે. 🙄🙄)


દેવાંગી : મે ક્યાં રોક્યા તમને...જાવ જ્યાં જવું હોય ત્યાં

ધનરાજ : હવે ક્યાં જાવ....પેલા ચાન્સ
હતો બચવાનો....હવે શું....🤣


દેવાંગી : બંને બાપ દીકરા સરખા જ છો....

ધનરાજ : તું એક કામ કર....લે નાસ્તો ખા....દિમાગ શાંત રહેશે તમારું...

( ધનરાજ દેવાંગી ને નાસ્તો ખવડાવે છે. )


ધનરાજ : પણ હા એને સમજાવ જે 🤣બધાં મારા જેવા હિંમત વાળા ના હોય કે ગર્વ થી કેઈ કે અત્યાર સુધી સહન કર્યું હવે આગળ પણ કરી લઈશું🤣🤣


દેવાંગી : રાજ....🤣🤣🤣


ધનરાજ : જો પોતે હસે છે અને મને ખિજાઈ છે. બાકી મને તો કોઈ પ્રોબ્લેમ નથી થયો મારા આટલા સમય ના લગ્ન જીવન માં....મને તારી સાથે લગ્ન કરી મજા આવી ગઈ.....હવે બીજી વાર લગ્ન કરું તો કંઈ કેવાનું નઈ🤣



દેવાંગી : ઓબરોય પરિવાર ના દીકરા ઓ ને સાચવા બધાં નો ખેલ નથી....કોઈ એક દિવસ સાચવી ને બતાવે..🤣🤣🤣



ધનરાજ : 😆😆હા... એ વાત પણ છે. બટ બીજું કોઈ કેમ સાચવે....તું છે ને....અમારી માલકીન. મને કોઈ શક નથી કે તું એમને ના સાચવી શકે. બરાબર ને....સાચવશો ને😀હા....બોલો ને😆

દેવાંગી : કામ કરો તમારું....🤣

( દેવાંગી ત્યાં થી જતાં રહે છે. )

ધનરાજ : તમારું મૂડ ખરાબ હોય તો હું ક્યાં થી કામ કરું મારું...કંઇક કરવું પડશે.

___________________________


( રૂહાંન રૂમ માં આવે છે અને આદિત્ય પોતાના વિચારો માં ખોવાયેલા હોય છે. અને એમનો ફોન 2- 3 વખત વાગે છે. )


રૂહાંન : ઓ ભાઈ....કોણ વિચારો માં ખોવાઈ ગયા...😀ફોન વાગે તમારો


( આદિત્ય ચોંકી જાય છે અને પોતાનો ફોન જોવે છે. જેમાં દિવ્યા નો કોલ આવતો હોય છે. આદિત્ય કોલ કટ કરી દેઇ છે. )



રૂહાંન : કોનો ફોન છે બતાઓ....ભાઈ તમે ખરેખર બોવ બદલી રહ્યા છો...

આદિત્ય : શું છે તારે...

રૂહાંન : નાસ્તો...😁મમ્મી એ આપ્યો....આદિત્ય ભૈયા માટે🙄🤣🤣

આદિત્ય : મારે નથી ખાવું હમણાં....મૂકી આવ નીચે..

રૂહાંન : નઈ ખાવું તમારે.....અરે હું છું ને...હું ખાઈ જાવ

( રૂહાંન ખુરશી પર બેસી ને ખાઈ છે અને ફરી દિવ્યા નો કોલ આવે છે. )



રૂહાંન : અરે ઉઠાવી લો ફોન....બિચારી કોઈ છોકરી યાદ કરતી હસે એમના આદિત્ય જી ને🤣 બાય ધ વે શું થયું તમારા લગ્ન નું.



આદિત્ય : તને ખબર છે તારી બાજુ માં બેસવું જ બેકાર છે.

( આદિત્ય પોતાનો ફોન રૂમ માં જ મૂકી બહાર જતા રહે છે. )

___________________________


( રાત્રે દિવ્યા 8 વાગ્યા સુધી આદિત્ય ને કોલ કરે છે પર કોઈ જ જવાબ નથી આવતો. પાયલ ઓફિસ થી ઘરે આવી દિવ્યા પાસે જાઈ છે. દિવ્યા ખૂબ જ ચિંતા માં હોય છે. )



પાયલ : અરે....બસ...બસ.કેટલી વાતો કરશો.

( પાયલ દિવ્યા સામે આવી ને જોવે છે તો દિવ્યા ખૂબ જ દુઃખી હોઈ છે. )


પાયલ : દી....શું થયું ? રડો છો કેમ? બોલો ને શું થયું


દિવ્યા : પાયલ કંઇક તો થયું છે. આદિત્ય સવાર થી ના મારો કોલ ઉઠાવે છે ના તો મારા મેસેજ નો જવાબ આપે છે.


પાયલ : અરે કોઈ નેટવર્ક ઇસ્યૂ આવી ગયો હસે...લો પાણી પીવો..ટેન્શન નઈ લો...એવું પણ હોઈ શકે કે આજે એમને વધારે કામ હોય...નેગેટીવ નઈ વિચારસો તમે


દિવ્યા : પાયલ કંઇક તો થયું છે.... આજ સુધી આવું ક્યારે પણ નથી બન્યું .....હું કામ માં હોવ તો એ સામે થી મને કોલ કરશે...મારી સાથે વાત કરે...આજે તો મારા કોઈ જ મેસેજ નો જવાબ નથી...


પાયલ : એમનો ફોન ખરાબ થઈ ગયો હસે...

દિવ્યા : તો રીંગ નઈ વાગેત....

પાયલ : કંઈ પ્રોબ્લેમ થઈ તમારા વચ્ચે...

દિવ્યા : કંઈ જ નથી થયું...તને લાગે છે કે આદિત્ય સાથે કોઈ મારી પ્રોબ્લેમ થાય...

( બંને વાતો કરતા હોય છે અને દિવ્યા ના મમ્મી રૂમ માં આવી જાય છે. )

અક્ષિતા : શું પ્રોબ્લેમ થઈ પાયલ ?

( દિવ્યા એની મોમ નો અવાજ સાંભળી પોતાના ના આંસુ લૂછી લેઇ છે. )

પાયલ : અરે કાકી કંઈ નઈ.....આ તો દિવ્યા વાત કરતી હતી મને કે એના હોસ્પિટલ માં એક પેશન્ટ આવ્યું હતું. એટલે દિવ્યા મને વાત કરતી તો કે કેસ બોવ પ્રોબ્લેમ થાય એવો છે એમ...

અક્ષિતા : તમે બંને વાતો પછી કરજો પેહલા જમી લો....દિવ્યા તારા પપ્પા પણ આવી ગયા ચાલો....

પાયલ : કાકી તમે જાવ અમે આવીએ તમારી પાછળ પાછળ

અક્ષિતા : 🤣જલ્દી આવો પણ

( અક્ષીતા જતાં રહે છે.અને દિવ્યા નું ધ્યાન ફરી એના ફોન પર હોઈ છે. )


પાયલ : દી....કોઈ ટેન્શન નઈ લેશો....બસ વિશ્વાસ રાખો પોતાના પ્રેમ પર...તમારો પ્રેમ ક્યારે પણ તમને દુઃખી નઈ કરે...આદિત્ય ને તમારી ચિંતા છે એટલે એ પેલા તમારું વિચારશે...એટલે ટેન્શન ને સાઇડ પર મૂકો...અને જમી લઈએ ચાલો....એમ પણ હવે મારે વધારે જમવા ની જરૂર છે...કારણ કે ઓફિસ માં તો હવે ખરેખર ખૂન પીવાઈ છે મારું....🤣🤣



( પાયલ અને દિવ્યા બંને બહાર જમવા જતાં રહે છે. )


[ NEXT DAY ]


( પાયલ અને ઓફિસ ના બધા ફ્રેન્ડ સાથે ફરવા જવા નો પ્લાન કરે છે.આદિત્ય દિવ્યા અને દેવાંગી નો જગડો સંભાળી જાઈ છે અને દિવ્યા ને કહી દેઇ છે કે એ આજ પછી એને ક્યારે પણ નઈ મળે.)

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️