શરદની વાત સાંભળી માધવીને શું બોલવું એની સૂઝ જ ના પડી... એક સેકન્ડ માટે એ ચૂપ થઇ ગઈ પણ પછી એ બોલી.
"સર તમારો મારી પર બહુ મોટો ઉપકાર છે. હું તૈયાર છું તમારી સાથે લગ્ન કરવા.. તમે મારી મમ્મી ને બચાવી છે. તમારી મમ્મી ને ખુશ કરવા હું આ કામ કરવા તૈયાર છું. "
"થેન્કયુ માધવી... મને માફ કરજે. હું મારા સ્વાર્થ માટે તારી સાથે....
" અરે... તમે કોઈ ગિલ્ટમાં ના રહેશો સર. "
"માધવી મને ખબર છે.. દરેક છોકરીનું સ્વપ્ન હોય છે.. કોઈ રાજકુમાર આવે અને એની સાથે એ લગ્ન કરે... એને ખૂબ પ્રેમ કરે.. એની ચિંતા કરે.. એની કાળજી કરે. એને સમજે.. એની લાગણીની કદર કરે.. પણ તને આમાથી કંઈ નહિ મળે. "
માધવી મનોમન બોલી,
"તમને ખબર નથી પણ મારા માટે તમે સ્પેશિયલ પર્સન છો.. તમને કયારેય આ વાત કહી નહિ શકું. તમારી સાદગી, તમારું નેચર મને આકર્ષિત કરી ચૂકયું છે.. "
"શું વિચારે છે માધવી? તું તારા ડિસિઝન પર સ્યોર તો છે ને? "
"હા સર. બિલકુલ બોલો કયારે કરવા છે આ હસ્તાક્ષરી વિવાહ?"
"" કાલે જ.. અને હા આપણે કોર્ટમાં જ લગ્ન કરી લઈશું.. કોન્ટ્રાક્ટ પેપર હું બનાવડાવી દઈશ. "
"જી, સર કાલે મળીએ."
એમ કહીને માધવી નીકળી ગઈ.. હવે માધવી વિચારવા લાગી કે ઘરે બધાને હું કેમની મનાવીશ. એ લોકો માનશે?માધવી ને કંઈ ખબર પડતી ન હતી. ઘરે આવી એ સીધી આશાબેન પાસે ગઈ.
"મમ્મી, કેમ છે તારી તબિયત? આજે દવા લીધી હતી ને? "
"હા મારી.. મમ્મી.. લીધી.. મને તો એવું લાગે છે કે હું તારી મમ્મી નહિ પણ તું મારી મમ્મી છે બોલ. "
"મમ્મી એક વાત કરવી છે! "
"હા તો બોલને બેટા. "
"મમ્મી, હું લગ્ન કરવા માંગું છું. "
"અરે આમ અચાનક? છોકરો કોણ છે? કેવો છે? કયાં રહે છે? કંઈ જોયા વગર? "
"મમ્મી તમે બધાં એને ઓળખો જ છો. ખૂબ સારો છે.. એ બીજું કોઈ નહીં મારા બોસ છે. "
"પણ માધવી આમ અચાનક કેમ? તે કયારેય એવું નથી કહયું કે એ તને ગમે છે.. કંઈ બીજી વાત તો નથી ને? "
"ના મમ્મી! આટલો સરસ છોકરો સામેથી લગ્ન નો પ્રસ્તાવ મૂકે તો કોણ ના કહે.. સ્માર્ટ છે... હેન્ડસમ છે.. લાગણીશીલ છે.. મેં પણ હા પાડી દીધી. "
"સારું.. તારી ખુશીમાં જ અમારી ખુશી છે.. બોલ કયારે જઉં એમના ઘરે તારું માગું લઈને? "
"મમ્મી! અમે કાલે જ કોર્ટમાં લગ્ન કરવાના છીએ. "
"ઓહોઓઓ.. આટલી જલ્દી પણ શું છે બેટા? "
"બસ મમ્મી.. હવે કંઈ ના પૂછીશ.. કાલે મને તું દુલ્હન ની જેમ તૈયાર કરી દેજે. "
"જેવી તારી ઈચ્છા બેટા. "
"કયારેય ના વિચાર્યું હોય એવું થઈને ઊભું રહે એનું નામ જિંદગી"
સવાર ઊગી.. માધવી ઊઠી.. આજે એનાં લગ્ન હતાં. એવી વ્યક્તિ સાથે જેને એ પસંદ કરતી હતી... પણ વિધીની વક્રતા તો જુઓ... ઘણાં ને મનપસંદ પાત્ર સાથે લગ્ન નસીબ નથી થતું અને માધવી ને એ નસીબ મળ્યું તો પણ કેવું? એક વર્ષ માટે ના હસ્તાક્ષરી વિવાહ નું નસીબ...
લગ્નનાં જોડામાં માધવી દીપી રહી હતી... પાનેતરનાં રંગ સાથે એના સ્વપ્નાઓ પણ રંગાયેલા નજર આવતા હતા. સોળ શણગાર સજીને માધવી રજીસ્ટર ઑફિસ પહોંચી ગઈ..શરદ પણ માધવીને ક્ષણભર જોતો જ રહી ગયો..
માધવીનો માસૂમ ચહેરો શરદને હચમચાવી રહ્યો હતો. થોડી વારમાં શરદ અને માધવી લીગલી પતિ પત્ની બની ગયા.. શરદ એના ઘરે આવ્યો એટલે એને માધવીને દરવાજાની બહાર ઊભા રહેવાનું કહી અંદર ગયો..
શરદ ત્યાંથી સીધો માનસીબેન પાસે ગયો..
" મમ્મી ચલો તમારા માટે એક સરપ્રાઈઝ છે.. "
"મારે નથી જોવી તારી સરપ્રાઈઝ જા. "
"અરે મમ્મી આવો તો ખરા તમને ગમશે. "
"શરદ માનસીબેનને હાથ પકડી બહાર લઈ આવ્યો. માનસીબેને દરવાજા બાજુ નજર કરી તો એક દુલ્હન જોઈ.
" શરદ આ કોણ છે? "
"તમારા દીકરાની વહુ. "
"શરદ મજાક ના કરીશ.. સાચું બોલ. "
"સાચ્ચે મમ્મી મેં લગ્ન કરી લીધાં. હવે તું ખુશને? અને હા એનું નામ માધવી છે. મારી સાથે જ જોબ કરે છે.. "
"અરે હું આજે ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ ખૂશ છું.. તું આવી જા એની બાજુમાં હું તમારા બંનેની નજર ઉતારી લઉ. "
"તમે ત્યાં જ ઉભા રહો મમ્મી.. હું પૂજાની થાળી લઈ આવું. "
"લો મમ્મી. "
માનસીબેને બંનેની નજર વારીને આરતી કરીને અંદર બોલાવ્યા.. માધવી માનસીબેનને પગે લાગી.
"અખંડ સૌભાગ્યવતી ભવ બેટા.. "
શરદ અને માધવી બંને આશીર્વાદ સાંભળી એક બીજા સામે જોવા લાગ્યા.. એટલામાં મિસ્ટર શાહ પણ આવી ગયા. માધવી એમને પણ પગે લાગી..
"સદા ખૂશ રહો. "
મિસ્ટર શાહ માનસીબેનને જોવા લાગ્યા એટલે માનસીબેને કહયું,
"આપણા શરદે લગ્ન કરી લીધા.. આ માધવી છે.. મારાં માધવ ના નામ જેવું જ નામ છે.. "
"બેટા મારા કૂળને તારજે.. હવે આ નાવ તારા હાથમાં જ છે. "
"હા.. પપ્પા તમારો વિશ્વાસ હું નહીં ટૂટવા દઉં. "
શરદ માધવીને લઈને એની રૂમમાં ગયો..
"જો માધવી આપણા એક વર્ષના કોન્ટ્રાક્ટ વાળી વાત કોઈને ખબર પડવી ના જોઈએ.. "
"તમે જરાય ચિંતા ના કરો સર.. નહિ પડે ખબર.. "
શું શરદ અને માધવી આ વાત છુપાવી શકશે બધાંથી?
જાણવાં માટે બન્યા રહો મારી સાથે.
આ શાનદાર સફરમાં... મિત્રો આમ જ મારો સાથ નિભાવતા રહો... આભાર..