Chorono Khajano - 14 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 14

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

ચોરોનો ખજાનો - 14

पहेली सुलझाई

ભલે તેઓ કોઈ સૈનિકની પત્ની હોય કે કોઈ સૈનિકની બહેન હોય, પણ જેણે ક્યારેય પોતાની આંખોથી મોત ના જોયું હોય તે એકવાર તો નજર સામે કોઈને મરતા જોઇને ગભરાઈ જ જાય. સિરત સાથે આવેલી પેલી ત્રણેય સ્ત્રીઓ સાથે પણ કઈક એવું જ થયેલું. પોતાની આંખોની સામે જ એકસાથે પાંચ લાશોને જોઇને તેઓ થર થર ધ્રુજતી હતી. સિરત પ્રેમથી તેમને શાંત કરવા મથી રહી હતી.

અચાનક જ જાણે ડેનીને કઈક યાદ આવ્યું. તે દોડતો જ સિરત પાસે આવ્યો અને બોલ્યો.

डेनी: वो नक्शे का टुकड़ा देना जरा।

સિરત ને એકદમ ગુસ્સો આવ્યો. તેને એ સમજાઈ ન્હોતું રહ્યું કે અહી આ પાંચ મોત થઈ હતી અને ડેની ને નકશો શા માટે જોવો હતો. તેમ છતાં તેણે બીજો કોઈ સવાલ કર્યા વિના અને કંઈ વિચાર્યા વિના જ નકશાનો ટુકડો ડેનીના હાથમાં જોરથી મૂક્યો. વળી પાછી તે ગુસ્સામાં મોઢું મચકોડીને પેલી સ્ત્રીઓને શાંત કરવા લાગી.

ડેની નકશો જોવા લાગ્યો. જોતા જોતા જ તે બોલ્યો.

डेनी: वो है सबसे स्वच्छ लेकिन छूने पर कर देती है शापित।
जरूरत नहीं शापित होने की, उससे पूर्व तुम्हे एक स्त्रोत मिलेगा।
जिसके मूल पे दूसरा हिस्सा होगा।।
पत्थर समझना मेढक उसके, पेड़ समझना सांप।
बचके रहना उनसे, सिर्फ पानी देगा साथ।।

બધા લોકો હવે ફાટી આંખે ડેની સામે જોઈ રહ્યા હતા. નકશાની નીચેના ભાગે નાના અક્ષરોમાં એક ચેતવણી આપવામાં આવી હતી. ભલે નકશાના બીજા ભાગનું લોકેશન પહેલા ભાગની પાછળ જ આપ્યું હોય પરંતુ જ્યાં સુધી આ પહેલી નો મતલબ ન સમજાય ત્યાં સુધી તે લોકેશન પર પહોંચવું સંભવ ન્હોતું.

જ્યારે બધા આ પાંચ મોત થયેલી હતી ત્યારે શોકમાં ડૂબેલા હતા ત્યારે ડેનીનું મગજ અત્યારે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. તે માત્ર અને માત્ર આ પહેલી સુલઝાવવા માં જ મથી રહ્યો હતો. તેને સમજાઈ રહ્યું હતું કે રસ્તો ઝરણાંમાંથી જ મળશે. ઝરણાં ની બંને બાજુએ તો મોત તેમની રાહ જોઈ રહ્યું હતું. તેને એ વાત પણ સમજાઈ રહી હતી કે આ પત્થરો ઉપર પગ મૂક્યા વિના જ જો ઉપર ચડવા માં આવે તો ઉપર સુધી જઈ શકાય પરંતુ તેમ છતાં કદાચ સાચો રસ્તો ન મળે તો. કેમ કે પહેલી માં સાફ લખેલું હતું કે રસ્તો પાણી જ બતાવી શકશે. પેલા સાત માંથી જે બે લોકો બચી ગયા હતા તેઓએ પત્થર ઉપર પગ મૂકવાં ને બદલે પત્થરોની બાજુમાં જમીન પર પગ મુકેલો. એના કારણે જ તેઓ બચી ગયેલા અને જેમણે ઉતાવળે, પત્થરો ઉપર પગ મુકેલો તેઓ દેડકાની જેમ હવામાં ઉછળીને મૃત્યુ પામેલા.

એક બાજુએ આવેલા આ પત્થરો દેડકાની જેમ કૂદી રહ્યા છે તો બીજી તરફ જે જંગલ દેખાઈ રહ્યું છે તે સાંપ થઈને કે કોઈ પણ રીતે ઝેર ફેલાવીને લોકોને મારતું હશે. ડેની ને એ વાત સમજાઈ રહી હતી કે તે જંગલમાં આવા વૃક્ષો સિવાય બીજી કોઈ વનસ્પતી કેમ નથી ઉગેલી. તે વૃક્ષોનું ઝેર બીજી કોઈ વનસ્પતિ થવા જ નથી દેતું. આ વનસ્પતિ કદાચ આ દુનિયાની હતી જ નહિ. અને પેલા દેડકા જેવા કુદતા પત્થર આજ પેલા ક્યારેય જોયા તો નહોતા પણ એવું સાંભળેલું પણ નહિ.

પેલા જંગલો તરફ તો આ લોકોએ જવાનો વિચાર પણ દિમાગમાં આવવા ન દીધો. હવે બધા ડેની સામે નજર માંડીને બેઠા હતા. પોતાના પાંચ સાથીઓ ખોવાનું દુઃખ તો બધાને હતું પરંતુ અત્યારે તેમના માટે હવે નકશાનો બીજો ભાગ શોધવો પણ એટલો જ જરૂરી હતો. આમેય બધા જાણતા જ હતા કે એવું કઈક તો થશે જ પરંતુ એટલી જલ્દી તેમને મોત જોવી પડશે એ તેમણે ન્હોતું વિચાર્યું.

તેમ છતાં જે થયું તે બદલી શકાય તેમ નહોતું એટલે તેઓએ આ બધું ભૂલીને હવે આગળ વધવાનું નક્કી કર્યું. પણ હવે અહીંથી આગળ ક્યાં જવું તે મોટો પ્રશ્ન હતો.

લગભગ બીજો દોઢેક કલાક તેઓ આમથી તેમ આંટા મારતાં રહ્યા અને ઝરણાના પાણીનું નિરીક્ષણ કરતાં રહ્યાં. ક્યાંય કોઈ રસ્તો મળી નહોતો રહ્યો. હવે શું કરવું અને કયા રસ્તેથી આગળ વધવું તે કોઈને સમજાઈ ન્હોતું રહ્યું. તેમની આ સફર અહી આવતા જ અટકી પડી હતી. સિરત પણ એકદમ નિરાશ થઈ ગઈ હતી. પેલી સ્ત્રીઓના પણ રોઈ રોઈને એકદમ ખરાબ હાલ થઈ ગયેલા. પણ ડેની હજી હાર માને એમ નહોતો. તે કોઈ પણ કાળે આગળ વધવા માટે રસ્તો શોધવા માગતો હતો.

તે પોતાના બીજા સાથીઓને શાંત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે બોલ્યો.

डेनी; दोस्तो, हमारी इस सफर में हमे इसी तरह की कई मुसीबतों का सामना करना पड़ेगा। हम पहली बार मौत को देखकर अगर यूं ही घबरा गए तो हम अपनी मंजिल तक नही पहुंच पाएंगे। हमे हिम्मत से और शांति से हमारी मंजिल को पाने केलिए आगे बढ़ना होगा। मैं नहीं जानता की यह पहेली कैसे सुलझेगी लेकिन अगर हम कुछ बातो पर गौर करे तो कहीं न कहीं कोई रास्ता तो जरूर मिलेगा। आप लोगोके पूर्वजों ने अपने कई लोगो को खोने के बाद वो खजाना हासिल किया था जिसे हम ढूंढने केलिए इस तरह निकले है। अगर हम यूं हार मान कर बैठ गए तो हमारी मंजिल का क्या होगा? आपके पूर्वजों की मेहनत पानी में चली जायेगी। उस मेहनत का क्या होगा जो उन्होंने की है? आपकी ली हुई कसमों का क्या होगा?

બધા અત્યારે એક નજરે ડેનીને જોઈ રહ્યા હતા. સિરતને અત્યારે ડેનીમાં રુસ્તમનો ચેહરો દેખાઈ રહ્યો હતો. તેના મનમાં અત્યારે ડેની માટે ઈજ્જત વધી ગઈ હતી. તે એક નજરે ડેનીને નીરખી રહી હતી. બાકીના બીજા સાથીઓમાં એકદમ પહેલા જેવો જ ઉત્સાહ વધી ગયો હતો. હવે તેઓ આગળ સફર ખૂબ સારી રીતે પાર કરી શકે તેવું લાગી રહ્યું હતું. બધા એકસાથે જોશ અને એક અલગ જનુન સાથે ઊભા થયા. સિરતના ચેહરા પર એક અલગ પ્રકારની ખુશી દેખાઈ રહી હતી. તે ખુશી કદાચ ડેની માટે હતી.

તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ ડેનીએ એક વિચિત્ર દૃશ્ય જોયું.

ડેનીએ એક રંગબેરંગી ચકલી જોઈ જે તેણે આજ પહેલા ક્યારેય જોયેલી નહિ. તે ચકલી અત્યારે ઝરણાનું પાણી જ્યાં એકઠું થતું હતું તે નાના તળાવના કાંઠે વારે વારે ચાંચ પાણીમાં બોળી અને પછી જાણે પાણીને ગળા નીચે ઉતારવામાં કોઈ તકલીફ પડતી હોય તેમ ચાંચ ઊંચી કરીને તે પાણી પોતાના પેટમાં ઉતાર્યું.
આ જોઇને ડેની ને ખૂબ જ નવાઈ લાગી.

આ પહેલા પણ તેણે અનેક પક્ષીઓ જોયેલા પણ આટલું સુંદર પક્ષી ક્યારેય જોયેલું નહિ. તે સમજી રહ્યો હતો કે આ જગ્યા જ બીજી કોઈ દુનિયાની છે જેના કારણે જ આ નદી, પહાડ, ઝરણાં ક્યાંય કોઈ એ ક્યારેય જોયેલા નથી. તો આ અતરંગી ચકલી કોઈ એ ક્યાંથી જોઈ હોય.

ડેની એટલું તો સમજી ગયેલો કે જો તેને નકશાનો બીજો ટુકડો જોઈતો હોય તો તેને આ ચકલીનો પીછો કરવો પડશે. એટલે તેણે ચકલી પરથી પોતાની નજર હટવા જ ન દીધી. થોડીવાર પછી તે ચકલી ઉડી અને પોતાના માળા તરફ જવા લાગી. તે ઊડતી ઊડતી પેલા ઝરણાના પાણીના ધોધ પાસે ગઈ અને પાણીની અંદર ગાયબ થઈ ગઈ. ડેની ને કંઈ સમજાયું નહિ કે શું થયું. તે દોડતો જ પેલા નાનકડા તળાવના કિનારે કિનારે પેલા કુદતા પત્થરો વાળા પહાડ બાજુથી ઝરણાં પાસે ગયો. તેણે પૂરતું ધ્યાન રાખ્યું કે તેનો પગ ક્યાંય કોઈ પત્થર પર ના પડે.

જ્યારે તે ઝરણાંની એકદમ નજીક ગયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઝરણાના પડી રહેલા ધોધની એકદમ પાછળ જ એક ગુફા આવેલી છે. પેલી ચકલી ઉડીને તે ગુફામાં જ ગઈ હતી. તે તરત જ દોડતો આવ્યો અને સિરતને તેણે આ ગુફા વિશે જણાવ્યું. સિરત તેની આ વાત સાંભળીને એટલી બધી ખુશ થઈ ગઈ કે તેણે ડેની ને બાથ ભરી લીધી. આ બધું થોડુક વધારે થઈ ગયું એ જ્યારે સિરતને સમજાયું એટલે તરત જ તેણે ડેનીને પોતાનાથી દૂર કર્યો અને પોતાના સાથીઓને તે ગુફા તરફ આગળ વધવા માટે કહ્યું.

તેઓ જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમની લાશો ત્યાં જ દફનાવી અને જરૂરી બધી ક્રિયાઓ પૂરી કરીને તેઓ પોતાની સફરમાં આગળ વધ્યા. સૌથી આગળ સુમંત અને તેના સાથીઓ અને તેની પાછળ ડેની, દીવાન અને સિરત પેલી સ્ત્રીઓને લઈને ચાલી અને બાકીના સાથીઓ તેમની પાછળ. એવી રીતે ક્યાંય કોઈ પેલા ઝરણાના પાણીમાં ના પડી જવાય કે કોઈ પેલા કુદતા પત્થરો ઉપર પગ ના મૂકી દે તેનું ધ્યાન રાખીને તેઓ ધીમે ધીમે પેલી ઝરણાં પાછળની ગુફામાં દાખલ થયા.

જ્યારે બધા જ લોકો તેમનો સમાન લઈને પેલી ગુફામાં દાખલ થઈ ગયા ત્યારબાદ એક મોટા પત્થર પાછળ સંતાઈને આ બધું જોઈ રહેલો પેલો માસ્કધારી માણસ બહાર આવ્યો. તેને આ દૃશ્ય જોઈને જાણે આનંદ મળી રહ્યો હતો. તેના ચહેરા પર એકદમ વિચિત્ર પ્રકારની ખુશી દેખાઈ રહી હતી.

શું તેમને નકશાના બધા ટુકડાઓ મળશે?
પેલા ચોરો ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા હતા?
પેલા બીજ શેના હતા?
આ માસ્કધારી કોણ હતો?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'