Jivan Sathi - 58 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 58

Featured Books
Categories
Share

જીવન સાથી - 58

અશ્વલ બોલી રહ્યો હતો અને આન્યા એકદમ ધ્યાનથી સાંભળી રહી હતી, "તેનો ચહેરો એકદમ લાલ ગુલાબી થઈ ગયો હતો અને એટલીજ વારમાં તે શરમાઈને બોલી કે, તું મને છેક અત્યારે કહે છે કે, તું મને પ્રેમ કરે છે..!! હું તો તને ક્યારનીયે ચાહું છું.." અને એટલું કહીને તે તેના ઘરમાં ચાલી ગઈ.. મને તો શું કરવું તે જ ખબર ન પડી..??
અને ત્યારે જીવનમાં પહેલીજવાર મને એવો અહેસાસ થયો કે છોકરીઓ કદાચ છોકરાઓ કરતાં વધુ મેચ્યોર્ડ હોય છે...અને આન્યાએ પણ અશ્લની તે વાતમાં ટાપસી પુરાવી અને કહ્યું કે, "હા તે વાત તારી સાચી છે હં.. બોલ પછી આગળ શું થયું?"
અશ્વલ: હા ભાઈ હા કહું છું, જરા શ્વાસ તો લેવા દે...અને અશ્વલે એક ઉંડો શ્વાસ લીધો તેની નજર સમક્ષ તેનો ભૂતકાળ તરવરી રહ્યો હતો તે પોતાના ભૂતકાળમાં ચાલી ગયો અને તેની ડીમ્પી..ડીમ્પી જાણે તેની નજર સામે જ ઉભી છે તેવો તેને અહેસાસ થયો... અને તે વાત કરતાં કરતાં અટકી ગયો આન્યાએ તેના ખભા ઉપર પોતાનો હાથ મૂક્યો અને પૂછવા લાગી કે, "પછી આગળ શું થયું તે તો કહે..." હા બસ પછી તો અમારી લવસ્ટોરી આગળ ચાલી અને મારી સિસ્ટર સંજનાની પણ તે બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ હતી બે વર્ષ તો આમજ નીકળી ગયા તે ટ્વેલ્થમાં આવી ગઈ અને હું કોલેજમાં આવી ગયો અમે બંને લગભગ આખો દિવસ સાથે જ રહેતા અને ભણવા માટે હોમવર્ક કરવા માટે પણ તે મારા ઘરે જ આવતી મારા મમ્મી પપ્પાને બધાને આ વાતની ખબર હતી અને એક દિવસ અમે બંને વાત કરતા હતા અને તેની મમ્મી આવી ગઈ તેમને અમારી વાત ઉપરથી તેમને એવો ડાઉટ ગયો કે, નક્કી અમારી બંનેની વચ્ચે કંઈક છે. તે કંઈપણ બોલ્યા વગર ડીમ્પીને લઈને પોતાના ઘરે ચાલ્યા ગયા તે દિવસ પછી ડીમ્પીનું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ ગયું એટલે હું સમજી ગયો હતો કે, ચોક્કસ હવે તેના મમ્મી તેને ઘરમાંથી બહાર પણ નીકળવા નહીં દે અને મારી સાથે વાત પણ કરવા નહીં દે... મેં તેની સાથે વાત કરવાના અને તેને મળવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ હું નાકામિયાબ રહ્યો અને એક દિવસ તો હદ થઈ ગઈ અમે ત્રણ ચાર દિવસ માટે બહારગામ ગયા હતા અને જ્યારે અમે પાછા વળ્યા ત્યારે મને સમાચાર મળ્યા કે, ડીમ્પી તેના મમ્મી પપ્પા સાથે કાયમ માટે વડોદરા રહેવા માટે ચાલી ગઈ છે. મારા પગ નીચેથી તો જાણે ધરતી ખસી ગઈ હતી શું કરવું મને કંઈજ સૂઝતું નહોતું બસ એટલી ખબર પડતી હતી કે, ગમે તેમ કરીને મારે ડીમ્પીને મળવું છે પણ તે ક્યાં રહે છે અને કઈ કોલેજમાં તેણે એડમિશન લીધું છે તેની મને કંઈજ ખબર નહોતી. મેં ડીમ્પીની એક સ્કૂલ ફ્રેન્ડનો કોન્ટેક્ટ કર્યો અને તેની પાસેથી ડીમ્પીના ઘરનું એડ્રેસ મેળવવાની કોશિશ કરી તેમાં હું કામિયાબ રહ્યો પછી તો એક દિવસ વહેલી સવારે જ હું તેને મળવા જવા માટે નીકળી ગયો તેના ઘરથી થોડે દૂર ઉભો રહ્યો તે ઘરમાંથી બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યો હતો અને બરાબર અડધો કલાક પછી તે બહાર નીકળી અને તે પણ તેની કોલેજ જવા માટે મેં તેનો પીછો કર્યો થોડી વારમાં તે બસસ્ટેન્ડ ઉપર પહોંચી ગઈ તે એકલી જ છે તેની મેં ખાતરી કરી લીધી હતી હું તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો તે મને એકદમ આ રીતે આવેલો જોઈને ચોંકી ઉઠી મેં તેને બધીજ વાત સમજાવી અને તેને મારા બાઈક પાછળ બેસાડીને અમે સીટીથી થોડે દૂર નીકળી ગયા. તે ખૂબજ ખુશ હતી તે પણ મને મળવા માંગતી હતી તે મને ભેટી પડી અને રડવા લાગી તે દિવસે અમે બંનેએ ખૂબ વાતો કરી મેં એને લગ્ન માટે પૂછ્યું પરંતુ અમારી બંનેની ઉંમર લગ્ન કરવાની નહોતી એટલે અમે મજબુર હતા ફરી મળીશું તેમ નક્કી કરીને અમે બંને છૂટાં પડ્યાં હું તેને બસ સ્ટેન્ડ સુધી મૂકીને નીકળી ગયો. આ રીતે ચાર પાંચ વખત હું તેને મળવા માટે બરોડા ગયો હતો અને છેલ્લે એક દિવસ હું ગયો ત્યારે તેણે મને સમાચાર આપ્યા કે તેની સગાઈ એક લંડનના સુખી પરિવારના છોકરા સાથે કરી દેવામાં આવી છે હજુપણ મારી ઉંમર એકવીસ વર્ષની નહોતી થઈ જેથી હું તેની સાથે લગ્ન કરી શકું તેમ નહોતો પરંતુ હું હાર માનવા માટે તૈયાર નહોતો હું હિંમત કરીને તેનાં મમ્મી પપ્પાને મળવા માટે તેમના ઘરે ગયો તેમને પગે લાગ્યો અને તેમની પાસે ડીમ્પીનો હાથ માંગ્યો તે ડીમ્પીને પોતાની જ્ઞાતિમાં જ પરણાવવા માંગતા હતા મેં તેમને સમજાવ્યું કે, હું અને ડીમ્પી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ હું તેને દુઃખી નહીં કરું મેં તેમને પ્રોમિસ પણ આપી પરંતુ તેઓ ન માન્યા તે ન જ માન્યા.

અમે બંને ખૂબજ નિરાશ થઈ ગયા હતા. હું ઘરે આવ્યો મને નિરાશ જોઈને મારી મોમ સમજી ગઈ હતી કે નક્કી કંઈક બન્યું છે તેમણે મને પૂછ્યું એટલે મેં તેમને બધીજ હકીકત જણાવી. બીજે દિવસે તેમણે ડીમ્પીની મમ્મીને ફોન કર્યો અને અમારા બંનેના દિલ ન તૂટે તે માટે ખૂબ સમજાવ્યા ખૂબ સમજાવ્યા પરંતુ તે એકના બે ન થયા તે ન જ થયા. તેમની ઈચ્છા ડીમ્પીને મારી સાથે પરણાવવાની બિલકુલ નહોતી છેવટે અમારે બંનેને છૂટાં પડી જવું પડ્યું અને ડીમ્પીને તેમણે તેનો અભ્યાસ પણ પૂરો કરવા ન દીધો અને પરણાવી દીધી અને તે હંમેશ માટે મારાથી માઈલો દૂર લંડન ચાલી ગઈ તે પછી તેની મેરેજ લાઈફ ડિસ્ટર્બ થાય તેમ વિચારીને મેં ક્યારેય તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી નથી બસ તે ખુશ રહે તેટલું જ મારે માટે બસ છે...અને મારી એ લવસ્ટોરી ઉપર હંમેશ માટે ફૂલસ્ટોપ લાગી ગયું બસ પછી તો આપણે બિલકુલ ભણવામાં તલ્લીન થઈ ગયા અને તે પછી તો તને ખબર જ છે ને...અને એટલામાં રસ્તો ખૂટી ગયો.. અશ્વલ આન્યાને ઘણુંબધું કહેવા ઈચ્છતો હતો પરંતુ તેમની મંજિલ આવી ગઈ હતી..અશ્વલનું ઘર આવી ગયું હતું એટલે અશ્વલે પોતાની કાર પાર્ક કરી અને કારનો દરવાજો ખોલ્યો અને આન્યાને પોતાના ઘરે આવવા માટે આવકારી બંને જણાં અશ્વલના ઘરમાં પ્રવેશ્યા જ્યાં સંજનાની મહેંદી રસમ ચાલી રહી હતી.... વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/10/22