(ચકોરી પોતાનુ જીવન વૃતાંત ગીતામાં અને કિશોરકાકાને સંભળાવી રહી હતી.)....
"પછી શું થયું બેટા?"
ગીતામાં એ ઉચક જીવે પૂછ્યું.
"મને એક ઓરડામાં અંબાલાલે પૂરી દીધી. પણ મેં મનોમન નક્કી કરી લીધુ હતુ કે. મરી ભલે જાવ પણ હું કોઈ કાળે આ ઘરડા શેઠિયા સાથે તો લગ્ન નહીં જ કરું. એ કાળ કોટડીમાં મેં શિવજીનું રટણ ચાલુ કર્યું. હુ સતત. એક ધારું. શિવ. શિવ. શિવ. શિવનો જાપ રટતી હતી. રાત્રે ચાર વાગે અંબાલાલ શેઠ પોતાના બે રખેવાળો સાથે મને બંધ કરી હતી એ ઓરડામાં આવ્યો. અને ફરી એકવાર મને દબડાવવા લાગ્યો.
" મારી ધીરજની કસોટી કરવાનું રહેવા દે ચકોરી. અને લગ્ન માટે હા પાડી દે."
" મેં એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું એક બ્રાહ્મણ ની દીકરી. તારા જેવા ઘરડા વાણીયા ને પરણુ શક્ય જ નથી. તો એ વધુ જોરથી બરાડતા બોલ્યો.
" લગ્ન તુ તો શું તારો બાપ પણ કરશે." એ જેમ જેમ મને દબડાવતો જતો હતો. એમ એમ એના શબ્દો સાંભળીને મને પણ શુરાતન ચડવા લાગ્યુ હતુ. મેં એને ચોપડાવતા કહ્યુ.
" હા તારી માને તૈયાર કરીને માંડવામાં લઈ આવજે. મારો મરી ગયેલો બાપ ભૂત થઈને તારી માને ઘરઘવા આવશે." ચકોરીની વાત સાંભળીને ગીતામાં અને કિશોરકાકા બંને ખડખડાટ હસી પડ્યા.
" બહુ જોરદાર જવાબ આપ્યો ચકોરી. તે તો." પૂજારીએ ચકોરીના વખાણ કરતા એને બિરદાવી.
" પછી આગળ શું થયું બેટા?"
ગીતામાં એ ઉત્સુકતાપૂર્વક પૂછ્યું.
" મારા જવાબથી અંબાલાલને વધુ ગુસ્સો આવ્યો. અને ગુસ્સામા આવી જઈને એણે મારા ગાલ ઉપર એક તમાચો માર્યો. અને પછી ચેતવણી આપતા બરાડ્યો.
"ચોવીસ કલાકનો તને સમય આપું છું છોકરી. જો ચોવીસ કલાકમાં તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જજે."
મે સામે દાંત કચકચાવીને પૂછ્યું.
" નહિતર?"
અને જવાબમાં એ ડોસલા એ મને ધમકી આપી કે.
" નહીંતર હું તારી ઉપર બળાત્કાર ગુજારીશ. પછી જોઉં છું કે તું મારી સાથે કેમ લગ્ન નથી કરતી."
અંબાલાલની ધમકી સાંભળીને મારા શરીરમા એક ભયની કંપારી છૂટી ગઈ. પણ ત્યાં મહાદેવે ચમત્કાર કર્યો હોય એમ છાપરા ઉપરથી જીગ્નેશે અંબાલાલ ઉપર છલાંગ લગાવી. અને એણે એકલાએ અંબાલાલ અને એના માણસોને લાકડીએ લાકડીએ મારી મારીને. અધમુઆ કરી દીધા.
" વાહ! વાહ! શાબાશ દીકરા." ગીતામાં અને પૂજારી બને એ સાથે બોલી ઉઠ્યા પછી કિશોરભાઈએ જીગ્નેશને પૂછ્યું.
" તું ત્યાં છાપરા પર શું કરતો હતો?" જીગ્નેશ હવે થોડો સ્વસ્થ થઈ ગયો હતો. એણે ચહેરા પર સ્મિત ફરકાવતા પોતાના બાપુના પ્રશ્નનો ઉત્તર આપ્યો.
"આને મહાદેવની જ કૃપા સમજો. હું એક ચોર છું..."
" ચોર!?"
જીગ્નેશને અધવચ્ચે રોકતા ગીતામાના મુખમાંથી આશ્ચર્યનો ઉદગાર નીકળ્યો.
"હા. હું ચોર છુ. મારા બાપુને બાતમી મળી હતી કે શેઠ અંબાલાલ ની હવેલીમાં ખજાનો છે. અને એ બાતમી ના આધારે હું એ ખજાનો ચોરવા ગયો હતો. બહારથી બધા ઓરડાઓને તાળા વાસેલા હતા. એટલે હું છાપરે ચડ્યો હતો. અને આ કદાચ મહાદેવની જ લીલા હતી કે અંબાલાલને મેં આ છોકરી ઉપર જુલમ કરતા સાંભળ્યો અને મારું લોહી ઉકળી ગયુ.અને મે જય મહાદેવના જય ઘોષ સાથે અંબાલાલ ઉપર છલાંગ લગાવી. અને ચકોરીને એના પંજામાંથી છોડાવી.અને ચકોરીના કહયા પ્રમાણે હવે એને અહીં તમારે ત્યાં મૂકવા આવ્યો છુ."
ગીતામાનું હૃદય આ સાંભળીને દ્રવી ગયુ કે હુ *ચોર* છું એમની આંખોં છલકાઈ ગઈ. એમણે ભરાયેલા સ્વરે કહ્યુ.
"તું તો સંસ્કારી ઘરનો છોકરો લાગે છે બેટા. અને તું કહે છે કે તું ચોર છે."
જીગ્નેશ આખર ક્યા સુઘી પોતાની સચ્ચાઈ છુપાવશે.વાંચતા રહો ચોર અને ચકોરી...