જીયા આ નમતી સાંજે એકાંતને માણતી એકલી બેઠી હોય છે. અને આકાશને નિહાળતા પસાર થતા વિમાનને જોઈ તે પોતાના ભૂતકાળમાં સરી જાય છે. જીત સાથેની તેની દરેક સ્મૃતિઓ તેના સ્મૃતિપટ પર છવાઈ જાય છે. અને તે તેની અને જીતની ખાટી મીઠી યાદોમાં ખોવાઈ જાય છે. તેની આંખોમાં તે યાદોની ચમક જોઈ શકાય છે.
જીયા તેની ખાસ સહેલી કોમલનાં મેરેજ માટે ચાર દિવસ અગાઉથી જ કોમલની જિદ્દને લીધે પહોંચી જાય છે. તે કોમલની નાની મોટી તૈયારીઓમાં મદદ કરતી હોય છે. ઘરમાં બધા જ લોકોને સંગીત ફંકશનની તૈયારી માટે કોર્યોગ્રાફરને બોલાવવામાં આવ્યો હોય છે. તે બધાને એમના નક્કી કરેલા ગીત ઉપર ડાન્સના સ્ટેપ શીખવાડી રહ્યો હોય છે.
તેમાં જીયાને પણ એક ગીત ઉપર પર્ફોર્મ કરવાનું હોવાથી તે પણ પોતાના સ્ટેપ શીખી રહી હતી. તે કોર્યોગ્રાફરનાં બતાવ્યા પ્રમાણે સ્ટેપ કરતી હોય છે. અને તે ફુંદરડી ફરતા ફરતા જેવી તે સ્ટેપ કરતી હોય છે. ત્યાંજ દરવાજામાંથી જીત અંદર પ્રવેશે છે. બિલકુલ ફિલ્મી અંદાજમાં જીયા તેને અથડાતાં નીચે પડવા જાય છે, ત્યાંજ જીત તેને પોતાની મજબૂત બાહોમાં જીલી લે છે. જીયા પડવાની બીકથી આંખો બંધ કરી લે છે.
જ્યારે તે આંખો ખોલે છે ત્યારે તે જીતના હાથોમાં જીલાયેલી હોય છે. તેની અને જીતની નજર મળે છે. લાંબો ભરાવદાર ગોરો ચહેરો, કાળી મોટી આંખો જાણે એનેજ નિહાળી રહી હતી, આછી મૂછો સાથે સ્મિત રેલાવતા હોઠ. જીયા જાણે તેનો એક ધબકાર ચૂકી જાય છે. તે હજુ પણ જીતની આંખોમાં ખોવાયેલી હોય છે. ત્યાંજ કોમલ તેની પાસે આવીને તેને હાથ પકડી ઊભી કરતા પૂછે છે કે તું ઠીક તો છે ને. ત્યારે તેને ભાન થાય છે કે તે જીતની બાહોમાં જુલી રહી હતી. અને બધા હસી રહ્યા હતા. તે શરમાઈ ને ત્યાંથી ચાલી જાય છે.
કોમલ તેને પકડીને લઈ આવે છે. તે જીતની ઓળખાણ કરાવે છે. જીત તેના મામાનો દીકરો હોય છે. અને તે ઇન્ડીયન એરફોર્સમાં કેપ્ટન હોય છે. જીયા અને જીત એકબીજાને મળીને ખુશ થાય છે. જીતને પણ જીયાની સાદગી અને સુંદરતા ખૂબ સ્પર્શી જાય છે. એટલે જીયા પણ તેની નજરમાં વસી જાય છે. બંને એકબીજાને મનોમન પસંદ કરવા લાગે છે.
પછી સાંજે સંગીતના ફંકસન માટે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જવાનું હોય છે. ત્યારે જીત તે બંનેને ગાડીમાં લઈ જાય છે. જીયા એકદમ સિમ્પલ તૈયાર થઈ હોય છે. એટલે તે બહાર વૈઇટિંગ રૂમમાં જીત બેઠો હોય છે, ત્યાં આવે છે. તેને આટલી સરસ તૈયાર થયેલી જોઈને જીત તો એને જોતો જ રહી જાય છે. તે જીયાને કહે છે કે તે ખૂબ સરસ લાગી રહી છે. જીયા આ સાંભળી ખૂબ ખુશ થઈ જાય છે. બંને બેસીને વાતો કરે છે. એ દરમ્યાન તેઓ એકબીજાની વધુ નજીક આવી જાય છે. એટલામાં કોમલ પણ તૈયાર થઈ આવે છે.
ધીરે ધીરે સંગીત ફંકશનમાં બધા પર્ફોર્મ કરે છે. પછી જીયાનો વારો આવે છે. જીયા ખૂબ સરસ ડાન્સ કરે છે. તેને આટલો સરસ ડાન્સ કરતા જોઈ જીત એને એકજ નજરથી જોયા કરતો હોય છે. બધું પૂરું થતાં રાતે બધા બેઠા હોય છે ત્યારે જીત જીયાને ધીરેથી ઉપર અગાશીમાં આવવાનું કહે છે. જીયા જાય છે તો જીત ત્યાં ટેરેસ ગાર્ડનમાં ખૂણામાં મૂકેલા હીંચકા ઉપર બેસી તેની રાહ જોતો હતો. જીયા તેની પાસે જાય છે. અને પૂછે છે કે અહી કેમ બોલાવી છે ત્યારે જીત ફૂલોનો ગુલદસ્તો આપતા પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે.
જીયા પણ મનોમન એને ચાહવા લાગી હતી. ભલે બન્ને એકબીજાને કઈ કહેતાં નહોતા આટલા સમયથી પણ તેમની આંખો બધુજ બોલી જતી હતી. એટલે જીયા પણ શરમાતા શરમાતા તેના પ્રેમનો સ્વીકાર કરે છે. એકબીજા સામે પોતાના પ્રેમનો સ્વીકાર કરી બન્ને ખૂબ ખુશ હોય છે. બંને ત્યાં બેસીને ઘણીબધી વાતો કરે છે. ત્યાર પછી લગ્નનાં દરેક નાના મોટા કામ એકસાથે રહીને કરે છે. આમ એકબીજા સાથે સમય વિતાવતા હોય છે.
લગ્ન પૂરા થતાં કોમલની વિદાય પછી જીત જીયાને પોતાની કારમાં તેના ઘરે મૂકવા જાય છે. ત્યારે બંને આખો દિવસ સાથે વિતાવે છે.કેમકે બીજે દિવસે જીતને કાશ્મીર ડ્યુટી પર પાછા ફરવાનું હોય છે. જેમ જેમ બન્નેને અલગ થવાનો સમય નજીક આવતો જાય છે તેમ બન્ને ઉદાસ થઈ જાય છે. જીયાની આંખોમાં આંસુ આવી જાય છે. આજ પછી તે પાછી જીતને 4 મહિના પછી તે જ્યારે પાછો આવશે ત્યારેજ મળી શકશે. તે જીતને વળગીને ખૂબ રડે છે. ત્યારે જીત તેને સાંત્વના આપતા જણાવે છે કે ફરીથી છુટ્ટીમાં આવશે ત્યારે તે તેના ફેમિલી સાથે તેનો હાથ માંગવા, તેના મમ્મી પપ્પાને મળવા માટે આવશે. એટલે જીયા થોડી ખુશ થઇ જાય છે.
જીતના કાશ્મીર ગયા પછીનો સમય બન્ને આખો દિવસ ફોન ઉપર વાતો કરતા રહેતા હોય છે. આખો દિવસ મેસેજ અને વિડિયો કોલમાં સમય વિતાવતા હોય છે. હવે ખાલી પંદર દિવસ બાકી હતા. પછી જીત તેના મમ્મી પપ્પાને લઈને જીયાના ઘરે આવવાનો હોય છે. જીયા તો ખુશીમાં પાગલ બની ગઈ હોય છે. તે તો રોજ કેલેન્ડર માં ચોકડી મારી દિવસો ગણતી હોય છે.
એક દિવસ જીતનો વહેલી સવારે ફોન આવે છે કે તેને ઇમરજન્સી ડ્યુટી પર જવું પડશે. એમ કહી તે ફોન મૂકી દે છે. જીયાનું મન આજે ગભરાતું હોય છે. તે મનોમન ભગવાનને જીત માટે પ્રાર્થના કરે છે. એટલામાં ટીવીમાં સમાચાર આવે છે. કાશ્મીરની ઘાટીમાં હુમલામાં પ્લેન ક્રેશ થતાં કેપ્ટન જીત સાથે ચાર જવાનો શહીદ થયાં છે.
અને જાણે જીયાનાં જોયા હોશ ઊડી ગયા હોય. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ તે મનથી ભાગી પડે છે. અને ચક્કર ખાઈને નીચે પડે છે. ત્યારથી જીતના સદમાં માં જીયા જાણે જીવતી લાશ બની જીવતી હોય છે. તે આખો દિવસ એકલતામાં તેના જીતની યાદોમાં પાગલની જેમ જીવતી હોય છે. તે રોજ સાંજે અગાશી પર આવીને આકાશમાં ઉડતા વિમાન જોયા કરે છે. અને જીતની યાદો સાથે તેની એકલતામાં આંસુઓથી ભીંજાયા કરે છે.
🌺નીજ🌺