ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
સુમિત અને સ્નેહા જમી રહ્યા ત્યાં દરવાજો ખુલ્યો અને ગોરબાપા એ રૂમમાં પ્રવેશ કર્યો કરચલી વાળો ચહેરો, માથે કપાળ માં બન્ને બાજુ ચંદન નું તિલક વચ્ચે કેસરી તિલક, ગળામાં માળાઓ. સફેદ ઝભ્ભો અને કિનારા વાળી ધોતી લગભગ 75-78 વર્ષની વયે પણ વિધ્વતાના તેજથી ચમકતો ચહેરો. સુમિત અને સ્નેહા એ એમને જોયા અને સહેજ આશ્ચર્ય અને આનંદ એમના ચહેરા પર ઉભરાયા. એ બન્ને શ્રદ્ધાપૂર્વક એમને પગે લાગ્યા. ગોરે આશીર્વચન કહ્યા. પછી સુમિતે પૂછ્યું. "ગોર બાપા આ બધું શું છે?" એ હતા બલદેવ ગોર અનોપચંદના ખાસ. વિશ્વાસુ જે કંપનીની અનેકાનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ઉત્તર પ્રદેશના આગ્રાથી દિલ્હી અરે છેક અત્યંત વિકસી રહેલા નોઈડા સુધીના કંપનીના અટવાયેલા કામ એની દેખરેખ માં થતા. ઉપરાંત દેશભરમાંથી ક્યાંય કોઈ ખબર કોઈ દ્વારા મેળવવી હોય કે આપવી હોય તો એમાં ચાવીરૂપ ભૂમિકા એમની રહેતી.
"મને મોહનલાલે કહ્યું કે સ્નેહા અને સુમિત વેકેશન પર જતા જ નથી ખાસ તો વિદેશ એમને બહુ પસંદ નથી. વળી આ મકાન નવું બનાવડાવ્યું તો વિચાર્યું કે થોડા દિવસ તમે અહીં રહી ને પ્રકૃતિનું સાનિધ્ય માણો.પણ તું તો દુબઈ હતો, એટલે મોહનલાલે સજેસ્ટ કર્યું કે સ્નેહાને થોડા દિવસ બોલાવી લઉં. હવે સ્નેહા ને સીધી બોલાવી હોત તો એ માનત નહીં. અનોપચંદજી એ એને પોરબંદર કહ્યું હતું એ પણ એ માની નહીં તો હું પોરબંદર ગયો હતો ત્યાંથી ગમે એમ મનાવીને લઇ આવત."
"પણ તો પછી આ ગોરાણીમાં ઘૂંઘટમાં અને આ ચોકિયાત બાઈઓ. મને ગોરાણીમાંએ એ જ દિવસે કહ્યું હોત તો મને એટલું ટેન્શન ન થાત." સ્નેહાએ થોડું નારાજ થતા કહ્યું.
"કેમ કે તું જીદ કરીને દિલ્હી ગઈ. તને તારા જીવની કિંમત કદાચ ખબર નહિ હોય. પણ અમને બધાને તારી ફિકર છે. ત્યાં રસ્તામાં જ તારું ખૂન કરવા કે અપહરણ કરવા લોકો તૈયાર હતા.અને અમારા એરિયાના ગુંડાઓ અપહૃત સ્ત્રીનું માન સન્માન પહેલા લૂંટે છે. પછી ફિરોતી વસુલે છે. એટલે પછી તને બેહોશ કરી ને લાવવી પડી ને ગોરાણીએ તને હકીકત કહી હોત. તો તું એક પળ પણ ન રોકાત. મુંબઈ કે બીજે ક્યાંય જવાની જીદ કરત હવે તારા વર સાથે કાલ બપોર સુધી બન્ને એકલા ક્વોલિટી ટાઈમ માણો. કાલે બપોરે તમે ફ્લાઈટમાં મુંબઈ જજો. ત્યાં સુધીમાં બધું વ્યવસ્થિત થઈ જશે અને અનોપ પણ મુંબઈ પહોંચી જશે."
"તમારે એમની સાથે વાત થઇ છે. એમને હજી અમેરિકામાં થોડા દિવસ જરૂરી કામ હતું." સુમિતે કહ્યું.
"ના,મારે વાત નથી થઇ પણ હું અનોપને જેટલો ઓળખું છું એ પ્રમાણે એ કાલે બપોર સુધીમાં મુંબઈ પહોંચશે અત્યારે એ નિનાદ અને નીતા ના કોન્ટેક માં જ હશે, બધા કાલે બપોર સુધી મુંબઈ પહોંચી જશે." ગોરે કહ્યું. એટલામાં ગોરાણી આવ્યા અત્યારે એમને ઘૂંઘટ કાઢ્યો ન હતો. સુમિત અને સ્નેહા એમના પગમાં ઝૂકવા જતા હતા તો એમને રોક્યા અને આશીર્વાદ આપ્યા. એના હાથમાં એક થેલી હતી. એ સ્નેહાને આપતા કહ્યું,"સ્નેહા આમ તારા બધા ઘરેણાં અને તમારા બન્નેના ફોન ફૂલ ચાર્જ કરેલ છે.
xxx
"મોહનલાલજી, હું સબ ઇન્સ્પેકટર મોહિત બોલું છું. વારલી પોલીસ સ્ટેશનમાંથી"
"હા બોલો,"
"હું જીતુભાનો મિત્ર છું. અને તમને ફસાવવાનો કારસો થયો છે. મને હમણાં જ ખબર પડી. એટલે મેં તમને ફોન કર્યો. કેમકે તમે થોડા દિવસ પહેલા મોહિની ભાભી અને સોનલ ને બચાવ્યા હતા. એ વાત ની મને ખબર છે. જીતુભા મારા મોટા ભાઈ જેવો છે. અને સોનલ મારી બહેન જ છે હું અને સોનલ સાથે જ ભણ્યા છે. એક ક્લાસમાં હતા."
પણ ભાઈ તને એ ખબર છે જીતુભા જ્યાં કામ કરે છે.."
"હા અનોપચંદ એન્ડ કુ. અને તમે એમાં મેનેજર છો. મને બધી ખબર છે."
"પણ તને ખબર છે. હુએ કંપની પચાવીને બેઠો છું. "
હા એવા ઉડતા ન્યુઝ મને મળ્યા છે. પણ એનાથી કઈ ફર્ક નથી પડતો તમે સોનલ ને બચાવી એટલે મારા માટે તમેં મહાન છો
તમને તમારો કોઈ અંગત સાથી જ દગો દેવાનો છે.
"કોણ?"
"એનું નામ નથી જાણતો પણ એ તમારા ઘરે આવરો જાવરો રાખે છે."
"એવું તો કોઈ નથી. મારા ઘરમાં હું એકલો જ રહું છું."
"સોરી પણ મેં મેં એને જોયો છે 17-18 વર્ષનો છોકરો."
"ઓહ્હ્હ એ છોકરો. એતો મારો મારો ખાસ."
હા એ જ એને તમારા ઘરમાં કૈક પ્લાન્ટ કર્યું છે. સાંજ પહેલા તમારા ઘરે રેડ પડશે."
"થેન્ક યુ. મોહિત. મને ચેતવવા બદલ. એ મારો ખાસ હતો એના બાપના મોત પછી એના મોટા ભાઈને અને એને..ખેર જવા દે એ વાત, થેન્ક યુ અગેઇન." કહી મોહનલાલે ફોન કટ કર્યો.
xxx
"સર, આપણે કોઈ જોખમ ન લઇ શકીએ. નહીં તો દેશભરમાં હુલ્લડો થશે. કમિશનર ડીઆઇજી ને કહી રહ્યા હતા. ડીઆઈજી પણ પરિસ્થિતિ સમજી રહ્યા હતા. કે વાત અત્યંત ગંભીર છે. છેવટે એમણે પૂછ્યું.
"ક્રિષ્નન ક્યાં છે?"
"સર એ ક્યાંક છુપાઈને બેઠો છે. પણ અમ્મા?" કમિશનરે પૂછ્યું.
"મુત્થુસ્વામી સાથે મારે વાત થઇ છે એ અને અમ્માના વફાદાર માણસો એ ચાર્ટર ફ્લાઇટ બુક કરી લીધી છે, કલાકમાં મદ્રાસ એરપોર્ટ પર ઉતરશે." ડીઆઇજીએ કહ્યું.
"પણ એરપોર્ટ પર એ લોકો.." કમિશનરે પ્રશ્ન કર્યો.
"ડેમ ઈટ.તમારી હાથ નીચેની પોલીસ શું કરે છે? ઉડાવી દો એ લોકો ને જે અમ્માની સલામતીની આડે આવે એ તમામને" ઉભા રહો હું લેખિતમાં આદેશ આપું છું. અને બીજું ઉદ્યોગપતિ સુમિતનું અપહરણ કરવાની સાજિસ પણ હતી ક્રિષ્નન અને ગુરુ અન્ના જ્યાં દેખાય ત્યાં સરેન્ડર કરવાનું કહો અને ભાગવાનો પ્રયાસ કરે તો એન્કાઉન્ટર કરી નાખો એમનું. આ કાનૂન અને વ્યવસ્થાની વાત છે.પણ શું નામ તારું ગણેશન તને આ આખી વાત ની ખબર કઈ રીતે મળી?"
"મારો બાપ અનોપચંદ એન્ડ કુ માં નોકરી કરતો હતો.અને થોડા દિવસ પહેલા એની કંપનીમાં કોઈ પ્યુનનું ખૂન થયું મને લાગે છે કે એ કહું પણ કૃષ્ણનને જ કરાવ્યું હશે. ખેર એ ખૂનની તપાસ કરવા હું એની કંપનીમાં ગયેલો. ત્યારે સુમિતજી અને અનોપચંદ સાથે જૂની ઓળખાણ તાજી થઇ. હવે એ લોકોનું પોતાની આંતરિક સુરક્ષા ચક્ર છે એમને સુમિતના થનારા અપહરણ વિશે એમને ખબર પડી એટલે એ લોકો એ પ્રાઇવેટ જાસૂસ કંપનીમાં ગોઠવ્યા. અને એ લોકો ને આ આખું કાવતરું.ખબર પડી કે ચન્દ્રેશન અને ક્રિષ્નન મળેલા છે અને અરબ દેશથી આવેલા કોઈ બનાવટી શેખના ફંડીગ થી. અમ્માનું અને મુત્થુસ્વામી નું ખૂન કરી અને ચન્દ્રેશને આ આખી રાજકીય પાર્ટી પચાવી પાડવી હતી. પોતે પણ સાથે એમાં દેખાવ પુરતો ઘાયલ થાય અને પછી સહાનુભૂતિ ની લ્હેરમાં અહીં રાજ્યમાં એની સત્તા સ્થાપવા અને મુખ્યમંત્રી બનવાની એની યોજના હતી. પ્રાઇવેટ જાસુસો એ તો કંપનીમાં રિપોર્ટ સોંપી દીધો. એટલે એમના એક પાર્ટનર કે જે લગભગ 50 વર્ષથી કંપનીમાં મેનેજર છે મોહનલાલ. એમણે એ રિપોર્ટ જોયો અને એ વખતે અનોપચંદ ના ફેમેલી ના સુમિતને છોડીને બધ્ધા ભારતની બહાર હતા. એમનો સંપર્ક સાધવા ની કોશિશ કરી. પણ પછી કઈ ન સમજાતા એમણે કમિશનર સાહેબને ફોનમાં બધી હકીકત જણાવવા કોશિશ કરી પણ કમિશનર સાહેબ ક્યાંક ટુરમાં હતા, એમના પીએએ એ મેસેજ એમના સુધી પહોંચાડ્યો જ નહીં. છેવટે જુના સ્ટાફના પુત્ર તરીકે મને વિનંતી કરી કેમ કે હું પોલીસ સાથે સંકળાયેલ છું. કે હું અમ્માને બચાવવા કોઈ ઉપરી અધિકારીને મળું અને સુમિત નું અપહરણ ન થાય એવું કરું. સુમિત સાહેબ તો કાલે મારા કાકાની મદદથી અહીંથી છટકી ગયા. પણ આ સબૂતો બધ્ધા ક્રિષ્નનનની પૌત્રીની બેગમાં ક્રિષ્નને સંતાડેલા ચન્દેશન અને ઓલા બનાવટી શેખને બ્લેકમેલ કરવા માટે. મને ખબર પડી ગઈ એટલે મેં એ બેગ ગુરુ અન્ના દ્વારા તફડાવી લીધી અને ગઈ કાલે જ કમિશનર સાહેબને આજે મળવાની એપોઇન્ટમેન્ટ લઇ રાખી હતી એ પ્રમાણે એમને મળ્યો."
"ઓ કે તો ગુરુ અન્નનો આ આખા મામલા માં શું રોલ છે?" કમિશનરે કહ્યું.
"સુમિતે એનું મન માંગ્યું પાર્ટી ફંડ ન આપ્યું એ ગુરુ અન્નાને ગમ્યું નહીં એથી એ, સુમિત થી બદલો લેવા માંગતો હતો ક્રિષ્નને એને કહ્યું કે સુમિત નું અપહરણ કરતો તને 30-40 કરોડ મળશે."
"તો આખા મામલાનો માસ્ટર માઈન્ડ ક્રિષ્નન છે એમને?" ડી આઇ જી એ પૂછ્યું.
"ના આ બે-ત્રણ પેરેલલ મામલા છે. એની શરૂઆત 2 મહિના પહેલા થયેલી. ચન્દ્રેશનને મુખ્ય મંત્રી બનવું હતું અને પછી રાજ્યમાં 20-25 સાંસદ પોતાના પક્ષના બનાવીને આડકતરી રીતે કેન્દ્ર સરકાર પર પ્રેશર બનાવવું હતું. અત્યારના મિશ્ર સરકારના જમાનામાં એ બહુ મુશ્કેલ નથી. પણ અમ્મા જીવિત હોય ત્યાં સુધી એ શક્ય નહોતું, અમ્મા મરે તો આ પ્રદેશ આખો એની પાર્ટીને મત આપે એ માટે અમ્માને રસ્તામાંથી હટાવવા નો પ્લાન હતો એમાં બનાવટી શેખે એને આર્થિક સહાય પુરી પાડી. સુમિત સાહેબ અઠવાડિયાથી દુબઈમાં હતા.એમણે ત્યાં તપાસ કરાવી.તો ખબર પડી કે એ નકલી શેખ છે. એટલે એ કમિશનર સાહેબને મળી ને બધી વાત કરવા અહીં આવ્યા. પણ કમિશનર સાહેબ ટુર પર હતા. ને સાંજે એમને મોહનલાલે ચેતવ્યા એટલે મારા કાકા ની મદદથી એ અહીંથી નીકળી ગયા. એનું અપહરણ કરવાનો પ્લાન ગુરુ અન્નનો હતો. ક્રિશ્નનેમા સહાયરૂપ થવાનો હતો ઉપરાંત દિલ્હી થી અમુક મળતિયા અધિકારીઓને ઉશ્કેરીને ગુરુ અન્નાએ એમની દેશભરની કંપનીની ઓફિસમાં ઉપરી અધિકારીની પરવાનગી વગર દરોડા પડાવ્યા."
"ઓકે કમિશનર સાહેબ તમારા આ ઈન્સ્પેક્ટરે બહુ જ સુઝબુઝ પૂર્વક કામ કર્યું છે. તમે ગુરુ અન્ન અને ક્રિષ્નન માટે લુકઆઉટ નોટિસ બહાર પાડો એમને સરેન્ડર થવાનું જણાવો હું દિલ્હી વાત કરીને ચન્દ્રેશનની ધરપકડ કરવાની સૂચના આપું છું." ડીઆઇજીએ કહ્યું.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.