EXPRESSION - 7 in Gujarati Fiction Stories by ADRIL books and stories PDF | અભિવ્યક્તિ.. - 7

The Author
Featured Books
Categories
Share

અભિવ્યક્તિ.. - 7

BE RESOPNSIBLE 

 

એક પ્રૉફેસરે એનાઉન્સ કર્યું, "70% ઉપરના દરેક સ્ટુડન્ટ ને આખા કોર્સનું ફ્રી ટ્યૂશન,.." 

મેં કહ્યું - "WOW.. - ફ્રી ટ્યૂશન,.. "  

મારી એક ફ્રેન્ડે કહ્યું,.. "સિલેબસ જોયો છે એ કોર્સનો ? - ખુબ અઘરો છે.. મારે નથી કરવો એ કોર્સ ... " 

મેં કહ્યું - પણ ફ્રી ટ્યૂશન છે  

એણે કહ્યું - પણ સિલેબસ અઘરો છે  

 

હું માત્ર ફ્રી ટ્યૂશન જોઈ શકતી હતી 

અને 

એ અઘરો સિલેબસ  

 

અને મને ત્યારે સમજાયું કે 

દુનિયા ને જોવા ના બે નજરિયા હોય છે 

એક તો એ વાત ની ઉપર પૂરું ફોક્સ કરવું જે તમને જોઈએ છે 

અને બીજું, એ વાત ની પૂરું ઉપર ફોક્સ કરવું જે અડચણ રૂપ છે (જોઈતી વસ્તુ ને મેળવવામાં) 

 

જો તમે જોઈતી વસ્તુ ઉપર ફૉક્સ કરશો તો તમારું મગજ તેને પામવાના રસ્તા શોધવા આપોઆપ મક્કમ થઇ જાય છે. 

અને 

જો તમે અડચણો ઉપર ફૉકસ કરશો તો તમારું માગજ એને નહિ કરવાના બહાના શોધવા મક્કમ થઇ જાય છે. - અને આ હ્યુમન સાયકોલોજી છે.  

 

તમે જે જોઈએ એની પાછળ પાગલ થઇ ને જઈ શકો. પણ 

(1)તમે કોઈ બીજાને પણ રોકી ના શકો એને જે જોઈએ એની પાછળ ભાગવા થી.

(2) તમે કોઈને ફોર્સ ના કરી શકો - તમને જે જોઈએ એમાં તમારો સાથ આપે એ વાત થી.

 

થાય છે એવું કે આપણે જે અડચણ રૂપ છે એની ઉપર ફૉક્સ કરીને એને મેળવી નથી શકતા પણ બ્લૅમ લેવા માટે તૈયાર પણ નથી હોતા.. જવાબદારી તો આપણે જ લેવી પડે.. આપણે એ કોર્સ કરવો નથી એ સ્વીકારવાની તૈયારી નથી સિલેબસ અઘરો છે એ બ્લૅમ આસાની થી કરી નાખીશું.

 

એક બીજું ઉદાહરણ જોઈએ... 

 

અઢારમી સદીમાં યુરોપમાં એક બીમારી ફેલાઈ હતી જે સમય જતા છેક અમેરિકા સુધી પહોંચી હતી. 

આ બીમારી નું નામ હતું "પર્પલ ફીવર" .. પાછળથી આ બીમારી "બ્લૅક ડેથ ઑફ ચાઈલ્ડબૅડ" ના નામથી જાણીતી થઇ હતી. 

 

જેને સાયન્સ ના દેવતાઓ કહેવાય છે એવા ડોક્ટરોએ આના ઉપર રિસર્ચ કરવાનું અને એનો ઊંડો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. - એ જાણવા માટે કે ચાઈલ્ડ બર્થના 48 કલાકમાં જ સ્ત્રીઓ ના મરણ નું કારણ શું હોઈ શકે ? આના માટે એમણે સવારના સમયમાં આવા ડેથ ની ઑટોપ્સી કરવાનું અને બપોર પછીના સમયમાં બૅબીની ડિલિવરી માટે જવાનું શરુ કર્યું.   

 

આ બીમારીમાં સ્ત્રીઓ બાળકને જન્મ આપ્યા પછી માત્ર 48 કલાકમાં જ મરી જતી.. યુરોપમાં આ બીમારીએ તબાહી મચાવી દીધી હતી. એટલું જ નહિ એ શતાબ્દી દરમ્યાન આનું પ્રમાણ દિવસે ને દિવસે વધારે ને વધારે ખરાબ સ્થિતિમાં મુકાતું ગયું હતું.. 

 

લગભગ 18મી સદીના મધ્ય સમય દરમિયાન કોઈ ના ધ્યાન માં આવ્યું કે આ બધા જ ડૉક્ટર જે સવારમાં ઑટોપ્સી માટે જતા હતા તેઓ બૅબી ડિલિવરી માટે જતા પહેલા પોતાના હાથને સૅનેટાઇઝ નહોતા કરતા. અને એ જ જમ્સ બૅબી ડિલિવર કરતા ટ્રાન્સફર થતા હતા અને 48 કલાકમાં એ સ્ત્રી મૃત્યુ પામતી હતી  

 

આ વાત નૉટિસ થયા પછી એમણે એમના યુનિટમાં પોઇન્ટ આઉટ પણ કર્યું કે - "Guys You are the problem." અને ત્યારે દરેકે એમને ક્રૅઝી કહીને આ વાતને ઇગ્નોર કરી નાખી.  લગભગ 30 વર્ષ સુધી એમને આ વાતને ઇગ્નોર કર્યે રાખી. અને 30 વર્ષ પછી એ જ વસ્તુ રિસર્ચ માં સાબિત થયું  ... 30 વર્ષ બાદ કોઈ સમજદાર ઇન્સાને એ વાત ઉપર અમલ કર્યો અને હાથ વૉશ કરીને સૅનેટાઇઝ કર્યા પછી બૅબી ડિલિવર કરવાનું શરૂ કર્યું અને બીમારી દૂર થવાની શરૂઆત થવા લાગી..  

 

70% સ્ત્રી ઓ 48 કલાક માં જ મરી જતી  ...  એ સમયે . . બાળક ને ડિલિવર કર્યા પછી    .. 

આ નાની વાત નહોતી... 

 

અહીં પોઇન્ટ એ છે કે - ક્યારેક આપડે જ પ્રોબ્લેમ હોઈએ છીએ  ... 

પણ આપણે કશું જ સ્વીકારવા તૈયાર હોતા નથી.. અને આપણા સિવાય બધું જ બ્લેમ કરીએ છીએ આપણી અસફળતા માટે  ...  

 

અને એટલે જ ,

જો સફળતાની ક્રેડિટ ગમતી હોય, તો અસફળતા માટેની જવાબદારી પણ પોતાના શિરે આપડે જ લેવી પડે.. 

બહુ જીગરવાળા નું કામ છે - પબ્લિકલી પોતાની અસફળતાને સ્વીકારવાનું.. 

પણ એક વાર એટલી હિમ્મત આવી જાય કે આપણે એ વાત પબ્લિકલી સ્વીકારી શકીએ કે આપણી અસફળતા  માટે જવાબદાર આપણે પોતે જ છીએ તો ત્યાર પછી આપણને સફળ થતા કોઈ જ રોકી શકતું નથી.. કારણ કે - અસફળતાનો પબ્લિકલી સ્વીકાર એ સફળતા ની શરૂઆત નું પહેલું પગથિયું છે. 

 

માટે 

BE RESOPNSIBLE