phone off, love on in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | બંધ ફોન, ઈશ્ક ઓન

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

બંધ ફોન, ઈશ્ક ઓન


"શું છે એવું આ ફોનમાં તું આટલો બધો ડૂબેલો જ રહે છે!" ગીતા એ એક અલગ જ અંદાજમાં રોનકને કહ્યું.

"કઈ ખાસ નહિ.." એ આગળ બચાવ કરે એ પહેલાં તો ગીતાએ ફોન લઈ પણ લીધો, કોઈ સાથે એ ઓનલાઇન ચેટ કરતો હતો.

"કોણ છે આ?!" ગીતાએ ધારદાર નજર રોનક પર કરી. રોનક બહુ જ ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો.

"કેમ તું આની સાથે આટલી બધી ચેટ કરે છે?! છે કોણ એ તારી?!" ગીતાએ પૂછ્યું.

"કઈ જ નહિ, હું તો મારા ફ્રેન્ડ સાથે વાત કરતો હતો, જોઈ લે તું, એને તો હમણાં જ મેસેજ કર્યો!" રોનક બહુ જ ડરી ગયો હતો. એને એવું લાગતું હતું કે ગીતા એને ગલત ના સમજે.

"હવે તો તું બહુ બિઝી હોય એવું લાગે છે, મારા મેસેજ નો તો રિપ્લાય પણ નહિ આપતો!" ગીતાએ નારાજગી બતાવી.

"ઓ પાગલ! તને મારી પર વિશ્વાસ નહિ! જો આ આખોય ફોન, ચેટ, કોલ બધું જ જોઈ લે, વાંચી લે!" રોનક એ બહુ જ ઉદાસીનતાથી જવાબ આપ્યો.

"કઈ નહિ જોવું!" ગીતાએ કઈ પણ જોયા વગર એને ફોન પાછો આપી દીધો.

"કરી લે તારી ફ્રેન્ડ જોડે વાત.." ગીતાએ એક અલગ જ અંદાજમાં કહ્યું.

"ચૂપ! એવું કઈ છે જ નહિ અને તું એવું કહે છે!" રોનક બોલ્યો.

"તને એવું જ લાગે છે ને તો ચાલ હું આ મારો ફોન જ નહિ યુઝ કરું! નહિ વાપરું જ નહિ!" રોનક એ એક અલગ જ ખુમારીથી કહ્યું અને રૂમ છોડીને ચાલ્યો ગયો. બંધ થયેલા દરવાજાનો અવાજ લાંબા સમય સુધી વિચારોમાં ખોવાયેલ ગીતા મહેસૂસ કરતી રહી. એ બહુ જ ગહેરાઈથી વિચારી હતી. એક પળ પણ ફોનથી દૂર ના રહી શકે એ રોનક એની માટે ફોન જ વાપરવાની મનાઈ કરી રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

"ઓય સાંભળ," જેવો જ થોડો ટાઇમ મળ્યો કે ગીતાએ રોનક સાથે વાત કરી.

"મેં એવું નહિ કહ્યું કે તું મારો ફોન યુઝ ના કરી શકે, લે તું મારો ફોન યુઝ કર!" એને એનો ખુદનો ફોન એની તરફ લંબાવી દીધો.

"ના, યાર! તને નહિ પસંદ કે હું કોઈ સાથે વાત પણ કરું તો હું એવું જ કરીશ!" રોનક એ કહ્યું અને બીજા કોઈ કામથી અન્ય લોકો સાથે ચાલ્યો ગયો. હજી પણ એના કહેલા શબ્દો ગીતાના કાનમાં અથડાઈ રહ્યાં હતાં.

🔵🔵🔵🔵🔵

"કેમ આવું કરે છે તું?! એવું શું છે કે તું મને દુઃખી નહિ કરી શકતો! મેં તો ખાલી એમ જ કહેલું.." ગીતા એ રોનકના પપ્પાના ફોન પર કોલ કર્યો હતો. અને એટલે જ રોનક વાત કરી રહ્યો હતો, કેમ કે એને જ ખુદ ગીતાને એના પપ્પાના નંબર પર કોલ કરવા કહ્યું હતું.

"સિમ્પલ તો છે.. તને નહિ પસંદ તો હવે હું નહિ યુઝ કરું ને ફોન!" રોનક એ કહી જ દીધું.

"પણ કેમ?! હું કહું તો તું કેમ માને છે?!" ગીતાએ સવાલ કર્યો.

"તને એવું લાગતું હતું ને કે હું તો રોજ એ ચેટ વાળી છોકરી સાથે વાત કરતો હોઈશ! બકા હું એવો નહિ! અને હું મોબાઈલ વગર પણ રહી શકું છું!" રોનક એ કહ્યું.

એ પછી તો રોનક અને ગીતા નિયમિત રોજ કોલ પર વાત કરવા લાગ્યા. હા, જો ખુદ ગીતા સામેથી કોલ કરશે તો એ ઉઠાવશે અને પોતે રોનક ઓનલાઇન રહે જ નહિ તો ચિંતા જ શાની?! બંને બહુ જ ખુશ હતા.

"હવે આપને બસ કોલ પર જ વાત કરીશું.. ઓનલાઇન થાઉં ત્યારે બીજા લોકો પણ મેસેજ કરે છે, અને તને એવું લાગે છે કે હું બીજી છોકરી સાથે વાત કરું છું!" રોનક બોલ્યો.

"એક જવાબ આપ ને.." ગીતા બોલી.

"કેમ તું મારી વાત માને છે?! સોરી! મને તારી પર પૂરો વિશ્વાસ છે, આઈ લવ યુ!" ગીતા એ આખરે કહી જ દીધું.

"હા, ખબર છે.." રોનકે ફરી ફોન યુઝ કરવાનું શુરૂ કરી દીધું હતું, પણ હજી પણ એને તો ગીતા સાથે કોલ પર જ વાતો કરવામાં બહુ જ મજા આવતી હતી!