તેનાં મૂળ સ્વરૂપે અપનાવવું ,ચાહવું જરૂરી છે.
●બહું ઘવાયેલ માણસ સહજ રીતે લાગણીઓને
ખંખેરતા શીખી જાય છે.
લોકો તેને દુનિયાદારી કહે છે
॰॰॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰॰
●સબંધ અને સેહત જ્યાં
સુધી હાથમાંથી સરી ન જાય
..માણસને તેની કદર થતી નથી..
॰॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰
●બાપકમાઈનાં કરોડો રૂપિયા
કરતાં આપકમાઈનો એક રૂપિયો..
વધારે સંતોષ આપે છે..
॰॰॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰
●સંતાનોને સુખ સંપતિ
નહી,આવડત આપો સંપતિ મેળવવાની
ખુશ રહેવાની
॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰
●કોઈ પણ
સબંધમાં વધારે પડતી લાગણી
ઘણી વખત વ્યક્તિની પોતાની ઓળખ ભુસી નાખે છે.
°°°ચાંદની અગ્રાવત °°°°°
●બાળકોને સમજદાર બનાવવાની ,શીખવવાની ઉતાવળમાં
ક્યારેક આપણે અજાણતા જ સહજ કુતુહલ, બાળપણ
છીનવી લઇએ છીએ.
°°°°ચાંદની અગ્રાવત °°°°°°
● સંતાનો સહેજ સમજણા થાય પછી પિતાને, માતાના
પક્ષે રહી એક પતિ તરીકે જાણ્યે અજાણ્યે મુલવવા લાગે
છે..
અને પિતાનો પ્રેમ અવગણી અન્યાય કરી બેસે
છે.
●●●●ચાંદની અગ્રાવત ●●●●
●
જીવનમાં ઘણીવાર અજાણ્યા પ્રવાસો,અચાનક
મુલાકાતો આપણને ખૂદનો
સાચો પરિચય આપી જાય છે.
●●●●ચાંદની અગ્રાવત ●●●●●●
જિંદગીએ સતત અન્યાય કર્યો હોય તેવું લાગે તો તમારી
આસપાસ જોજો એક કારણ તો એવું મળશે
જ કે જે દરેક અન્યાયનાં વળતર જેવું લાગે.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●
ઘણી વખત કોઈને ઓળખતા બહુ સમય નથી લાગતો,
પણ તે ઓળખ સ્વીકારતાં
વર્ષો નીકળી જાય.
●●●●●● ચાંદની અગ્રાવત ●●●●●
જિંદગી બહુ સરળતાથી જીવવી હોય તો કોઈને પણ બહુ
નજદીકથી ઓળખવા પ્રયત્ન ન કરવો.
●●●●●● ચાંદની અગ્રાવત●●●●●●●●
કોઈ ને એટલો પ્રેમ ન કરવો
કે ખુદને પ્રેમ કરવાનું ભૂલાઈ
જાય.
●●●●ચાંદની અગ્રાવત●●●●●●●
ઉંમરના એક પડાવ પછી સમજાઈ જાય છે કે દરેક વાતનો
પ્રત્યુત્તર વાળવો જરૂરી નથી.
●●●●●●ચાંદની અગ્રાવત●●●●●●
ઘણીવાર પીછેહઠ ડરથી
નહીં,
પણ સબંધ સાચવવાની દરકારથી થાય છે.
●●●●● ચાંદની અગ્રાવત●●●●●●●
બહુ વધારે વિચારીને બાંધેલ સબંધમાં સહજતા નથી
હોતી,માત્ર દંભ હોય છે.
●●●●●●●●ચાંદની અગ્રાવત ●●●
દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય,એટલે હંમેશા
પોતાની નજરથી જોયેલી દુનિયા સાચી
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●
ઉમરનાં એક પડાવ પછી
એક એક ક્ષણનું મૂલ્ય સમજાય છે,ત્યારે જ જીવવાની ખરી
શરૂઆત થાય છે.
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●
પૈસા,પ્રતિષ્ઠા ,સબંધ અને લાગણી ખૂબ નજદીકથી
માણી લીધા પછી મોહભંગ સહજ છે,જીવનની નિરંતરતા
માટે જરૂરી પણ.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●
કોઈપણ સબંધમાં જ્યારે
કોઈ વ્યક્તિ બદલાઈ જાય તો જરા ભિતર ઢાંકી લેવું,
મોટાભાગે કારણ મળી જશે.
●●●ચાંદની અગ્રાવત ●●●●●●