Premni ek anokhi varta - 4 in Gujarati Fiction Stories by Anurag Basu books and stories PDF | પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 4

આપણે આગળ જોયું તેમ..
બંને બહેનો દિક્ષા અને શ્રીયા ક્યારેય એકબીજા વગર રહેતી નહોતી..
પણ દેવભાઈ ને જોબ માં બદલી થતાં..
ન ચાહવા છતાં પોતાના પરિવાર થી અલગ થવુ પડ્યુ... શરુઆત માં તો ક્યારેક ઉમા બહેન.. રમાકાંત ભાઈ..દેવ , દિક્ષા.. હંસા બહેન.. અંબાલાલ ભાઈ.. બધા જ થોડા થોડા સમય માટે..દેવભાઈ ના ત્યાં જતાં આવતાં રહ્યાં.. પરંતુ પછી બહુ દૂર હોવાથી... આવવા જવાનું તેમ જ મળવાનું બહુ શક્ય ન બનતું...આ બાજુ દેવભાઈ ને પણ ઉંચી પોસ્ટ આપવામાં આવી હતી.. તેથી વકૅ લોડ પણ ઘણો જ રહેવા લાગ્યો.. શ્રીયા પણ હવે ભણી ને કોલેજ માં આવી ગઈ હતી....તેમ જ તેની વાકછટા, ભણવામાં હોંશિયાર.. પાછી સુંદર પણ ..તેનું વ્યક્તિત્વ બધા ને આકર્ષી લેતું...તો તેના બહુ જલ્દી થી મિત્રો પણ બની ગયા...
બીજી તરફ દિક્ષા પણ પોતાને ઘરકામ તેમજ બ્યુટી પાર્લર ની જોબ માં બિઝી રાખવા લાગી... જેથી તેને શ્રીયા ની ખોટ બહુ ન વર્તાય... બંને બહેનો હવે મોટી થઈ ગઈ હતી... દિક્ષા ને તેના બ્યુટી પાર્લર ના ઓનર હતા.. તેમના થી પ્રેમ થઈ ગયો હતો..પણ તે ક્યારેય પોતાના પ્રેમ નો એકરાર કરી શકતી નહોતી...
ઘરે દિક્ષા મોટી હોવાથી તેમજ લગ્ન કરવાની ઉંમરે પહોંચી ગઈ હોવાથી.. પોતાની જ જ્ઞાતિ માં...ઘર ના વડીલો મુરતિયો શોધી રહ્યા હતા...
હંસા બહેન તેમજ અંબાલાલ ભાઈ નો માન મોભો ઘણો સારો હોવાથી.. કેટલાક માંગા પણ આવ્યા હતા..
દિક્ષા તેના ઓનર ને પણ પસંદ હતી... તેમણે એક દિવસ દિક્ષા ને.. અચાનક જ સાથે લંચ લેવા માટે ઓફર કરી...‌દિક્ષા પ્રેમ કરતી હતી એટલે ના ન પાડી શકી.....તેના ઓનર અમિત પટેલ.. લંચ સાથે લેવા માટે એક રેસ્ટોરન્ટમાં પોતાની કાર માં લઇ ગયા... ત્યાં જ તેમણે જ સામે થી દિક્ષા ને પ્રપોઝ કર્યું.... દિક્ષા તો ખુબ જ ખુશ થઈ ગઈ .. તેણે ત્યારે તો આ પ્રપોઝલ સ્વીકારી લીધું..પણ પછી ઘર ના બધા ને કેમ મનાવશે તે વિચારવા લાગી....
અમિતે કહ્યું તું ચિંતા ન કર..હું સામે થી જ મારા માતા પિતા ને લઈને.તારા ઘરે તારો હાથ માંગવા આવીશ..અને તારા પરિવારને આપણા પ્રેમ વિશે સમજાવીશ.. તેથી તેઓ પણ બહુ જ જલ્દી થી માની જશે... હંસા બહેન તેમજ અંબાલાલ ભાઈ નો માન મોભો ઘણો સારો હોવાથી.. કેટલાક માંગા પણ આવ્યા હતા..
તેઓ દિક્ષા ને જોવા માટે આવવાના હતા... ત્યારે હંસા બહેન એ ...પત્ર લખીને..દેવભાઈ ને લક્ષ્મી દેવી ને હાજર રહેવા જણાવ્યું હતું..
રવિવાર નો દિવસ ગોઠવવામાં આવ્યો....
દિક્ષા ને પણ હંસા બહેન એ જણાવ્યું કે, "આજે તને છોકરાવાળા જોવા આવવાના છે..તો આજે ક્યાંય જતી નહીં...
લક્ષ્મી દેવી,દેવભાઈ તેમજ શ્રીયા પણ નિયત સમયે આવી પહોંચ્યા... દિક્ષા ને તેમજ શ્રીયા ને તો એ બહાને બંને મળ્યા તેનો જ ઉત્સાહ સમાતો નહોતો....દિક્ષા ને ખુબ જ લાડ થી શ્રીયા એ તૈયાર કરી... હંસા બહેન તેમજ અંબાલાલ ભાઈ એ તો વિચાર્યું જ હતું કે છોકરો જોયો છે.. ઘર બાર સરસ છે..જો આપણી દિક્ષા ને પસંદ કરે તો ચટ મંગની પટ બયાહ જ કરવું છે..

બધીજ મહેમાનો ના સ્વાગત માટે ની તૈયારી..ઉમા બહેન તેમજ લક્ષ્મી દેવી એ કરી લીધી...

નિયત સમયે મહેમાન પણ આવી ગયા.‌તેમનુ ભાવપૂર્ણ સ્વાગત કર્યું.. થોડીક જ વારમાં દિક્ષા તેમજ શ્રીયા પણ આવી ને બેઠા... ચ્હા નાસ્તો કરીને.. પછી મહેમાનો એ જણાવ્યું કે..અમે અમારો નિણૅય બહુ જ જલ્દી થી.., ઘરે દીકરા સાથે વાતચીત કરી ને જણાવીશું...
શ્રીયા તો ખુબ જ ખુશ હતીઃ
તેની બહેન ને જોવા આવનાર... કોઈ હીરો થી કમ નહોતો.. વળી સારી કંપનીમાં ઉચ્ચ પદ પર જોબ પણ સારી હતી.. તેને થયું મારી બહેન દિક્ષા ને જો આ છોકરો " હા " પાડી દે તો સારું...
એક દિવસ વળી દેવભાઈ, લક્ષ્મી દેવી ને શ્રીયા ત્યાં રોકાઈ ગયા...

ઘણા સમયે પરિવાર ની સાથે સમય વ્યતીત કરવા મળ્યો તે માટે તેમણે જોબ માંથી એક દિવસ ની રજા લઈ લીધી હતી..
બીજા દિવસે દિક્ષા બ્યુટી પાર્લર માં જતી હતી.. ત્યારે શ્રીયા ને પણ સાથે લેતી ગઈ.. જેથી થોડો સમય બંને ત્યાં પણ સાથે વિતાવી શકે..
આજે તે શ્રીયા ને..અમિત થી ઓળખાણ કરાવવા તેમજ પોતાના મન ની વાત કહેવા માટે જ .. બ્યુટી પાર્લર લઈને આવી હતી..તે જાણતી હતી કે શ્રીયા બધા ની બહુ જ લાડકી છે..તેની વાત કોઈ જ અસ્વીકાર કરતું નથી..જો શ્રીયા સમજાવશે.. પરિવાર ને તો બધા જ તેમના પ્રેમ ને સંમતિ આપી દેશે..

શ્રીયા એમ પણ પોતાની વાક્છટા થી બધા ને પોતાની વાત મનાવી જ લેતી...